dastane B bulding - 1 in Gujarati Fiction Stories by Jigar Chaudhari books and stories PDF | દાસ્તાને બી બિલ્ડિંગ - 1

Featured Books
Categories
Share

દાસ્તાને બી બિલ્ડિંગ - 1

દાસ્તાને " બી " બિલ્ડિંગ

પ્રસ્તાવના

પ્રિય વાંચક મિત્રો,

હું ( ચૌધરી જીગર ) દાસ્તાને " બી " બિલ્ડિંગ નવલકથા લખું છું. આ નવલકથા કાલ્પનિક છે તેને વાસ્તવિક ધટના સાથે કોઈ સંબંધ નથી. આ એક હોરર રહસ્ય નવલકથા છે. આશા રહશે કે તમને આ નવલકથા ગમશે. નવલકથા વાંચી પોતાનો અમુલ્ય પ્રતિભાવ જરુર આપજો. નવલકથામાં કોઇ ભુલ હોય તો તે તરફ ધ્યાન દોરવવા નમ્ર વિનંતી છે. તમારો પ્રતિભાવ મને આગળ લખવામાં પ્રોત્સાહિત કરશે.

- ચોધરી જીગર

દાસ્તાને " બી " બિલ્ડિંગ 1

તાપી નદી કિનારે વસેલી આ સોસાયટી કે જેનું નામ સરસ્વતી હતું. કોલેજ ની પરીક્ષા પુરી થઇ ગઇ હતી બધા પોતાના ઘરે સરસ્વતી સોસાયટીમાં આવી ગયા હતા. વિદ્યા, મહેન્દ્ર, જનક, જીયા અને નયન એમ પાંચનું ગૃપ હતું એ બધા સરસ્વતી સોસાયટીમાં જ રહેતા હતા. સ્કુલો સુધી બધા સાથે જ ભણતાં પછી બધા પોત પોતાની કરિયર માટે અલગ અલગ કોલેજમાં ભણતાં હતા. આજે બે વર્ષ પછી બધા એકબીજા ને મળવાના હતા. ફોનથી તો બધા ટચમા હતા પણ એકબીજાને મળ્યા ન હતા. આજે બે વર્ષ પછી બધા એકબીજા ને મળવા હતા. આજે બધા બી બિલ્ડિંગના ધાબા પર પાર્ટી કરવા ન હતા. પાર્ટી ની બધી જવાબદારી મહેન્દ્ર અને જનક કરી રહયાં હતા. બંને જણા ધાબા પર તૈયારી કરી રહયાં હતાં. સફેદ અને વાદળી કલરના કપડાં થી ડોકેરેશન કરી રહયાં હતા. નાનું એક મચ હતું એમાં બાળપણ નાં બધાં ફોટો લગાવ્યા હતાં. જનક ડીનર ની વ્યવસ્થા કરી રહયો હતો. આ પાર્ટીમાં બધા જ સોસાયટી ના લોકોને આમંત્રણ હતું. વિદ્યા, જીયા અને નયન પણ સોસાયટી આવી ગયા હતા બસ હવે કયારે છ વાગે અને બધા પાર્ટીમાં જાય તેની બધાં રાહ જોતાં હતા.

" અરે વિદ્યા મને તમે થોડા દિવસ પહેલા તો જાણ કરવી હતી પાર્ટી ની " સોમાભાઇ આગળના રુમમાં આવી સોફા પર બેસતા કહયું

" પપ્પા મને પણ કાલે જ ખબર પડી " ટીવી જોતી વિદ્યા બોલી

" પણ મને જાણ તો કરવી હતી આ સોસાયટીનું હું સંચાલક છું "

" આ પાર્ટી ની વાત કરવા જનક અને મહેન્દ્ર યે ના પાડી હતી "

" પણ મને જાણ કરતે તો
પાર્ટી ની તૈયારીમાં મદદ તો કરતે ને ! "

" પણ બધી તૈયારી થઇ ગઇ હતી
હવે છ પણ વાગી જશે તૈયાર થઇ ને પાર્ટીમાં પણ જવાનું છે. "

" હા "

વિદ્યા તૈયાર થવા એના રુમમાં જાય છે. સોમાભાઇ પાર્ટી ના આયોજનથી નારાજ ન હતો પણ પાર્ટી બી બિલ્ડિંગમાં હતી તેથી નારાજ હતા. એમતો બી બિલ્ડિંગમાં બધા લોકો રહેતા જ હતા પણ ધાબા પર આ પાર્ટી નું આયોજન સોમભાઇને ગમ્યું ન હતું. ન જાણે કંઇ વાત સોમાભાઇના મગજમાં હતી. સોમાભાઇનો પરિવાર એ બિલ્ડીંગ ના બીજા માળે રેહતો હતો. જનક અને મહેન્દ્ર બી બિલ્ડિંગના બીજા અને ત્રીજા માળે રેહતા હતા. નયન સી બિલ્ડીંગના ત્રીજા માળે અને જીયા ડી બિલ્ડીંગ ના બીજા માળે રહેતી હતી. એ સિવાય ધણા બધા લોકો રહેતા હતા.

આ સોસાયટી રાઉન્ડ આકાર જેવી હતી. જેના ત્રણ ગેટ હતા. એક ગેટ સોસાયટીની ઓફિસપાસે, એક એ બિલ્ડીંગ અને ત્રીજો ડી બિલ્ડીંગ પાસે છે. બધા એ બિલ્ડીંગના ગેટનો જ ઊપયોગ કરતાં હતા. સોસાયટીના વચ્ચે નાનું મેદાન હતું. સોસાયટી નદી કિનારે હતી એટલે ઠંડો પવન રોજ સાંજે આવતો હતો. સોસાયટીની આજુબાજુ એક બે સોસાયટી હતી એ સિવાય ચારે બાજુ વૃક્ષો જ હતા. એક બે કિલોમીટર પછી શહેરનો રસ્તો આવતો હતો.

" બી " બિલ્ડિંગ ના રહસ્ય માટે આગળ વાંચતા રહો દાસ્તાને " બી " બિલ્ડિંગ .......