khalipo... in Gujarati Love Stories by Dhavalkumar Padariya Kalptaru books and stories PDF | ખાલીપો...

Featured Books
Categories
Share

ખાલીપો...

કૉલેજની એડમિશન વિન્ડો પર કતારમાં ઊભા રહી પોતાના ફોર્મ સબમિટ કરાવાની રાહ જોઈ રહ્યા હતાં તમે અમર... પોતાનો વારો ન આવે ત્યાં સુધી એકવાર એડમિશન ફોર્મની પાછળ બીડાણ કરેલી ફોટોકોપીને તમે ચેક કરી રહ્યાં હતા ને એકાએક પાછળથી સુમધુર અવાજ સંભળાયો…"એક્સક્યુઝમી પ્લીઝ.. મને જરા પેન આપશો…? એડમિશન ફોર્મમાં સહી કરવાનું ભૂલી ગઈ છું...તમે પોતાની પાર્કર પેન આપતા કહ્યું:"હિયર.. ઈટ ઈઝ…! ફોર્મમાં સહી કરતી યુવતીને જોઈ તમે કહ્યું:"વાવ... નાઈસ રાઈટીંગ એન્ડ નાઈસ ઓટોગ્રાફ…!"વેલ... થેન્ક્યુ ફોર કોમ્પ્લીમેન્ટ.. બટ હજી સિગ્નેચર ઓટોગ્રાફમાં નથી બદલાઈ... બાય ધ વે ચાર્ટડ એકાઉન્ટન્ટ બની જઈશ...ત્યારે મારી સિગ્નેચર ઓટોગ્રાફમાં બદલાશે..યુવતીએ સસ્મિત ઉત્તર આપ્યો...સો...યુ વોન્ટ ટુ બી અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ…? યા…આઈ ગોટ 100 આઉટ ઑફ 100 ઈન એકાઉન્ટ.. ઈન 12 કોમર્સ...ને ઓવરઓલ...પર્સન્ટેજ…?તમે પૂછ્યું….80.25.% "ઓહ…! વૉટ એ કો- ઈન્સિડેંટ…આઈ ઓલ્સો ગોટ 80.25%...બંને એડમિશન વિન્ડો પર પોતપોતાના ફોર્મ સબમીટ કરીને પોતાના વ્હીકલ લેવા માટે પાર્કિંગ તરફ જતા હતા... આટલા સારા ટકા છે તો પછી બી.કોમ કેમ…? ડાયરેક્ટ સી.એ. જોઈન ન કરી શકાય…? તમે આકાંક્ષાને પૂછ્યું,"વેલ...હું બી.કોમમાં જ એકાઉન્ટ અને સ્ટેટેટિકસનાં બધા જ ફંડામેન્ટલ્સ ઊંડાણપૂર્વક ક્લિયર કરી લેવા માંગુ છું...જેથી સી.એ.ની પરીક્ષામાં મને તકલીફ ન પડે." છૂટા પડતી વખતે યુવતીએ સામેથી પોતાનો પરિચય આપતા કહ્યું કે,"બાય…ધ વે આઈ એમ આકાંક્ષા..એન્ડ વોટ્સ યોર ગુડ નેમ…?" આઈ એમ અમર…!" તમે પોતાનો પરિચય આપતા કહ્યું.

કૉલેજમાં વાતચીતનો સિલસિલો આગળ વધતા તમારું અને આકાંક્ષા વચ્ચેનું તારામૈત્રક પ્રેમમાં ક્યારે પરિણમ્યું તે તમને ખબર જ ન પડી અમર. આકાંક્ષા સાથે કૅન્ટીનમાં ટેબલ શેર કરતા,એકબીજાને નોટસની આપ-લે કરતા, કેટલીકવાર લેક્ચર બંક કરીને ગાર્ડનમાં લટાર પણ મારી આવતા..તો કેટલીકવાર થિયેટરમાં કોર્નર સીટ પર બેસીને મૂવી પણ તમે માણી આવતા અમર. કૉલેજ કૅમ્પસમાં આકાંક્ષા સાથે હાથમાં હાથ નાખીને ફરતા...તમારા કલાસમેટ "અમર-આકાંક્ષા" એમ કહીને તમારા બંનેની ટીખળ કરતા...પણ તમે આકાંક્ષાનાં અગાધ નયનસાગરમાં ડૂબેલા રહેતા અમર.

પરીક્ષા ટાણે તમારા બે પૈકી કોણ વધારે પર્સન્ટેજ લાવશે તેની હોડ જામતી...કોઈકવાર તમારા માર્કસ વધારે આવતાં તો કોઈક વાર આકાંક્ષા બાજી મારી જતી.આકાંક્ષા વધારે મહત્ત્વકાંક્ષી હતી. તે વારંવાર તમને કહેતી, "I always be the first…I always be the best…!" પરીક્ષા પૂર્ણ થતા જ "લવ બર્ડ" ની જેમ હાથમાં હાથ પરોવી બિન્દાસ્ત ફરતા અને એકમેકની કંપનીને ખૂબ એન્જોય કરતા અમર. એવામાં આકાંક્ષાનો જન્મદિવસ આવ્યો.તમે આકાંક્ષાને સરપ્રાઈઝ આપવાનું વિચાર્યું. આગલા દિવસે જ તેની પાસે વચન માગી લીધું કે આવતીકાલે તેનો જન્મદિવસ તમારી સાથે જ મનાવશે.તમે એક હોટેલમાં આકાંક્ષાનાં જન્મદિવસની તાડામાર તૈયારીઓ કરી. સાંજે 5:00 વાગે આકાંક્ષાને ફોન કરીને કહી દીધું કે ,"બરાબર 6:30 વાગ્યે તું હોટેલ એન્જોયમાં પહોંચી જજે…"આકાંક્ષાએ તમને કરેલી પ્રોમિસ મુજબ સાંજે 6:30 વાગે હોટેલ એન્જોયમાં પહોંચી ગઈ.આકાંક્ષાની હોટલના બારણે એન્ટ્રી થતાં જ તમે આગાઉથી કરેલા આયોજન મુજબ ગિટાર,પિયાનો,ફ્લૂટની સાથે સંગીતજ્ઞો એવરગ્રીન અને આકાંક્ષાની ફેવરિટ ટાઈટેનિક ફિલ્મનાં સોંગની ધૂન

"એવરી નાઈટ ઈન માય ડ્રીમ...

આઈ સી યુ, આઈ ફિલ યુ...

ધેટ ઈઝ હાઉ આઈ નો યુ...

ગો .. ઓન….." રોમેન્ટિક અંદાજમાં વગાડવા લાગ્યા..બલૂન ઉડવા લાગ્યા…અને ઉપરના ઝુમ્મરમાંથી પુષ્પવર્ષા આકાંક્ષા પર થવા લાગી.આકાંક્ષા ચાલતી ચાલતી તમે જે ટેબલ પર બેઠા હતા ત્યાં આવી પહોંચી અને ,"વાવ…! વૉટ એ પ્લેઝન્ટ સરપ્રાઈઝ...અમર..!. ફૂલ ગુલાબી હોઠ પર સ્મિત વેરતા આકાંક્ષાએ તમને કહ્યું. "મેની મેની હેપ્પી રીટન્સ ઓફ ધ ડે ડિયર આકાંક્ષા" કહી તમે આકાંક્ષાને કેક કાપવાનું આમંત્રણ આપ્યું...આજુબાજુનાં સંગીતજ્ઞો હેપ્પી બર્થ- ડે ની સુમધુર ધૂન વગાડી રહ્યા હતા…આકાંક્ષા એ કેક કાપીને તમને ખવડાવી અને તમે એક બાઈટ ભરીને એ કેક પાછી આકાંક્ષાને ખવડાવી...અમર. ત્યારબાદ તમે આકાંક્ષાને કહ્યું: "વન મોર સરપ્રાઈઝ આકાંક્ષા…! હજી તારા કેટલા સરપ્રાઈઝ બાકી છે અમર…? આકાંક્ષાએ પ્રત્યુત્તર આપ્યો.તમે આકાંક્ષાનો હાથ પકડીને એક રૂમમાં લઈ ગયા. જ્યાં અગાઉથી તમે ગોઠવેલ પ્રોજેક્ટરમાં પોતાનું પેન ડ્રાઈવ નાખી તમારા અને આકાંક્ષાની સુમધુર સ્મૃતિનાં ફોટોગ્રાફસને એડિટ કરીને બનાવેલ વિડિયો અને છેલ્લે આકાંક્ષાની ફેવરિટ ફિલ્મ "ટાઈટેનિકનાં અમુક સીન રેકોર્ડ કર્યા હતાં તે પણ બતાવ્યા...અને ફિલ્મમાં પર્પલ નેકલસ વાળો સીન આવતા જ તમે પોતાના ખિસ્સામાંથી એવું જ એન્ટિક પર્પલ નેકલેસ આકાંક્ષાને બતાવતા કહ્યું : "હેપી બર્થ ડે ટુ યુ ડિયર આકાંક્ષા…" "વાવ... ઈટ્સ લુકસ સો બ્યુટીફુલ…!" આકાંક્ષાએ કહ્યું. શું હું તને આ નેકલેસ પહેરાવી શકું આકાંક્ષા…?તમારાથી સહજ પૂછાઈ ગયું…"યસ... યુ મે" આકાંક્ષાએ પ્રત્યુત્તર આપ્યો. તમારા મનમાં લડ્ડુ ફૂટવા લાગ્યા અમર અને રોમેન્ટિક અંદાજમાં તમે આકાંક્ષાને સહજ કહી દીધું: "નાઉ..યુ લૂક લાઈક રોઝ ટોસન ઑફ ટાઈટેનિક…"આકાંક્ષા મંદ હાસ્ય સાથે નીચી નજર કરીને શરમાઈ ગઈ. ત્યારબાદ ડિનર કરીને તમે આકાંક્ષાને તમારી કારમાં તેનાં ઘરે ડ્રોપ કરવા ગયા અમર. છૂટા પડતી વખતે આકાંક્ષાએ કહ્યું, "મારી બર્થ -ડે તે ખરેખર યાદગાર બનાવી દીધી... યુ હેવ મેડ માય ડે…" મારી જિંદગીનો આ અવિસ્મરણીય દિવસ હું ક્યારેય નહીં ભૂલું. થેન્ક્સ એ લોટ અમર…" "ઈટ્સ માય પ્લેઝર ..કહી તમે આકાંક્ષાને હગ કરી આકાંક્ષાનાં રેશમી ખુલ્લા કેશમાં પ્રેમથી હાથ ફેરવ્યો અને ગુડનાઇટ કહી કાર પોતાના ઘર તરફ તમે હંકારી અમર.

તમે આકાંક્ષા સાથે ઘરસંસાર માંડવાના સપના જોતા હતાં ને એવામાં છેલ્લા વર્ષની પરીક્ષા આવી. પરંતુ આ વખતે તમે ભણવા પ્રત્યે એટલો ગંભીર ન હતાં. કેમકે તમે રાત દિવસ આકાંક્ષાને યાદ કરીને ટાઈટેનિકની ધૂનને ગુનગુનાવ્યા કરતા હતા: "એવરી નાઈટ ઈન માય ડ્રીમ…

આઈ સી યુ, આઈ ફિલ યુ...

ધેટ ઈઝ હાઉ આઈ નો યુ…

ગો…. ઓન….."

પણ આકાંક્ષાનું સ્વપ્ન તો કૉલેજમાં ટોપર બનીને પોતાનું કૅરિયર બનાવવાનું હતું... એટલે એ પરીક્ષાની તનતોડ મહેનત કરતી હતી, અને જ્યારે ફ્રી થાય ત્યારે તમારી સાથે ફોન પર વાત કરીને ટાઈમપાસ કરતી.તમે આકાંક્ષા સાથેનાં રિલેશનશિપમાં સિરીયસ હતા. પણ આકાંક્ષા સતત એના કૅરિયર વિશે જ વિચારતી હતી. પરીક્ષા સમયે આકાંક્ષાએ તમને મળવાનું પણ બંધ કરી દીધું. એક દિવસ તમે આકાંક્ષા પાસે પરીક્ષાની તૈયારી માટે વિષયની નોટસ માંગી તો આકાંક્ષા એ તમને ધરાર ના પાડી દીધી. આકાંક્ષાનું આવું વર્તન તમારાથી સહન ન થયું અમર. આકાંક્ષાએ હવે તમારા ફોન ઉપાડવાનું બંધ કરી દીધુ.આકાંક્ષાનાં વર્તનથી તમે શૂન્યમનસ્ક થઈ ગયા અમર. પરિણામ એ આવ્યું કે છેલ્લા વર્ષની પરીક્ષામાં તમે બે વિષયમાં ફેઈલ થઈ ગયા અમર. આકાંક્ષા તો ફર્સ્ટ જ આવી. કૉલેજનાં ત્રણ વર્ષ પૂરા થયા પછી તમે આકાંક્ષાને પ્રપોઝ કર્યું: ,વિલ યુ બી માય લાઈફ પાર્ટનર…; આકાંક્ષા એ કહ્યું: " મારે માટે મારું કૅરિયર મહત્ત્વનું છે." તમે કહ્યું કે," શું તારા જીવનમાં મારું કોઈ મહત્ત્વ જ નથી..?આકાંક્ષા એ કહ્યું મારી સિગ્નેચર ઓટોગ્રાફમાં તબદીલ થાય અને સી.એ. બનવું એ મારું સપનું છે. અને મારા આ સપના વચ્ચે હું કોઈને આવવા દેવા માંગતી નથી. અને તમે તો છેલ્લા વર્ષમાં બે વિષયમાં ફેઈલ થયા છો..તો તમે જીવનરૂપી પરીક્ષા કેવી રીતે પાસ કરી શકશો…? જીવનમાં આવતા ઝંઝાવાતમાં તમે કેવી રીતે ટકી શકશો…?આવા નિષ્ફળ વ્યક્તિ સાથે હું મારું સમગ્ર જીવન કેવી રીતે પસાર કરી શકું…?એમ કહી આકાંક્ષાએ તમને તરછોડી મૂક્યા.. તું કહીને તમારા પ્રત્યે પ્રેમ જતાવતી આકાંક્ષા હવે તમને 'તમે' કહીને સંબોધન કરવા લાગી...આકાંક્ષા આવી ડર્ટી લવ ગેમ રમી જશે એવું તમે ક્યારેય તમે વિચાર્યું ન હતું અમર. તમને હવે જીવતર બોજારૂપ લાગતું હતું. આકાંક્ષા એ તમારી સાથે કરેલ વિશ્વાસઘાત તમે ભૂલી ન શક્યા અમર. તેથી તમે જાતે જ તમારો જીવનરૂપી દીપ બુજાવી નાખવાનું વિચાર્યું અમર.

એક જુવાનજોધ પિતાને જીવતેજીવ તેના યુવાન પુત્રની અર્થી ઉઠાવવી પડે તેનાથી દુઃખદ બીજું શું હોઈ શકે..? ચોધાર આંસુએ રડી રહેલ તમારા પિતા પોતાની હૈયાવરાળ ઠાલવતા કહી રહ્યાં હતા કે," શું ઓછું પડ્યું મારા પ્રેમમાં.. કે તે આવી રીતે તારી લાઈફ ક્વિટ કરી દીધી…?આટલી મહેનત કરીને તને ભણાવ્યો ગણાવ્યો ને મારે આ દિવસો જોવાના…? તારું નામ અમર એટલે રાખ્યું કે તું દીર્ઘાયુ રહે...અને તે આવી અણધારી વિદાય લીધી..બોલતા બોલતા તમારા પિતાને ગળે ડૂમો ભરાયો... પણ.. "કાશ…! તમારા પિતાએ એકવાર તમારી કૉલેજ લાઈફમાં ડોકિયું કર્યું હોત તો…?તમારી મજબૂરી અને નિર્દોષતા તેઓને સમજાઈ જાત…!;પણ તમે પહેલાથી જ એવું વિચાર્યું હતું કે,"આકાંક્ષાને જીવનસાથી બનાવીને ઘરે સરપ્રાઈઝ આપીશ...એટલે તમારી અને આકાંક્ષા વચ્ચેનાં સંબંધનો અણસાર પણ તમે તમારા પિતાશ્રીને ન આવવા દીધો અમર.

કૉલેજનાં પાર્કિંગમાં બાઈક પર બેસેલા મિત્રો ગપ્પા મારતા હોય ત્યારે કૉલેજ કૅમ્પસમાં ફરતા પ્રેમીપંખીડાને જોઈ ઝિક્ર કરતા હોય છે કે, " સાલુ... ટાઈટેનિક હોય કે રીયલ લાઈફ ….છેલ્લે ડૂબે તો છોકરો જ…!" તમારા અને આકાંક્ષાનાં કિસ્સામાં આ વાત સાચી પુરવાર થઈ.આકાંક્ષાએ તમારો હાથ છોડતા તમારી જીવનરૂપી નૈયા અધવચ્ચે જ ડૂબી ગઈ. આકાંક્ષાની મહત્ત્વકાંક્ષા તમને લઈ ડૂબી…."પોતાનાં કૅરિયરનો ગ્રાફ ટોચ પર રહે તેવી આકાંક્ષાની "આકાંક્ષા"એ તમારું જીવનનું સરવૈયું અને બધા જ સ્ટેટેસ્ટિક ખોરવી નાખ્યા…અમર. "એવરી થિંગ ઈઝ ફેર ઈન લવ એન્ડ વૉર…"એ ઉક્તિ સાચી થતી હોય તેવી રીતે થોડાક જ દિવસોમાં કંઈ જ બન્યું ન હોય એવી રીતે આકાંક્ષા પોતાની મહત્ત્વકાંક્ષા તરફ સડસડાટ અગ્રેસર બની ગઈ. પણ બીજા વર્ષે આકાંક્ષાની બર્થ- ડે આવતાં તમારી સાથે ગત વર્ષે પસાર કરેલો કવૉલિટી સમય વિઝયુલાઈઝ થતાં આકાંક્ષાને તમારી યાદ આવવા લાગી, તમારી સાથે કરેલ ખરાબ વર્તનનો આકાંક્ષાને પારાવાર પસ્તાવો થવા લાગ્યો, તમારો વિશુદ્ધ પ્રેમ સમજાતા તમારા વગર આકાંક્ષાને ખાલીપો વર્તાવા લાગ્યો અમર.

ટાઈટેનિકની એ ધૂનનાં શબ્દો આકાંક્ષાનાં હોઠ પર આવતાં તમારી સાથે પસાર કરેલા સમયનાં સંસ્મરણોની સ્મૃતિ આકાંક્ષાનાં ચક્ષુ સમક્ષ તરવરી રહી અને આંખોમાંથી બોર જેવડા આંસુ સરી પડ્યાં કેમ કે "મહત્ત્વકાંક્ષાની આંધળી દોટને કારણે સ્વયં આકાંક્ષાની જીવનરૂપી બેલેન્સશીટ પણ હવે હચમચી ગઈ હતી." "કાશ…! મહત્ત્વકાંક્ષા અને ધ્યેય વચ્ચેની પાતળી ભેદરેખા આકાંક્ષા પારખી શકી હોત તો તમારી અને આકાંક્ષાની પ્રેમ કહાની "અમર કહાની" બની ગઈ હોત……!પણ હવે બહુ મોડું થઈ ગયું હતું... કેમ કે તમે તો અનંતની યાત્રાએ ચાલી નીકળ્યા હતા અમર…!


- ધવલકુમાર પાદરિયા "કલ્પતરુ"