જાણે- અજાણે લાખ મુશ્કેલી અને આંસુઓ વચ્ચે એક પ્રેમનો ફણગો ફુટી નિકળ્યો. અને રેવા કૌશલને વળગી પડી.
રેવા અને કૌશલ પોતાની સમજશક્તિ ખોઈ બેઠાં હતાં. તેમની આસપાસ કોણ છે, કોણ નહિ, કોણ શું વિચારે છે કે કોનાં મનમાં શું ચાલતું હશે તે કશાંની ચિંતા તેમને નહતી નડી રહી. પણ રોહન અને અનંતનાં મન કચવાય રહ્યાં હતાં. રોહન પોતાની જગ્યાથી ઉભો થઈ રેવા પાસે આવ્યો. કૌશલને વિટળાયેલાં રેવાનાં હાથ કૌશલથી છુટાં કરતાં અને રેવાને થોડી કૌશલથી દુર કરતાં તે ઉભો રહ્યો. તેનાં ચહેરાં પર થોડો ગુસ્સો અને થોડું દુઃખ દેખાય રહ્યું હતું. રેવાનું ધ્યાન રોહન તરફ ગયું. અને કૌશલ પણ અચાનક રેવાને દુર ખસતાં જોઈ ધ્યાનભંગ થયો. રોહને કહ્યું " નિયતિ,... તું આમ કેવી રીતે કરી શકે છે?.. તારો પહેલો પ્રેમ તો હું હતો ને!... તો તને આટલો જલદી બીજાં કોઈ સાથે લાગણી કેવી રીતે બંધાય જાય?.. મને એમ હતું કે તું હજું મારી નિયતિ છે. એ નિયતિ જેનાં નિર્ણયો અને ખુશીઓ રોહનથી જોડાયેલી હતી. એ નિયતિ જેને બધાં જીવો પ્રત્યે લાગણી હતી. એ નિયતિ જે સત્યને હંમેશાં આગવું રાખે છે. અને મને ખરેખર હતી કે જ્યારે તને મારાં કારણો અને મજબુરીઓ ખબર પડશે તો તું મને માફ કરી દઈશ. પણ..." " હા રોહન... મેં તને માફ કરી જ દીધો છે. " નિયતિએ તરત જવાબ આપ્યો. " તો પછી કૌશલ સાથે?.." રોહને પુછ્યું. નિયતિએ કૌશલ સામે જોયું અને થોડો શ્વાસ અંદર ભરતાં કહ્યું " મેં કહ્યું મેં તને માફ કરી દીધો છે. તેનો મતલબ એ નહીં કે હું તારી સાથે આવી જઈશ. રોહન તેં જે કહ્યું એ હું સમજી ગઈ. પણ આ બધી વાતમાં મારી એક પણ વખત વાત ક્યાં આવી?.. એક પણ વખત મારો વિચાર તો કોઈએ કર્યો નહિ. મારી બહેન... જેને મેં નાનપણથી આજ સુધી પોતાનાં જીવ ધરે રાખી. જેની દિવસથી મારો દિવસ અને રાતથી મારી રાતો જોડાયેલી હતી તેને એ વ્યકિત ગમ્યો જેની સાથે મારી લાગણીઓ જોડાય રહી હતી. અને ચલો ગમ્યો તો પણ તેણે મને એકવાર પણ વાત કરવી જરૂરી ના સમજી. એક વાર કહીને જોતી કે નિયતિ મને ગમે છે રોહન. તો એ જ ક્ષણે હું રોહન તારાથી દૂર થઈ જતી. પણ તેણે શું કર્યું!.. મને મારવાની કોશિશ. એકપણ વાર જેનો જીવ ના ધ્રુજ્યો કે આખરે મારી બહેન છે. અને તને મજબુર કર્યો મને મારવાં માટે.
બીજી તરફ તું. જેનાં માટે તેનાં ભાઈને મળવું કોઈકનાં જીવ.... ખરેખર ના.... એવી વ્યક્તિનાં જીવ કરતાં પણ વધારે કે જેને તું પ્રેમ કરતો હતો. અરે આજે મને વિચાર આવે છે કે શું ખરેખર તું મને ચાહતો પણ હતો કે નહી?... તારાં માટે હું ક્યારેય તારાં ભાઈ કરતાં વધારે મહત્વની બની જ નહતી. અને કદાચ ભવિષ્ય માં પણ જો હું તારી સાથે આવું અને ફરી તારે પસંદગી કરવી પડે મારા અને તારાં ભાઈ વચ્ચે તો તું તારાં ભાઈને જ પસંદ કરે. અને કોને ખબર મને ફરી મારવાની કોશિશ પણ કરે. હું એમ નથી ઈચ્છતી કે તું મારાં માટે તારાં ભાઈને છોડે. પણ એ દિવસે તેં એવાં માણસ માટે મને મારવાની કોશિશ કરી કે જે તારાંથી એટલો દૂર હતો કે તને તેની કોઈ માહિતી નહતી. પણ હું... હું તો તારી નજર સામેં હતી ને!.. તો પણ તેં મારી ચિંતા ના કરી. રોહન... હું તને માફ કરી શકું છું. તારી પર વિશ્વાસ નહિ.
અને રહી વાત કોશલને પસંદ કરવાની.. તો આ છોકરો કૌશલ જે તને દેખાય છે ને તે વ્યક્તિત્વ છે મારાં જીવનનું જેણે પોતાની જાતથી વધારે મહત્વ મને આપ્યું. અમાંરી શરૂઆત એટલી સારી નહતી થઈ. આખો દિવસ ઝઘડવું, એકબીજાને ગમેં તેવું બોલવું, એકબીજાની વાત ના માનવી, કામમાં ખોટ કાઢવી અને એવી તો અનેક બાબતો હતી જે અમારાં વચ્ચે રોડા બનતી હતી. પણ એટલાં ઝઘડાં અને મતભેદ વચ્ચે પણ જ્યારે જ્યારે એવી પરિસ્થિતિ આવી કે જ્યારે મારો જીવ જોખમમાં હતો કે મારું મન... ત્યારે તેણે હંમેશાં મારું કવચ બનવાનું પસંદ કર્યું. મને એ દરેક મુશ્કેલીથી બચાવી જેમાં હું ના ચાહતાં પણ પડી જતી. અને મુખ્ય વાત તો એ હતી કે એ વાતની ક્યારેય તેણે ગણતરી નથી કરી મારી સામેં. મિત્રતાની મર્યાદામાં રહી તેણે મારું મન જીત્યું છે. જ્યારે હું થાકી ચુકી હતી ને જીવનથી લડતાં ઝઘડતાં ત્યારે કૌશલનો એકલાનો હાથ મારી તરફ હંમેશાં લંબાતાં જોયો છે.મારી પર આંખ બંધ કરી ભરોસો કરતાં જોયો છે. લગ્નની તૈયારીઓ પહેલાં જ્યારે હું કૌશલને મળી હતી તો મેં તેને છુટાં પડતાં એક પત્ર મારફતે કહ્યું હતું કે હું જે કરું તેમા કશો પ્રશ્ન ના કરતો,વિશ્વાસ રાખજે. અને જો નસીબ હશે તો જરૂર મળીશું. એ પત્ર વાંચી તે મારી પાસે આવ્યો હતો. પ્રશ્ન કરવાં નહિ પણ મારી મુશ્કેલી જાણવાં. તેણે કહ્યું હતું કે તે જાણે છે મને કશું મુશ્કેલી છે. મારાં ના કહેવાં પર પણ તે બધું સમજ્યો અને તારાં વિશે બધું તપાસ કરવાં એટલાં દિવસ મારાથી દુર રહ્યો . તે જાણતો હતો કે કદાચ તે મને ગુમાવી શકે છે. જો તેને મોડું થશે તો હું કોઈ બીજા સાથે બંધાય જઈશ. પણ છતાં તેણે મારાંમાં વિશ્વાસ રાખ્યો અને આજે જો.... પરિણામ કંઈક જુદું જ છે. અને હવે બોલ હું કેમ ના પસંદ કરું આવાં વ્યક્તિત્વ ને?..."
ચારેતરફ મૌન છવાય ગયું. બધાં રેવાની વાતોમાં તલ્લીન બની ચુક્યાં. કૌશલનું રેવાનાં જીવનમાં વર્ણન કોઈ રાજકુમારનાં સપના ભરેલી વાતો જેવું હતું. દરેક કુંવારીકા એવાં સાથીદારનું ચિંતન કરતી હોય કે જેવું રેવાએ વર્ણવ્યું હતું. રચના, વંદિતા અને પ્રકૃતિ પણ તેની વાતોથી આશ્ચર્યચકિત હતાં. કેમકે તેમની સામેં રહેવાં છતાં તે આ બધું અનુભવી ના શક્યાં. પણ તે લોકો કૌશલનાં અને રેવાનાં મિલનથી ખુશ હતાં. રોહન કશું બોલવાં યોગ્ય રહ્યો નહી એટલે તેણે પણ પોતાનું મૌન તોડ્યું નહિ. બીજી તરફ અનંત પર પણ કાંઈ ઓછી નહતી વીતી રહી. ખરેખર તેનો આ બધામાં કોઈ વાંક નહતો. રેવા આ વાત જાણતી હતી એટલે તે અનંત પાસે ગઈ. તેને કહ્યું " અનંત મને માફ કરી દે. જાણે - અજાણે મેં તને ખુબ દુઃખ આપ્યું છે. હું જાણું છું કે તારી જોડે જે પણ ઘટ્યું આજે તે સારું નહતું. પણ મારો વિશ્વાસ કર. હું તને એક દોસ્તથી વધારે માનતી જ નહતી. અને જે માનતી હતી તેની તરફ તેં આંખ ઉઠાવીને પણ ના જોયું. " " કોની વાત કરે છે તું?" અનંતે આંસુઓનાં ભારે ભરેલી આંખો ઉચકી રેવાને પુછ્યું. રેવા થોડીવાર કશું બોલી નહીં અને માત્ર પ્રકૃતિની સામેં જોતી રહી. પ્રકૃતિ જાતે કશું બોલશે એ રાહમાં તે ઉભી રહી. પણ પ્રકૃતિની હિંમત આજે પણ ના ચાલી અને તે નીચું માથું રાખી પોતાને બચાવવાનો પ્રયત્ન કરવા લાગી. અનંતના ફરી પુછવાં પર રેવા એ કહ્યું " પ્રકૃતિ..... એ પ્રકૃતિ જ છે જે તને આજથી નહીં ઘણાં લાંબાં સમયથી પસંદ કરે છે. તેની બધી વાતો જાણે -અજાણે તારાથી જોડાયેલી હોય છે. પણ અફસોસ કે તું તેનો નિશ્વાર્થ પ્રેમ જોઈ ના શક્યો. અને એક નવી આવેલી છોકરી પર , મારાં પર તારું મન આકર્શાય ગયું. " અનંત રેવાની વાતથી વિચારમાં પડી ગયો. તેેને પહેલાં આવો કોઈ વિચાર પ્રકૃતિ માટે આવ્યો નહતો. પણ છતાં તેણે પ્રકૃતિ સાથે આ સ્થિતિમાં કોઈ વાત કરી નહીં. આટલું જાણવાં છતાં અનંતને મારી સાથે વાત નથી કરવી એમ વિચારીને પ્રકૃતિએ પોતાની વધી ઘટી લાગણીઓને પણ પોતાનાં મનનાં અંધારમય ખૂણાંમાં બંધ કરી દીધી.
ધીમે ધીમે બધાની વાતની ચોખવટ થઈ રહી હતી. પણ મુખ્ય કામ હતું કૌશલ અને રેવાનાં સંબંધને માન્યતા મળવી. એક દિકરીનો પિતાં જેણે પોતાની દિકરીનું લગ્ન તુટતાં જોયું છે. તેની પાસે બીજાં કોઈ પર ભરોસો કરવો મુશ્કેલ હોય. એકવાર તો દિકરીની જીદ્દને પુરી કરવાં તેની મરજી મુજબનાં છોકરાં સાથે તેનું લગ્ન ગોઠવી આપ્યું હતું. પણ હવે બીજીવખત શું એ શક્ય બનશે?.. આ વાત રેવા અને કૌશલનાં મનને કોરી ખાતી હતી. પણ આ જ સમય છે જે પણ વાત કરવાનો એમ વિચારી તે બન્ને રેવાનાં પિતા પાસે ગયાં. સુનમુન બેઠેલાં જયંતિભાઈને જોઈ કૌશલ થોડો ગભરાયો. તેને ગભરામણ એ હતી કે આટલી દૂર સુધી મળેલો રેવાનો સાથ માત્ર એક ના પર છુટી ના જાય!.. પણ કૌશલ કશું બોલે તે પહેલાં તેમણે હાથ બતાવી તેને ચુપ કરાવી દીધો. રેવા સામેં જોતાં કૌશલની આંખમાં એક બીક દેખાય રહી હતી. ફરી વખત રેવાએ બોલવાની કોશિશ કરી. પણ તેને પણ ચુપ કરાવી દીધી. આ વ્યવહાર પરથી બન્ને સમજી ગયાં હતાં કે હવે તેમનાં પ્રમને એક વધારે તક મળશે નહીં. અને નિરાશ બનેલાં બન્ને પીઠ બતાવી ચાલવા લાગ્યાં. પણ પાછળથી એક અવાજ આવ્યો " થોભો... મેં કહ્યું જવાનું?.. " " પણ પપ્પા... તમેં જ તો કશું સાંભળવા તૈયાર નથી. " રેવાએ ધીમેથી કહ્યું. " હા... કેમ કે દરેક વાત મારે ફરી નથી સાંભળવી. અને બીજી વાત.... તારું લગ્ન આ મંડપમાં તો નહીં જ થાય!... " રેવાનાં પિતાએ કહ્યું. " મતલબ?..." રેવાએ તરત પુછ્યું. " અરે મતલબ શું?!... તારાં અને કૌશલનાં લગ્ન હું આનાથી પણ ધામધુમથી કરાવીશ. બધી રીતી રીવાજો સાથે...... તને શું લાગ્યું હું એ વ્યકિત ને ના પાડીશ જેણે મારી દિકરીને સાચવી રાખી છે?.... અરે કૌશલની આંખોમાં તારાં માટે લાગણી તો કેટલાય દિવસથી જોઈ રાખી હતી. પણ પછી તેં જ કહ્યું અનંત સાથે લગ્નનું તો હું કશું ના બોલ્યો. પણ હવે જ્યારે બધું સરખું થઈ જ રહ્યુ છે તો મને કોઈ વાંધો નથી તમારાં સંબંધથી. " જયંતિભાઈએ કહ્યું. રેવા અને કૌશલની ખુશીનો પાર ના રહ્યો.
" પણ દાદીમાં?..." રેવાએ ફરી પુછ્યું. એટલે દાદીમાં એ પાછળથી અવાજ આપતાં કહ્યું " હું પણ રાજી છું ...... " અને વાતાવરણમાં ફરીથી ખુશીઓની સુવાસ ફેલાવાં લાગી. એકે એક કરીને બધાં તેમને શુભકામનાં આપવાં આવવાં લાગ્યાં . અને ધીમેં ધીમે લગ્ન મંડપમાં બધાં મહેમાનો વિખેરાવા લાગ્યાં. છેલ્લે માત્ર કૌશલ, રેવા, રચના, વંદિતા, પ્રકૃતિ , અનંત અને રોહન વધી રહ્યાં હતાં.
વંદિતા : વાહ..વાહ .. દીદી... તમેં તો છેલ્લા બૉલમાં સિક્સ મારી દીધી ને!..... અમને કહ્યું પણ નહીં તમારાં મનનું કશું?...
રચના : અરે વંદુ.... એ તને શું કામ કહેશે.?... એ તો કૌશલને કહેશે ને.... પણ અફસોસ બીચારાં કૌશલને પણ આજે જ ખબર પડી.... ( ચિડવતાં ) સાવ આવું રેવા?... કૌશલને તો કહી દેતી.
રેવા( થોડું શરમાતાં ): રચનાદીદી તમેં પણ ચિડવો છો વંદિતાની જેમ?...
વંદિતા : ના...ના... હું તો ખાલી પુછું છું... બોલો તો ક્યારનું ચાલે છે આ બધું ?...
કૌશલ : ઓય... બોલો વારી... શું કામ તેને હેરાન કરે છે?..
રચના : ઓ હો..હો..હો... અત્યારથી રેવાનો પક્ષ!...
(કૌશલ અને રેવા એકબીજાં તરફ જોતાં થોડું શરમાય રહ્યાં.)
પ્રકૃતિ : ભલે જે પણ હોય... તમને બન્નેને ઘણી ઘણી શુભકામનાં ... ભગવાન કરે તમારું જીવન સુખમય થાય.
કૌશલ : હા.. થશે જ... જો તું ફરી રેવા પર આરોપો નહી લગાવે તો!...
રેવા ( કૌશલને રોકતાં) : શું બોલે છે!.. છોડી દો ને જુની વાતો. નવી શરુઆત કરો.
પ્રકૃતિ: ના સાચી વાત છે કૌશલની. મેં જે કર્યું કે કહ્યું તે મારે નહતું કરવું જોઈતું. મને માફ કરી દે રેવા...
રેવા ( પ્રકૃતિને ગળે વળગીને): અરે ક્યારની કરી દીધી છે. હવે છોડી દે મનમાંથી એ વાત.
વંદિતા : હા.. ચલો છોડો જુની વાતો.... ( કુદકો મારીને) .. દીદીનાં લગ્નની તૈયારીઓ કરો.... ચલો ચલો કામ પર લાગી જાઓ... ખબર છે ને રચનાદીદીનાં લગ્નમાં કેટલી તૈયારીઓ બાકી હતી છેલ્લા સમય સુધી!... એટલે આ વખતે આપણે જલદી જલદી કામ કરવું પડશે....
રેવા : મારી વંદુ છે ને... કરી લેશે બધું કામ.... હેં ને વંદિતા?...
વંદિતા : અરે હા દીદી તમેં જોતાં જાઓ તમારું લગ્ન કેમ કરાવીએ અમેં!. .
રેવા : અને હા... અમી અને તેનાં પિતાને પણ આગળથી બોલાવી લેવાં પડશે.. આખરે તેમનું હોવું પણ જરૂરી છે ને!..
વંદિતા( થોડી ઈર્શા કરીને) : એ અમીને બોલાવાની શું જરૂર?... તમારી આગળપાછળ ના કામની ફર્યાં કરે છે!...
વંદિતાની વાત પર બધાં હસી પડ્યાં. અને છેવટે જુનાં સંબંધો ફરીથી જોડાવાં લાગ્યાં.
વાતોની પંચાત પુરી થતાં બધાં પોતાનાં ઘર તરફ વળવા લાગ્યાં એટલે કૌશલે રેવાને ઈશારો કર્યો થોડીવાર ઉભી રેહજે... અને રેવા વગર વિચારે તેની વાત માની ગઈ.
વાતો અને તેનાં બહાનાં શોધતાં રેવા અને કૌશલની એક નાનકડી શરૂઆત થવાં લાગી. કેટલો સમજદાર સંબંધ સ્થપાશે તે જોવું રહ્યું.
ક્રમશઃ