Antim Vadaank - 3 in Gujarati Moral Stories by Prafull Kanabar books and stories PDF | અંતિમ વળાંક - 3

Featured Books
  • You Are My Choice - 35

    "सर..."  राखी ने रॉनित को रोका। "ही इस माई ब्रदर।""ओह।" रॉनि...

  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

Categories
Share

અંતિમ વળાંક - 3

અંતિમ વળાંક

પ્રકરણ ૩

“વ્હોટ ?”

“હા ઇશાન, લગભગ આઠ મહિના પહેલાં નેન્સીએ મારી ઓફિસમાં કલર્ક તરીકે જોઈન કર્યું હતું. વેમ્બલીમાં જ તે પી. જી. તરીકે રહેતી હતી. નેન્સી મને પહેલી જ નજરે ગમી ગઈ હતી. શરૂઆતમાં તો અમારો સબંધ “હાય.. હેલ્લો” થી આગળ વધ્યો નહોતો. તે દિવસોમાં નેન્સી ઉદાસ રહેતી હતી. ધીમે ધીમે અમે લંચ અવર્સમાં સાથે જમતા થયા હતા. એક વાર મેં તેની ઉદાસીનતાનું કારણ પૂછયું તો તેણે જવાબમાં તેના પપ્પાની માંદગીનું કારણ આગળ ધર્યું હતું. એક દિવસ અચાનક તેણે મને મેરેજ માટે પ્રપોઝ કરીને મને આશ્ચર્યમાં નાખી દીધો હતો.

“આશ્ચર્યમાં ?”ઈશાને પૂછયું.

“યાર, નેન્સી જેવી એકદમ બ્યુટીફૂલ છોકરી મારા જેવા સાવ સામાન્ય દેખાવવાળા ઇન્ડીયન છોકરાને પ્રપોઝ કરે તે મારા માટે તો લોટરી લાગ્યા જેવી વાત હતી”.

મૌલિકે કોફીનો ખાલી થયેલો કપ ટીપોય પર મુક્યો. રૂમ હીટરનો અવાજ સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો. ડ્રોઈંગ હોલના પારદર્શક વિન્ડો ગ્લાસમાંથી બહાર વરસી રહેલો સ્નોફોલ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.

“ઇશાન,નેન્સીએ તેના પપ્પાની માંદગીનું કારણ બતાવીને ઘડિયા લગ્ન લેવડાવ્યા હતા. પપ્પા અને મમ્મી ઇન્ડીયાથી અહીં આવી પહોંચ્યા હતા. બ્રાહ્મણનો દીકરો ક્રિશ્ચિયન છોકરીને પરણે તે શરૂઆતમાં તો મમ્મીને પસંદ પડયું નહોતું એ વાત તો મેં તને ફોનમાં પણ કરી હતી. જોકે પપ્પાની સમજાવટ કામ લાગી ગઈ હતી અને આખરે મમ્મી માની ગયા હતા. લગ્ન બાદ હનીમૂન માટે મારી ઈચ્છા તો યુરોપ જવાની હતી પણ અમે સ્કોટલેન્ડ ગયા હતા. ઘણા સમયથી સ્કોટલેન્ડના ઐતિહાસિક કિલ્લા વિષે એક આર્ટીકલ તૈયાર કરીને મારે મારા બોસને આપવાની ઈચ્છા પણ હતી. ”

“મૌલિક, તું પણ બબુચક જ રહ્યો. જીવનમાં એક વાર હનીમુન આવતું હોય ત્યારે બોસની કે ઓફીસની ચિંતા કરવાની હોય ?”

“ઇશાન, મારી તે ઈચ્છા નેન્સી જાણતી હતી તેથી તેણે જ સ્કોટલેન્ડનું સૂચન કર્યું હતું. મને ત્યારે તો નેન્સી પ્રત્યે માન ઉપજ્યું હતું કે નેન્સી મારું કેટલું બધું ધ્યાન રાખે છે? પણ એ વાતનો તો પછી ખ્યાલ આવ્યો કે સ્કોટલેન્ડ જઈએ એટલે હું આર્ટીકલ તૈયાર કરવામાં મારો જેટલો સમય ફાળવું તેટલો સમય તેનું સાનિધ્ય ઓછું માણું... જે તે ઇચ્છતી હતી. વળી સ્કોટલેન્ડ લંડનથી નજીક હોવાથી હનીમુનનો સમયગાળો પણ સ્વાભાવિક રીતે ઓછો જ રહે”.

“મૌલિક, આવો ખ્યાલ તને કઈ રીતે આવ્યો ?”

“યાર, સાચું કહું તો મને લગ્નની પહેલી રાત્રીએ જ નેન્સી જાણે કે મને પરાણે સાથ આપતી હોય તેવું લાગ્યું હતું... તે એકદમ યંત્રવત હતી. મેં તેને એક બે વાર પૂછયું પણ હતું પણ તેણે તેના પપ્પાની તબિયતની ચિંતાનું બહાનું આગળ ધરીને મને ચૂપ કરી દીધો હતો. ”

“તો હકીકત શું હતી ?” ઇશાનની અધીરાઈ સાતમા આસમાને પહોંચી ગઈ હતી.

“ઇશાન હકીકતમાં નેન્સીનો લેસ્ટરમાં જ એક લવર હતો. તેનું નામ હતું ચાર્લ્સ”

“વ્હોટ ?”

“ હા યાર, ચાર્લ્સ ત્યાંના એક ચર્ચમાં વાયોલીન વગાડતો હતો. નેન્સી તેની પાછળ પાગલ હતી. અચાનક કોઈક મજબુરીને કારણે ચાર્લ્સે બીજી છોકરી સાથે લગ્ન કરી લીધા . નેન્સી માટે એ આઘાત જીરવવો અઘરો થઇ પડયો હતો. નેન્સીએ અમારી ઓફીસ જોઈન કરી ત્યારે તેની ઉદાસિનતાનું મુખ્ય કારણ તેનું ડીપ્રેશન જ હતું. નેન્સીના પપ્પાનું કેન્સર દરરોજ તેમને મૃત્યુની નજીક લઇ જઈ રહ્યું હતું. તેમની અંતિમ ઈચ્છા એક ની એક દીકરી નેન્સીના લગ્ન જોઇને જ મરવાની હતી. ખાસ તેના પપ્પાની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે જ નેન્સીએ મને પ્રપોઝ કરીને મારી સાથે ઉતાવળે લગ્ન કરી લીધા હતા. ” મૌલિકે નિસાસો નાખ્યો.

“મૌલિક, આ બધી વાતની તને ખબર ક્યારે પડી ?

સ્કોટલેન્ડથી અમે પરત આવ્યા અને બીજે જ દિવસે નેન્સીના પિતાનું અવસાન થયું. અમે બંને લેસ્ટર દોડી ગયા. ત્રણેક દિવસ રહીને હું અહીં પરત આવી ગયો. નેન્સીએ પાંચ મહિના સુધી તેની મમ્મી પાસે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી. નવી સવી નોકરીમાં નેન્સીને અમારા બોસે આટલી લાંબી રજા આપવાની ના પાડી. નેન્સીએ ત્યાંથી જ રાજીનામુ મોકલી દીધું. મને એમ કે નેન્સીને તેના પિતાના અવસાનનો આઘાત લાગ્યો છે તો હમણાં ભલે ત્યાં જ રહેતી”.

“પછી ?”

“પછી નેન્સી ઘરે પરત આવી પણ પહેલાં કરતાં પણ વધારે ઉદાસ રહેવા લાગી. પથારીમાં મારી સાથે યંત્રવત રહેવાનો તેનો સિલસિલો પણ ચાલુ જ હતો. નેન્સીને હું દીલોજાનથી ચાહતો હતો પણ રાત્રે બેડમાં પતિ તરીકે જાણેકે તેના પર રેપ કરતો હોઉં તેવો મને અપરાધભાવ થવા લાગ્યો હતો. એક દિવસ હું ઓફિસેથી ઘરે આવ્યો ત્યારે ડ્રોઈંગ રૂમમાં નેન્સીની સામે સોફા પર બેસીને ચાર્લ્સ ચા પી રહ્યો હતો. છ ફૂટ ઉંચો , પતલો, નીલી આંખો વાળો એકદમ હેન્ડસમ યુવાન ચાર્લ્સ ઉભો થઈને જેમ્સ બોન્ડની સ્ટાઈલથી બોલી ઊઠયો હતો.. ”હેલ્લો, માય નેઈમ ઇસ ચાર્લ્સ”. નેન્સીએ ચાર્લ્સનો વિગતવાર પરિચય આપ્યો હતો. નેન્સી ચાર્લ્સ સાથે જ લગ્ન કરવા માંગતી હતી પણ ચાર્લ્સના અણધાર્યા લગ્નથી નેન્સી ડીપ્રેશનમાં આવી ગઈ હતી. તેના પપ્પાની અંતિમ ઈચ્છા પૂરી કરવા જ તેણે મારી સાથે લગ્ન કરી લીધા હતા તેવો ઘટસ્ફોટ પણ નેન્સીએ ચાર્લ્સની હાજરીમાં જ કર્યો હતો. નેન્સીએ જયારે મને કહ્યું કે હવે તે ચાર્લ્સ સાથે રહેવા માંગે છે, ત્યારે તેની વાત સાંભળીને મારા પગ નીચેથી ધરતી ખસી ગઈ હતી. ”

“મૌલિક, હમણાં તો તે એમ કહ્યું કે ચાર્લ્સના લગ્ન થઇ ગયા હતા”.

“હા પણ નેન્સીના પિતાના અવસાનના ચોથા દિવસે જ ચાર્લ્સની પત્નીનું ફૂડ પોઇઝનિંગને કારણે અવસાન થયું હતું. નેન્સી તેના પિતાની ઘરે પાંચ મહિના રોકાઈ તે દરમ્યાન ચાર્લ્સ ફરીથી તેના જીવનમાં આવી ગયો હતો. મેં તરત જ નેન્સીને ચાર્લ્સ સાથે રહેવાની છૂટ આપી દીધી. ”

“વિધાઉટ ડિવોર્સ ?” ઇશાન બોલી ઊઠયો.

“હા.. ઇશાન,કોર્ટ કેસ થાય એટલે નેન્સીને ચાર્લ્સ સાથે સબંધ છે તેવું જાહેર થાય. ગમે તેમ તો પણ નેન્સી મારો પ્રથમ પ્રેમ છે. તેને હું જાહેરમાં કઈ રીતે બદનામ કરી શકું ? બસ આમ અમે કોઈ પણ જાતના ઝગડા વગર ગ્રેસફૂલી અલગ થઇ ગયા. ” મૌલિકની આંખમાં આંસુ તગતગ્યા. ઈશાને ઉભા થઈને મૌલિકના ખભે હાથ મૂકીને કહ્યું “દોસ્ત, માની ગયો તને અને તારા એકતરફી પ્રેમને .. તારા દિલનું દર્દ હું સમજી શકું છું. પણ આવડી મોટી વાત અત્યાર સુધી તે મારાથી છૂપાવી કેમ?”

“ઇશાન, આ મારો સંઘર્ષ છે... મારે એકલાએ જ લડવો રહ્યો. નાહકનો તને શા માટે દુઃખી કરવો ?” મૌલિક રીતસર રડી પડયો. બંને મિત્રો ક્યાંય સુધી ભેટીને ઉભા રહ્યા. ઇશાનનો હાથ મૌલિકની પીઠ પર ફરી રહ્યો. મૌલિકને આશ્વસ્ત કરવા માટે ઇશાન પાસે શબ્દો જ નહોતા. થોડીવાર બાદ સ્વસ્થ થઈને મૌલિકે કહ્યું “દોસ્ત, સ્ત્રીની બેવફાઈ વિષે માત્ર ફિલ્મોમાં જ જોયું હતું. વાસ્તવિક જીવનમાં જયારે સ્ત્રીની બેવફાઈનો સામનો કરવાનો આવે ત્યારે જ સમજાય કે આનાથી મોટી પીડા બીજી કોઈ હોઈ જ ના શકે. પ્યાર ઈશ્ક,મહોબ્બત આ બધી કાલ્પનિક દુનિયાના શબ્દો છે. આમાં જે પડયો એ મર્યો. હું તો તને પણ વણમાગી સલાહ આપું છું કે ભૂલે ચૂકે ય આ ચક્કરમાં ન પડતો. નેન્સી સાથેના અનુભવ બાદ હું તો હવે દ્રઢ પણે માનુ છું કે સ્ત્રીનું બીજું નામ જ બેવફા હોય છે. તેના માટે પુરુષના દિલની કિમત રમકડા જેટલી જ હોય છે... જબ તક ચાહા ખેલ લિયા ઔર બાદ મેં ફેંક દિયા”.

“દોસ્ત, તારા મનની સ્થિતિ હું સમજી શકું છું. કહેવાય છે કે નસીબદાર માણસને જ પ્રથમ પ્રેમ પ્રાપ્ત થતો હોય છે પણ એ જ પ્રેમમાં જયારે દગો મળે ત્યારે એની પીડા પણ અપાર હોય છે”. ઈશાને મૌલિકને આશ્વસ્ત કરતા કહ્યું.

થોડીવાર બાદ મૌલિક તો ઘસઘસાટ ઊંઘી ગયો પણ ઇશાનની ઊંઘ ઉડી ગઈ હતી. ઈશાનની નજર સમક્ષ ઉર્વશીનો રૂપાળો ચહેરો દેખાઈ રહ્યો હતો.

ક્રમશઃ