Dill Prem no dariyo che - 26 in Gujarati Fiction Stories by Nicky@tk books and stories PDF | દિલ પ્રેમનો દરિયો છે - 26

Featured Books
Categories
Share

દિલ પ્રેમનો દરિયો છે - 26

"મહેર, બોલ ને શું તું મને જે માગું તે આપી ને.......????"

"તારા માટે તો જાન હાજુર છે. પણ, આજે તું જે માગવાની છે તું હું તને નહીં આપી શકું"

"તને કેમ ખબર કે હું તારી પાસે શું માગવાની છું....!!!!મારા માંગ્યા પહેલા જ તે વિચારી લીધું કે હું તારી પાસે આ માંગી......!!!"

"હા, તું ખાલી મારો પ્રેમ એમ જ નથી. પરી, મારો પહેલો પ્રેમ મારાથી દુર થઈ ગયો. મારો બીજો પ્રેમ મારી સાથે હોવા છતાં મારી સાથે નથી રહેવાનો ને તું કહે છે કે હું હવે કોઈ બીજી છોકરી ગોતી તેની સાથે લગ્ન કરી લવ. આ શકય નથી પરી હવે હું ત્રીજી વખત કોઈના પ્રેમમાં નથી પડવા માંગતો. તું મારો છેલ્લો પ્રેમ છે અને હંમેશા તું જ રહી. "

"હું તારી જિંદગીનો તો હિસ્સો કયારે પણ નહીં બની શકું તે તું જાણે છે ને.......!!!! મારા કારણે તારી જિંદગી બગડે તે મને મંજુર નથી. મારા કરતાં પણ તને કોઈ સારી મળી જશે.....કેમકે તું સારો છે મહેર... "

"તારા કરતા સારી મળશે પણ તું તો નહીં હોય ને.....હું તને આગળ વધતા તો નથી રોકતો, તો તું મને મારી જિંદગીમાં આગળ વધવા શું કામ જબરદસ્તી કરે છે."

"મહેર, મારે તને કોઈ બંધનમાં નથી બાંધવો. તું તારી લાઈફમાં ખુશ રહી શકે એટલે કહું છું."

''ખુશ તો હું ત્યારે નહીં રહી શકું જયારે મે તારા સિવાય કોઈ બીજાને મારી જિંદગીમાં હિસ્સો બનાવી લીધો...." સાંજનો સૂર્ય ઠળી રહ્યો હતો ને મહેર પરીની કોઈ જ વાત માનવા તૈયાર ના હતો. તેના ફેસલા પર અડીખમ હતો, ને પરી તેને સમજાવે જતી હતી.

"મહેર, તો શું આખી જિંદગી તું આમ જ એકલો રહીશ....?? "

"કોને કીધું કે હું એકલો છું મારી સાથે તારી અને મિતાની યાદો છે. "

"રહેવા દે તને તો કંઈ પણ કહેવું બેકાર છે. તારે જે કરવું હોય તે કર હવે હું તને કંઈ જ નહીં કહું. " તે મહેરથી ગુસ્સો થઈ ત્યાથી ઊભી થઈ ને દરીયાની લહેરોને ઉછળતા જોય રહી.

મહેર પણ તેની બાજુમાં જ્ઈ ઊભો રહ્યો. દરિયાના પાણીને હાથમાં લઇ મહેરે પરી પર ઉડાડવાનું શરૂ કર્યું. થોડીવાર તો પરી એમ જ ગુસ્સો કરી ઊભી રહી. પણ, મહેરની મસ્તી તેના ગુસ્સાને પળમાં ભુલાવી ગઈ ને તે પણ મહેર પર પાણી નાખવા લાગી. મસ્તીના સાગરમાં બંને એમ જ જુમી રહ્યાં હતાં ત્યાં જ મહેરે પરીને હક કરી લીધો.

"સોરી....પણ, તું જે કહે છે તે શક્ય નથી. પ્લીઝ મને કોઈનો જીવનસાથી બનવા માટે ના કહીશ તું."

"મારો જીવનસાથી બનવાનું કહું તો પણ નહીં બંને...!!! " પરીના આ શબ્દો સાંભળી મહેર તેનાથી એકદમ જ અલગ થઈ ગયો. આ ઉછળતો દરીયો સૂર્યના ઠળતા કિરણ સાથે જ થંભી ગયો ને મહેર પરી સામે જોતો રહ્યો. તેની પાસે બોલવા જેવા કોઈ શબ્દ ના હતા. તે પરીના આ અલગ રુપને જોઈ રહ્યો હતો.

"હા... મહેર, મારે તારુ જીવનસાથી બનવું છે. તો પણ તું ના કહીશ.....?? " તેના લહેરાતા વાળની લટો તેના ચહેરા પર ઉડી રહી હતી. તે એક આશ ભરી નજરે મહેરના જવાબની રાહ જોઈ રહી હતી પણ મહેર ખામોશ બની તેને જ જોઈ રહયો હતો. થોડીવાર બંને શાંત બની દરીયાની વચ્ચે થંભ બની ઊભા રહયા પછી મહેરે ખામોશ જુબાને પરીને કહયું,

"મને લાગે છે હવે આપણે ઘરે જવું જોઈએ. રાત થઈ જશે તો રસ્તામાં પરેશાની રહશે."

"મારા સવાલનો જવાબ......"

"મને વિચારવા માટે સમય જોઈએ.... " મહેરના આ જવાબથી પરી ખામોશ બની ગઈ ને તે આગળ ચાલવા લાગી. હવે તેની પાસે મહેરને પુછવા બીજો કોઈ સવાલ ના હતો. ગાડીમાં શાંત મ્યુઝિક વાગી રહ્યું હતું ને બંને ખામોશ રહી તે મ્યુઝિકને સાંભળી રહયાં હતાં.

રાત ના અંધારામાં લાઈટના પ્રકાશમાં બંને એકબીજાના ચહેરા સામે જોઈ લેતા પણ વાતો કરવા માટે તેની જુબાન ખામોશ હતી. આખો રસ્તો બંને વચ્ચે ખામોશી રહી. વિચારોની ગતી અવિચલ વહેતી રહી ને બંને ઘરે પહોંચ્યા. આખા દિવસનો થાક હોવા છતાં વિચારો સુવા દેતા ન હતા. પરીને ખુદ સમજાતું ના હતું કે તેને મહેરને આવું શું કામ પુછ્યું જયારે તે ખુદ કોઈ બીજાના બંધનમાં બંધાઈ ગઈ હતી. છતાં પણ તેને મુકેલા પ્રપોઝનો કોઈ જવાબ ના મળતા તેને ખરાબ તો લાગ્યુ હતું. વિચારોની ગતી રાતના એક પછી એક પહોર સાથે રાતની નિદરને ઉડાવી રહી હતી. રાત આખી તે પળોની યાદ બની વિચારો સાથે જ પુરી થઈ.

સવારે વહેલા જ પરીના ફોનની રીંગ વાગી. તેને જોયું તો ધર્મેશ અંકલનો ફોન હતો. 'આટલો વહેલો ફોન...પણ અત્યારે શું કામ હશે....કંઈ પપ્પાને....... ' તેના વિચારો ભાગવા લાગ્યા ને તેને ફોન ઊઠાવ્યો.

"હેલ્લો...... "

"પરી, ફટાફટ તું અત્યારે જ ઘરે આવ......" આટલું કહીને ધર્મેશભાઈ ફોન કટ કર્યો. તે કંઈ પણ વિચારયા વગર જ બેડ પરથી ઊભી થઈ ને પાંચ મિનિટમાં તૈયાર થઈ કોઈને પણ કીધા વગર ત્યાથી નિકળી ગઈ.

ઉતાવળે તે ધર્મેશભાઈના ઘરે પહોંચી. ત્યાં જઈને તેને જોયું તો તેનો આખો પરિવાર તેની સામે ઊભો હતો. તે પહેલાં તો તે બધાને જોઈ ત્યાં જ થંભી ગઈ. તેનુ આખો આસુંથી છલકાઈ ગ્ઈ ને તે દોડતી આવી તેના મમ્મીના ગળે લાગી ગઈ. શબ્દો બોલવા જુબાન ખુલી નહીં ને આખોમાં ખુશીના આંસુ વરસી પડયાં. ખાલી તે બે મહિનાથી કોઈને નહોતી મળી તે છતાં તેને લાગતું હતું કે આ બધાને જોઈ વર્ષો વીતી ગયા હોય તેવું. બે મા-દિકરીની લાગણી જુદાઈની બધી જ પળો ભુલાવી ગઈ.

એકપછી એક તે બધાને મળતી રહી. ખામોશ પરીનો ચહેરો ફરી ખીલેલા ગુલાબના ફુલ જેવો બની ગયો. દાદા-દાદી, અંકલ-આન્ટી ને તેનો પ્યારો ભાઈ ઈશાન તે બધાને મળી તે ખુશીથી જુમી ઉઠી. આજે તે ખુશી ફરી તેની જિંદગીમાં દસ્તક આપી ગઈ હતી. આટલા સમયથી અલગ રહેલી પરીને ફરી તેનો પરિવાર મળી ગયો. વિતાવેલા દિવસોમાં કેટલું બધું બદલાઈ ગયું હતું ને તેના અહીં આવ્યાં પછી તેના ઘરની હાલત કેવી હતી તે બધું જ તેને આજે ખબર પડી. તેના એક કદમથી તેનો આખો પરિવાર તુટી ગયો હતો. જે દિવસે પરીએ તે ઘરને છોડયું તે ઘર દીવાલવાળું ખાલી મકાન બની ગયું. તે પછી તે ઘરમાં તે ખુશી ના હતી જે પહેલા હતી. આ બધું સાંભળ્યા પછી પરીની આખો ફરી ભરાઈ ગઈ. તે બધાની માફી માંગવા માટે કોઈ જ શબ્દો બોલી ના શકી ને બસ બધાને સાંભળતી રહી.

કલાકો સુધી તેની વાતો ચાલતી રહી. પોતાના પરિવારને જોઈ તે મહેરને ભુલી ગ્ઈ. નાસ્તાના ટેબલ પર બેસવા જતા જ તેને અચાનક મહેરની યાદ આવી તેને મોબાઈલમાં જોયું તો લગભગ વીસ કોલ આવેલા હશે મહેરના. આ બધાની વાતોમાં તે મહેરને કહેવાનું પણ ભુલી ગાઈ. તેને બહાર નીકળી ફટાફટ મહેરને કોલ કર્યો.

એક રીંગ વાગતા જ મહેરે ફોન ઉપાડ્યો. " સોરી, મહેર....."

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
પરીની જિંદગીમાં ફરી ખુશી આવી ગઈ હતી. ત્યારે શું તેના અને મહેરના સંબધ પુરો થઇ જશે...?? શું કામ પરીએ મહેરને પોતાનો જીવનસાથી બનવા કહયું....???શું તે તેની ફેમિલીને મનાવી મહેર સાથે લગ્ન કરશે....?? મહેર શું કામ પરીના સવાલનો જવાબ નહોતો આપતો....શું તે પરીને પોતાની જિંદગીનો હિસ્સો બનાવતા ડરતો હતો.....??? શું થશે તેના આ મુશ્કેલ સફરનું તે જાણવા વાંચતા રહો દિલ પ્રેમનો દરિયો છે...(ક્રમશઃ)