Dill Prem no dariyo che - 27 in Gujarati Fiction Stories by Nicky@tk books and stories PDF | દિલ પ્રેમનો દરિયો છે - 27

Featured Books
Categories
Share

દિલ પ્રેમનો દરિયો છે - 27

"કયા છે તું.....???? તારા મોબાઈલમાં જો તો ખરી મે તને કેટલા ફોન કર્યો.. એક કોલનો જવાબ તો આપી શકતી હતી ને....!!!! પરી મે તારા સવાલનો જવાબ ના આપ્યો એટલે તું કીધા વગર જ નિકળી ગઈ એમને...!!"પરી શું કહે છે તે સાંભળ્યા વગર જ મહેર તેના પર ભડકી ઉઠયો.

"સોરી.....હું તને કહેતા ભુલી ગ્ઇ."

"વોટ. તને ખબર છે હું તને ના જોવ તો મારી હાલત કેવી થઈ જાય છે."

"કયાં સુધી હું તારી સાથે.....!!! બસ, હવે થોડાક દિવસ માટે તો છું. પછી તો મારે રોજ તારાથી અલગ જ રહેવાનું છે. ખેર છોડ, મે તને એ કહેવા ફોન કરેલો કે અહીં મારુ પુરુ ફેમિલી આવી ગયું છે એટલે હવે હું તેની સાથે જ રહીશ...." તેની વાતો પુરી પણ ના થઈ હતી ત્યાં જ ઈશાન તેની પાસે આવ્યો. "પરી આટલી બધી વાતો કોની સાથે કરે છે....."

''મહેર, બાઈ પછી વાત કરુ......" ઈશાનની સામે હળવી સ્માઈલ કરી પરીએ ફોન તેની પેન્ટના ખિસ્સામાં મુકયો. "બોલ, શું કહે છે તું... "

"બધા કયારથી તારી રાહ જોવે છે. નાસ્તો નથી કરવો કે જીજુ સાથે વાતો કરી ને જ પેટ ભરાઈ ગયું."

"જીજું....... કોન જીજુ ......?? "

"લો..... આટલી બધી વાતો કરી ને હવે કહે છે જીજુ કોણ...મજાક કરે છે ને તું.....??"

"નો...... તારા જીજું કોણ છે ને કયાં છે મને કંઈ જ ખબર નથી. ના હજુ સુધી હું તેને મળી છું. બસ, આટલું જાણું છું કે આ ઘરમાં મારે આખી જિંદગી રહેવાનું છે."

"તું....કંઈ જ નથી જાણતી, તું તેને મળી પણ નથી...!! તો આટલા દિવસ તું કયાં હતી...?? ને આ મહેર કોણ છે....??"જાણે કંઈક પરી પાસે જાણવા માંગતો હોય તેમ ઈશાન પરીને સવાલો કરતો જતો હતો.

"નાસ્તો કરી લ્ઈ્એ, નહિતર બધા જ તારી જેમ બહાર આવી જશે મારા ખબર અતર પુછવા. "

"ના. પહેલા મને તારી પાસે બધું જાણવું છે."

"બધું જ કહીશ પણ અત્યારે નહીં. કહાની થોડી લાંબી છે." પરીએ હસ્તા ચહેરે જ ઈશાનને ઇશારાથી સમજાવી તે અંદર લઇ ગઇ.

"પરી બેટા, તારે પ્રેકટિસ માટે જવાનો સમય થઈ ગયો હોય તો તું ફટાફટ નાસ્તો કરી ને જા. હવે તારે ખોટો સમય બગાડવો ના જોઈએ."

"જી...અંકલ...." પરીએ ધીમેકથી ચહેરો હલાવી ધર્મેશભાઈને જવાબ આપ્યો." ફટાફટ નાસ્તો કરી તે બહાર નિકળી. તેની સાથે ઈશાન પણ નિકળ્યો."તું ત્યાં આવી શું કરી આખો દિવસ બેસી બોરિંગ થઈ જાય."

"તારા મહેરને મળવું છે." પરી કંઈ બોલ્યાં વગર જ આગળ ચાલવા લાગી તેની સાથે ઇશાન પણ ચાલવા લાગ્યો. ટેકક્ષીમાં બેસી બંને મહેરના સ્ટુડિયો પર આવ્યાં. મહેર ત્યાં જ બેસી પોતાનું કામ કરી રહયો હતો.

"મહેર ગુરુ......." ઈશાન મહેરને જોતા એકદમ જ સ્તભ થઈ ગયો." પરી તું મહેર ગુરુ પાસે......" તેને કંઈ જ સમજાતું ના હતું કે તે શું કહે."

પરી પહેલા તો ઈશાનને જોતી રહી, તેના બિહેયવ, તેની વાતો ને સાંભળતી રહી પછી બંનેને જોતા તે થોડું હસી. તેને હસતા જોઈ ઈશાન અને મહેર બંને પરી સામે જોવા લાગ્યા." તમે બંનેને એવું નથી લાગતું કે તમે થોડા પાગલ હોવ તેવું." મહેર તેને આંખના ઈશારાથી પુછતો હતો તેમાં પરીને થોડું વધારે હસાઈ ગયું. પરીને આટલી ખુશ જોઈ મહેર પણ તેની હસીને રોકી ના શકયો. તે પણ પરી સાથે જ હસવા લાગ્યો. ઈશાન ખાલી તે બંનેને હસ્તા જોઈ રહયો.

"તું હંમેશા આમ જ હસ્તી રહેતી હોય તો.....કેટલી સુંદર લાગે. " પોતાના હસ્તા ચહેરા પરની હસીને રોકી મહેરે બાજુમાં ઊભેલા ઈશાનની પણ પરવા કર્યા વગર જ પરીનો હાથ પકડી તેને તેના તરફ ખેંચી.

થોડીવાર તો તે પણ બધું ભૂલી મહેરની બાહોમાં ખોવાઈ ગઈ. તે બંનેની રોમાંચક લવ સ્ટોરી શરૂ થાય તે પહેલાં જ ઈશાને તે બંનેને આગળ વધતા રોકાયા. "મને કોઈ કહશે કે આ બધું શું ચાલી રહયું અહી....??" પરીના ચહેરા પરની હસ્તી રેખા વિખરાઈ ગઈ ને તેને ઈશાન સામે નજર કરી.

"પરી, તું અને મહેરગુરુ એકબીજાને લવ કરો છો ને તે આ વાત બધાથી ચુપાવી. "

"હા, તો શું કરુ જ્ઈને બધાને એ કહ્યું કે મારે પપ્પાએ પસંદ કરેલા છોકરા સાથે નહીં પણ મારા પસંદ કરેલા છોકરા સાથે પરણવું છે."

"તો શું તું તારી મરજી વગર તેની સાથે લગ્ન કરી...??? "ઈશાનના શબ્દો પરીની આખોને રડવી ગયાં. તે વહેતા આસુંએ મહેર અને ઇશાન સામે જોતી રહી. મહેર તેની આ ખામોશ આખોને જોઈ નહોતો શકતો. ત્યાં જ તેના ફોનની રીંગ વાગીને તે બહાર ફોન પર વાત કરવા ચાલ્યો ગયો.

"હું એવું નહીં થવા દવ, તું ભલે મોટાપપ્પા સાથે વાત ના કરી શકે પણ હું તો કરી શકું ને. હું તેને બધી જ હકિકત બતાવી દેવા તે કયારે પણ તારી ખુશીને નહીં ઠુકરાવે. "

"ના, તું એવું કંઈ નહીં કરે તને મારી કસમ" પરીની કસમ પર ઈશાન કંઈ જ ના બોલી શકયો. " મને ખબર છે કે પપ્પા મારી ખુશી માટે બધું જ કરવા તૈયાર થઈ જશે. પણ હું તેમના દીધેલા વચનને તોડવા નથી માંગતી. તને ખબર છે મારી હા સાંભળતા જ પપ્પા કેટલા ખુશ હતા. તો શું હું તેની ખુશીને છીનવી મારી ખુશીનું વિચારુ. મારા માટે તો આટલું જ પૂરતુ છે કે મારો આખો પરિવાર આજે મારી ખુશીમાં સામેલ છે. આનાથી વધારે બીજુ મારે શું જોઈએ." ચહેરા પર સ્મિત લાવી પરીએ તેમના વહેતા આસુંને રોકવાની કોશિશ કરી પણ તે એમ રુકે તેમ ના હતા.

"ઠીક છે નહીં કહું. પણ, તું ત્યાં પરણી જાય પછી મહેરનું શું થશે તે વિચાર્યું તે.....!! "

"હું પછી પરીના ઘરે પરીની સાથે જ રહેવા ચાલ્યો જાય." ઈશાનના અધૂરા વાક્યમાં પરી કંઈ કહે તે પહેલાં જ મહેર હસતા ચહેરે અંદર આવ્યો અને બંને ભાઈ બહેનોની વાતોની વચ્ચે મજાક કરતા તેને કહયું.

"પાગલ...... " મહેરની વાતો પરીના રડતા ચહેરાપે હસાવી ગઈ. ઈશાનને તો કંઈ જ સમજમા નહોતું આવતું કે આ બંને વચ્ચે શું ચાલી રહયું છે. "ઓકે, તમે બંને વાતો કરો ત્યાં સુધી હું આજની તૈયારી કરી લવ નહીંતર તમારા ચક્કરમાં હું ફાઈનલ સુધી પહોંચતા રહી જાય."

"જોયું ઈશાન, છોકરીઓની આ જ પ્રોબ્લેમ કયારે પણ પોતાનો વાક આવે જ નહીં."

"મહેરગુરુ, મારી બેન ખોટી રીતે કોઈનો વાક ના કાઢે ક્યારે... " ઈશાનના સાથ મળતા પરીએ મહેર સામે અગુઠો બતાવ્યો ને તે તે પ્રેકટીસ કરવા ચાલી ગઈ. મહેર અને ઇશાન વચ્ચે લાંબી વાતો ચાલી. તે કયાં મળ્યા કેવી રીતે મળ્યાં બધી જ વાતો મહેરે ઈશાનને કહી. તેમની દોસ્તીથી લઇને પ્રેમની સફર સુધીની બધી વાતો જાણ્યા પછી ઈશાનને આ બધું ઠીક નહોતું લાગતું. પ્રેમ કોઈ બીજા સાથે, ને જિંદગી કોઈ બીજા સાથે તે કેવી રીતે શક્ય બની શકે.

"પરીને હું જાણું છું તે કયારે પણ પોતાની ફેમિલીની વિરુદ્ધ જ્ઈ કોઇને પણ આ વાત નહીં જણાવે. પણ તમે તો આ વાત ને અમારા ફેમિલી સુધી પહોચાડી શકો ને..??? પરીની ખુશી માટે મારુ ફેમિલી બધા જ નિયમો તોડવા તૈયાર છે. હું તો હવે પરીની કસમથી બંધાઈ ગયો પણ તમે તો મુકત છો ને....!! શું તમે પરીનો હાથ મારી ફેમિલી પાસે માંગી શકો....???? " ઈશાનના આ શબ્દો મહેરને સ્તંભ બનાવી ગયા. તે ઇશાનને શું કહે તે તેની સમજની બહાર હતું ત્યાં જ પરી ત્યાં આવી ગઈ.


♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥

પરી અને મહેરની લવસ્ટોરી પરીના ભાઈ ઈશાન સુધી પહોંચી ગઈ. પણ પરીએ તેને તેની કસમથી બાંધી દીધો ત્યારે શું તે પરીની ખુશી વિશે વિચારશે કે તેની કસમ નિભાવે...?? ઈશાનને કહેલી વાત પર મહેર વિચારવા શું કામ મજબૂર બન્યો....??શું તે ખાલી પરીને પ્રેમ કરવાનું નાટક કરે છે...?? શું ચાલી રહયૂં છે તેના મનમાં...??શું થશે તેના ફેમિલીના આવવાથી પરીની લાઈફનું તે જાણવા વાંચતા રહો દિલ પ્રેમનો દરિયો છે......(કર્મશ:)