Love Blood - 10 in Gujarati Detective stories by Dakshesh Inamdar books and stories PDF | લવ બ્લડ - 10

Featured Books
Categories
Share

લવ બ્લડ - 10

લવ બ્લડ
પ્રકરણ-10
દેબુને પેલાં રોડ રોમીયો સાથે ફાઇટ થઇ એમાંના એક જણે દેબુને માથામાં જોરથી ડંડો મારી દીધો. દેબુનાં માથામાંથી લોહી દદડવાં માંડ્યુ. પછી રીપ્તાએ મામલો હાથમાં લીધો અને એણે પેલાં બધાને ઝૂડવા માંડ્યાં ત્યાં નુપુર સાયકલ લઇને પાછળ આવી.. રોડ પર ફાઇટીંગને કારણે ટ્રાફીક જામ થઇ ગયેલો ટોળું જમા થઈ ગયેલું..બધાં મફતનું મનોરંજન જોઇ રહેલાં.. તમાશાને તેડું નાં હોય એમ છોકરીને છોકરો છ જણાં સામે લડી રહેલાં મ્હાત આપી રહેલાં.. ત્યાં નુપુર કૂતુહૂલ વશ આવી એની નજર દેબું પર પડી અને માથામાંથી લોહી નીકળી રહેલું. એણે સાયકલ ફેકીને ત્યાં પોતાનો દુપટ્ટો દેબુનાં માથે બાંધી દીધો.
દેબુ નુપુરને જોઇને ખુશ થઇ ગયો એણે કીધુ નુપુર પછી રીપ્તાને સાથ આપતી ચાલે જણાંને ધૂળ ચાટતા કરી દીધાં. નુપુર રીપ્તાની દેબુએ ઓળખાણ કરાવી અને નુપુરે કહ્યું વી આર જસ્ટ ફ્રેન્ડ એમ કહીને એણે રીપ્તા સાયકલ લઇ આવી એ લઇને ઘરે જવાં નીકળી. નીકળતાં દેબુએ એનો દુપટ્ટો યાદ કરાવ્યો એણે કહ્યું ધોયેલો પાછો લઇશ એમ કહી હસતી નીકળી ગઇ.
રીપ્તાએ થયું કે મેં કેમ એનાં માથે કંઇ બાંધ્યુ નહીં પણ મારી પાસે કઇ હતું જ નહીં ટીશર્ટ પેન્ટ અને સાવ નાનો હેન્કી.. એણે દેબુને કહ્યું "મારી પાસે કંઇ હતું જ નહીં કે હું બાંધુ તારાં માથે સારું થયું નુપુર આવી ગઇ.
દેબુએ રીપ્તાની આંખોમાં કોઇ ભાવ સળવળતો જોયો.... કંઇ બોલ્યો નહીં થોડીવાર જોઇ રહ્યો.. પછી કીધુ રીપ્તા લેટ્સ ગો... હું પ્હેલાં ઘરે પહોચીને ડોક્ટર પાસે ડ્રેસીંગ કરાવી લઊ ભલે લોહી બંધ થઇ ગયુ છે.
દેબુએ બાઇક સ્ટાર્ટ કરી અને રીપ્તા બુક્સ લઇને પાછળ બેસી ગઇ. દેબુએ બાઇક દોડાવી રસ્તામાં રીપ્તાએ કહ્યું "દેબુ પ્હેલાં ડોક્ટર પાસે જ લઇલે પછી ઘરે જઇશું તારે પહેલાં ડ્રેસીંગની જરૂર છે ભક્તિનગરનાં રોડ પર જ છે. ડો.ચેટર્જી હું કાયમ એમની પાસે જઊં છું જ્યારે જરૂર પડે દેબુએ કહ્યું હું પણ અમારુ આખુ ફેમીલી એમની જ દવા લઇએ છીએ ઓકે પ્હેલાં ત્યાંજ જઇએ.
દેબુએ ડૉ. ચેટર્જીને ત્યાંજ સીધી બાઇક ઉભી રાખી. ડૉ.ચેટર્જીનું ક્લીનીક અને ઘર બંન્ને એકજ હતુ એમનાં કમ્પાઉન્ડમાં જ ક્લિનિક હતું અને અંદર ઘર એમનો દિકરો આર્મીમાં હતો અને દીકરી કોલકોતા પરણાવી હતી. દેબુ અને રીપ્તા બંન્નેનાં ફેમીલી એમની જ દવા લેતાં હતાં. ઇમરજન્સીમાં ડૉ.ચેટર્જી જ સારવાર કરતાં.
દેબુએ બાઇક પાર્ક કરીને કલીનીકમાં ગયો સાંજ થવા આવી હતી ત્યાં 5-6 પેશન્ટ હતાં પરંતુ દેબુને માથામાં ઇન્જરી જોઇને ડોક્ટરે દેબુને સીધો જ અંદર બોલાવી લીધો.. એમણે પૂછ્યું "અરે દેબુ યે કૈસે હો ગયા ? આવ આવ અંદર આવ એમ કહીને દેબુને ટેબલ પર સૂવાડી દીધો જ્યાં એ પેશન્ટને તપાસ્તા હતાં. એમણે હળવેથી દૂપટ્ટો ખોલ્યો અને ઘા જોયો લોહી બંધ હતું પણ ઘા ખૂબજ તાજો હતો એમણે ચેક કરીને કહ્યું.. બચ્ચા તુ બચ ગયા હૈ ઉપરી માર હૈ વરનાં સ્ટીચીસ લેના પડતાં. ઔર માઁ કાલીને બચા લીયા પછી દુપટ્ટો નીચે નાંખ્યો અને ડ્રેસીંગ કરવા લાગ્યાં. દવા લગાડી ડ્રેસીંગ કરીને કર્યુ તમે એક ઇન્જેકશન આપી દઊં છું પછી રીપ્તા સામે જોઇને કહ્યું "તૂ ભી સાથમેં થી ? તૂને અચ્છા કીયા દુપટ્ટા બાંધ દીયા ઇસસે બ્લડ બંધ હો ગયાં.
રીપ્તાએ કહ્યું "હાં સર પણ એ મેં નહીં એની બીજી ફ્રેન્ડે બાંધ્યો.. અરે કીસીને ભી બાંધા હો અચ્છા હુઆ કાલી હી આઇ હોગી બચાને એમ કહી ઇન્જેક્શનની તૈયારી કરીને રીપ્તાને કહ્યું "જાઓ બહાર બેઠો મેં ઉસ્કો ઇન્જેકશન દેતા હું અને રીપ્તા હસતી બહાર નીકળી.
દેબુને ડૉ. ચેટર્જીએ ઇન્જેક્શન આપીને કહ્યું બચ ગયા દેબુ.... ઠીક હૈ મેં કુછ ટેબલેટ દેતા હું ઇસસે તૂઝે પેઇન નહીં હોગા ઓર જલ્દી અચ્છા હો જાએગા. કૈસે હૈ પાપા મંમી ? અરે તેરી મમી તો યે સન્ડે કો ટાગોરજીકે દો ગીત ગાનેવાલી હૈ ના ? રેડીયો પે આયેગા મુઝે પતા હૈ - મેરી યાદ ઉનકો કહેના પાપા મંમીકો - દેબુએ કહ્યું "અંકલ કીતને પૈસે હુએ ? ડૉ. ચેટર્જીએ કહ્યું "તુ અબ જા મૈ તેરે પાપા સે લે લૂંગા.. ડૉ. ચેટર્જી બંગાળી હોવાં છતાં હીન્દીમાં જ વાત કરતાં પણ ક્યારેક ખુશ હોય અને લાગણીમાં હોય ત્યારે બંગાળી નીકળી જતી. દીકરી કોલકતા રહે.. દીકરો આર્મીમાં હમણાં એનું પોસ્ટીંગ દીલ્હી માં છે એની ટ્રાન્સફર થતી રહે છે. દીકરાએ એમને હીન્દી બોલતાં કરી દીધાં છે.
દેબુએ નીચે પહેલાં નુપુરનો દુપટ્ટો લીધો ત્યારે ડૉ.મુખર્જી બોલી ગયાં. અરે બાબા યે અબ ગંદા હો ગયા છોડ દો મેં ફેકવા દૂંગા.. દેબુએ કહ્યું "નો સર મેં કર દુગા આગળ સાંભળ્યાં વિનાં જ દુપટ્ટો લઇને બહાર નીકળી ગયો.
રીપ્તાએ જોયુ કે દેબુ લોહી અને ધૂળથી ખરડાયેલો દુપ્ટો સાથે લઇને બહાર નીકળ્યો એ કંઇ બોલી નહીં. હસતી રહી પછી દેબુને કહ્યું "રીપ્તા ચાલ બુક્સ લઇ લે હું તને તારાં ઘરે ડ્રોપ કરીને પછી મારાં ઘરે જઇશ.
રીપ્તાએ કહ્યું "નાં તને વાગ્યુ છે તું મને ક્યાં છેક ઘરે મુકવા આવીશ સીધી તારાં ઘરે જ લઇલે.. હું તો ત્યાંજ ત્રીજી લેનમાં જ રહું છું ભલે ભક્તિનગરમાં નથી રહેતી પણ એની પાછળ જ રહું છું. હું જતી રહીશ.
દેબુએ કહ્યું ના હવે સાંજ પડવા આવી છે તું ભલે બહાદુર છે પણ હું તને ઘરે મૂકીને જ જઇશ એમ કહી એણે રીપ્તાનાં ઘર તરફ બાઇક લીધી. રીપ્તા અંદરથી રાજી થઇ કે દેબુએ એને મૂકવા આવવાની કેર લીધી આટલો ઇન્જર્ડ છે તો પણ.
રીપ્તાનુ ઘર આવ્યું અને લેનનાં નાકે જ દેબુ ઉભો રહ્યો અંદર લેનમાં બાઇક ના લીધી અંદરથી ટર્ન મારવુ નહીં ફાવે વિચારી બહાર જ રહ્યો. રીપ્તાએ એની બુક્સ લઇ લીધી અને દેબુની બુક્સ દેબુનાં ખોળામાં મૂકી બોલી અહીં મુકૂને ફાવશેને લઇ જવાની ?
દેબુ કહે ફાવશે મૂકી દે.. આમ તો પ્લાસ્ટીક બેગમાં જ છે ચિંતા નહીં. અગેઇન થેંક્સ રીપ્તા.
રીપ્તાએ એની બુક્સ લીધી દેબુની મૂકી દીધી અને દેબુની સામે જોઇ જ રહી પછી હસતાં હસતાં ક્યું આજે મજા આવી ગઇ તારા બુલેટ પર સવારીની પણ એકજ વાત ના ગમી કે તું ઇન્જર્ડ થયો. દેબુએ કહ્યું "ઇટ્સ ઓકે પણ તમે લોકોએ પણ મદદ કરી રીપ્તાએ માર્ક કર્યુ કે એણે નુપુરને પણ યાદ કરી નુપુરનો દુપટ્ટો પણ એણે એનાં ગળામાં જ વીંટાયેલો છે એ કંઇ બોલ્યા વિના બાય કહીને નીકળી ગઇ.
દેબુ એને જતાં જોઇ રહ્યો વિચારી રહ્યો "આ છોકરી કંઇ સમજાતી જ નથી અને પછી બાઇકને ટર્ન મારીને ઘરે જવા માટે નીકળ્યો.
બાઇક ચલાવતાં એને નુપુર યાદ આવી ગઇ કેટલો મીઠો ચહેરો છે એટલી નમણી છે કે કોઇ સાચુંજ ના માને કે આ ફાઇટ કરી શકે છે એનાં ગળામાં રહેલાં એનાં દુપટ્ટાને વ્હાલ કરવાનું મન થઇ ગયું. એને થયું ગળામાં પરોવાયેલા દુપટ્ટો નુપુરનાં હાથજ છે જે મને વીંટળાયને પ્રેમ કરે છે એણે કહ્યું મનમાં ને મનમાં કે "માં તેં આજે ફરી મુલાકાત કરાવી અને ઘણી યાદગાર બનાવી દીધી આ મલમલનો મીઠો લીલો સુંવાળો દુપટ્ટો મને એવું લાગે. નુપુરજ વળગી છે મને.. એમ મનમાં પ્રેમનાં વિચાર કરતો કરતો ઇજાનું દુઃખ પીડા ભૂલીને નુપુર મય થઇ ગયો.
અને રીપ્તાનો પણ વિચાર આવ્યો. "રીપ્તા પણ સારી છોકરી છે આજે એણે ઘણી મદદ કરી પણ.. પણ.. મને એનાં માટે પ્રેમની લાગણી નથી થતી.. શી ઇઝ ગુડ ફ્રેન્ડ... પણ એ કાયમ જ મારી સાથે ફલર્ટ કરે છે આઇ લવ યુ કહે છે.. પણ એ છોકરાઓ જેવી વધુ બિન્દાસ છે એકદમ ફ્રેન્ક છે સારી છે પણ મારાં મનમાં જે પ્રેમીકાનું ચિત્ર છે એ બસ નુપુરમાં એનું પ્રતિબિંબ છે.
વિચાર કરતાં કરતાં ઘરે ક્યારે પહોચ્યો ખબર ના પડી અને એને જોઇને જ વરન્ડામાં બેઠેલાં પાપા-માં એની પાસે દોડી આવ્યાં. દેબુ આ શું વાગ્યું ? કેવી રીતે થયું ?
દેબુએ કહ્યું "શાંતિ રાખો કહું છું હવે સારું છે.
વધુ આવતા અંકે - પ્રકરણ-11