Setu - 1 in Gujarati Moral Stories by Shailesh Joshi books and stories PDF | સેતુ - કુદરત નો એક અદ્દભુત ચમત્કાર - 1

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

Categories
Share

સેતુ - કુદરત નો એક અદ્દભુત ચમત્કાર - 1

સેતુ - કુદરત નો એક અદ્ભૂત ચમત્કાર .

મનુષ્ય નુ જીવન સાપ સીડી ની રમત જેવું છે અને સમગ્ર જીવન દરમિયાન મનુષ્યને મળતો સમય એ આ રમત નાં પાસા છે. આ સમય રૂપી પાસા નાં અંક માનવી માનવીએ અલગ હોય છે એટલે કે સમગ્ર જીવન દરમિયાન દરેક નાં જીવન મા સાપ અને સીડી આવતી રહે છે. અહિ સાપ એટલે દુઃખ અને સીડી એટલે સુખ એમ માનવું રહ્યુ. ઈશ્વરે આપણને સમય રૂપી પાસા આપ્યાં છે પરંતું ખાલી પાસા ફેક્વાંનો અધિકાર આપણો છે. અંક રૂપી ફળ તો આપણે ઉપરવાળા પર છોડી દેવું જોઈએ કેમકે અંક રૂપી ફ્ળ નો ખરો આધાર તો આપણાં વિચારો,કર્મો અને શ્રધ્ધા પર રહેલો છે. પરંતું એક વાત બિલકુલ સત્ય છે કે જો આપણે જીવન મા સાપ મળે કે સીડી મતલબ સુખ મળે કે દુઃખ સમય રૂપી પાસા ફેક્વાંનુ (સત્કર્મ કરવાનું ) ચાલુ રાખીશુ તો વહેલા કે મોડા 100 ના અંક સુધી (સફળતા સુધી) એટલે કે આપણી મંઝીલ સુધી આપણે જરૂર પોહચીશુ. અને સંજોગો વસાત સમય રૂપી પાસા ફેક્વાંનુ (સત્કર્મ કરવાનું) બંધ કરી દઈશું તો આપણે 100 નાં અંક સુધી મતલબ આપણી મંઝીલ સુધી ક્યારેય નહીં પોહચીએ અને દાવ (જીવન) અધૂરું રહી જશે.બસ આમ સમય,પાસા અને અંક ની રમત થકી એક પરિવાર પર થયેલ અસર અને એનાં પરિણામ ની આ વાત છે. કે જેમા બેટી બચાવો નાં અભિયાન ને સુંદર રીતે રજુ કરવાનો પ્રયાસ કર્યો છે.
પ્રતિકૂળ સંજોગો જ્યારે એક પરિવાર ને વિખુટા પાડે છે ત્યારે એ પરિવાર ને પરિવાર ની ત્રીજી પેઢી નું સંતાન એક બાળકી , નામ એનું સેતુ( શ્વેતા)કઈ રીતે અને કેવા સંજોગો મા એ પરીવાર ને ફરી ભેગા કરવાનું નિમિત્ત બને છે એ બતાવતી મારી આ વાર્તા અને પરિવાર ને ભેગા કરવા નો "સેતુ બનતી સેતુ " આપણાં દિલ અને દિમાગ પર એનો સ્વભાવ અને આટલી નાની ઉમર મા પણ એની પરોપકાર કરવાની વૃત્તિ , એક કાયમી છાપ છોડી જશે.
શૈલેષ જોશી
ભાગ -૧
એક નાના શહેર ના સારા ગણાતા વિસ્તાર નાં એક ફ્લેટ મા આવેલ એક પેન્ટહાઉસ માં સવાર નાં 5:30 નું એલાર્મ વાગી રહ્યુ છે. મીના બેન એલાર્મ બંધ કરી પહેલા માતાજી ને અને પછી પોતાના પતી નાં ચરણ સ્પર્શ કરી તેમની દિકરી સેતુ ને જગાડવા સેતુ નાં રૂમ તરફ જઇ રહ્યાં છે. આ એમનો નિત્ય ક્રમ છે.
મીના બેન ની દિકરી સેતુ સવારે ઉઠવામા થોડી આળસુ છે. એટલે મા-દિકરી વચ્ચે રોજ જગાડવામા કે ઉઠવામા બન્ને કંઇક ને કંઇક નવા નુસ્કા અપનાવતા હોય છે. આમ તો સેતુ નો સ્વભાવ ઊંમર માં નાની હોવાં છતા ખુબજ દયાળુ,લાગણીશીલ અને પાછો નીતિ નિયમ વાળો સાથે સાથે સેતુ ભણવામાં પણ ખૂબ હોંશિયાર. પરંતું આ બધા ગુણ સેતુ મા સવારે ઉઠી નાહી, ધોઈ પૂજા તેમજ નાસ્તો કરી લે પછી આવે છે અને છેક રાત્રે સુવે નહીં ત્યાં સુધી રહે છે. પણ રાત્રે ઊંઘયા પછી સવારે ઊઠીને તૈયાર ના થાય ત્યાં સુધી તો સેતુ મા એકજ ગુણ અને તે છે આળસ.
પરંતું આજે મીના બેન ને દિકરી સેતુ ને જગાડવામા વધારે મેહનત ની જરૂર પડે એમ નથી, કેમ કે આજે સેતુ જે પ્રાયમરી સ્કૂલ મા ભણે છે તેં સ્કૂલ ને 25 વર્ષ પૂરા થતા હોવાથી સ્કૂલ મા નાના બાળકો દ્રારા એક ભવ્ય પોગ્રામ નું આયોજન કરેલું છે અને આ આખા પોગ્રામ ના સંચાલન ની જવાબદારી સેતુ ને સોંપવામા આવેલ છે. આ પ્રોગ્રામ મા શહેર ના નામાંકિત મહાનુભાવો જેમકે શહેર ના સેવાભાવી મશહૂર ડૉક્ટર, મોટા પોલીસ અધિકારી તેમજ શહેર ના અન્ય મહાનુભાવો હાજરી આપવાના છે.
(મીના બેન સેતુ ના રૂમ માં પ્રવેશતાજ )
મીના બેન : સેતુ બેટા ઉઠો...
(મમ્મી નું વાક્ય પુરુ થતા પહેલાજ સેતુ )
સેતુ : હા મમ્મી,તુ ફટાફટ મારા કપડા અને ચા-નાસ્તો તૈયાર કર હું 10 મિનીટ માંજ બ્રશ કરી નાહીને આવુ છુ.
સેતુ તૈયાર થઈ પોતાની સાયકલ લઇ સ્કૂલ જવા નીકળે છે અને આજનો આ પ્રોગ્રામ એટલી સરસ રીતે રજુ કરે છે કે સ્કૂલ ના અન્ય બાળકો ની સાથે- સાથે મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપી ને બોલાવેલા મહાનુભાવો પણ તાળીઓ ના ગડગડાટ થી પ્રોગ્રામ ને વધાવી લે છે. ખાસ કરીને આમંત્રિત ડૉ. શાહ અને એમની દિકરી ડૉ. દીપ્તિ આ બન્ને સેતુ એ ખૂબ સુંદર રીતે હેન્ડલ કરેલ પ્રોગ્રામ થી એટલાં ખુશ થઈ જાય છે કે ડૉ. શાહ પોતાના વીઝીટીગ કાર્ડ પર સેતુ વિશે અભિનંદન ના બે શબ્દો લખી જાતે સેતુ ને આપી એની પીઠ થબથબાવે છે. આજનો પ્રોગ્રામ સરસ રીતે પરી પુર્ણ થતા સૌ છુટા પડે છે.
બીજા દિવસ થી રાબેતા મુજબ સ્કૂલ નું કામકાજ ચાલુ થાય છે. અન્ય બાળકો ની સાથે સેતુ પણ પોતાના કલાસ રૂમ મા બેઠી છે. થોડી વાર મા રીશેષ માટે નો બેલ વાગે છે. બધાં બાળકો પોત પોતાના લંચ બોક્સ અને વોટર બેગ લઇ સ્કૂલ નાં કમ્પાઉન્ડ મા આવે છે. સ્કૂલ ની પાછળ ની બાજુ એક ઓછી અવર-જવર વાળા રસ્તા પર સ્કૂલ નો એક નાનો ગેટ પડતો હોય છે જે હંમેશા બંધ રહેતો હોય છે. પરંતું ત્યાં રીશેષ નાં સમયે એક-બે નાસ્તા ની લારી આવી ને ઊભી રહેતી હોય છે. જેથી જે બાળકો નાસ્તો ન લાવ્યા હોય તેવા બાળકો ગેટ ની જાળી માંથી પૈસા આપી નાસ્તો ખરીદતા હોય છે. આજે સેતુ ની બે ફ્રેન્ડ ઘરેથી નાસ્તો નહીં લાવી હોવાથી સેતુ ફ્રેન્ડ સાથે પાછળ નાં ગેટ બાજુ જાય છે. સેતુ પોતાનો નાસ્તા નો ડબ્બો અને વોટર બેગ લઇ ગેટ થી થોડે દુર ઊભી રહે છે અને એની ફ્રેન્ડ ગેટ પર નાસ્તો લેવા લાગેલી બાળકો ની ભીડ મા નાસ્તો લેવા ગોઠવાઈ જાય છે. આ દરમિયાન સેતુ ની નજર નાસ્તા ની બે લારી વચ્ચે જમીન પર બેઠેલ એક માજી પર જાય છે. પહેલી નજરેજ અશક્ત અને કમજોર લાગતા માજી ને સેતુ થોડુ ધ્યાન થી જુવે છે તો સેતુ એક વાત નોટિસ કરે છે કે એ માજી લારી વાળા પાસે,બાળકો પાસે કે પછી કોઈ આવતાં જતા પાસે ખાવા માટે હાથ લંબાવતા નથી. માત્ર ને માત્ર લારી વાળો ગેટ ની જાળી માંથી બાળકો ને નાસ્તો આપતો હોય તે વખતે કે બાળકો નાસ્તો લેતા હોય તે વખતે જે નાસ્તો ઢળે તેજ વીણી ને ખાતા હોય છે. સેતુ ને તે માજીમાં એક અલગ જ ખુમારી અને સ્વમાન દેખાય છે. સેતુ ને માજી પર દયા આવતાં તે ગેટ ની નજીક એક સાઈડ આવી હાથ ના ઇસારા થી માજી ને પોતાની પાસે બોલાવે છે. થોડી વાર માજી સેતુ સામે જોઇ રહે છે. માજી ના હાવભાવ પરથી માજી ગાંડા તો નહી પણ એમની યાદ શક્તિ કમજોર પડી ગઇ હોય એવું સેતુ ને લાગે છે. થોડી વાર મા માજી સેતુ ની નજીક આવતાં સેતુ ગેટ ની જાળીમાંથી માજી ને પોતાનો નાસ્તાનો ડબ્બો આપતાં.
સેતુ : લો માજી આ મારો નાસ્તા નો ડબ્બો અહી બેસીને શાંતિ થી ખાઈ લો. (માજી શુન્ય હાવભાવ સાથે સેતુ ની સામેજ જોઇ રહે છે. સેતુ માજી ને નાસ્તા માટે વધારે આગ્રહ કરતા થોડીવાર પછી માજી.
માજી : ના બેટા, તુ ખાઇ લે તુ હજી નાની છે અને તને ભુખ પણ લાગી હશે.(માજી નો આ જવાબ સાંભળી સેતુ ફરી થોડી વાર માજી સામે જોઇ રહે છે પછી)
સેતુ : માજી તમે કેટલા દિવસ થી ખાધું નથી ? (થોડુ વિચારી )
માજી : બેટા, કંઈ યાદ નથી.
સેતુ: માજી તમે આટલા બધાં દિવસ ભૂખ્યા રહી શકો તો હું એક ટાઈમ ભૂખી ના રહી શકુ ? તમે મને બેટા કહ્યુ છે તો તમને મારા સમ, લો ખાઈ લો.
(માજી ના છુટકે નાસ્તા નો ડબ્બો લેવા હાથ લંબાવતા)
માજી : લાવ બેટા, હવે તો મારે ખાવું પડશે, પણ તુ મને પાપ મા નાંખે છે.
(માજી ને નાસ્તો કરતા જોતી સેતુ નાસ્તો થઈ ગયા પછી માજીને પાણી પાઇ જાણે સારુ કર્યાનો સંતોષ અનુભવતી અને માજી ને નાસ્તો કરતા જોઇ જાણે પોતાની ભુખ સંતોષાઈ હોય એવું એને લાગ્યું.નાસ્તા નો ડબ્બો અને વોટર બેગ પાછી આપતા માજી એ કહેલ શબ્દો મા જાણે કેટલાય સમય પછી સુકાયેલી કાયા અને સકોચાયેલી હોજરી મા જાણે કોઈ નવી ઉર્જા આવી હોય એમ સેતુ ને લાગ્યું.આ શબ્દો હતા.)
માજી :બેટા, તારા મા-બાપ ખુબજ ભાગ્યશાળી હશે જેમને તારા જેવી દિકરી મળી.
સેતુ : માજી કાલથી તમારે નીચે પડેલું નહીં ખાવાનું હું મારી મમ્મીને કહીને રોજ મારા ડબ્બા મા વધારે નાસ્તો ભરતી આવીશ.
(એટલાં મા રીશેષ પુરી થતા સેતુ તેનાં ક્લાસ મા જાય છે. બીજા દિવસે સ્કૂલ આવવાના સમય પર- સેતુ નું ઘર-તૈયાર થતા થતા સેતુ તેની મમ્મી ને )
સેતુ : મમ્મી મારા નાસ્તા ના ડબ્બા મા થોડો વધારે નાસ્તો ભરજે.
મીનાબેન : કેમ , તારે ખાઇ ખાઇ ને તારી ફ્રેન્ડ ની જેમ જાડા થવું છે ?
સેતુ :નાં મમ્મી, એવું નથી તે ગઇ કાલે આપેલ નાસ્તો પણ મે નહોતો કર્યો.
(અને સેતુ ગઇકાલે સ્કૂલ મા બનેલી આખી વાત તેની મમ્મી ને જણાવે છે. સેતુ ની મમ્મી સેતુ ની વાત સાંભળી ખુશ થાય છે અને સેતુ ને માજી માટે એક એક્ષટ્રાં નાસ્તા નો ડબ્બો ભરી આપે છે.)
થોડા દિવસ આમ ચાલે છે. એક દિવસ સેતુ ના પપ્પા નો જન્મ દિવસ હોવાથી મીના બેન તેમનાં પતી રમેશ ભાઈ ને ભાવતી પ્રિય વાનગી પૂરણપોળી બનાવે છે અને રોજ ની જેમ બે ડબ્બા મા નાસ્તો ભરી સેતુ ને સ્કૂલ રવાના કરે છે. રીશેષ મા નિત્ય ક્રમ પ્રમાણે સેતુ માજી ને નાસ્તા નો ડબ્બો આપી થોડે દુર ફ્રેન્ડ સાથે પોતાનુ લંચ બોક્સ ખોલી નાસ્તો ખાવાનું ચાલુ કરે છે. અચાનક નાસ્તો કરતા-કરતા સેતુ ની નજર માજી પર પડે છે. તેને આશ્ચર્ય થાય છે, કેમકે માજી નાસ્તા નો ડબ્બો ખોલી એક હાથમાં ડબ્બા નું ઢાંકણું અને એક હાથમાં ડબ્બો લઇ એક ધારા ડબ્બા સામે જોઇ સુનમૂન બેઠા હોય છે. સેતુ ને કંઈ ન સમજાતા તે જાણવા માટે માજી ની નજીક જતાં ચોંકી જાય છે. કારણ, નાસ્તા નો ડબ્બો લઇને બેઠેલા માજી નાં આંસુ થી આખી પૂરણપોળી ભીની થઈ ગઇ હતી. માજી ચોંધાર આંસુ એ રડી રહ્યાં હતાં.માજી ની નજીક જઇ સેતુ.
સેતુ : માજી શું થયુ ? કઈ વાત છે કે તમે રડો છો ? કંઈ યાદ આવી ગયુ ? (ડબ્બો પાછો આપતાં માજી )
માજી : કંઈ નહીં બેટા.
સેતુ : ના માજી, મને હકીકત જણાવો નહીં તો હું પણ મારો નાસ્તો નહીં કરૂ અને ક્લાસ મા પણ નહીં જાઉં.( ના છુટકે માજી)
માજી : બેટા, તુ દયાળુ તો છેજ પરંતું જિદ્દી પણ એટલીજ છે. તો સાંભળ મને પૂરણપોળી જોઇ ને મારો દિકરો યાદ આવી ગયો.
(આટલુ કહી માજી એ ડબ્બો પાછો આપી દીધો.ડબ્બો પાછો લેતા સેતુ )
સેતુ : માજી, અત્યારે તમારો દિકરો ક્યાં છે ?
(આટલુ પૂછતાં રીશેષ નો સમય પૂરો થતા અધૂરી રહેલી વાત માજી કાલે પુરી કહેશે એવું માજી પાસેથી વચન લઇ સેતુ તેનાં ક્લાસ મા ચાલી જાય છે.)
ગઇ કાલ ની અધૂરી વાત સાંભળવા બીજા દિવસે સેતુ તેનાં કલાસ મા રીશેષ ની રાહ જોતી અધીરાઈ થી બેઠી છે. રીશેષ પડતાં જ તે દોડી ને સ્કૂલ ના પાછળ ના ગેટ પર જાય છે. પરંતું ત્યાં પહોચતાજ તે વધારે વ્યાકુળ અને પરેશાન થઈ ગઇ, કેમકે ત્યાં માજી દેખાતા ન હતા. સેતુ એ લારી વાળાને પણ પુછી જોયું.થાકીને તેણે પોતાની ફ્રેન્ડ પાસે આવી અને પોતાનુ લંચ બોક્સ ખોલ્યું પરંતું કેમે કરીને આજે તેને પોતાના હાથમા રહેલ નાસ્તો મોઢામાં મુકવાનું મન થતુ ન હતુ. તેની આંખો સામે ગઇકાલે પૂરણપોડી પર પડતાં માજી નાં આંસુ વાળું દૃશ્ય જવાનું નામ લેતું ન હતુ.રીશેષ પુરી થતા સેતુ લંચ બોક્સ બંધ કરી પોતાના ક્લાસ મા તો ગઇ પરંતું એનું મન ક્લાસ મા ના લાગતા તે મનમાં જ નક્કી કરી લે છે કે આજે સ્કૂલ છુટ્યા પછી સ્કૂલ ની પાછળ ના રોડ પર માજી ની તપાસ કરી પુરી વાત જાણી નેજ ઘરે જઈશ. આ વાર્તા કે એમા રહેલી કોઈ શીખ ઘણુ બધુ આપી જશે.