jivanni navi sharuaat in Gujarati Women Focused by Hiralba Sisodiya books and stories PDF | જીવનની નવી શરુઆત

Featured Books
Categories
Share

જીવનની નવી શરુઆત

"છમછમ છમછમ આંગન માં મન મૂકીને ફરું છું,અરે આજ તો છે નવી શરુઆત મારી "
"ના ઉભી રહી ના ઉભી રહેવાની નવી નવી શરુઆત તો કરતી રહેવાની"
હા હું છું એક દીકરી એક પત્ની એક વહુ અને એક 'માં' આતો થઇ બધી મારી જવાબદારી ઓની ઓળખ.
પણ ખરેખર આમાં હું ક્યાં છું.??????
'હું' એટલે મારું 'અસ્તીત્વ'.
મારું પોતાનું અસ્તીત્વ.
જયારે જયારે આ બધા જવાબદારી ઓના કાર્ય માંથી હું મુક્ત થાવ છું.ત્યારે ત્યારે 'હું ' મને મળું છું.અને એ જ મારી દરરોજ ની નવી શરુઆત છે.
નવી શરુઆત છે,મારાં સ્વાસ્થય ની સારસંભાળ લેવાની.મારાં પરિવાર ના સ્વાસ્થય ની દેખરેખ રાખવાની.
હા હું એક દીકરી, એક પત્ની એક વહુ અને એક પુત્ર ની માં છું તો શું થઈ ગયું.આખરે મારે કયારેક તો (હું ની ઓળખ)ની નવી શરુઆત કરવી પડશે ને.
સમાજ માં હજારો લાખો દીકરીઓ પોતાની ઓળખ ને ભૂલી ગઈ છે. અને જયારે અમુક દીકરીઓ એ એમની તમામ ફરજ બજાવતા ની સાથે સાથે પોતાની ઓળખ ને જીવંત રાખી છે.બસ આપણે આ અમુક દીકરી ઓની હરોળમાં આવીને આપણી ઓળખ ને "નવજીવન " આપવાનું છે.
હા જયારે આ નવી શરુઆત બોલવામાં જેટલું સરળ લાગેછે.તેટલું અમલમાં મૂકવું ક્ષણીક અઘરું પણ લાગે. પરંતુ આ અઘરા શબ્દ ને સરળ કરવા માટે આપણે શરુઆત તો કરવી જ પડશે ને.
એક નારી જયારે પુત્ર ને જન્મ આપે ત્યારે જે વેદનાનો અનુભવ કરેછે. અને તુરંત જ તેમના નવજાત શિશુનું સુંદર સ્મિત જોતાં તમામ દર્દ ભૂલી જાય છે. આજ તો છે નારી ની હિમ્મત. પણ આ નારી તેમના બાળક ના ઉછેર માં અને ઘરસંસાર સંભાળવા માં જે મગ્ન થઈ જાય છે,પોતાની ઓળખ ભૂલી ને.આજે આપણે એ જ નારીત્વ ને ફરી જાગૃત કરવાનું છે.
અહીયા આજે તમને હું એક પરિવાર ની દીકરી નાં જીવન માં કેવો ઝંઝાવાત આવ્યો અને એ દીકરી કઇ રીતે મુશ્કેલી માંથી બહાર નીકળી એ વિષે જણાવીશ.
વાત છે એક સમૃધ્ધ શહેર માં રહેતા મધ્યમવર્ગીય પરિવારની જે માં પતિ,પત્ની,પુત્ર તથા એક પુત્રી રહેતા હતા. માતા સમૃધ્ધ પરિવાર માંથી આવેલા છતાં સાસરીયામાં જરા પણ એમને તેમના પીયર નું અભિમાન ન હતું. નાની વયે લગ્ન થવાથી દુનિયાદારી ની સમજ આવે એ પહેલા જ તે એક દીકરી
ની માં બન્યા હતા. આ હતી તેમની એક માં તરીકે ની નવી શરુઆત.
સાસરીયામાં કામનો ભાર રહેતો હતો અને દીકરીની સારસંભાળ પણ સરખી રીતે થતી ન હતી. તેથી દીકરી ને ભારે હૈયે પિયરમાં ઉછેર કરવા મોકલી દીધી.સમય કયા કોઇની રાહ જુએ છે એમ જોત જોતામાં 17 વર્ષ વિતી ગયા.દીકરી નો અભ્યાસ પૂરો થવાનો સમય આવ્યો. એટલે તેને પાછી બોલાવી લેવામા આવી.
પરંતુ દીકરી નાનપણથી જ હોશિયાર હતી.એટલે માં હંમેશાં એને પૉતસાહીત કરતી. નાની વયે જ દીકરી એ એના સમજમાં સારું નામ કરેલું. દીકરી ની આવડત ની ચચૉ ચારે બાજુ થવા લાગી હતી. દીકરી ને સમાજ તરફથી પુરસ્કાર પણ મળેલું. દીકરી હજુ આગળ ભણવા નો આગ્રહ રાખતી હતી. પરંતુ વેવિશાળ માટે સારા સારા ઘરમાંથી માંગા આવવાં લાગ્યા હતા. યોગ્ય સમય હાથ માંથી જતો ના રયે એટલે તેના લગ્ન કરવા નું નકકી કયૃ.સમાજ ની હાજરી માં લગ્ન વિધિસર થઇ ગયા.
થોડો સમય વીત્યો.દીકરી ના ભાગ્ય માં કોણ જાણે શું લખ્યું હશે જે એનો વેવિશાળ ટકી શકયો નહિ. માં દીકરી અને ઘરના સભ્યો પર જાણે આભ તૂટી પડ્યું.
પણ હિંમત હારી જાય તો પછી "જીવન ની નવી શરુઆત " કોણ કરશે.
દીકરી એ ફરી અભ્યાસ શરૂ કર્યો અને તેને જોઈ ઘરના સભ્યો પણ જીવન માં આગળ વધી ગયા. દીકરી ધાયૉ કરતા વધુ પ્રગતી કરવા લાગી.જોતજોતામાં શીક્ષીકા બની ગઈ.આપણા સમાજ માં વેવિશાળ ભંગ થાય ત્યારે દીકરી ઓને ઘણુંબધું ભોગવવું પડે છે. પરંતુ હવે સમાજ સુધાર્યો છે,અને જે નથી સુધર્યો તેને આપણે સુધારવા નો છે.
આખરે "જીવન ની નવી શરુઆત "ડગલે ને પગલે સ્ત્રી ઓ એ કરવી જ પડેછે અને કરવી જ પડશે.
એ ભલે પછી દીકરી માંથી વહુ બનવાની હોય કે પછી પત્ની માંથી માં બનવાની હોય,કે પછી શીક્ષીકા માંથી ગૃહીણી બનવાની હોય કે પછી વેવિશાળ ભંગ થયે નવુ જીવન જીવવાની હોય. "જીવન ની નવી શરુઆત "કરવી જ પડે છે.