Losted - 10 in Gujarati Horror Stories by Rinkal Chauhan books and stories PDF | લોસ્ટેડ - 10

Featured Books
Categories
Share

લોસ્ટેડ - 10

લોસ્ટેડ -10


રિંકલ ચૌહાણ

આધ્વીકા આખી હોસ્પિટલ ફરી વળી અને કાઉંટર પર બે વાર પુછી આવી. ડૉ. ને મળીને પણ પુછી લીધું, રયાનનો ફોટો બતાવીને પુછ્યું પણ આજ સુધી આવી કોઈ વ્યક્તિ હોસ્પિટલમાં કોઈને દેખાઈ નહોતી. જ્યારે ઇ. રાહુલ બહાર આવેલા એને શોધવા ત્યારે એ ગાડી લઈને નીકળી ચૂકી હતી. સખત દુખ અને નિરાશાથી એનું ગળું રૂંધાયું હતું અને ક્રોધથી આંખો લાલ થઈ હતી.
"કમોન યાર આધ્વીકા સ્ટોપ ઈટ. આઇ મીન હી ઇઝ જસ્ટ અ બોય. ફરગેટ હીમ જસ્ટ ચીલ બેબે." જીજ્ઞાસા ગાડી ચલાવતા એકદમ શાંતિથી બોલી રહી હતી. જ્યારથી જિજ્ઞાસા પાલનપુર આવી છે ત્યાર થી એનું વર્તન વિચિત્ર થઈ ગયું હતું. એની નોંધ આધ્વીકા એ લીધી. એ જિજ્ઞાસા ને બહું સારી રીતે ઓળખતી હતી. બાળપણથી લઈને આજ સુધી જિજ્ઞાસા એની એક માત્ર બેસ્ટ ફ્રેન્ડ હતી. રયાન અચાનક ગાયબ થયો ત્યારે એને શોધવા માટે સૌથી વધારે મહેનત જિજ્ઞા એ જ કરેલી અને આજે જ્યારે હોસ્પિટલમાં રયાન ની કોઈ ભાળ ના મળી ત્યારે સૌથી વધુ ખુશ પણ જિજ્ઞા હતી. આધ્વીકાની આંખો ચમકી, એની નજરો એ અવિશ્વસનિય દ્વશ્ય જોયું હતું, જિજ્ઞા ને શંકા ના જાય એટલે એ શાંત રહી પણ એનું મન વિચારોના ચગડોળે ચડી ચૂક્યું હતું.
"તું અહીં જીગર માટે આવી હતી ને તો એ કર ને. એ છોકરા પાછળ ભાગવાનો શું મતલબ છે જે તને ખરા સમયે છોડી ને ભાગી ગ્યો'તો, હું તો ખૂબ જ ખુશ છું કે એ તને ના મળ્યો. હું નથી ઇચ્છતી કે એ તારી જીદંગીમાં ફરીથી આવે અને ફરી તને દુખી કરે. એ આવીને કોઈ બાનું બનાવશે અને તું ફરીથી બેવકુફ બની જઈશ."
"સ્ટોપ ..... આઇ સેઈડ સ્ટોપ ધી કાર" આધ્વીકા ગુસ્સામાં બરાડી અને બ્રેક સાથે કાર ઊભી રહી ગઈ. "હું રયાનને મળીને મારા સવાલના જવાબ મેળવવા માંગું છું. એને કહેવા માંગું છું કે એના વગર પણ જીવી રહી છું. "આટલું બોલી ગાડીમાંથી ઉતરી જાય છે.
"તું મળે તો કહેવી છે તને દિલમાં જ રહી ગયેલી જે વાત છે,
જીવવું છે હવે તારા વગર તો જીંદગી બસ ચાલી રહી છે.... માત્ર શ્વાસ લેવા એ જીવન નથી આધ્વીકા રાઠોડ."
"તું આ કઈ રીતે જાણે છે જીજ્ઞા? આ લાઈન તો રયાન એ લખેલી મારા માટે અમારા બન્ને સિવાય કોઈ ન'તું જાણતું તો તું કઈ રીતે જાણે છે?
"હું ઘણું બધું જાણું છું દી...દી... અને તમારે પણ જાણવું હોય તો મારી વાત માનવી પડશે." જીજ્ઞાસા હજુ પણ શાંત હતી.
"હું તારી કોઈ જ વાત નથી માનવાની સમજી ગઈ તું ..."
"શટ અપ યાર. ક્યારની પટર પટર બોલે જ જાય છે. રયાન ભાઈએ તને પસંદ કઈ રીતે કરી એ જ નઈ સમજાતું મને. હું આવી ત્યારની જોઉં છું બધા પર હુકમ ચલાવે જાય છે તું પણ મારા સામે આ બધું નઈ ચાલે સમજી."
"તું તારી હદ ભૂલી રહી છે જિજ્ઞા......."
"વ્હોટ જિજ્ઞા, જિજ્ઞા, જિજ્ઞા... હું જિજ્ઞા નથી. મારું નામ મિતલ છે. અને તારી જોડે મારી વાત માન્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી સમજી."
"તું જિજ્ઞા નથી? કોણ છે તું? ક્યાં છે મારી બેન બોલ તે એના જોડે શું કર્યું? જો એને કઈ થયું તો હું તને જીવતી નઈ છોડું" આધ્વીકા ગુસ્સામાં જિજ્ઞાસા ને ખેંચીને બાર કાઢે છે.
"તું કોઈને જિજ્ઞાના ગુમ થવા વિશે જાણ નઈ કરે, હું કઈશ એટલું જ કરીશ અને કોઈ ચાલાકી કરવાનો પ્રયત્ન પણ ના કરતી. નઈ તો જિજ્ઞા તો મરશે જ પણ તારો આખો પરિવાર તારી ભૂલની સજા ભોગવશે."
"હું તને જીવતી નઈ છોડું મારા પરિવાર તરફ આંખ ઊંચી કરીને જોયું છે ને તો હું તારી આંખો કાઢીને હાથમાં આપી દઈશ."
"એ પણ ટ્રાય કરી જો. જીગર ને મે મોતથી બદતર જિદંગી આપી દીધી છે અને જિજ્ઞાના પણ હું એવા જ હાલ કરીશ. એક એક કરીને હું તારા આખા પરિવારને ખત્મ કરી દઈશ"
"મોન્ટી ના આવા હાલ તે કર્યાં ? અને બાકીના ખૂન પણ તે જ કર્યાં હશે. હું તને જીવતી નઈ છોડું યું બીચ...." આધ્વીકા ગુસ્સામાં જિજ્ઞાસા નું ગળું દબાવી દે છે.
"મિસ રાઠોડ તમે આ શું કરો છો? આર યુ ઓકે?" ઈ. રાહુલ પોલિસ સ્ટેશન જવા નિકળ્યા હતા ત્યાં રસ્તાની બાજુમાં ગાડી જોડે ઊભેલી આધ્વીકા દેખાઈ. જીપ પાર્ક કરી એ આધ્વીકા જોડે આવ્યા.
"આ છોકરીએ મારા ભાઈને અને બધાને આ હાલતમાં.... અને મારી બેન મારી જિજ્ઞા ને પણ ક્યાંક છુપાવી દીધી છે."
"કોણે? મિસ રાઠોડ અહીં કોઈ નથી તમને એકલા અહીં ગુસ્સામાં કંઈ બોલતા જોયાં એટલે હું તમારી જોડે આવ્યો." ઈ. રાહુલ ને કંઈ સમજાતું નથી કે આધ્વીકા કોની વાત કરે છે. આધ્વીકા પાછળ ફરીને જુએ છે તો જિજ્ઞા ત્યાં જ ઊભી હોય છે." આ જુઓ આ જિજ્ઞા અહીં તો ઊભી છે આણે જ જિજ્ઞાને ગાયબ કરી છે. તમને નથી દેખાતી આ જુઓ"
"મિસ રાઠોડ ત્યાં કોઈ નથી હું આવ્યો ત્યારે તમે એકલાં જ હતાં અને હાલ પણ અહીં કોઈ નથી." આધ્વીકા જિજ્ઞા સામે આશ્ચર્ય થી જુએ છે. અને એના દેખતાં જ જિજ્ઞા ત્યાંથી ગાયબ થઈ જાય છે. આધ્વીકા નીડર અને આધુનિક વિચારો વાળી યુવતી હતી પણ આ દ્રશ્ય જોઈને એ પણ ગભરાઇ ગઇ અને ત્યાં જ બેભાન થઈ ગઈ.

આધ્વીકાના ફોન પર મેસેજ ફ્લેશ થાય છે. ઈ. રાહૂલ મેસેજ જોવા ફોન હાથમાં લે છે પણ કોઈનો ફોન પુછ્યા વગર ચેક ના કરવો જોઈએ એવું વિચારી પાછો મૂકી દે છે.
આધ્વીકા બેહોશ થઈ ગઈ હતી,"મિસ રાઠોડ હું તમને હોસ્પિટલ લઈ જઉં છું." ઇ. રાહુલ આધ્વીકાને ઉપાડી જીપમાં સૂવડાવે છે. એમનું ઘર ત્યાંથી નજીક હતું તેથી એ આધ્વીકાને ઘરે લઈ આવે છે. થોડીવારમાં ડૉં. આવે છે. "આમને શોક લાગ્યો છે. રેસ્ટ કરશે એટલે ઠીક થઈ જશે ત્રણેક કલાકમાં હોશમાં આવી જશે મિસિસ ચૌધરી." ડોં. ની વાત સાંભળી ઇ. રાહુલ ચોખવટ કરવા જાય છે પણ ડોં. ત્યાંથી જવાની રજા માંગે છે. જતાં જતાં એ અમુક દવાઓ આપે છે, અને ફરીથી રેસ્ટ કરવાની સૂચના આપી જતા રહે છે.
"મિસ રાઠોડ કેટલા વર્ષોથી હું તમને શોધું છું, આજે મળ્યાં છો તો આ રીતે મળ્યાં છો કે હું તમારી સાથે વાત પણ નથી કરી શકતો." ઈ. રાહુલ આધ્વીકાના શાંત અને માસુમ ચહેરાને અપલક નિહાળે છે," પણ એક વાત તો છે. તમે હોશમાં હોત તો આટલી માસુમિયત અને આટલી શાંતિના હોત."

***

"મને બાર નીકાળો, મારે ઘરે જવું છે. ઓપન ધી ડોર ડેમ ઈટ. આધ્વીકા ક્યાં છે તું પ્લીઝ મને બચાવી લે પ્લીઝ, આધ્વીકાઆઆઆઆ..." જિજ્ઞાસા એક અંધારી કોઠરી માં બંધ હતી. એ અહીં કઈ રીતે આવી એ યાદ કરવાની કોશીષ કરે છે,"હું ઘરે પહોંચી, ઘરની સફાઇ કરી પછી હું રૂમમાં બેઠી હતી. અચાનક પાછળથી મારા માથા પર કોઈએ માર્યું હતું ને હું બેભાન થઈ ગઈ હતી. પણ હું અહીં કેવી રીતે આવી?" જિજ્ઞાસા ક્યાંય સુધી દરવાજો ખટખટાવે છે.


ક્રમશ: