“ક્યાં જતા રહ્યા હતા તમે બંને?” નવીને આમારી બંને સાથે હાથ મેળવીને પૂછ્યું.
“કેન્ટીન..” અરુણે જવાબ આપ્યો.
“કેન્ટીન!!!..”એની આંખો ન જાણે કેટલી મોટી થઇ ગઈ એ જાણી ને કે અમે કેન્ટીનમાં જઈ ને આવ્યા છીએ.
“શું થયું?” મેં એની ફાટેલી આંખો જોઇને પૂછ્યું.
“રેગીંગ થયું તમારા બંનેનું?” રેગીંગ શબ્દ સાંભળીને હું અને અરુણ એક બીજાની આંખોમાં જોવા લાગ્યા જે શું જવાબ આપવો.
“નહી, કોઈએ નથી કર્યું.” અરુણે જવાબ આપ્યો.
“આજે તો બચી ગયા પણ કાલથી ત્યાં ના જતા સીનીયરો ત્યાં ડેરો જમાવીને જ બેઠા હોઈ છે.” નવીને ચિંતાથી કહયું.
“ફાટી ગઈ કે શું!!!” મેં એવી રીતે કહયું કે જાણે વરુણની આઈટમ એ નહિ પણ મેં એના મો પર સમોસું ચોપડી દીધું હોઈ.
“જો ભાઈ માહિતી આપવાનું આપડું કામ છે.” નવીન બોલ્યો.
“આમતોર પર આ સિનિયર્સ આપડને ક્યાં ક્યાં પકડે છે” મેં કહયું.
“ત્રણ જગ્યા ફિક્સ છે ફસ્ટ કેન્ટીન સેકન્ડ સિટીબસ એન્ડ થર્ડવન હોસ્ટેલ.” નવીને જાણકારી આપી.
આમે આ ટોપિક પર વાત કરેત પણ ત્યાં ઉભેલા છોકરાઓ એ ટોપિક ચેન્જ કર્યો અને કોલેજની હસીનાઓ પર જઈ ને ગોલ માર્યો. અને આ બધામાં દીપીકામેમનું નામ પ્રથમ સ્થાને હતું સૌ કોઈ ચાહતું હતું કે મેમ તેની સાથે સેટ થઇ જાય.
“તું પણ કઈ બોલ” અરુણે મને કોણી મારી ને કહયું.
“હું તો પેલા વરુણના માલ ની બેજજ્તી કરવાનુ વિચારુ છુ .”મેં કહયું. વરૂણનું નામ સંભાળતા જ બધા જ ચુપ થઈ ગયા અને મારી તરફ જોવા લાગ્યા જાણે કે મેં કોઈ નું મર્ડર કરીને એની પબ્લિકમાં જાહેરાત કરી દીધી હોઈ.
“મેં તો એમ જ કહયું.” મેં વાત ને ટાળવાની કોશિશ કરતા કહયું.
“યાર, આવું ના બોલ જો વરુણને જાણ થઇ જશે તો ડખો થઇ જશે.” નવીનની વાત સંભાળીને મેં ચારેબાજુ જોઇને કન્ફર્મ કર્યું કે કોઈએ અમારી ગોસીપ સાંભળી તો નથીને મને વિશ્વાસ થઇ ગયો કે કોઈએ નથી સાંભળું તો મેં કહયું કે
“ હું શું એનાથી ડરું છુ.”
“જો ભાઈ બહુ બહાદુર ના બન નહિતર પોલ ખુલી જશે.” અરુણ મારા કાન માં ગણગણ્યો. આવી જ રીતે થોડીવાર સુધી કૉલેજ ની છોકરીઓ વિશે વાતો ચાલતી રહી અને ત્યારે અમને કઈંક ફેક્ટ જાણવા મળ્યા.જેવાકે,
૧. ફસ્ટઈયર માં જ માલ પટાવી લો નઈતર ત્રણ વર્ષ હાથથી જ કામ ચલાવવું પડશે અને હોઠો પર છોકરીઓના હોઠના બદલે બોરોપ્લાસથી જ કામ ચલાવું પડશે.
૨. અમારી કૉલેજ સરકારી કૉલેજ છે તો સર મેમ કે પ્રિન્સીપાલને રીસ્પેક્ટ આપો કે ના આપો પણ પ્યુનને સર કહીને બોલાવો અને રીસ્પેક્ટ આપો તો એ સમય આવ્યે તમને લાંબી લાઈન માં લાગવાથી તમને બચાવી શકે.
૩.જયારે પણ માલ પટાવો જલ્દી જ ડેફ્લોરેશન કરી નાખો એનાથી તમારી અને એની વચ્ચે એક કેમિકલ બોન્ડ બની જાઈ છે અને બ્રેકઅપ થવાના ચાન્સ ઓછા થઇ જાય છે.
એ દિવસે બીજા પણ ઘણા ફેક્ટ જાણવા મળેત જો મેથેમેટિક્સવાળા મેમ ના આવી ગયા હોત..
“કેટલો અવાજ કરો છો તમે લોકો યાર આખા કોરીડોરમાં તમારો જ અવાજ આવે છે.” આવતાની સાથે જ મેમ એ પહેલી બેંચ પર પોતાની બુક મુકતા સાથે જ ડાયલોગ માર્યો. મેથ્સવાળા મેમનું નામ દમયંતી હતું જે અમારી વચ્ચે દમ્મોરાણીના નામ થી પ્રચલિત થયું.
કોલેજનો પહેલો દિવસ કોઈપણ એન્ગલથી મારા માટે સારો નહોતો પહેલા સીએસ વાળી મેમ એ ક્લાસમાંથી બહાર કાઢો અને ત્યાર પછી કેન્ટીનની ઘટના કોલેજના બધા ક્લાસ ભર્યા પછી એવું લાગતું હતું કે કોઈએ મારી બધી એનર્જી ખેચી લીધી હોઈ.
“થાકી ગયો યાર...’ મેં રૂમમાં ઘુસી ને એક ખૂણા માં મારું બેગ ફગાવતા કહયું અને બેડ પર જઈને પડી ગયો.
“ચાલ ગ્રાઉન્ડમાં જઈએ ત્યાં હોસ્ટેલમાં રેહ્વાવાળી ગર્લ્સ આવે છે.” અરુણે કહયું.
“ખાડા માં ગઈ ગર્લ્સ મને તો નીંદર આવે છે.” મેં થાકેલી હાલતમાં કહયું.
“ઠીક છે તું સૂઈજા હું જાવ છુ.” કહી અરુણ નીકળી ગયો. મને નીંદર આવતી હતી તો હું સુઈ ગયો જયારે હું ઉઠો તો અરુણ મને જગાડતો હતો.
“શું થયું ટોપા?” મેં નીંદરમાં જ કહયું.
“ઉઠ લ્યા રાતના આઠ વાગી ગયા.” અરુણે મને હલાવતા કહયું.
“તો...” મેં વિચારું કે કઈ કામ હશે.
“તો શું.....અલ્યા રાત્રે આઠ વાગ્યે કોઈ સુતું હશે.” અરુણે કહયું.
“ તો શું તું મારા જાગવા સુવાનું ટાઇમટેબલ ફિક્સ કરીશ.” મેં ચીડાતા કહયું.
“અરે યાર સમય નહોતો જતો તો થયું કે તને ઉઠાડીને થોડીવાર તારી સાથે ગપ્પા મારું તો ટાઇમપાસ થઇ જઈ.” એને હસતા કહયું.
“ટાઇમપાસ કરવો હોઈ તો બાથરૂમમાં જઈને હાથ હલાયાવ સારો ટાઇમપાસ થઇ જશે” હું ચાદર ખેચતા બોલ્યો અને ફરી થી નિંદ્રા ને આધીન થઇ ગયો.
જૂની આદતો આટલી જલ્દી જતી નથી સ્કુલ ટાઇમ માં હું વહેલા ચાર વાગ્યે ઉઠીને વાંચતો એટલે જ મને આટલી સારી કૉલેજ માં એડમીશન મળી ગયું હતું એટલે આજે પણ મેં ચાર વાગ્યા નું અલાર્મ મુકી દીધું હતું. જેમ પહેલા થતું હતું એવી જ રીતે ચાર વાગ્યે અલાર્મ વાગ્યું ને હું ઉઠી ગયો. લાઈટ ઓન કરી અને અરુણની તરફ જોયું તો એ અડધો બેડ પર ને અડધો નીચે હોઈ એવી હાલતમાં પડ્યો હતો.
“શું હું રાખ વાચું કાલે જેટલું ભણાવું બધું જ બાઉન્સ ગયું છે “ મેં નોટ બૂક ખોલી મેં હજારો ગળો આપી. થોડીવાર વાંચવાનો પ્રયત્ન કર્યો પણ કોઈ ફાયદો ન થયો તો લાઈટ ઓફ કરી ફરી ચાદર ખેચીને સુઈ ગયો. જૂની આદત પ્રમાણે તો નીંદર આવતી રહી તો મેં વિચારવાનું શરુ કર્યું કે કે ક્યાં સમયે ક્યાં સબ્જેક્ટમાં મારે મારા દિમાગનું દહીં કરવાનું છે ત્યાં જ સીએસમાં મેમ નું આખું જિસ્મ આંખો સામે આવી ગયું ને સવાર સવાર માં જ કામ પતી ગયું.ત્યાર પછી જે નીંદર લાગી સીધો આઠ વાગ્યે જ ઉઠ્યો.
આજે કૉલેજમાં કોઈ આવાની હતી જેને ક્યારેય નહોતુ આવું જોઈતું હું અને અરુણ કાલની જેમ જ પાછળના ગેટ થી કોલેજમાં ઘુસી ગયા અને સીધા જઈને ક્લાસમાં જ દસ્તક આપી નવીન પહેલેથી જ આવી ગયો હતો.
“ચાલ બહાર જઈને આવીએ.” નવીને એની બેગ ફફોસતા કહયું.
“કેમ શું થયું?” મેં કહયું.
“મને લાગે છે કે બાઈકની ચાવી બાઈકમાં જ રહી ગયી લાગે છે.” નવીને ગભરાહટ સાથે કહયું મને થોડીવાર થયું કે આની સાથે અરુણને મોકલી દઉં પણ અરુણ પાછળ કોઈની સાથે ઓળખાણ કરતો હતો એટલે હું જ તેની સાથે નીકળી ગયો.
“ બાઈકમાં જ ચાવી લાગેલી છે.” કહેતા નવીને રાહતનો શ્વાસ લીધો. હું અને નવીન હજુ બાઈકસ્ટેન્ડ પર જ ઉભા હતા ત્યાં એક કાર ઝડપથી ત્યાં આવી અને બધાનું ધ્યાન પોતાના તરફ ખેચ્યું. કાર જોઇને બધાને અંદાજ આવી જાઈ એમ હતો કે આ કારમાં આવવાવાળી વ્યક્તિ કોઈ બેશક રહીશ જ હશે.
“કોઈ રહીશ બાપનો બગડેલો શહેજાદો હશે.” મેં મારા મનમાં કહયું પણ એનાથી તો સાવ વિપરીત બન્યું એ ચમચમાતી કાર માંથી એક છોકરી નીકળી. એ છોકરી તો જાણે એક મોર્ડન અપ્સરા જ હતી. એના ઈયરીંગથી લઈને પગના સેન્ડલ સુધી તેની રહીશી અને મોર્ડન રંગમાં રંગેલી શક્સીયાતની ચાડી ખાતા હતા. મેં એ છોકરી ને નીચેથી ઉપર સુધી જોઈ અને મારી નજર એના પર જ અટકી ગઈ અને આવું કરવા વાળો હું એકલો નહોતો બધા જ છોકરાઓ પણ એ જ કરી રહ્યા હતા.
“આ કોણ છે?” મેં નવીનને પૂછ્યું તો એણે ખંભા ઊંચા કરીને ને ના પાડી દીધી. આમ જુવો તો કૉલેજમાં ઘણી છોકરીઓ સુંદર હતી પણ આ છોકરી મને કઈ અલગ લાગી હતી. એવું કેમ લાગ્યું એ મને આજ સુધી ખબર નથી પડી. એણે જોઇને હું અને નવીન ત્યાને ત્યાં જ ઉભા રહી ગયા, અમારા પગ જમીન પર જડાઈ ગયા અને નજર તે છોકરી ને જ જોતી રહી. એ કારમાંથી બીજી એક છોકરીન પણ બહાર આવી એ એની બેસ્ટફ્રેન્ડ હશે એવું મેં માની લીધું.
“એશ.......” એ છોકરીની ફ્રેન્ડે પેહલીવાર એ મોર્ડન અપ્સરાનું નામ પોકારું.
“એશ...” મેં પણ મનમાં જ એ અપ્સરાનું નામ પોકારું અને મારા અરમાન દિલ માંથી બહાર આવી ગયા.
“આને તો પટાવી પડશે.”
“શું?” નવીન બોલ્યો.
“કઈ નઈ તું ચાલ ક્લાસ ચાલુ થઇ ગયો હશે.” મેં વાત વાળતા કહયું. વર્ષોથી મારા મનમાં રહેલા એ શબ્દો જે ફુરસદ માં કોઈ ખાસ માટે લખેલા એ એશ ને જોઇને ઉભરાઈ ઉભરાઈ ને દિલની બહાર આવવા તત્પર થયા.
“વ્હેન એવર આઈ ક્લોસ માય આઈસ, આઈ સો મેની ફેસ ઇન માય માઈન્ડ બટ વન ફેસ ઇસ ઓલ્વેસ રીમેન સેમ ઇન માય માઈન્ડ, ઇન માય હાર્ટ...ધેટ વોસ ઇસ માય લવ...”
“વ્હેન એવર આઈ હિયર એની સોંગ, આઈ ફિલ હર ઇન એવરી વર્ડ ઓફ ધ સોંગ , આઈ હિયર , હર વોઈસ ઇન એવરી બીટ્સ ઓફ ધ સોંગ...ધેટ્સ વોઈસ ઇજ માય લવ......”
“વ્હેન એવર આઈ ફિલ એમ્પ્ટીનેસ ઇન માય લાઈફ, આઈ સો અ ડ્રીમ વિથ માય ઓપન આઈસ.”
“ઇન વિચ ઓન એન્જલ કંમસ ઇન માય ડ્રીમ.....”
“ધેટ્સ એન્જલ ઇસ માય લવ....”
“બહાર...બહાર...બિલકુલ બહાર...”દમયંતી મેમ એ મને કહયું જયારે મેં અંદર જવાની પરમીશન માંગી ત્યારે,
“ આ શું તમારા બાપનું ઘર છે”
“સોરી મેમ” મેં મો લટકાવી અને માસુમ બનવાનું નાટક કરતા કહયું.
પરંતુ મારી એ માસુમીયતની એ દમ્મોરાણી પર કોઈ જ અસર ના થઇ અને ઉપર થી ઘમકી દઈ દીધી કે મેં જો કોઈ જ પ્રકારની બહેસ કરી છે તો એ ત્રણ દિવસની મારી અટેન્ડસ નઈ લે. કાલ નું મારી સાથે આ પહેલીવાર થઇ રહ્યું છે આ પેલા ક્યારેય કોઈએ મને ક્લાસ માંથી બહાર કાઢ્યો નહોતો. એટલે મને ખબર પણ નહોતી કે ટાઇમપાસ કેવી રીતે કરવો. એ સમયે હું કોલેજમાં રખડી પણ નહોતો શકતો કેમ કે ક્યારે કોઈ સીનીયર પકડી લે અને રેગીંગ થઇ જાય એનું નક્કી નહોતું. ત્યારે તો મન કરતુ હતું કે આ દમયંતીના વાળ પકડું અને ઘસડીને ક્લાસની બહાર ફેકી દઉં.
“અંદર આવીજા અને હવેથી ટાઇમ પર આવજે.” દમ્મોરાણી એ મારી સામે જોયું કદાસ એણે મારી માસુમિયત અને ભોળપણ ને સાચું સમજી લીધું હતું. જયારે હું ક્લાસમાં આવ્યો તો ફરી એકવાર પૂરો ક્લાસ મારી સામે ઘૂરી ઘૂરી ને જોતો હતો. તો થોડા મારી પર હસતા હતા મારું કલેજું ત્યારે બળી ગયું કે અરુણ પણ મારી પર હસતો હતો.
“ટોપાઓ ક્યાં રખડતા હતા?” અરુણે મજાક કરતા કહયું હું અરુણની ડાબી બાજુ જઈને બેસી ગયો અને નવીન જમણી બાજુ બેસી ગયો.
“કઈ નઈ યાર બાઈકસ્ટેન્ડ સુધી ગયા હતા અને ટાઇમ પર પણ આવી જાત જો પેલી છોકરીને જોઈ ના હોત તો.” નવીને કહયું.
“કોણ છોકરી ટોપા”અરુણે ઉત્તેજના સાથે કહયું. મેમ ને શક ના થઇ એટલે બોર્ડમાં લખેલું બૂક માં છાપતા છાપતા ધીમા અવાજએ ગપ્પા લડાવતા હતા.
“ખબર નઈ યાર છે કોઈ જોરદાર આઈટમ, એની સામે દીપિકા મેમ પણ પાછા પડે.” હું બોર્ડની સામે જોતા બોલ્યો. એ દરમિયાન બે ત્રણ વાર મારી નજર દમ્મોરાણી સાથે મળી અને મેં મો હલાવી ને એવું જતાવાનો પ્રયત્ન કરો કે મને બધું સમજાય છે. જયારે બિલકુલ એવું નહોતું હું તો માત્ર અને માત્ર એશ ના વિષે વિચારી રહ્યો હતો. એ સમયે હું માત્ર અને માત્ર એશ વિષે જ વાત કરવા માંગતો હતો. કાશ દમ્મોરાણીણી જગ્યાએ એશ મેથ્સ ભણાવતી હોઈ તો સારું. દિલના અરમાનો એ ફરી એક વાર ઘંટડી વગાડી. અને આ ઘંટડીને કોઈએ બહુ જોરથી વગાડી.
“મેમ...” ક્લાસના ગેટે થી કોઈનો અવાજ આવ્યો, અને મારી નજર એ બાજુ વળી તો ત્યાં જ ને ત્યાં જ સ્થિર થઇ ગઈ ત્યાં એશ ઉભી હતી.
“યસ..” મેથ્સ વાળા મેમ એ જવાબ આપતા કહ્યું. આ પણ આ જ ક્લાસ માં ભણશે દિલ બહુ જ ખુશ થયું મન કરતુ હતું કે બેંચ પર ચડીને કુદી કુદી ને ડાન્સ કરવાનું મન થતું હતું. નવીન અને અરુણને કહેવાનુ મન થતું હતું કે ટોપાઓ અહીં થી ઉભા થાઓ એશ અહી જ બેસવાની છે. પણ અફસોસ જયારે એશ એ કહ્યું તો અરમાનના બધા જ અરમાન પર પાણી ફરી ગયું.
“મેમ, સીએસ બ્રાંચનો ક્લાસ ક્યાં છે?”
કોરીડોર માં આવતાની સાથે જ આમારો ક્લાસ પહેલા આવતો હતો તો શાયદ એને આમારા ક્લાસમાં આવીને પૂછ્યું હશે. ત્યારે વિચાર્યું કે એને રોઈ રોઈને એને અહેસાસ દેવડાવું કે હું કેટલો દુઃખી છું. મારા અંદરની બેચેની શાયદ અરુણ જાણી ગયો અને કહ્યું.
“ઓયે..... તારા બધા નાટક બંધ કર ઓન્લી કોન્સન્ટ્રેશન ઓન દીપિકામેમ “
એશ તો એના ક્લાસમાં જતી રહી હતી પરંતુ એ મારા દિલ પણ એની છાપ છોડી ગઈ હતી. હું એક જ ક્લાસમાં નહોતો કે એના દિલ પણ એશએ એની છાપ છોડી હોઈ એવા ઘણા બધાના દિલ ઉદાસ હતા એશ ના આવી રીતે જતા રહેવાથી આમાં નવીન અને અરુણ પણ શામેલ હતા.
“એ મારો માલ છે કોઈ એના પર નજર પણ ના નાખતા.” એશ ના ગયા પછી મેં ફરી બોર્ડ પર ચોટાડી અને જે પણ દમ્મોરાણી જે પણ લખાવતા હતાએ પોતાની નોટબૂક માં છાપતા છાપતા કહ્યું.
“સેટ તો મારી સાથે જ થશે.” નવીને કહ્યું.
“આને જોઈ તો કહો કે આ મારો માલ છે દીપિકા મેમ ને જોવો તો પણ કહો એ આ મારો માલ છે બીજી કોઈ રૂપાળી છોકરીને જુવો તો કહો કે મારો માલ છે તો શું અમે અહી હલાવવા જ આવ્યા છીએ...” અરુણએ ગુસ્સે થતા કહ્યું.
હું અને નવીન સાભળીને હસવા લાગ્યા અને ફરી એક વાર દમયંતીમેમ એ એની જ્વાળામુખી ભરેલી નજર આમારા બાજુ કરી તો અમે બંને એક સીરીયસ સ્ટુડન્ટની જેમ ડેસ્ક પર પડેલી બુકના પાના ઉલટવા માંડ્યા.
“ચાલ, કેન્ટીનમાં જઈએ.” રીસેસમાં અરુણે કહ્યું તો મને કેન્ટીન નો એ નજરો આંખો સામે આવી ગયો કે એ વરુણની ગર્લફ્રેન્ડ એ મારા ચેહરા પર પોતાનો પ્રેમ વરસાવ્યો હતો એ. મેં અરુણને સાફ ના પડી દીધી કે હું કેન્ટીનમાં આવાનો જ નથી અને ક્લાસની બહાર આવીને હું ઉભો રહી ગયો. ત્યાં થોડા છોકરાઓ વાતો કરતા હતા. હું ઉભો તો મારા ક્લાસ પાસે હતો પણ મારી નજરતો સીએસ બ્રાંચના ક્લાસ તરફ જ હતી. હું ત્યાં એ આશાએ ઉભો હતો કે ક્યારે એ મોર્ડન અપ્સરા પોતાના ક્લાસમાંથી બહાર આવે અને મારી આંખો ને ઠંડક મળે. ઉપરવાળા એ પણ જાણે કે મારા મનની વાત જાણી લીધી હોઈ એમ એ અપ્સરા તેની ફ્રેન્ડ સાથે ક્લાસ માંથી બહાર આવી અને બહાર ઉભેલા બધા લોકો જાણે ઉછળી પડ્યા બધાની નજર એની તરફ જ હતી. આમારા ક્લાસ ફસ્ટ ફ્લોર પર હતા અને બંને તરફ થી ઉતરવા માટે દાદર હતા. એશ અમારી તરફ આગળ વધવા લાગી. હું એતો જાણતો હતો કે એશ મારા માટે તો આ તરફ નથી આવી રહી તેમ છતાં મારી ધડકન તેજ થતી જતી હતી. અને એ જયારે મારી સામેથી પસાર થઇ તો મારી જીભ લડખડાણી
“આઈ.....” બસ આટલું જ બોલી શક્યો જયારે એશ મારી સામેથી પસાર થઇ અને મારો અવાજ પણ એટલો ધીમો હતો કે મારી બાજુ માં ઉભેલા લોકો પણ એને સાંભળી ના શકે. હુ પહેલા પણ હેરાન હતો અને હજુ પણ હેરાન છુ કે અરુણ એ કેમ જાણી જાય છે કે બીજા શું વિચારે છે.
“મતલબ....” જમીન પર અડધા સુતેલા વરુણે સિગરેટના ધુમાડાઓ છોડતા પૂછ્યું.
“ મતલબ કે...”મેં અરુણ તરફ જોયું તો એ હરામી દારૂની બોટલ લઈને બાથરૂમ માંથી બહાર આવતો હતો.
“અરુણની એક ખાસિયત છે કે એ કોઈ પણની શકલ જોઇને એ કહીદેતો કે તેની અંદર શું ચાલી રહ્યું છે અને એ માણસ ક્યાં વિચારોમાં ખોવાયેલો છે.
“એશ હતી કે શું...”
“હા જ તો...”
“તો પછી...” એ બોટલની સાથે જ વરુણ જમીન પર બેસી ગયો અને અરુણની તરફ જોયું.
“આ સાલો બાથરૂમમાં બોટલ લઈને શું કામ ગયો હતો?”
“મારી તો આદત છે.” મારી પાસે બેસતા અરુણે વરુણ તરફ જોઇને કહ્યું.
“ બહુ અજીબ આદત છે, સારું છે કે જમવાની પ્લેટ લઈને જવાની આદત નથી નઈતર એક બાજુ થી મટીરીયલ અંદર ને એક બાજુ થી બહાર...” જોરજોર થી હસતા વરુણે અરુણ ને કહ્યું અને પછી મારી તરફ જોઈ ને કહ્યું.
“અબ્બે તું કેમ બંધ થઇ ગયો તારી પારાયણ આગળ ચાલુ કર”
એ દિવસે રીસેસમાં જયારે હું આઈ બોલ્યો હતો ત્યારે અરુણ મારી બગલમાં જ ઉભો હતો. અને જયારે એશ મારી સામેથી પસાર થઇ ત્યારે અરુણ એક જ એવો છોકરો હતો કે જે એશ ની જગ્યા એ મારી સામે જોતો ઉભો હતો. એ મારા ચેહરા પર બદલાતા રંગ જોઇને સમજી ગયો હતો કે મારા દિલ માં શું ચાલી રહ્યું છે.
“ ચાલ મારી સાથે...” અરુણે મારો હાથ પકડીને કહ્યું.
“ઓયે...ક્યાં જવું છે..”: મેં ચોંકતા કહ્યું.
“ચાલ તારી એશ સાથે વાત કરાવી દઉં” અરુણે મને કહ્યું. એ સાંભળતાં મેં એનો હાથ છોડાવતા કહ્યું.
“તને એમ કેમ લાગ્યું કે હું એશ સાથે વાત કરવા માગું છું?”
“અરે બેટા મને ગણતરી કરતા ના શીખવ, મેં તને એને જોયા પછી તારો ચહેરો ખીલેલો છે.” અરુણે ઠાવકાઈથી કહ્યું.
“અબ્વે હટ...... એવી તો રોજ હું ડઝનો છોકરીઓ જોવ છું, તો એનો મતલબ એ નથી કે હું બધી સાથે વાત કરવા માંગું છું” મેં મન છુપાવતા મેં કહ્યું.
“અબે એ ડઝનોને છોડ ને ડાબી બાજુ જો...” બીજી તરફથી એશ પોતાની જુલ્ફો લહેરાવતી ચાલી આવતી હતી. એ વખતે દિલમાં અરમાન જગ્યા કે કાશ એશ મારી પાસે આવીને બોલે કે
“હેય હેન્ડસમ વ્હોટસ્ યોર નેમ?” દિલમાં અરમાન જાગ્યા કે એ મને જુવે અને જોતા જ એને મારાથી પ્યાર કરવા લાગે. એ નજદીક આવતી ગઈ અને ફરીથી મારા મો એથી આઈ.... વર્ડ ફરીથી બહાર આવી ગયો. પણ જયારે એ પોતાના ક્લાસ તરફ ફરી તો આઈ વર્ડ અંદર જ જતો રહ્યો.
“એ બાજુ ફરીને એણે મારું દિલ તોડી નાખ્યું” મેં મજાકિયા અંદાજમાં કહ્યું.
“યાર કઈ કરને મારે એને ફરી એકવાર બરાબર જોવી છે.” મેં અરુણને કહ્યું.
“ચાલ આવી જા...” અરુણે મારો હાથ પકડતા કહ્યું.
“ઓયે.... ટોપા મારો હાથ મુક વાત વાતમાં મારો હાથ પકડી લે છો હું નાનો છોકરો છું કઈ.” મેં ચીડાતા કહ્યું.
“ પ્યાર બકા પ્યાર..” અરુણે હસતા કહ્યું.
“તારો પ્યાર થોડો ઓછો જ રેહવા દે ભાઈ...” મેં પણ હસતા કહ્યું. હું અને અરુણ બંને તેનો એક ફ્રેન્ડ સીએસના ક્લાસમાં હતો ત્યાં જઈને બેસી ગયા. ત્યાં અરુણ તેના ફ્રેન્ડ સાથે વાત કરવા લાગ્યો જયારે હું એશ ને છુપાઈને તાકવા લાગ્યો.એવું નહોતું કે આજ પેહલા મેં એશ કરતા કોઈ ખુબસુરત છોકરી નહોતી જોઈ પણ એશમાં જે કશીશ હતી એ બીજા કોઈમાં એવી કશીશ મેહસૂસ નહોતી થઇ.અત્યારે અમે બંને મેગ્નેટના નોર્થ સાઉથ પોલની જેમ એક બીજાને એટ્રેકટ કરતા હોઈ એવું લાગતું હતું. એની વચ્ચે એની નજર એકવાર મારી તરફ આવી તો મારી નજર એકાએક બીજી બાજુ ફરી ગઈ અને મારા દિલની ધડકન એકાએક બુલેટ ટ્રેનની જેમ દોડવા લાગી.
ક્રમશઃ