#KNOWN - 7 in Gujarati Horror Stories by Leena Patgir books and stories PDF | #KNOWN - 7

Featured Books
  • तेरा...होने लगा हूं - 5

    मोक्ष के खिलाफ और खुद के फेवर में रिपोर्ट बनाकर क्रिश का कस्...

  • छावां - भाग 2

    शिवराय द्वारा सन्धि का प्रस्ताव मिर्जाराज जयसिंह के पास भेजा...

  • Krick और Nakchadi - 3

     " एक बार स्कूल मे फन फेर हुआ था मतलब ऐसा मेला जिसमे सभी स्क...

  • पथरीले कंटीले रास्ते - 27

      पथरीले कंटीले रास्ते    27   27     जेल में दिन हर रोज लगभ...

  • I Hate Love - 10

    और फिर उसके बाद स्टडी रूम की तरफ जा अंश को डिनर करने को कहती...

Categories
Share

#KNOWN - 7

ઓમને ખુશી થઇ તે જોઈને અને તે એ દિશામાં ગયો. ત્યાં જઈને તેણે જોયું તો તેનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. અનન્યા ત્યાં કોઈક અઘોરી બાવાની સાથે કામક્રીડા રાચી રહી હતી. આ જોતા ઓમ ડરીને ત્યાંથી સહેજ હલ્યો જેના લીધે તે અઘોરીનું ધ્યાન ઓમ હતો એ બાજુ ગયું અને તે રોકાઈ ગયો. અનન્યા પણ અઘોરી પરથી ઉભી થઇ અને ઓમને જોઈને અટ્ટહાસ્ય કરવા લાગી.
"આ....આની પર કરી શકશો તમે સાધના??" અનન્યાએ ઓમ બાજુ આંગળીનો ઈશારો કરીને અઘોરીને કહ્યું.
"શું બોલે છે તું અનુ?? અને શું થઇ ગયું છે તને?? આ નાગા બાવા સાથે તું સેક્સ છી...!! વ્હોટ ઇસ
હેપનિંગ ટુ યુ?? " ઓમે અનન્યાની સામું જોઈને કહ્યું.
"ઓહહ જસ્ટ શટઅપ ઓક્કે. હું તારી અનુ નથી સમજ્યો. જયારે જુઓ ત્યારે સમજી સમજી કરતો હોય છે તો આજે તું એક વાત સમજી લે.અહીંયા આવીને તે બહુ મોટી ભૂલ કરી નાખી છે જેનું પરિણામ તું તારી નજરોથી જ જોઈ લે." કહીને અનન્યા ઓમ પાસે ડગ માંડતી આવવા લાગી.
ઓમ ત્યાંથી ફટાફટ ભાગવા લાગ્યો.
પેલા અઘોરીએ અનન્યાને ઉભી રહેવા કહ્યું. તેણે હાથમાં નીચે પડેલ પોતાના કમંડળમાંથી ભભૂત જેવી રાખ કાઢી અને કંઈક મંત્રોચ્ચાર કરીને તે ભભૂત હવામાં ઉછાળી દીધી.
આ સાથે જ અચાનક શાંત વાતાવરણમાં સુસવાટા મારતો પવન વહેવા લાગ્યો. ઝાડ પર રહેલ પંખીઓના માળા નીચે પડવા લાગ્યા. ચામાચીડિયાઓ આમથી તેમ ઉડવા લાગ્યા.આ તરફ ઓમ ભાગતો હતો ત્યાં જ તેને પાછળથી એક જોરદાર માર વાગ્યો અને તે હવામાં ઉછળીને નીચે જમીન પર પટકાયો. ઓમે જોયું તો આસપાસ કોઈ નહોતું.તે પોતાના જીવની ભીખ માંગવા લાગ્યો.
"પ્લીઝ મને માફ કરી દો, પ્લીઝ મને જવા દો." ત્યાંજ પાછળથી અનન્યાએ આવીને તેના હાથમાં રહેલ પાવડાથી ઓમનાં માથે જોરથી પ્રહાર કરી દીધો. ઓમ નીચે ફસડાઈ પડ્યો.તેના માથામાંથી લોહીની ધારા વહેવા લાગી.
અનન્યાએ તેના શરીરને પીંખી નાખ્યું.

"તને તો ભયાનક મોત આપવાનો જ મારો ઈરાદો હતો પણ ત્રિલોકનાથજી માટે તારી સાથે હું સાધના કરીશ અને મારી નાનીની આત્માને જીવંત કરીશ." કહીને અનન્યા જોરજોરથી અટ્ટહાસ્ય કરવા લાગી. ઓમ મૃતપ્રાય અવસ્થામાં જ પહોંચી ચૂક્યો હતો. તેની આંખો ધીરે ધીરે બંધ થઇ રહી હતી. અનન્યા ઓમનાં એક હાથને પકડીને ખેંચતી ખેંચતી અઘોરી પાસે લઇ ગઈ.
"અનન્યા તું આવા કામ માટે તારી ઉર્જા નાં વેડફીશ. તું અલગ છું આ બધાથી. " અઘોરી ત્રિલોકનાથે અનન્યા સામું જોઈને હાસ્ય રેલાવતા કહ્યું.
અનન્યાએ જોયું તો હજુ ઓમની છાતી ઉપર નીચે થઇ રહી હતી. તેણે પળનો પણ વિલંબ કર્યા વગર તેની પાસે રહેલ તલવારને ઓમના પેટમાં ઘુસાડી દીધી.
અઘોરી ત્રિલોકનાથ અનન્યાનું સાહસ જોઈને મનોમન ખુશ થયાં.
"અનન્યા, હમણાં જયારે તું મારી પાસે આવીને સાધના શીખવા માટેની વિનંતી કરી રહી હતી ત્યારે મને એમ હતું કે તું એક સામાન્ય અબુધ છોકરી છું પણ મારી સાથે કરેલ સંભોગ કરીને અને આ છોકરાને બેરહમીથી મારતા જોઈને હું તારાથી પ્રભાવિત થયો છું. હું તને મારી અડધી શક્તિ આપી દઈશ બદલામાં..... " અઘોરીએ અનન્યા સામું જોઈને કહ્યું,

"બદલામાં હું તમે જે પણ કહેશો એ આપવા તૈયાર છું." અનન્યાએ અઘોરીની વાતને કાપીને વાક્ય પૂર્ણ કર્યું.

"વાહ હું ખૂબજ ખુશ થઇ ગયો છું. આજે અમાસ નથી અનન્યા. આપણે સાધના કરવા અમાસ સુધીની રાહ જોવી પડશે. અમાસનાં દિવસે આવીને તારે મારી અંદર રહેલ કામદેવને તૃપ્ત કરવો પડશે અને હા મારી એક સર્વસમભાવ સિદ્ધિની સાધના માટે એક તાજું મડદું તૈયાર રાખવું પડશે.આજથી 4 દિવસ બાદ હું તારી રાહ જોઇશ અનન્યા. જય મહાકાલ" અઘોરીએ ઊંચા સાદે અનન્યાને કહ્યું.
અનન્યા પણ ખુશ થતી થતી ત્યાંથી નીકળવા લાગી. ઓમની ગાડીને ઠેકાણે પાડીને અનન્યા પોતાના ઘરે આવી ગઈ.
અચાનક દરવાજો ખુલતા જ અનન્યા બેભાન અવસ્થામાં દરવાજા પાસે જ ઢળી પડી.

"બીજા દિવસે ખટ ખટ ખટ..... કરતો દરવાજો ખખડ્યો.દરવાજો ના ખૂલતાં બહાર ઉભેલ અનન્યાનાં પપ્પા કેતનભાઈએ તેમની પાસે રહેલ બીજી ચાવીથી દરવાજો ખોલ્યો અને અંદર જોયું તો અનન્યા બેભાન અવસ્થામાં પડી હતી.

"ઓહ માય ગોડ અનુ, અનુ બેટા આંખો ખોલ."કહીને કેતનભાઈએ અનન્યાને હલાવી. તેમ છતાં આંખો ના ખોલતા તેમણે કિચનમાં જઈને પાણી લાવવાનું વિચાર્યું. કિચનમાં આવતા જ એક અજીબ દુર્ગધ આવતા તેમણે પોતાનાં નાક આગળ હાથ રાખી દીધો. પાણી લઈને તેઓ અનન્યા પાસે આવ્યા અને તેના મોંઢા ઉપર પાણીનો છંટકાવ કરવા લાગ્યા. અનન્યાએ આંખો ખોલી અને સામે પોતાના ડેડને જોઈને તેમને ખુશીથી વળગી પડી.
"ડેડ, થેન્ક ગોડ તમે આવી ગયા.પ્લીઝ મને હવે મૂકીને ના જતા. મમ્મા પણ ખબર નહીં ક્યાં જતી રહી છે." કહીને અનન્યા રોવા લાગી.
"એ દગાબાજ નીકળી બેટા. તે કોઈક બીજા સાથે ભાગી ગઈ. મને તો હજુ વિશ્વાસ નથી આવતો કે તે આવું કરી શકે પણ તેના ફોનનું લોકેશન કઢાવ્યું તો ખબર પડી કે તે સાચેમાં ભાગી ગઈ છે અને તેનો ફોન પણ કચરાની પેટીમાંથી મળ્યો હતો." કેતનભાઈની આંખોમાં પણ આંસુ આવી ગયા.
"તમે ચિંતા ના કરો ડેડ હું છું ને, હું તમને સાચવીશ." કહીને અનન્યાએ તેના પપ્પાનાં આંસુ લુછ્યા.
બેઉ બાપ દીકરી કેટલીય વાર સુધી પોતાના દુખડા રોતા રહ્યા.

"અનુ પણ તું અહીંયા કેમની આવી ગઈ?? " કેતનભાઈએ સ્વસ્થ થઈને આશ્ચર્ય વ્યક્ત કરતા અનન્યાને સવાલ કર્યો.
"ડેડ ખબર નહીં ચક્કર આવી ગયા હશે રાતે એટલે અહીંયા જ ઢળી પડી હોઈશ." અનન્યાએ ઉભા થઈને જવાબ આપ્યો.
કેતનભાઈ પણ ઉભા થયાં.

"સારુ ડેડ તમે ફ્રેશ થઇ જાઓ. હું તમારા માટે મસ્ત કડક ચા બનાવીને લાઉં." કહીને અનન્યાએ કેતનભાઈને ધક્કો મારીને ઉપર મોકલ્યા.
અનન્યા કિચનમાં આવી તો માથું દુખાડી દે એવી તીવ્ર દુર્ગધ આવી રહી હતી. તેણે પોતાનાં હાથથી નાક દાબી દીધું અને પોતાના રૂમમાં રહેલ સ્પ્રે લાવીને કિચનમાં છંટકાવ કરવા લાગી. તેણે હાથ હટાવ્યો અને રાહતનો શ્વાસ લીધો.

"ખબર શેની વાસ આવી રહી હતી.બહુજ ગંદી હતી સિરિયસલી." અનન્યા સ્વગત બબડીને ચા બનાવવા લાગી.
ચા લઈને અનન્યા ડાઇનિંગ ટેબલ પાસે આવીને તેના પપ્પાને બુમ મારવા લાગી.

"ડેડ, ટી ઇસ રેડી, કમ ફાસ્ટ. " બોલતા અનન્યાએ જોયું તો તેના ડેડ નીચે સીડીઓ ઉતરીને જ આવી રહ્યા હતા.

કેતનભાઈ આવીને ખુરશીમાં બેઠા અને બંને જણા ચા-નાસ્તો કરવા લાગ્યા.

"અનુ હા જો મને યાદ આવ્યું. કિચનમાંથી કંઈક વિચિત્ર દુર્ગધ આવી રહી હતી. તે જોયું શું હતું?? " કેતનભાઈએ અનન્યા સામું જોઈને સવાલ કર્યો.
"કાંઈ નહીં ડેડ મને પણ આવી હતી બટ મેં સ્પ્રે નાખી દીધું. હવે નથી આવતી." અનન્યાએ જવાબ આપ્યો.
"સ્પ્રે નાખવાથી ટેમ્પરરી ઈલાજ થશે.કાયમી ઈલાજ કરવા એક કામ કરજે રૂપા(કામવાળી )ને કહેજે એ જોઈ દે.લાગે છે કોઈક ઉંદરડું મરી ગયું હશે."કહીને કેતનભાઈએ નાસ્તો પતાવ્યો.
"યક ડેડ!! પ્લીઝ જમતી વખતે આવું બધું ના બોલશો." કહીને અનન્યાએ પોતાના નાકનું ટેળવુ ચઢાવ્યું.
"ઓક્કે બેબી, કરી લે નાસ્તો. હું આવું સહેજ કામ પતાવીને." કહીને હસતા હસતા કેતનભાઈ ઉભા થઈને સીડીઓ ચઢતા જ હોય છે ત્યાં અનન્યા જોરથી ચીસ પાડી ઉઠે છે.......

(ક્રમશ :)