Shikaar - 34 in Gujarati Fiction Stories by Devang Dave books and stories PDF | શિકાર - પ્રકરણ ૩૪

Featured Books
Categories
Share

શિકાર - પ્રકરણ ૩૪

શિકાર
પ્રકરણ ૩૪

શ્વેતલ ને SD બંને black safari suv લઇ ને જામનગર તરફ નીકળી ગયાં હતાં સંદિપભાઈ ને મળવાં , "ખબર નહી પણ કેમ બધાનાં રસ્તા માણેકભુવન તરફ જ જાયને આજકાલ.. માણેક અદા ના નામે એનું નામ કરણ કરાયું હતું એટલું જ બાકી ના તો એમણે બનાવડાવી હતી ના એમના દિકરા એટલે કે દામજી ભા એ... બાપુ સમય નો પારખું માણસ ... કહેવાય છે બાપુએ એમનાં જીવનમાં ખાલી પાંચ હિરા જેવી પળો જ પારખી હતી બાકી એમનું જીવન સાવ સાદું ને શાંત હતું એ વાણોતર કરતાં પણ બહુ મોટી પેઢી ના ચલાવતાં હિસાબ ના એ પાક્કા... કે બહું મોટા વેપાર ના ય શોખ નહી ઝવેરીઓ મહાજનો જોડે એમને સંબંધ ખરા પણ કદી વેપાર કરી મોટી પેઢી કરવાની કોઇ મહેચ્છા નહી હા આ પાંચ અણમોલ હિરા જેવી પળોમાં એમણે ઘણું ઉસેટી લીધું હતું એમાંય માણેકભુવન માં તો મોટી પેઢીઓને ન મળે એટલું તો એ કાયદેસર પામ્યા હતાં ... જ્યારે
SD ના મોઢે હળવું સ્મિત આવી ગયું , SD તો સીધો જ વેપાર ઉદ્યોગ માં પ્રવેશ્યો હતો એને દામ કરતાં નામ ને દમામ મળ્યા સિંગતેલ માં તેલીયારાજાઓ જે કહેવાતાં એમના ભેગું ભળ્યો પણ નહી અને છતાં દૂર પણ ન રહ્યો એમ કરી પોતાની શાખ જમાવતો રહ્યો .. બીજા ધંધામાં ય હાથ વધારતો રહ્યો આમ તો હાથ વધારતો રહ્યો કરતાં સાથ વધારતો રહ્યો એમ પણ ગણી શકાય ...
એવું કહી શકાય કે એક ડીરેક્ટરી તો SD ના ભાગીદારોની પણ બનાવી શકાય, એટલી હદે એ વિસ્તર્યો હતો જેનો મુખ્ય વહિવટ એ પોતે, શ્વેતલ અને એક CA મિત્ર જોતાં કહે છે કે એ CA ની પેઢીમાં આ બધી કંપનીઓની જ ફાઇલ રહેતી, શેમાં કઈ રીતે હિસાબ કરવાનો છે એ જ ખાલી SD કે શ્વેતલ ને પુછવાનું બાકી બધું એ જ કરતો...
અને શ્વેતલ એનો કોલેજ માંથી બહારની દુનિયાનો પહેલો મિત્ર એ ક્યારે મળ્યા હતાં પહેલા મહેન્દ્ર વિરાણીના ફાર્મ પર હા આમ તો મહેન્દ્ર નો મિત્ર હતો આજે જાણે એનો પડછાયો હા ગૌરી સંધ્યા ની મમ્મી કરતાં વધું જીવ્યો છે અત્યાર સુધી શ્વેતલ જોડે...
એ શ્વેતલને ગાડી ચલાવતો જોઇ રહ્યો......
"શ્વેતલ ..."
"બોલો ને .."
"મહેન્દ્ર યાદ આવે કે નહીં? "
"એને ભુલાય કદી??? "
" વળતાં એને મળતાં જાશું .."
"કેમ પણ અચાનક મહેન્દ્ર યાદ આવ્યો"
"અરે રસ્તા માં ઘણું બધું યાદ કરી લીધું આજ તો ..."
" હા જોયું પણ ચહેરા પર શાંતિ હતી એટલે ડિસ્ટર્બ ના કર્યા.. "
"શ્વેતલ કારણ વગર કશુંય એમ અચાનક યાદ ન આવે , ક્યાં કોઈ કારણ હશે ક્યાં પછી....? "
"ક્યાં પછી...?"
"બધું યાદ કરવા સમય ઓછો હોય ..."
"SD .." શ્વેતલભાઇએ રીતસર બ્રેક મારી ને ઉભી કરી દીધી કાર....
"અરે આટલો સેન્ટી ન થા મહેન્દ્ર નો કોઇ કપ જ પડ્યો હશે ... ઠીક છે હવે ઉભી જ રાખી છે તો ત્યાં હોટલે લઇ લે ...
ઘુંટો ચા પી લેવી... "
"અલા આ તો રઘુની હોટલ ..." શ્વેતલ બોલી ઉઠ્યો
ત્યાં તો રઘુ કાઉન્ટર પર થી દોડી આવ્યો, "આવો આવો શેઠ આવો અંદરના હોલમાં ..."
"રધા બેસ બેસ બોલ ભાઇ કેવીક ચાલે હોટલ ..?"
"શેઠ આપણે ક્યાં ઝાઝા ઓરતા છે,જરૂર છે એનાં કરતાં વધારે જ ચાલે છે.. જનમટીપ થી છૂટેલા હોય એના માટે તો આ સ્વર્ગ જેવું જ ગણાય ને શેઠ? "
"રઘા હજુ ભુલ્યો નથી એ જીંદગી ..?
"ભુલી ગયો છું પણ આ નવી જીંદગી કોણે આપી એ થોડો ભૂલ્યો હોવ , શેઠ લો આ ભજીયા સાબરમતી જેલના કેદી જેલ પુરી કરી આવ્યો છે એક જણ, એના હાથના.... "
"રઘા તારો મારે ખપ પડે તો ..."
"આ પળે બધું મુકીને તમારા ભેગો થઈ જાવ..."
"ને આ હોટલ .."
"એ તો આ બધાંને સોંપી દીધી સમજો.. "
"ઠીક છે તૈયારી રાખજે.."
બેય ફરી ઉપડ્યા , એક સંતોષ સાથે...
"SD , માણેકભુવન ને લઈ ને તમારી ગણતરી શું ???"
"કેમ આમ પુછવું પડ્યું? "
" તમે તો કોઇ ખેપ કરવાની હોય એમ માણસો ભેગા કર્યા કરો "
"શ્વેતલ ત્યાં મારે ખાલી મજુરોથી કામ નથી કરાવવું અને મને કેમ ઉંડે ઉંડે વર્તાય તો એવું જ છે કે એ જ્યારે પણ કરશું ખેપ જેવું જ હશે એટલે મારે પોતિકા માણસો જ જોઇએ એમાં... ત્યાં કાંઈક તો અગોચર થવા જઈ જ રહ્યું છે ..."
"અગોચર તો શું હોય ?"
"ભુત ભુતાવળ તો હોય નહી SD! યાદ છે હું ત્યારે મહીનો ત્યાં રહી આવ્યો છું જ્યારે રીનોવેશન કરાવ્યું હતું ત્યારે... "
"ભુતાવળ તો શું હોય ? પણ સરળ ય નહી જ હોય આપણે એ વખતે આખુ માણેકભુવન ક્યાં ખેડ્યું જ હતું ?"
"ઠીક છે,જોઇ લેશું અત્યારે SJ ને ફોન કરી લો આપણે પહોંચવા આવ્યાં.. "
" hello SJ .."
"હું હોટલ પર જ છું આવી જાવ તમે ..."
"બસ !પાંચ દસ મીનીટ.."
બે ય પહોચ્યાં ત્યારે સંદિપભાઈ આવકારવા બહાર જ હતાં...
"આવો આવો વેવાઇ ..."
" તમે સંદિપભાઈ ઉપર જ બેસાડો ..એ શેઠનો રૂમ છે હું બધી વ્યવસ્થા ત્યાં જ કરાવું છું... "
સંદિપભાઈ એ બધાં ને ઉપર દોરી ગયાં વેલકમ ડ્રીંક બાદ મેનેજર એમને છોડીને નીચે આવી ગયાં...
"બોલો SJ..."
"SD આ છે સેમ એંગ્લો ઈંડીયન યુવક છે કહે છે એના પરદાદા રિચાર્ડસ જેકોબ્સ વેસ્ટર્ન રિજિયન ના ગવર્નર હતાં એટલે લગભગ પૂણે થી કરાંચી સૌરાષ્ટ્ર ગુજરાત સહિત ઘણો બધો ભાગ એમના તાબામાં આવેલો હતો .... અને લગભગ બીજા વિશ્વયુદ્ધ પછી એ નક્કી હતું કે અંગ્રેજી હુકુમતના વળતા પાણી થવાના છે એટલે એમણે જેટલું હોય એટલું ઉસેટી લંડન ભેગું કરવાની પેરવી કરતાં હતાં... એ માટે નવલખી પાસે એક અજ્ઞાત ટાપુ જે નકશે ય નોંધાયો નથી ત્યાં જેટ્ટી બનાવી હતી અને ત્યાં સુધી લઈ જવા ત્રીસ ટકા માર્ગ સુરંગથી બનાવેલો હતો આ નકશા પ્રમાણે ....
ત્યાં એનો છેડો એક વચ્ચે ટાપુ જેવું છે ત્યાં ઉતારી ત્યાં થી હોડી મારફત લઇ જવાની વાત હતી , એ ખીરા નું મુલ્ય અરબો ખરબોનું હશે કદાચ પણ એ બધી મતા મુખ્ય ટાપુ સુધી પણ નથી પહોંચી અને મોટા ભાગે આ સુરંગ માં જ ધરબાયેલી પડી છે હજી ય કદાચ .....કહેવાય છે કે એ વખતે દરીયો સીધો ઉભો થઈ ગયો હતો... બહુ જ વિકરાળ મોજા ઉછળ્યા હતાં... સુરંગનું મોઢું જ બંધ થઈ ગયું બાકી સામાન સુરંગમાં જ છે એવું એનું કહેવું હતું કારણ સુરંગ યુ શેપ માં બનાવાઈ હતી ...."
"SJ બધું મળે તો ય આપણને થોડું મળશે? એ આપણી માલિકી નું ય ન ગણાય ને??? "
"હા! આમ તો ભારત સરકાર નું જ ....."
"તો પછી .."
"એટલે જ... ભારતની સંપત્તિ ભારતને મળે એથી રૂડું શું? "
"સેમ રિચાર્ડ એના માટે તૈયાર થશે ....?"
"આમ તો ત્યાં એની શું ડીલ છે એ મને ખબર નથી પણ એને ય ખબર તો છે જ કે સંપત્તિ સરકાર હસ્તક જશે... પણ એ પહોંચેલો છે એટલે એણે ગોઠવણ તો કરી જ હશે... કદાચ વારસાઇ ની રૂએ કોઇ હક્ક પણ મુક્યા હોય ..."
"SJ કાંઈક ખટકો તો છે જ અહીં ..."
"તમારી માણેકભુવન વાળી ઘટના એ બીજી ઘટના છે જેમાં દેશની સંપત્તિ બહાર નથી જઈ શકી એ તમે કોઇ સંકેત રૂપે ન જોઇ શકો???
"એટલે? "
"એ ક્ષેત્ર રક્ષિત છે ડુબેલી દ્વારીકા તો એની નિયતિ થી ડુબી હતી પણ એ દ્વારીકા ની ચારે તરફ સુરક્ષા ચક્ર હતું ... "
"પણ, દ્વારકા તો ઘણું ય દૂર છે ત્યાંથી એ તો જામનગરનો બીજો છેડો ..."
"કેટલું દૂર દરિયા માર્ગે ? ત્રીસ માઇલ?? એ દૂર ગણાય?? "
" તો પછી આપણે દૂર રહેવું યોગ્ય ગણાય...?
"ગણાય જો તમને એ સંપત્તિ પચાવી ન ચૂક્યા હોય તો..."
SD આ સાંભળી ચુપ થઇ ગયા હતાં , હા ભલે એ ગમે તે હોય પણ એ સંપત્તિ એમને પચી તો હતી... ભલે એમનો ઉપયોગ સારો ખોટો કર્યો હશે પણ તો ય... વાત સાચી હતી.. "
"તો .."
"આ આપણી જવાબદારી પણ છે જ..."
SJએ SD નાં ખંભે હાથ મુકી કહ્યું,...
"સારૂં જોઈ જ લઈએ... જે થાય એ.. "
(ક્રમશ:......)