છૂટાં છેડાં ભાગ ૪.
💞સબંધ તૂટવા ની શરૂવાત ક્યારે થાય છે? શરૂવાત માં બધું શું બરાબર ચાલે છે? અનેક લગ્ન નાં થોડાં સમય એટલે કે એક વર્ષ પણ પુરું નથી થતું, ત્યાં છૂટાં છેડાં થવાની શક્યતાં બની જાય છે. આવા કેટલાં સવાલો હોય છે? આવું શું કામ થાય છે, કે પછી આવું થવા માં કોણી ભૂલ હોય છે. શું એક સબંધ ને સાચવવાની દરેક શર્ત એક માણસ ની હોય છે.
💕વાત શરૂવાત થી કરીએ એક સબંધ જોડાય છે. હવે એ સબંધ ને સાચવવાની જરૂર નથી પડતી જે તૂટેલો નથી, બે માણસ જ્યારે વાત કરવાની શરૂવાત કરે, ત્યારે શરૂવાત નાં દિવસો માં બંને વચ્ચે થોડાં ઇંગો ક્લેશ તો થવાનાં છે. પરંતુ એ ઇંગો ને મહત્ત્વ આપીને સબંધ ને મહત્ત્વ આપીને પોતાની સમજદારી પૂર્વક એની અસર પોતાનાં સબંધ ની ઊપર પાડવા નથી દેતાં. અને જ્યારે બન્ને માંથી એક સમજદાર હોય છે ત્યારે કોઈ એક ચૂપચાપ સહન કરિલે છે, પણ ક્યાં સુધી. સબંધ ની શરૂવાત માં એ વ્યક્તિ ને એ સમજાય છે, હું સહન કરી રહ્યો છું, ફક્ત જેલી રહ્યો છું, એક એવા વ્યકિત ને, જે હવે મને નથી ગમતી.
💞સબંધો માં પણ એવું બને છે કે જે વ્યકિત પહેલી નજર માં ગમી જાય છે, એ વ્યકિત જોડે વાત કર્યા પછી એના જોડે સમય વિતાવ્યા પછી નથી ગમતું એના જોડે. અને આ બધી વાતો ને તમે ઈગનોર કરીને લગ્ન કરી લો છો. પછી શરૂવાત થાય છે તમારાં જીવન ની સાચી કસોટી ઝીંદગી કી!
💕જ્યારે પહેલેથી તમને સમજાઈ જાય છે, તમારૂ સાથે રહેવું એક બોજ છે, અને બોજ કોઈ ક્યાં સુધી સહન કરી શકશે વિચારો. હવે આપણી વાત કરો,બજાર માંથી બેગ માં શાકભાજી લઈને આવીએ છે, એ વજન વધારે હોય છે ત્યારે થોડું બોજરૂપ લાગે છે અને આપણે વિચારીએ છે, જલદી ઘરે પહોંચીને એ થેલી નીચે મૂકી દઈએ. જ્યારે આપણાથી શાકભાજી નો પણ બોજ સહન થતો નથી. જે બોજ આપણાં શરીર પર હોય છે. તો એક માનસીક બોજ તો એનાં કરતાં વધારે મોટો બોજ છે. માનસીક બોજ એવો છે કે જેનું વજન શરીર પર તો નથી હોતું. પરંતુ મન ઊપર એટલું બધું વજન હોય છે, આ બોજ સમયસર ઉતારવામાં નાં આવેને તો માણસ નાં મૃત્યુ નાં ખોળા માં જવું પડે છે.
💞જોયું ને કે તમે સબંધ બાંધતા પહેલાં કેટલી મોટી વસ્તું ને નકારી નાખી છે, અને કેટલી નાની મોટી વસ્તુ જે કદાચ ખરેખર ઈગનોર કરવાં જેવી નથી હોતી.
ઉદાહરણ તરીકે, છોકરા અને છોકરી ની સગાઈ થઈ ગઈ છે, અને જ્યારે છોકરો કે છોકરી એકબીજાનાં ઘરે ગયા હોય, તો બને લોકો અવોઈડ કરે છે, એકબીજાને મળવાનું, કે વાત કરવાનું.
તો આ સબંધ ની ટકવાની શક્યતાં પણ ક્યાં સુધી.
🍁લગ્ન ની શોપીંગ માં જ્યારે છોકરી સાસરી વાળા સામે અમુક એવું વર્તન કરે છે, એ વર્તન એ દર્શાવે છે કે છોકરીને એ લગ્ન માં રસ નથી. ત્યારે સાસરી વાળા જોઈ નથી શકતાં, જેમ કે કોઈ વસ્તું લેવાની હોય ત્યારે મને કઈ નથી ગમતું, તમને ગમે એ ખરું, બીજું જ્યારે બધાં સાથે ગયા હોય ને હું નહીં ખાવું, આવી અને એના ચહેરા પર સતત એક ઉદાસી હોય અને બીજું કે હરેક વાત માં બાદ નાં હોય, આપણે પણ કહીએ છે ને કે " માણસ નું વાણી અને વર્તન કહીદે છે બધું" અને આપણે આ બધી વસ્તુ માં કોઈની નાં ને નાં સમજી શકીએ, પછી આગળ શું થશે.
🍁લગ્ન પછી ને વાત કરીએ આવા વ્યકિત બહાનાં ગોટશે, સાસરે નાં રહેવાના પરંતુ કેટલાં દિવસ એના બહાનાં ચાલશે. એક વાત બહું જ સીધી છે મે કોઈને નીચું બતાવીને, એના માં ખામી અને ઊણપ છે લોકો ને ખોટું બોલીને એ વ્યક્તિ ને છોડવું બહુજ સરળ છે, અને આવું વર્તન અધર્મી લોકો પાસેથી રાખી શકાય. પરંતુ સત્ય બોલનારા બહું અોછા છે કે મને નઈ ફાવે મારા આ કારણો વશ એટલે હું છૂટી થવા માગું છું. અને આવા હિંમત વાન લોકો બહુ કમ છે.
🍁પુરુષ ની તરફ ની વાત લઈએ કે લગ્ન ની શરૂવાત માં એણે કોઈ રસ નથી. એ તો બસ ફક્ત માતાપિતા નાં કહેવું એના માટે ધર્મ છે, અને એટલે એ લગ્ન કરવાં જાય છે. લગ્ન તો એક પેકેજ ડીલ છે, લોકો માટે. કેમ આટલા છૂટાં છેડાં થાય છે ? કારણ કે લોકો ડીલ જોવે છે. લગ્ન માં પણ એક બેલેન્સ શીટ જીવાય છે, એમાં કેટલો નફો અને નુકશાન છે. જેમ કે બને લોકો નાં છૂટાં છેડાં નાં થાય તો, નફો અને કોઈ કારણ સર છૂટાં છેડાં કરવામાં આવે અને જ્યારે કોઈ કંપોનસેસ્શન આપે છોકરાં વાળા છોકરી ને, તો એ લોકો સમજશે કે કંપોનસેસ્શન ની રકમ જેટલું તો નુકશાન થયું છે. ક્યાં મોટું નુકશાન છે.
🍁પરંતુ આ સબંધ માં કોઈ એક વ્યકિત એ એનું "ઈમોસ્શનાલ ઇન્વેસ્ટમેન્ટ " કર્યું હોય છે, અને પૈસા નાં ઇન્વેસ્ટમેન્ટ કરતાં ઈમોસ્શનાલ ઇન્વેસ્ટમેન્ટ નું નુકસાન વધારે નુકશાન કારક હોય છે. કારણ કે પૈસા ઇન્વેસ્ટમેન્ટ તો કવર જલદી થી થઈ જાય છે,પરંતુ ઈમોસ્શનાલ ઇન્વેસ્ટમેન્ટ " થોડું પણ બેલેન્સ હલિ જાય ને તો જીવન ને જીવવવાનાં રંગ ઢંગ બધું બદલાઇ જાય છે. અને મન ની ઈચ્છા શક્તિ મરી જાય છે અને માણસ એક જીવતી લાશ બની જાય છે.
💞એટલે લગ્ન કોઈ ડીલ નથી. એ ચોઇસ છે, તમારે એક તૂટેલાં સબંધ ને ફેવી ક્વિક થી સતત જોડ્યા રાખવો, કે પછી છૂટાં પડી જવું સારું. પરંતુ જ્યારે સબંધ માં બાંધતાં પહેલાં તમને સમજાઈ જાય છે કે, મારાથી આ સબંધ આગળ નહીં જેલી શકાય તો લગ્ન તોડી દો, મારું માનવું છે કે લગ્ન નાં દિવસે પણ જો તમે સાચો નિર્ણય લઈ લો કે હાં મારે નથી કરવા લગ્ન તો એમાં કંઈ ખોટું નથી.