શિક્ષક કોઈ દિવસ સાધારણ નથી હોતા.
મહાન ચાણક્ય એ કિધેલ આ વાક્ય ત્યારે સાચુ લાગ્યું જ્યારે પ્રાઈમરી ના એક શિક્ષક સાથે નજીક જઈને તેમની શૈક્ષણિક જીવનમાં અવતા અનેક બનાવોની ચર્ચા માં બેસવાાનો અભવ્ય મોકો મળ્યો.
હું આજે વાત કરી રહ્યો છું એક પ્રાઈમરીના શિક્ષક મળ્યા જે ગણા સમય થી આ કાર્યમાં જોડાયેલાા. અમે એકદિવસ બહાર ખેતર માં સાંજે થોડા કુટુંબ સાથે જમણવાર ગઠવ્યો હતો. ત્યાં તેમની સાાથેની બેઠક મા તેમાં અનેક કિસ્સાઓ જાણવા મળ્યા. જેને મેં "શિક્ષષકની ડાયરી" માં સમાવાવાનો પ્રયાસ કર્યો છે.
એક ખૂબજ ગરીબ કુટુંબનો એક છોકરો (રાજૂ) તેમની શાળા માં અભ્યાસ માટે આવતો હતો. તેના પિતા એક રીક્ષા ચાલક હતા અને તેમની માતા બીજાના ઘરે કચરા પોતુ કરવા જતા. રોજ રાત્રે મુકેશભાઈ (પિતા) ઘરે આવે તે સમયએ આજના કમાયેલા રૂપિયાથી નજીકની કરિયાણાની દુકાનેથી બે ટંક ચાલે એટલું કરિયાણું લઈ અવતા અને મંજુબેન (માતા) પોતાના પગાર માંથી બચાવેલા રૂપિયાથી શાકભાજી લઈ આવે. બંને માંથી મુકેશભાઈ 3 ચોપડી પાસ અને માતા 2 ચોપડી નાપાસ. બંનેને બાળક કહે એટલું ખબર પડે અને જ્યારે વાલી મીટીંગ આવે ત્યારે બંને માંથી કોઈ પોતાનું કામ છોડી જઇશકે તેમ નહતું. આવું ગણી બાંધીવાર બનતું. રાજુના મિત્રો જ્યારે પણ તેના ઘરે જાય ત્યારે તેની મજાક ઉડાવે કે તારી પાસે કોઈ સારા કપડા, બૂટ, સાઇકલ અને દફતર નથી. રાજુ એટલો હોશિયાર અને બુદ્ધિશાલી હતો કે, તેને બીજાએ ઉડાવેલી મજાકમાં ખ્યાલ આવતો.
ગરીબ ઘર હોય તથા મજૂર વર્ગ ના વિસ્તાર મા રહેતા વિદ્યાર્થીઓ તેમની ઉમર કરતા ઉંધી દિશાઓ માં વધારે જુવાન બની જતા હોય છે. પરંતુ રાજુ પર તેની કોઈક અસર ન જોવા મળતી.
રાજૂ એક વાર સ્કુલે આવ્યો નહી, શિક્ષકને થયું કે આ કોઈ દિવસ રજા પાડતો નહીં પરંતુ આજે કેમ ન આવ્યો? પછી વિચાર્યું કે હશે કોઈ ખાસ બાબત. આમ કરતા - કરતા ૪ દિવસ વિતી ગયા. શિક્ષકની ચિંતા વધતી ગઈ, એક દિવસ એમને રાજુ ના એક મિત્રને પૂછ્યું. તેણે જવાબ આપ્યો કે, તે ખુબ જ બિમાર છે અને તેની સારવાર માટે તેમના માતા પિતા પાસે રુપિયા નથી. માટે એ લોકો ગામડે જતાં રહ્યાં છે અને ખેતરમાં મજૂરી કરે છે.
આ બધુ સાંભળીને તે શિક્ષકે શાળા છૂટતાં તરત જ તેમના ગામ તરફ પ્રયાણ કર્યું. રાજુને શોધી દવાખાને લઈ ગયા અને તમામ ખર્ચ પોતે ચૂકવ્યો. ત્યાર બાદ રાજૂ ફરી શિક્ષણ તરફ પાછો ફર્યો.
આજે રાજુ એક સરકારી ઓફિસર બની ગયો છે. તેના નીચે ગણા બધા કર્મચારીઓ કામ કરે છે, છતાં પણ એક રુપિયાનો અહંકાર નહીં, કોઈ પ્રકારની બેદરકારી નહીં અને બધા સાથે પ્રેમભાવ અને અડગ ફેંસલાઓ કરી દેશના કાર્ય ખૂબજ સરસ કાર્ય કરે છે.
રાજુના માતા પિતાએ કદાચ રુપિયા ન હોવાને લીધે તેને પણ મજૂરી કરવા માટે મજબૂરીનો સામનો કરવો પડત પણ તે શિક્ષકને કારણે હાલના મુકામે પહોંચ્યો છે. રાજુ હાલ માં પણ તે શિક્ષકને ખાસ દિવસોએ સમય રાખી પગે લાગવા તથા વિચાર વિમશ કરવા માટે આવે. જ્યારે આવે ત્યારે પણ તે માત્ર તેમનો વિદ્યાર્થી બનીને આવેછે. તેમના પગે લાગવું, તેમના માટે કોઈ ભેટ લાવવી અને સતત આજીજી કરવી કે સાહેબ અમને આપની સેવાઓનો લાભ આપો.
ખરે ખર શિક્ષક કોઈ દિવસ સાધારણ નથી હોતા...
વાંચવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર, આ શિક્ષકની ડાયરી - ૧ છે.
ટૂંક સમયમાં આવી બીજી સત્ય ઘટનાઓ આપ સુધી પહોંચાડીશું. આ તમામ ઘટનાઓ તે શિક્ષક શ્રી ની પરવાનગી હેઠળ પ્રસ્તુત કરી રહ્યા છીયે. તેમનો ખાસ આગ્રહ છે કે, શિક્ષકની કોઈ પ્રકારની માહિતી આપવી નહીં. માટે આ બાબતે કોઈ એ પ્રશ્ન કરવો નહીં.