sikret jindgi - 17 in Gujarati Fiction Stories by kalpesh diyora books and stories PDF | સિક્રેટ જિંદગી - (ભાગ-૧૭)

Featured Books
Categories
Share

સિક્રેટ જિંદગી - (ભાગ-૧૭)


જેમ તું તારા શરીર પરના કપડા ઉતારી બીજા કપડા ધારણ કરે છો તેમ જ આત્મા એક શરીરને છોડી બીજા શરીરમાં જન્મ લે છે.તું તારા કામ માટે લડ.ઈશ્વર આપેલ શકિત અનંત છે.મારા પગ નથી ડેનીન તો પણ મે ભારત દેશની ભુમી જોઇ.હું જ્યારે થાક અનુંભવતી ત્યારે હુ ઈશ્વરને કહેતી ,
હૈ ઈશ્વર હું તારી પુત્રી છું ,હું તારુ કામ કરી રહી છુ ,તે બનાવેલ પ્રાકુતિક સૌંદર્યને હું માણી રહી છું.
તું મને થાકવા નહી દે ઈશ્વર હું ભારત દેશની ભૂમિ જોવા માંગું છુ.ઈશ્વર મને કહી રહ્યો હતો,તુ કરી શકે છો અલિશા તારા જીવનમાં તારે જે કરવુ હોય તે તું કરી શકે છો.


ડેનીન મને પ્રવાસ દરમિયાન એક પણ વખત થાક નથી લાગ્યો.ડેનીન બધી જ વસ્તુ ખુબસુરત હોય છે પણ દરેક વ્યક્તિ તેને જોઇ નથી શકતો,હું એક જગ્યા પર ગઇ..તે જગ્યા પર સુંદર મજાનું સરોવર હતું આજુબાજુમા સરસ મજાના પર્વતો અને નયનરમ્ય વાતાવરણ હતું .એક ટાંચણીનો પણ અવાજ ત્યાં થતો ન હતો,હું તે કુદરતી દ્રશ્યને નિહાળી રહી હતી,મારી પાસે ઊડતું ઊડતું એક પીળા કલરનુ સરસ મજાનું પતંગિયું આવ્યું .

તે મારી કાન પાસે આવ્યું.તે મારી કાન પાસે આવી મને સવાલ કરી રહ્યું હતું,પણ મને કઇ સમજાણું નહી.મારી સામે થોડીવાર બેઠું તેને હું જોય રહી હતી.તે મને જોય રહ્યું હતું॰ત્યાં જ ઉપરથી કોઇ પક્ષી આવ્યું તે પતંગિયાને મોમાં લઇ ચાલી ગયું ,તું કહેવા શું માંગે છે અલિશા?

બસ" તારુ મુત્યુ કયાં? કયા સમયે ? કઇ ક્ષણે? તે તને ખબર નથી,પૈસા ,અપમાન,માન , સન્માન આ બધુ વ્યથઁ છે. તુ એજ પંતગયાની જેમ અત્યારે આમ તેમ ભટકે છે.પણ તું જાણતો નથી કે તારુ મૃત્યુ ક્યારે છે.અત્યારે આજ ક્ષણે પણ હોય શકે ,અને વર્ષો પછી પણ હોય શકે,





પતંગિયું ભલે થોડોસમય કે થોડા દિવસ જીવે પણ તે એક સરસ મજાના ફુલ પર
બેસી તેનું સુગંધને ભરપૂર માણે છે.તેમ ડેનીન આપણે પણ દુનિયાને માણવી જોયે.
જયાં સુધી આપણા શરીરમાં આત્મા છે ત્યાં સુધી.



હા, અલિશા તારી વાત સાચી છે.ડેનીન હું બધી જ જગ્યા પર જઇને લોકોને સમજાવા માંગું છુ,
લોકોનું જીવન બદલવા માંગું છુ,હા' અલિશા તે માટે મારી રજા લેવાની તારે જરૂર નથી.અલિશા હસતી હસતી ડેનીનના ગળે ફરી વળગી પડી,ડેનીન હું તને ખુબ પ્રેમ કરુ છું.તે ક્યારેય મને કઇ જવાનીના નથી પાડી,અલિશા તારી જિંદગી છે.હું તારી જિંદગીને શા માટે છીનવી શકુ ?

અલિશાને ઘડીભર તેની "માં"ની યાદ આવી ગઇ,અલિશા એ સ્કૃલ ,કોલેજમા જિંદગી કેવી રીતે ને કેમ જીવી તેની પર બોલવાનું ને લોકોને નવું જીવન આપવાનું શરું કરું,ઘણા લોકો અલિશાથી પ્રભાવીત થતા હતા,અલિશાની નામના દિવસે દિવસે વધતી જતી હતી પણ ,અલિશાને યાદ હતું
હુ એક ઈશ્વરનું સંતાન છુ ,જયાં સુધી મારા શરીરમાં જીવ છે ત્યાં સુધી હું ઈશ્વર માટે કામ કરીશ.

આજ અલિશા ડેનીનને કહી રહી હતી.ડેનીન તું મને એક એવા પુત્ર અથવા પુત્રી આપ કે તે દુનિયામાં બધાજ ગરીબ લોકોની મદદ કરે,તે કોઇની મદદ કરવા હાથ પહેલા લંબાવે,
ડેનીન તું મને પુત્ર અથવા પુત્રી આપ,હા " અલિશા હું તને એવા પુત્ર અથવા પુત્રી આપીશ કે તે દુનિયામાં તારી જેમ જ ગરીબોની સેવા કરે.

અલિશા આજ ખૃશખૃશાલ હતી.અલિશાના પેટમાં બાળક જન્મી રહ્યું હતુ. ઈશ્વર જ્યારે માનવીનું સર્જન કર્યું હશે.તારે સૌથી પેહલા તેમણે માં નું સર્જન કર્યું હશે.આખા જગતનો આધાર માતાની આગળી છે.એની આંગળીમાં અભય છે.સામે વાઘ આવીને ઊભો હોય પણ દીકરાએ જો માની આંગળી ઝાલી હશે તો એને બીક નહી લાગે ! એની આંગળી નિર્ભય છે. ‘મા’ શબ્દ જ મમતાથી ભરેલો છે.

આજ રવિવાર હતો.અલિશા અને ડેનીન આજ ગાડઁનમા ફરવા જય રહ્યા હતા,અચાનક સામેથી ટ્ક આવ્યો,અલિશા અને ડેનીનની ગાડી સાથે ટકરાયો,ડેનીનને તે જ જગ્યા પર હેમરેજ થઇ ગયું ,
ડેનીન તે સ્થળ પર જ મૃત્યુ પામ્યો,અલિશાને કઇ પણ થયું ન હતું તે પાછળની સીટમાં સહી સલામત હતી,પણ" અલિશા ડેનીનને એ હાલતમાં જોય ન શકી,તે લોકોને કહી રહી હતી કે કોય હોસ્પીટલ લઇ જવા માટે મારી મદદ કરો,પણ, બાજુ માં ઉભેલા બધા જ લોકો જાણતા હતા કે તે છોકરીની સામે પડેલ વ્યક્તિ મૃત્યુ પામ્યો છે.


તે થોડીવારમાં ત્યાં જ બે ભાન થય ગઇ,લોકો એ અલિશાને હોસ્પીટલ પહોંચાડી.તે એક દિવસ સુધી બેભાન રહી,જાગતા જ બોલી "ડેનીન તુ મને છોડીને નહી જઇ શકે,તું કયાં છે,ડેનીન !!!થોડીજ વારમાં અલિશાનાં બેડ પાસે ડોકટર આવી ગયા,અલિશાને ખબર પડી કે ડેનીનનુ સાચે મૃત્યુ થયું છે.

ક્રમશ....

લેખક -કલ્પેશ દિયોરા.

આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવસ્ટોરી,
ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ,અલિશા ,થાર મરુસ્થળસંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...

મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.



મો-8140732001(whtup)