K Makes Confusion - kavy thi kavya sudhi ni safar - 6 in Gujarati Fiction Stories by Jay Gohil books and stories PDF | K Makes Confusion - કાવ્યથી કાવ્યા સુધીની સફર - 6

Featured Books
  • रहस्य - 4

    सकाळी हरी आणि सोनू गुजरात ला पोचले आणि पूढे बस ने संध्याकाळ...

  • आर्या... ( भाग १ )

    आर्या ....आर्या ही मुलगी तिच्या आई वडिलांची एकुलती एक मुलगी...

  • गया मावशी

    गया मावशी ....    दिवाळी संपत आली की तिची आठवण हमखास येते…. ...

  • वस्तीची गाडी

    वसतीची  गाडी     

       
                 जुन 78 ते  जुन 86 या  का...

  • भुलाये न बने

                  भुलाये न बने .......               १९७0/८0 चे...

Categories
Share

K Makes Confusion - કાવ્યથી કાવ્યા સુધીની સફર - 6

પ્રકરણ ૬

થોડા સમય પછી કવિથે પોતાની હોન્ડા સિટી વાઈડ એન્ગલ મોલમાં નીચે પાર્ક કરે છે પોતાની ડાયરી લે છે અને ઉપર રહેલાં સીસીડીમાં જાય છે. ક્રિષાએ ત્યાં પહેલીથી જ બેઠેલી હોય છે. મરુન કલરના ફ્રોકમાં આજે તે ખુશ લાગી રહી હતી. કવિથને જોઇને તેની એક્ષાઇટમેંટ બમણી થઇ ગઈ અને આજુબાજુ રહેલા લોકોની પરવા કર્યા વગર કવીથને ભેટી પડી. કવિ થેંક્યું ફોર કમિંગ.!!

ક્રિષા ખુશ હતી. તેની ખુશી તેના ચેહરા પર દેખાઈ રહી હતી. વર્ષો પછી જાણે તે જે ઇચ્છતી હતી તે પામી લેવા માટે આજે તે આતુર હતી. કવિમય થવું હતું તેને. કવિથની કવિતામાં ફરવું હતું. કવિથની કવિતાની સાંજ સવાર બધું જ તેને બનવું હતું. કવિથની કવિતા પર તેનો હક તેને જમાવવો હતો. કવિથનાં દિલમાં અને શબ્દોમાં રાણી બનીને જીવવું હતું. કોઈ આવનારી વરસાદી સાંજ મળે તો કવિથનાં આલિંગનમાં, તેના ભીના શરીરને સ્પર્શીને બસ તેને કવિથ સાથે વરસાદમય થવું હતું. તેને છેલ્લાં બે વર્ષથી જાણે દિવસો ગણીગણીને કાઢ્યા હોય તેવું લાગતું હતું. શાંત શબ્દે માત્ર તેને કવિથને ચાહ્યો હતો. તે મોર્ડન હતી, સુંદર હતી, સેક્સી હતી, તેના લચકદાર શરીરમાં એ યૌવન સોળે કળાએ ખીલેલુ હતું, તે જે રસ્તે નિકળતી ત્યારે યુવાનોની આંખો તેના પરથી હટતી ન હતી, પૈસાદાર બાપની એક ને એક દીકરી હતી. ગુજરાતી ફિલ્મ જગતની ભવિષ્યની મોટી હિરોઈન હતી તે ચાહે તો કોઈપણ અમદાવાદ શહેરનાં કોઈપણ છોકરાને, કોઈપણ હીરોને પોતાનો કરી શકે તેમ હતી. કોલેજ પૂરી થયાના બહુ ઓછા સમયમાં તેના સમાજનાં કેટ કેટલાય સ્વરૂપવાન છોકરાઓના માંગાઓ તેને આવ્યા હતા. હજી આવી રહ્યા હતા છતાંય પોતાનાં ક્રિશ્નાને પામવા ક્રિષા તે દરેક માંગાઓને નકારો આપી ચુકી હતી. આજે તેને વિશ્વાસ હતો તે કવિથની થઇ જશે. ડોકટરી અભ્યાસ પૂરો કરી છુટા પડતી વખતે તેણે કવિથને કહ્યું હતું કે મારે તારું નામ અમદાવાદ શહેરના નામી ડોકટરોમાં જોઈએ છે. આજે કવિથનું નામ અમદાવાદ શહેરના નામી ડોકટરોમાં હતું. બે વર્ષની કઠોર તપસ્યા પછી આજે તેને કવિથને એકલામાં મળવાનો મોકો મળ્યો હતો તે ખુશ હતી. તે આજે ખુશ રહેવા માંગતી હતી.

કવિથને ભેટ્યા પછી તે બંને સીસીડીની ક્રીષાએ દર વખતની જેમ પોતે રીઝર્વ કરાવેલી કોર્નર પરના ટેબલ પર જઈને બેસી જાય છે.

કેટલાં દિવસ પછી આપણે આજે આ જગ્યા પર બેસીશું હેને કવિ ?

હા, ક્રીષ એકદમ સાચી વાત.

એ કવિ, વાઉ તું તારી ડાયરી સાથે લાવ્યો છે ? તે મને કોલેજ ટાઈમમાં તારી ડાયરી કદી વંચાવી નથી. આજે મારે વાંચવી છે. બાબુ તું મને આપજે આજે વાંચવા માટે પછી હું તને પાછી આપી દઈશ હો.!!

કોઈ નાનું છોકરું પ્રેમમાં કેવી કાલી ઘેલી ભાષામાં અને મીઠું બોલે એમ બસ આજે કવિ સાથે ભૂતકાળને ભૂલીને મીઠી વાત કરવા માંગતી હતી તે ક્રિષા.

અરે ક્રીષ તને ખબર છે ને હું મારી પર્સનલ ડાયરી લોકોને નથી આપતો.

અચ્છા, એટલે કવિ હું લોકોમાં આવી ગઈ.. કઈ બેસ્ટ ફ્રેન્ડ જેવું રાખ્યું છે કે નઈ મારા માટે. બોલો ‘લોકો’ જેવી કરી નાખી મને..!!!

અરે ક્રીષ કેમ આમ કરે છે. કોઈ પર્સનલ ડાયરી વાંચવા આપે ?

હા આપે..!! બેસ્ટ ફ્રેન્ડને તો આપે જ..! બીજા કોઈને આપે કે નાં આપે, તારે મને તો આપવી જ પડે..બસ..!! અને મારી જીદ આગળ તું કદી જીતી શક્યો નથી એ તને ખબર જ હશે.

ક્રિષાની જીદ આગળ કવિથ હંમેશા હારી જતો કોલેજ સમયથી. આજેય કદાચ તે હારવાનો છે ક્રિષા શું બોલશે શું કહેશે કઈ જ અંદાજો નથી..હારીને તે આજે ઘણું ગુમાવવાનો છે.

સારું વાત પછી કરીએ પહેલાં કે તારી રેગુલર કોફી જ લઈશને ? કે ૨ વર્ષમાં તારી કોફીનો ટેસ્ટ તારી જેમ બદલાઈ ચુક્યો છે ? ક્રિષાએ ઘાતક ટોન્ટ માર્યો.

નાં, મારી માં રેગ્યુલર વેનીલા કેપેચીનો.

સારું.

ક્રિષાને કવિથની પસંદગીની કોફી ખબર જ હતી ક્રિષાએ કવિથની પસંદ વેનીલા કેપેચિનો અને પોતાની પસંદ ઈન્વરટેડ કેપેચીનો નો ઓર્ડર આપ્યો. થોડી વાર રહીને તેમની કોફી તેમના ટેબલ પર પહોંચી ગઈ.

બંને પોત પોતાની કોફી પી રહ્યા હતા. ક્રિષા એ શરૂવાત કરી. અને છુટેલી ગોળીની માફક સવાલ આવ્યો..

કેમ બે વર્ષ સુધી તે મને કોન્ટેક્ટ નાં કર્યો ? ઇવન તે તારો નંબર પણ બદલી નાખ્યો કેમ તે એવું કર્યું કવિ ?

ક્રિષ, હું કોઈ જોડે કોન્ટેક્ટમાં ન હતો..!! મારે કોઈની વાત નથી સાંભળવી કવિ તે મને કેમ કોન્ટેક્ટ નાં કર્યો..!!

ક્રીષ દરેક જવાબ આપવા જરૂરી તો નથી ને..!

જરૂરી છે કવિ આજે એટલે જ આપણે મળ્યાં છીએ. આજે પ્રશ્નો મારા હશે અને જવાબ તારા. મારે જાણવું છે કે તે બે વર્ષ સુધી મારો કોન્ટેક્ટ કેમ નાં કર્યો ?

જવાબ સાંભળવો છે ને તારે તો સાંભળ કારણ કે હું ન હતો ઈચ્છતો તારો કોન્ટેક્ટ કરવા એટલે. દુર રહેવું હતું મારે તારાથી. તારી દોસ્તીથી એટલે કારણ કે હું ન હતો ઈચ્છતો કે તને દુઃખ પહોંચે એટલા માટે..!!

મતલબ તું શું કહેવા ઈચ્છે છે કવિ ?

હું એ જ કહેવા ઈચ્છું છું જે તું સાંભળવા માટે નથી ઇચ્છતી..!! આજે પણ તારા આ પ્રશ્નોનો જવાબ મારે નથી આપવો પણ તારી હઠ, તારી જીદ આગળ હું હંમેશા હારી ગયો છું અને આજે પણ કદાચ હારી જ જઈશ એટલે મારે તને જવાબ આપવો જ પડશે. હા ક્રિષ..!! હા..અને આજે તારે કદાચ દુઃખી થવું પડશે..તે માટે તું મને માફ પણ કરે તો સારું છે..!!

ક્રિષાને કવિથનાં શબ્દો પરથી ખ્યાલ આવી જાય છે કે આજે તે જે વિચારી આવી હોય છે તેનાથી કઇક તો જુદું છે, શું તેના સપના તૂટવાના છે ? એ જે વિચારી રહી હતી તેનાથી ઘટના વિપરિત લાગી રહી હોય છે. આજે તે કવિથને કહેવાની હતી કે કવિથ મારે તારું થવું છે, આજે તે કવિથને પ્રપોઝ કરવા ઈચ્છતી હતી, બે વર્ષની આગને ઠારીને બસ પ્રેમનો અહેસાસ કરવો હતો. કોલેજ કાળથી જે તેણે કવિથ માટે સપના જોયા હતા તે પુરા કરવાની તીવ્ર તમન્ના નિષ્ક્રિયતા તરફ જઈ રહી હતી. કોલેજની ફ્રેશર પાર્ટીમાં જેને પહેલી વાર જોયો હતો, કોલેજની કેન્ટીનમાં જેને પહેલી વાર મળી હતી, કોલેજના લેકચરોમાં જેનો ઇત્ઝાર રહેતો, કોલેજની બેંચો પર ચોરી છુપી જેનું નામ કોતર્યું હતું, તે નામ કોલેજથી જ તેના દિલમાં હતું પણ કહી શકી ન હતી કારણ તે ઇચ્છતી હતી કે કવિથ એક મોટો માણસ બની જાય જેથી તે તેનાં મા-બાપ સામે તેની પસંદગીનું ગર્વ કરી શકે. એટલે જ તો છુટા પડતી વખતે કીધું હતું તેણે કવિથ આ શહેરનો મોટામાં મોટો ડોકટર બનતો તને જોવા માંગું છું. એ દિવસથી જ કવિથ પ્રત્યે તેને માન ઉપજી આવ્યું હતું જે દિવસે તેણે સૌમિલ સાથેનાં ઝઘડામાં સ્ત્રી માટે નાં વિચારો લોકો સામે બુમો પાડી પાડીને કહ્યા હતા. કેટલું સ્ત્રી જાતિને સમજતો હતો એ કવિથ. તે દિવસથી જ આ ક્રિષા કવિથને ચાહવા લાગી હતી. ક્રિષા કવિથથી ખુબ જ ક્લોઝ હતી. રોજ બંનેનું એક બેંચ પર એક સાથે બેસવું, સાથે લંચ લેવું, સાથે વાંચવું, કોઈ પણ ડીફીકલ્ટીમાં કવિથની મદદ લેવી, કવિથને ફલર્ટ કરવું, ગ્રુપમાં મુવી જોવા જાવ તોય કવિથની બાજુમાં જ મુવીમાં બેસવાની જીદ કરવી. કવિથને ગમતાં રંગના કપડાંઓનો ઢગલો કરી દીધો હતો આ છોકરીએ..!! જેમ જેમ કવિથનાં વિચારો વિશે તે જાણતી ગઈ તેમ તેમ કોલેજનાં દિવસોમાં દિવસે દિવસે કવિથ તરફ તેની ચાહત વધતી જતી હતી. પણ કવિથ જાણતો હતો કે ક્રિષા એ અમદાવાદની મોર્ડન છોકરી છે અમદાવાદ જેવા શહેરમાં કોલેજમાં ભણતા છોકરા છોકરીઓ એકબીજા જોડે ફલર્ટ કરતાં હોય છે. એવી રીતે ક્રિષા પણ તેની જોડે ફલર્ટ કરતી હશે. તેમાં કઈ નવું ન હતું. તે ક્રિષાએ કરેલા ફલર્ટને સામાન્ય ગણીને ઇગ્નોર કરતો રહ્યો હતો...!!!

એટલે તું મને દુઃખી જોવા નથી માંગતો મતલબ તું શું કહેવા માંગે છે કવિ ? ક્રિષાએ પૂછ્યું.

હું તને કશું જ કહેવા માંગતો નથી ક્રિષ..!! બસ આપણે અહીંયાથી આગળ વધી શકીએ તેમ નથી એ જ કહેવા માંગું છું. આપણે બેસ્ટ ફ્રેન્ડ હતા અને રહીશું અને જે રીતે કોલેજ લાઈફ પૂરી થાય તેમ દોસ્તી પૂરી નથી થતી પણ આપણી પ્રાયોરિટી બદલાઈ જાય છે, બેસ્ટ ફ્રેન્ડસને મળવાની ફ્રિકવન્સી ઘટતી જાય છે, દોસ્તી તો ત્યાં જ છે જ્યાં બે વર્ષ પહેલા હતી બસ સમય બદલાયેલો છે હજી પણ તારે જરૂરત હશે તો એક ફોન કોલે આવી જઈશ. પણ તારું એટેચમેન્ટ જે મારી જોડે છે તે તું ઓછુ કરી દે. તો તું દુઃખી નહી થાય. એટલું જ કહેવા માંગું છું.

પણ કેમ ? ક્રિષા એ પૂછ્યું.

હવે તને કેમ સમજાવું...!!! જિંદગી બદલાઈ ગઈ છે, મારા ગોલ્સ બદલાઈ ગયા છે તારે પણ બદલાવું પડશે..!! ક્રિષ બસ એટલું જ..!!

એટલે તે મને કદી પ્રેમ નથી કર્યો એમ ? કવિ ?

નાં મેં તને એક દોસ્ત તરીકે ચાહી છે..!! પણ એક લાઈફ પાર્ટનર તરીકે મેં તને કદી જોઈ નથી..!! એક દોસ્ત તરીકે ત્યારે પણ હું ન હતો ઈચ્છતો કે તું દુઃખી થાય અને આજે પણ નથી ઈચ્છતો કે તું દુઃખી થાય એટલે કહી રહ્યો છું.. રસ્તો બદલાઈ ચુક્યો છે તું પણ બદલાઈ જા.. સમય બદલાઈ ચુક્યો છે તું પણ બદલાઈ જા..

પણ કવિ તું જે ડાયરી લખે છે એ ડાયરી વાંચવાનો તે મને કદી મોકો આપ્યો નથી પણ તારી ડાયરીના પહેલાં પાનાં પર લખેલાં શબ્દો એક વાર મને વાંચવાનો મોકો મળ્યો હતો તે વખતે મને એમ થયું કે.....!!!

ઓહ...!!! ક્રીષ મેં લખેલા શબ્દો મારા સુધી સીમિત રહે તે વધારે સારું છે..!! એટલે જ આ ડાયરી હું કદી કોઈને વાંચવા માટે આપતો નથી..!! મારા વિચારો એ, મારા વિચારો છે મેં ક્યાં, શું કામ અને કેવી પરિસ્થીતીમાં લખ્યા હોય તેનો જાણકાર હું પોતે હોવ છું..!!

ક્રિષા રડમસ થઇ ગઈ. ધારેલા કરતાં વિપરિત પરિણામ આવે ત્યારે ભલભલા માણસો ભાંગી જાય છે. પ્રેમ તો થઇ જાય છે પણ સામેવાળી વ્યક્તિને ખોઈ બેસવાનો ડર જ આપણને પ્રેમનો ઈઝહાર કરતા દુર રાખે છે, તેની સાથે વિતાવેલા દિવસો યાદ કરતા આપણે વધુ તૂટી જઈએ છીએ..!! એક તરફ પ્રેમ કરવો સહેલો છે પણ પ્રેમમાં સામેવાળી વ્યક્તિને પોતાની કરવી એ અઘરી છે. આપણે જે વિચારતા હોઈએ છીએ એ સામેવાળી વ્યક્તિ તેવું જ વિચારતી હોય તે જરૂરી નથી હોતું. પણ સામેવાળી વ્યક્તિ આપણા જેવું જ વિચારે અને આપણે તેને ચાહિએ છીએ એટલે તે પણ આપણને ચાહશે એ વિચાર એવી મહત્વકાક્ષાંઓ આપણને તોડી પાડતી હોય છે અને ક્રિષા પણ કદાચ આ જ કારણે અહિયા તૂટી પડી, રડી પડી અને કવિથ વગર ફીકી પડી..!!!

કવિ..!! તું મને કહી શકે કે તું કોઈને ચાહે છે ?

ક્રિષા મારા જીવનમાં હમણાં કોઈ જ નથી, નથી ખબર કે તે આવશે કે નહિ બસ મને એટલી જ ખબર છે કે મારે એક મકસદ માટે જીવવાનું છે અને એ મકસદ માટે હું જીવીશ. બસ તું દુઃખી નાં થા.. તું તારી જિંદગી આંનદમાં વિતાવ. મારી પરવા નાં કર.

ક્રિષા કવીથનો હાથ પકડે છે. કવિ હું કઠોર મન સાથે જીવી લઈશ. મને નથી ખબર કે બીજીવાર પ્રેમ થાય કે નહિ અને થશે તો અલગ વસ્તુ છે પણ નહિ થાય તો કદાચ હું આપણી યાદમાં જીવી શકવા માટે સક્ષમ છું, નહિ હોય તો બની જઈશ. પણ મારે તને એક વાત પૂછવી છે. તું હંમેશા મારી જીદને પૂરી કરતો આવ્યો છે આજે પણ એક મારી છેલ્લી જીદ છે શું તું મારી એ જીદને પૂરી કરિશ ?

એક બેસ્ટ ફ્રેન્ડ તરીકે તારી દરેક જીદ પૂરી કરવા માટે હંમેશા બંધાયેલો છું. બોલ ક્રીષ..!!

કવિ મને તારી ડાયરી વાંચવી છે. મારે એ જાણવું છે કે બે વર્ષમાં અથવા તો બે વર્ષ પહેલાં શું બન્યું ?

હું એક બેસ્ટ ફ્રેન્ડ તરીકે તને વધુ દુઃખી જોઈ શકું એમ નથી. પણ કદાચ મારી આ કહાનીથી તને જીવવામાં મદદ મળે તું આગળ વધી શકે અને મારી પ્રત્યે તારી ફીલિંગ્સમાં ઘટાડો જો થઇ શકે તો ચોક્કસ હું તને ડાયરી આપીશ...!!

કવિ..!! સાચે જ તું મારો નહિ બને ?..!!! મારે તારા વગર જ રહેવું પડશે ?..!! અને શું તને લાગે છે હું તારા વગર રહી શકીશ ? મને તો બિલકુલ નથી લાગતું. મનમાં ક્રિષા બોલાતી રહી કવિથ સામે પ્રેમ ભરી નજરે જોતી રહી..!! બે વચ્ચેના મૌન વાર્તાલાપે તેમને તેમના જવાબ આપી દીધા હતાં..!!

કવિથ ક્રીષાને એકલું રહેવા શીખવા માંગતો હોય એમ તેને હિમ્મત આપીને, તેના હાથ પર હાથ મૂકીને. મને માફ કરી દે જે ક્રીશ..!!! આઈ એમ ઓલ્વેઝ ધેર ફોર યુ એસ અ બેસ્ટ ફ્રેન્ડ બટ નોટ એસ અ લવર..!! કહીને ત્યાંથી નીકળી ગયો..!!

ક્રીષાના એક તરફી પ્રેમ, મોડા ઈઝહારનાં કારણે તથા તેના બેસ્ટ ફ્રેન્ડ શબ્દ પાછળ તે જે રીતે કવિથને મનોમન ચાહતી રહી એટલે તે દિવસે કવિથ ક્રીષાનો નાં થયો. કવિથ ક્રીષાના સવાલ જાણતો હોય એમ જ તેણે જવાબમાં ડાયરીમાં મુકેલું “સોરી ક્રીષ” લખેલું કાર્ડ તે દિવસે ડાયરી સાથે જ ક્રીષાને મળ્યું.

કાર્ડ જોઈ ધ્રુશ્કે ધ્રુશ્કે તે રડી પડી..!! તેનાં આંખમાં આવેલા આંસુ સાથે ઝાંખા દેખાતા દ્રશ્યમાં તે કવિથને જોતી રહી..!! એક છોકરીનું દિલ ઉકળતું રહ્યું અને કોફી ઠંડી થતી રહી..!!

શું થશે હવે ક્રીષાનું ? ક્રિષા અહિંયાથી ઘરે પહોંચી શકશે ? કે ડીપ્રેશનમાં આવીને કોઈ ખોટું પગલું ભરી લેશે ? કવિથ ગમે તેટલુ સ્ત્રીજાતીનું સન્માન કરતો હોય પણ ક્રીષાને આવી પરિસ્થિતિમાં એકલો મૂકીને જતા રહેતા તેણે એક ક્ષણ પણ વિચાર્યું નહિ કે ક્રીષાનું શું થશે ? શું હશે કવિથની ડાયરીમાં તેનો ભૂતકાળ ? એવું તું શું લખેલું હતું કવિથની ડાયરીના પહેલા પાના પર જેણે ક્રીષાની કવિથ તરફ લાગણી વધારી ? ક્રિષા કવિથની ડાયરી વાંચશે કે પછી ડાયરી એકલી જ પડી રહેશે ત્યાં જ સીસીડીમાં તે જ ટેબલ પર ? મળીએ આવતાં અંકમાં..!!

(લેખકનાં દિલની વાત:પ્રેમ એ એવી સફર છે, જ્યાં ચાલવાનું છે અજાણ્યા જોડે, અજાણ્યાને જાણીતા બનાવવા માટે...!!)