Adhuro Prem. - 47 in Gujarati Love Stories by Gohil Takhubha ,,Shiv,, books and stories PDF | અધુુુરો પ્રેમ.. - 47 - મજબૂર

Featured Books
Categories
Share

અધુુુરો પ્રેમ.. - 47 - મજબૂર

મજબૂર
પલક હજીતો મનોમન આકાશનાં વીચારોમાં ખોવાઈ રહીછે, ત્યાંજ વીશાલ ઓશરીમાં આવ્યો. પલકને મનમાં હસતી જોઈ કહ્યુંકે કોઈનાં વિચારમાં ખોવાઈ ગઈછેકે શું ?
પલક એના શબ્દો સાંભળીને હાડોહાડ થઈ ગઈ, પણ હવે એને આ બધું હંમેશા આવીરીતે વીનાં વીવાદે સંભાળવું પડશે.એથી ચુપ રહીને કહ્યું હાં હું મારા આવનાર બાળકનાં વીચારોમાં ખોવાયેલી છું.એ પોતે એટલી"મજબૂર"હતીકે પોતાની વાતને પણ વીશાલ સામે સ્પષ્ટતા પુર્વક રાખી શકે એમ નથી.એટલે મનોમન ગમ ખાઈને ઝેરનાં ઘુંટડો પીય ગ્ઈ.
સવીતાબેને વીશાલને આવકાર આપ્યો, કહ્યું આવો તમે શું મારી દીકરીને ગણીગણીને બદલો લીધોછે તમે,આ તમે કયા જનમનો બદલો લીધોછે ? જમાઈ કશુંય પણ બોલ્યાં વગરજ બેસી રહ્યો. સવીતાબેને જે કાંઈ કહ્યુંતે બરાબર સાંભળી રહ્યો. પાછળથી હળવેકથી કહ્યું મમ્મી મારી ભુલ થઈ ગઈ. હું હવેથી પલકને ક્યારેય હેરાન નહી થવા દ્ઉ.
વીશાલે કહ્યું હું પલકને અહીયાથી તેડીને બસ થોડાજ દિવસોમાં જ્યાં હું નોકરી કરું ત્યાં રસોડું લ્ઈ અને રહેવાં જતો રહીશ તમે તમારી દીકરીની જરા પણ ચિંતા કરશો નહીં

સવીતાબેને કહ્યું જો જમાઈ મારી દીકરીએ અત્યાર સુધીમાં કોઈ દિવસ કોઈને પણ બાંડું વેણ બોલ્યું નથી.તમે મારી ફુલડાં જેવી દીકરીને દસ દિવસમાં કાળમીંઢ પથ્થર જેવી કરી નાખી.
તમારી બધી વાત સાચી મમ્મી પણ હું તમને વચન આપું છું કે તમારી દીકરીને હવે જરાયે તકલીફ નહી પડવા દ્ઉ,હું એનું ધ્યાન રાખીશ, વીશાલે કહ્યું.
ઠીક છે જમાઈ હવે અમે "મજબૂર"છીએ, આધાર વગરનાં અમે નોધારા થઈ ગયાં, અમારી આટલી "મજબૂર"અવસ્થા કોઈપણ દીવસ નથી થઈ, નો સુટકે અમારે અત્યારે તમારી સાથે સમજુતી કરવી પડે છે,સવીતાબેને સજળ આંખો કરી કહ્યું.
" હું તમારી બધી મજબૂરીને જાણું છું"નહીંતર તમે કાંઈ એમ થોડાં પલકને મોકલવાનાં હતાં. આતો ભગવાન અમારો પણ ગરીબોનો હોય ને ? એણે અમારા સામે જોયું અને તાત્કાલિક ધોરણે એણે પલકને સારા દીવસો દેખાડ્યાંછે. ખરુંને સાસુમાં ? વીશાલે કહ્યું !
એતો હવે તમારે જે સમજવું હોયતે સમજી લ્યો ? તમારા ભાગ્ય ક્યો કે અમારી અભાગી પણું, પરંતુ હવે અમારે તમને કશું કહેવાં જેવું નથી રહ્યું જમાઈ,સવીતાબેન બોલ્યાં.
વીશાલે સવીતાબેનને વચ્ચે ટોકીને કહ્યું, જો મમ્મી તમે મને જેવો સમજતાં હોય હું ખૂબ જ પ્રેમાળ વ્યક્તિ છું. ક્યારેક તમે મારા મીત્રોને આવીને પુછીજો એકપણ મારામાં કોઈ ખામી તમને બતાવે તો કહેજો.આતો ભગવાનની મારા ઉપર ખૂબ કૃપા થઈ હશે ને એટલેતો એણે અજાણતાં પણ મને બાપ બનવાનો મોકો આપી દીધો.તમારી દીકરીને પુછીજો એણે આ દસ દિવસમાં મને કેટલી વખત પોતાની નજીક આવવાનું કહ્યું છે. તો પછી કોઈ પુરુષ કરે પણ શું ? તમેજ કહો.....
પલક વચ્ચે બોલી તમારા લખણ હતાં પ્રેમ કરવાનાં ? હું લગ્ન માટે બીલકુલ તૈયાર નહોતી માત્ર તમારી ખાતીર મે ન ઈચ્છા હોવાં છતાં પણ એમ સમજીને તૈયાર થઈ ગઈ કે મહાબળેશ્વમાં અધુરી રહેલી તમારી ઈચ્છાઓને હું કેવી રીતે પુરી કરી શકું. અને માત્ર લગ્ન એજ એક સરળ ઉપાય હતો.અને તમારી ઈચ્છાને પુર્ણ કરવા માટે થઈને હું લગ્ન માટે તૈયાર થઇ ગઇ.(ને માથે હાથ દ્ઈને પલક ફરીથી રડવા લાગી) રડતાં રડતાં ભારેલા કાળજે કહ્યું મને એ પણ ખબરછે વીશાલ હવે હું આખી જિંદગી દુઃખનાં પહાડ નીચે ચગદાઈને મરી જ્ઈશ,તેમ છતાં હું આવનારી એક જીંદગી માટે મારું જીવન બરબાદ કરવા માટે પણ તૈયાર થઈ ગઈ છું.
વીશાલ થોડીવાર શાંત રહ્યો પછી કહ્યું,જો એવુજ હતું તું મને રાજી રાખવાં થકી લગ્ન માટે તૈયાર થઈ ગઈ હતી, તો પછી તે મને કહ્યું કેમ નહીં. હું તને ખૂબજ પ્રેમ કરતો હતો,
અને તું મને ગમેછે પણ પરંતુ એકવાત જેણે મારાં દીલને વીંધી નાખ્યુંછે,અને એ તું જાણે છે.

પલક આંસુ ભરેલી આંખોમાંથી પોતાનાં ગાલ ઉપર ટપકી રહેલાં મોતી જેવડાં આંસુને લુછતાં લુછતાં બોલી.. તમે જેની વાત કરોછો એ છોકરો આ ગામ છોડીને પોતાનાં પરીવાર સાથે બહાર ગામ જતો રહ્યો છે. હવે તમે એનો પીછો છોડો એ બચારો તો એની જીંદગીમાં વ્યસ્ત બની ગયો હશે.અને મે સાંભળ્યું છે, એનું વેવિશાળ પણ થઈ ગયું છે. મારી એક બહેનપણી એ વીશે વાત કરતી હતી.

ઓહહહહ રીયલી એનું વેવિશાળ થઈ ગયું ? વેરીગુડ હવે એ #%$#$&%# હેઠો બેસશે, બીજાની બહેન દિકરીઓ અને બીજાની પત્નીને હુકમે પડ્યાં બોલ ઝીલવા વાળો બહું નહી ભાળ્યો હોય તે....શું એની જેવાં બીજાં કોઈ દયાળુ નહી હોય ? શું આખી દુનિયામાં એ એકજ હશે ? સારું થયું એનું વેવિશાળ નક્કી કર્યું,હવે શાંતિથી બેસી જશે #$@%&
બે ત્રણ વખત ગંદી ગાળો આપી.

વીશાલની આકાશ પ્રત્યેની નફરત જોઈ પલક મનોમન બહું જ દુઃખી થઈ ગઈ. પરંતુ હવે એ થોડી શુજબુજથી વાત સંભાળી રહીછે.જેથી એણે ચુપ રહેવાનું પસંદ કર્યું. આજે એને ખબર પડી હતીકે એક મહીલા કેટલી "મજબૂર"પણ બની શકે.એને ક્યારેક ક્યારેક કેટલું બધું જતું કરવું પડેછે.
કદાચ એટલેજ તો મહીલાને સહનશીલતાની મુરત કહેતાં હશે.
સવીતાબેને કહ્યું તમે થોડીવાર બેસો હું રસોઈ બનાવી નાખું, લગ્ન પછી તમે પહેલી વખત અમારા ઘેર આવ્યાંછો. એટલે જમીને જવાનું છે. (સવીતાબેન રસોડામાં જાયછે )

વીશાલે પેલા કરસનભાઈને કોલ કર્યો, ને કહ્યું કાકા હવે તમે કોઈ વાતની ચિંતા કરશો નહીં. હું મારી સાસરીમાંજછું.
અને બધુંજ બરાબર થઈ ગયુંછે.એટલે તમે જરાય ચિંતા ન કરો હું બધું સંભાળી લ્ઈશ. (ફોન કટ કર્યો)
પલક વીશાલને ન ચાહતા હોય છતાંય પણ એ એટલી "મજબૂર"બની ગ્ઈકે એણે પોતાની જીંદગી બરબાદી તરફ ધકેલી દીધી.એ આજથી પહેલાં ક્યારેય આટલી "મજબૂર"નહોતી. એના હાડોહાડમાં એક અજીબ કંપારી છુટી રહીછે.એનું અંગેઅંગ થરથરી રહ્યુંછે.પરંતુ આ તરફ જ્યારે પલકનું ધ્યાન દોરાયછે,ત્યારે ત્યારે એનું મન રોમાંચ અનુભવી રહ્યુંછે.

થોડીજ વારમાં જમવાનું તૈયાર થઈ ગયું, વીશાલને જમવા આપી અને પછી પલકને અને સવીતાબેને પણ ભોજન કર્યું. અને પછી વીશાલે કહ્યું મમ્મી હવે હું રજા લ્ઉ ? મારે મમ્મી પપ્પાને પણ વાત કરવાનીછે.એ બહુંજ ચિંતા કરતાં હશે.અને હવે ક્યારે પલકને તેડવાં આવવું એની પણ તૈયારી કરવી પડશે.(વીશાલે રજા લીધી) સામેથી પલકની સહેલીઓએ ઘરમાં પ્રવેશ કર્યો. પરંતુ વીશાલની સાથે એ બોલી પણ નહીં.
પોતાની સહેલીઓને ભેટીને પલક ફુટી ફુટીને રોઈછે.એણે કહ્યું શીખાં હું મારું જીવન હારી ગ્ઈ.હું તમારી કોઈની વાત પણ સાંભળી નહીં. અને કુવામાં ધુબકો મારી લીધો.સરીતા બોલી પલક હવે પણ તે નક્કી કરી લીધુંછેકે છુટાછેડા લેવાજ છે...તો પછી ચિંતા શાની છે ?

સવીતાબેન બોલ્યાં સરીતા બેટા હવે પલક છુટાછેડા લેવા નથી માનતી,મે એને બહું જ સમજાવી જોયું, પરંતુ એને એની જીંદગી ખરાબ કરવીછે તો પછી કોઈ શું કરી શકે.
સરીતાએ કહ્યું છુટાછેડા નથી લેવા ? "વોટ ડુયુ મીન" નથી લેવા ? તું કહેવાં શું માગેછે ? આવાં રાક્ષસ જોડે તું જીવન પસાર કરી શકીશ પલક ? એ અમે નહી થવા દ્ઈએ.તું થોડી કોઈનાં ઉપર બોજ બનવાની છે.મજાની સરકારી જોબછે.તું જ્યાં પણ રહીશ હંમેશાં બધાને મદદરૂપ થ્ઈને જ રહીછે,અને હંમેશા રહીશ. અમે કોઈપણ ભોગે એ માણસનાં ઘરમાં તને નહીં જવા દ્ઈએ તો નહીંજ દ્ઈએ. અહીં આવતાં પહેલાં એક મારાં પપ્પાનાં મીત્ર વકીલકાકા જોડે વાત પણ કરી લીધીછે.એ કાગળીયા કરી રાખશે.હું અને શીખા અત્યારે તારી પાસે તારા ડોક્યુમેન્ટ લેવાં માટેજ આવ્યાં છીએ.કાલે તારો ફારગતીનો કેસ દાખલ કરી દ્ઈએ, એની સાથે સાથે 420 નો કેસ પણ દાખલ કરવાનો છે.માસી તમે ઉભાં થાવ અને પલકનું બધુંય પ્રુફ મને આપો હું આજે વકીલને પહોચાડી આપું, એટલે કાલે કોર્ટમાં કેસ દાખલ કરી નાખે અને થોડાંક સમયમાં એ @#%$ થી છુટકારો મેળવી શકાય. સરીતા ધુંવાફુંવા થઈ ગઈ (પરંતુ પલક કે એની મમ્મી કોઈ ઉભા થતું નથી)

સરીતાએ કહ્યું માસી તમને કહું છું,, ઉભા થાવ અને એનાં ડોક્યુમેન્ટ મને આપો પ્લિઝ ( સરીતા ગુસ્સામાં બોલી )
પલક રડેછે સાથે મમ્મી પણ રડેછે પરંતુ બે માંથી એકપણ ઉભા થવાનું નામ પણ લેતાં નથી....................ક્રમશઃ


(સરીતાએ જ્યારે પલકનો હાથ પકડી ઉભી કરી પરંતુ એનાં પગ જમીનમાં જડી ગયાં છે... જાણે પગમાં કોઈએ ખીલાં ધરબી દીધાં હોય... સરીતાનાં કાનમાં હળવેથી પલકે ક્ઈક કહ્યું..... અને સરીતા જાણે અવાચક થઈ ને પોતાના બેય હાથ પોતાના મોઢાં ઉપર દબાવીને જાણે ગુંગી થઈ ગઈ
...સરીતાને એવું શું કહ્યું જોઈશું ભાગ:-48- નવીઆશા માંં)