પુસ્તક-પત્રની શરતો
ભાગ-૮
જોસેફ પડખે સુતી જીનીનાં મોં સામે જોઈ રહ્યો.જીનીનાં સુશીલ મુખવદનને જોતો-જોતો જોસેફ સુઈ ગયો.
-તે ઊંઘમાંથી સ્વપ્નની દુનિયામાં સરી પડ્યો.
જોસેફે જોયું કે તે વિન્ગ્સ્ટન વિસ્તારમાં આવેલ ઘરમાં એકલો છે.રાત્રી ગાઢ અંધારી હતી.તે ધીરે-ધીરે સીડીઓથી બેસમેન્ટમાં ઉતરે છે અને બેસમેન્ટને યાદોમાં સમાવી લેવા માંગતો હોય તેમ તેનાં ખૂણા ખાંચરાને જુએ છે.
પછી તે સીડીઓ ચડે છે.ત્રીજા પગથિયાં પર ઊભો હોય છે ત્યાં તેનાં કાને કોઈ બાળકનાં રડવાનો અવાજ સંભળાય છે.બાળકનાં તીવ્ર રુદન છતાં તે અવાજની અવગણના કરી તે બેડ રૂમ ભણી જાય છે.
બેડરૂમનો દરવાજો અર્ધો ખુલ્લો હોય છે અને તેમાંથી ચમકતો પ્રકાશ, કિરણોનાં લિસોટા સાથે અર્ધખુલ્લા દર્વાજામાંથી બરાવ આવવા પ્રયત્ન કરે છે.ફટાક દઈને જોસેફ દરવાજો ખોલે છે.
બેડરૂમમાં પ્રકાશમાન વસ્તુથી જોસેફની આંખો અંજાઈ જાય છે.પ્રકાશ ધીરે ધીરે ઓછો થાય છે.જૉસેફે જોયું કે પ્રકાશ બેડ પડેલા એક ફોટોમાંથી આવી રહ્યો હતો.તેનેઓળખતાં વાર ન લાગી કે ફોટોમાં તે, તેની પત્ની અને તેનો છોકરો હતો.
ફોટોમાંથી આવતો પ્રકાશ બંધ થઇ જાય છે અને ફોટાની સપાટી પરનાં રંગો દૂર થઇને ફોટાની ફ્રેમ પર અંધકાર છવાઈ જાય છે.
જોસેફની આંખો, પવનથી ખોલ-બંધ થતી બારી પર પડે છે.તે બારી સામે જોઈ રહ્યો છે તેવામાં કોઈ બાળકીનું હાસ્ય સંભળાય છે-ખડખડાટ હાસ્ય.
એ સાથે એ હસ્તી બાળા તેની પાછળ આવીં ઉભી રહે છે.
જોસેફમાં એટલી હિમંત ન હતી કે તે પાછળ ફરીને જોઈ શકે. બાળકી તેનો નાજુક આંગળીઓ વાળો હાથ જોસેફનાં ખભે રાખે છે.જોસેફનાં શરીરમાં આછી કંપારી છૂટી જાય છે.જોસેફ દોડીને બારી પાસે જાય છે જેથી તે બારી ખોલીને ઘરની બહાર નીકળી જઈ શકે.
જોસેફની બારી ખોલવાં ખુબ પ્રયત્ન કરે છે. તે બારી ને ખોલવા કાજે હાથેથી ફટકા પણ મારે છે. વ્હાઇટ ફ્રોક પહેરેલ છોકરી ખડખડાટ હસ્તી જ રહે છે. જોસેફની એક આંખ બાળાના પગ પર જે તેની તરફ વઘી રહયાં હતાં અને બીજી આંખ પોતાનાં હાથ પર જે બારી ખોલવાં પ્રયત્ન કરી રહયાં હતાં.
એક ભયાનક ચીસ પાડીને બાળકી જોસેફ પર છલાંગ મારે છે.
સપનાની દરેક પળ અને ઘટનાં એટલી તો ભયાનક હતી કે વાસ્તવિક દુનિયામાં સુતા-સુતા પણ જોસેફનો શ્વાસ ફુલાઈ ગયેલો.સ્વપ્નમાં છોકરી તેનાં ભણી છલાંગ મારે છે અને જોસેફ સ્વપ્નમાંથી ઝબકીને જાગી જાય છે.
"ખુબ ભયાનક સ્વપ્ન હતું."જોસેફનાં મોંઢેથી માંડ શબ્દો નીકળી શકે છે.
હાથ ઘડિયાળમાં જોસેફે સમય જોયો-ત્રણને પંદરનો થયો હતો. એક ઊંડો આઘાત જનક અવાજ નીકાળીને તે ફરી સુવા જાય છે ત્યાં તો તેની નજર પડખે પડી.
-જીની બેડ પર ન હતી.
જોસેફ ત્વરી ઉભો થાય છે અને ઘોડિયામાં જુએ છે.તેનું બાળક પણ ન હતું.તે દોડતો-દોડતો ઘરનાં ચક્કર લગાવી આવે છે.જીનીના નામની બૂમો પાડે છે.અવાજ સાંભળીને જીનીનાં પિતા જાગી જાય છે.
જીનીના પિતાએ જોસેફને પૂછયું, "શું થયું?"
"જીની અને બાળક મળતા નથી."
"શું?"આઘાત જનક અવાજ જીનીનાં પિતાના મુખ માંથી નીકડે છે પણ પછી ખાતરી કરવાં પૂછે છે, "બરોબર જોયું છે ને?"
જોસેફે હકારમાં માથું ધુણાવ્યું.
"તો પછી ક્યાં ગઈ હશે?" જીનીંનાં પિતા ચિંતિત અવાજે બોલ્યાં.
જોસેફનાં મગજમાં વિચારનો તણખો થયો.જીનીના પિતાને જોસેફે રહસ્યમય અવાજે કહ્યું, "મને ખબર છે તે ક્યાં ગઈ છે."
જોસેફ ગાડીની ચાવી લઇ પોર્ચમાં ગયો.જીનીના પિતા કેટલીય વાર સુધી પૂછતાં રહયાં કે, "ક્યાં જાઓ છો?"પરંતુ જોસેફે કઈ જવાબ ન આપ્યો.તેને ગાડી વિન્ગ્સ્ટન વિસ્તાર તરફ ધસમસતી મારી મૂકી. થોડી જ વારમાં તો તે ઘરનાં પ્રાંગણમાં ગાડી ઉભી રાખી ઘરનાં દરવાજાની સામે ઊભો હતો.ત્યાં તો જોસેફ ધરની બારીમાંથી જીનીંનો પડછયો દેખ્યો.
-જીની ઘરમાં હતી.
જ્યાંથી જોસેફે જીનીનો પડછયો જોયો હતો તે દિશામાં જોસેફ દોડતો દોડતો ગયો.જે જગ્યાએ જોસેફે જીનીનો પડછયો એક ક્ષણ પહેલાં જોયો હતો.ત્યાં ભોંય પાર અત્યારે જીનીની લાશ પડી હતી.
જીનીનાં માથામાંથી લોહી વહેંતું હતું અને શરીર સાવ ફિક્કું પડી ગયું હતું. જીનીનાં મૃત શરીરને ભાળી જોસેફ કઈ પ્રતિક્રિયા આપે એ પહેલાં તો જોર-શોરથી બાળકનાં રડવાનો અવાજ સંભળાયો.
અવાજનું પગેરું મેળવતો જોસેફ બેસમેન્ટમાં પહોંચ્યો.બેસમેન્ટમાં કોઈ ન હતું.તે ફરી પાછો જીનીની લાશ જ્યાં પડી હતી તે જગ્યાએ પહોંચી ગયો.
-જીનીની લાશ ગાયબ હતી.
જોસેફની આંખો ફાટી ગઈ.જીનીની લાશ અને લોહીનાં ડાઘ ગાયબ હતાં. જમીન પર એક પણ ડાઘ ન હતો.
"આ કેવી રીતે થઇ શકે છે?" જોસેફ ભાગ્યની વક્રતા જોઈ બોલી ઉઠ્યો. કોઈનાં પગલાંનો અવાજ જોસેફનાં કાને પડ્યાં. પહેલાં કરતાં પણ વધું ઝડપે તે પગલાંનાં અવાજની પાછળ દોડ઼યો. જીની બાળકને હાથમાં લઈને દોડી રહી હતી.જોસેફે જીનીની હયાતીની વાત માનવા તૈયાર ન હતો કેમ કે એક ક્ષણ પહેલાં તેને જીનીને મૃત અવ્સ્થમાં દેખી હતી.
જીનીનું રૂપ ધારણ કરેલી સ્ત્રી બાળકને લઈને બારી બહાર કૂદી પડી. જોસેફ તેની પાછળ દોડ઼યો.તે સ્ત્રી બાળક લઈને ઘર પાછળનાં જંગલમાં અદ્રશ્ય થઇ ગઈ.જોસેફ જોર-જોરથી જીનીનાં નામની ચીસો પાડવાં લાગ્યો, પણ ચીસોનાં પડઘા સિવાય બીજી કોઈ પ્રતિક્રિયા ન થઇ.એકાદ કલાક સુધી જોસેફ જીની અને તેનાં બાળકને જંગલમાં શોધતો રહ્યો.
તે દરમિયાન બન્યું એવું કે જોસેફની ચીસો સાંભળીને પાડોશી જાગી ગયાં. તેમને તરત જ પોલીસને ફોન જોડયો. પોલીસ આવી. વિન્ગ્સ્ટન વિસ્તારમાં વસતાં લોકો પોલીસને સાથ લઈને ટ્રસ્ટનાં ઘરની આગળ આવીને ઊભાં રહયાં.બીજી તરફ જોસેફ જીની અને બાળકની ભાળ ન મળતાં ઘરનાં પાછળનાં દરવાજાથી ઘરમાં પ્રવેશયો.પહેંલી વાર જોસેફે જ્યાં જીનીની લાશ જોઈ હતી તે જગ્યાએ આવીને ઉભો રહ્યો.
-જીની લાશ ત્યાં જ પડેલી હતી.
આ વખતે જીનીની લાશ ઉંધી હતી.તેની પીઠ પર એક લોહી લુહાણ હથોડી પડી હતી.ધીરેથી જોસેફે લોહી નીતરતી હથોડીને જીનીની પીઠ પરથી ઊંચકી બાજુ પર મૂકી.રડમસ આંખે જોસેફે જીનીની લાશ પલટી-તેનું મોં જોવાં માટે.
બીજી પા પાડોશી સ્થાનિક પોલી સાથે ઘરમાં પ્રવેશ્યાં.
પોલીસે જોસેફને એક લાશ સાથે જોયો.
-ખૂની રંગે હાથે પકડાયો.
જોસેફ તેનાં બચાવમાં એક શબ્દ પણ ઉચ્ચારે આ પહેલાં તો પોલીસે તેનાં હાથમાં હથકડી પહેરાવી દીધી. જે હથોડીને શસ્ત્ર બનાવીને સ્ત્રીનું ખૂન કરવમાં આવ્યું હતું, તે હથોડીને ફોરેન્સિક રિપોર્ટ માટે મોકલવામાં આવી.
-રિપોર્ટમાં જોસેફની ફિંગરપ્રિન્ટ હથોડી પરથી મળી આવી.
પતન્નીનાં મૂત્યુનાં અને બાળકનાં ગુમ થયાંનાં માઠા સમાચાર સાંભળીને જોસેફને આઘાત લાગ્યો. તે આ ઘટનાને જીરવી ન શક્યો અને ગાંડો બની ગયો.
-ખૂની માનસિક રીતે અસ્થિર છે એમ કોર્ટમાં પુરવાર થયું અને જોસેફને પાગલખાનામાં ખસેડવા માટેનાં કોર્ટે ઓર્ડર આપયાં.
અસ્થિર મગજનાં જોસેફને, કેટલીક વાર બારમા જેનાં પાસેથી ઘર ખરીદેલું તે દુર્જ્જન(જોસેફને છેતર્યો હતો તેથી)અને તેની પત્ની યાદ આવી જતાં તો કેટલીક વાર જોની ટેમ્બર્ક, ફિલિપ્સ ટેમ્બર્ક એવાં શબ્દો અને પાત્રની શરતો તેનાં કાનમાં ગુંજવા લગતી.
ઉપસંહાર: પૃથ્વી પરનાં જીવોનું અકાળે મૃત્યુ તેમની આત્મા ભૂત બની ભટકે છે.અકાળે મૃત્યુ થતાં તેમની કેટલીક ઈચ્છોઓ અધૂરી રહી જતી હોય છે જે પૂરી કરવા તે કોઈ પણ હદ વટાવી શકતા હોય છે. જો તેમના કાર્યમાં કોઈ માણસ વિઘ્ન ઊભું કરે તો જોસફની જેવી દશા થઈ તેવી દશા તે બીજાની પણ કરે છે.
********સમાપ્ત********