{પ્રસ્તાવના}
પ્રસ્તુત વાર્તામાં જે પણ બનાવો છે એ લેખકના જીવનમાં બનેલી ઘટનાઓ પર આધારિત છે.વર્તામાં લેખક તેના પિતા પ્રત્યે કેવી રીતે વર્તન કરે છે તેના પર આધારિત આ વાર્તા છે.ખરેખર હુ આને વાર્તા તરિકે નથી લેતો કારણ કે આ બધી હકીકતો છે.
પિતાને બે પુત્રો છે.પિતા મુંબઈ જેવા શહેરમાં એકલા રહે છે. બાપને આખે ધીમે ધીમે દેખાતુ બંધ થઇ જાય છે.બાપ રેલવેમાં કામ કરે છે હવે મેડિકલી અનફિટ જાહેર કરવામાં આવે છે.પિતાએ પોતાના મોટા પુત્રને પોતાની જગ્યાએ નોકરીએ લગાડવું છે. કેવી રીતે પિતા પોતાના મોટા પુત્ર સાથે સંઘર્ષ કરે છે.એ અનુભવોનું અહી વણઁન કરવામાં આવ્યુ છે. પિતા પોતાના પરિવાર સાથે 30 વર્ષ બાદ રહે છે કેવી રીતે પિતાના અને તેના બાળકો , પત્નિના વર્તનમાં બદલાવ આવે છે એ બાબતો આ વાર્તા દર્શાવવામાં આવી છે.
હું એટલે કે પિતાનો નાનો પુત્ર . હું introvert personality ધરાવું છું . એટલા માટે હું મારા વિચારોને લોકોની સમક્ષ રજુ નથી કરી શક્તો. હું ઘણુ ઓછુ બોલુ છું.મારા પિતાનું નામ રાજેન્દ્રભાઈ ઉર્ફે રાજુભાઈ. મારી માતનું રંજનબેન.મારા ભાઈનું નામ પ્રદીપ ઉર્ફે પિન્ટુ અને મારુ નામ યશ ઉર્ફે ગુડુ .
મારા પિતાની નોકરી મુંબઈ હતી તો પિતા દર શનિ-રવી વારે સુરત આવતા હતા ત્યારે એમને આખે દેખાતુ હતુ પણ આખની પ્રોબ્લેમ તો હતી. આખની દ્રષ્ટિ ધીમેધીમે ક્ષિણ થતી હતી. જેના કારણે હવે પિતાની સ્વભાવ ચીડિયો થતો હતો.મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવાની શક્તિ પણ ઘટતી જતી હતી.શનિવારે સાંજના 4 વાગ્યે ઘરે આવે ત્યારે પોતાની પત્નિ ,બાળકોને જોયને એમને શાંતિ થતી હતી અને જેવી સવાર થાય એટલે mood chang - નાની નાની વાતોમાં ગુસ્સો કરે, મારા મમ્મી જમવાનો ડબ્બો ભરી આપે એમા પણ ગુસ્સો કે
'' આટલુ બધુ ભરાતું હશે , ફેકી દેવા બધુ ખાવાનું ,મારે કાઈ લઇ જવું નથી '' પરતું પહેલાના સંબંધોની વાત જ અલગ હોય અપશબ્દો સાંભળીને પણ ફિકર તો થાય જ. હું પપ્પા ને મુકવા માટે રોડ સુધી મુકવા જતો હતો અને પપ્પા મને 50-100 રુપિયા આપતા હતા.મને પણ પપ્પા ની ફિકર હતી.ઘરમા બધાને હતી પરંતુ હું વય્ક્ત કરતો નહોતો
મહિનાઓ વિત્યા પિતાની આખની દ્રષ્ટી ઓછી થવા લાગી હવે ફોન આવે ત્યારે એમની તકલીફો કેતા હતા.જ્યા કામ કરે ત્યા ઑફિસમાં લોકો સાથી અથડાતા હતા.સાંજના સમયે બહાર નિકળવું મુશ્કેલ હતુ. જમવાનું હવે હોટલમાં ફોન કરીને મંગાવતા હતા.એક રૂમમાં એકલા રહેતા હતા.એકલતા માણસ કોરી ખાઈ છે.anxiety, depression, loneliness, insomnia(અનિંદ્રા)થી પિડાતા હતા.ખાવાનું પણ ઓછુ થઇ ગયુ હવે માત્ર કેળા ખાતા હતા પૈસાનો બચાવ કર્તા હતા જે તેમની ઘણી મોટી ભુલ હતી. ખાવાનું બરોબર ન ખાવાથી આખને વધારે નુકશાન થવાનુ જ હતુ.મનોવૈજ્ઞાનિક સમસ્યાઓનો ખ્યાલ ત્યારે નહતો.
હવે સમય એવો આવ્યો કે હવે મારે રોડ સુધી નહિ પરંતુ રેલવે સ્ટેશન સુધી મુકવા જવાનુ હતુ.આખે ધીરે ધીરે દેખાતુ બંધ થતુ હતુ. અંધારે 7-8 વાગે મુંબઈ પહોચતા હતા.આખે બરોબર દેખાતુ ન હતુ. મુંબઈના રસ્તાઓની છબિ પપ્પાના મગજમાં હતી. હવે ક્યા વળવાનું છે ક્યારે દાદર આવશે એ બધુ જ્ઞાન આપમેળે થવા લાગ્યુ.અહિ આપમેળે થાવા લાગ્યુ એ કહેવુ યોગ્ય નથી કારણકે હવે આખ નથી તો કરવાંનુ જ છે મજબુરી છે.એક ઇન્દ્રીયમાં ખામી હોય તો બિજી ઇન્દ્રીયો ખામીવાળી ઇન્દ્રીયનું કામ ઉપાડી લે છે. ક્યારે speed breaker આવશે એની પણ જાણ હતી હવે.
(આગળની સ્ટોરી કોણ કોનો બાપ ભાગ-૨ માં દર્શાવામા આવશે)
વાચવા બદલ આપનો ખુબ ખુબ આભાર માનું છું