સ્કાય હેઝ નો લીમીટ
પ્રકરણ-19
મલ્લિકાએ ગભરાઇને અડધી રાત્રે એની મોમને ફોન કર્યો અને એની મોમે એને ગભરાવાની ના પાડી અને સ્પષ્ટ સલાહ આપી કે તું નિશ્ચિંત રહે તારે ફીકર કરવાની જરૂર નથી અને મોહીત સામેથી તને મનાવવા આવશે. સારાં દીલનાં માણસો ભલે ગુસ્સો કરીને ગમે તે બોલી નાંખ અને ગુસ્સો એવો કરે કે જાણે હવે શું થઇ જશે. પરંતુ પછી એલોકો શાંત થઇ જાય અને એમનાં શબ્દો અને ગુસ્સા માટે શરમીંદા થાય પસ્તાવો કરે અને માફી માંગ માટે તું નિશ્ચિંત રહેજો. અને પોતાની હુંશિયારીની કાવાદાવાની એનાં પાપાની સફળતાઓ પાછળ મારો હાથ છે વગેરે વાતો કરી જે મલ્લિકાએ પહેલીવાર એની માંનો મોઢે સાંભળી અને સાચાં અર્થમાં એની માં ને ઓળખી..
એમની વાતો પછી મલ્લિકાઓ ફોન મૂક્યો અને એની ઊંધ તો ઊડી જ ગઇ હતી.. પણ એ વિચાર કરવા લાગી કે ક્યાં મારી મોમ પહોંચેલી માયા અને ક્યાં મોહીતની માં જે આસાનીથી શિકાર થઇ ગઇ પછી એ મલકાઇ કે મારી માં ખૂબજ હોંશિયાર છે હું એનાં કહ્યાં પ્રમાણે જ વરતીશ મોહીત ચોક્સ માફી માંગશે મારી.. અને ત્યાં સુધીમાં પાછો મોહીતનાં માં નો ફોન પણ આવી જશે અને એ એમજ થોડીવાર બેસી રહી પછી એ પાછી બહાર નીકળી અત્યારે ખૂબ જ ઠંડી પડી રહી હતી એણે ગરમ સ્વેટર પહેર્યુ હતું છતાં ઠંડી વાઇ રહી હતી એણે બેડ પરથી બ્લેન્કેટ લીધું. અને મોહીતને જઇને ઓઢાડી આવી એણે મોહીતની સામે જોયું.
એ મોહીતની સામે ટગર ટગર જોઇ રહી હતી સૂતેલો મોહીત એટલો નિર્દોષ અને ભોળો લાગી રહેલો અને મોહીતનો સાંજનો પ્રેમ યાદ આવી ગયો એણે મોહીતનાં કપાળે હાથ ફેરવી ચૂમી લીધો. મોહીતને કાંઇ અસર નહોતી એણે એટલો બધો દારૂ પીધેલો કે એ સાવ નિર્જીવ પત્થરની જેમ પડેલો અને ઘસઘસાટ ઊંઘી રહેલો.
મોહીતને બ્લેન્કેટ ઓઢાડીને એ પાછી અંદર આવી અને પોતાનો મોબાઇલ જોવા લાગી.. એને કંઇક વિચાર આવ્યો અને એણે એક તરફ પૂલ તરફ નજર કરી બધુ સૂમસામ હતું ઠંડી ખૂબ હતી એણે મોબાઇલ પાછો સોફા પર મૂકી દીધો અને કીચનમાં જઇ ફીઝ ખોલીને સ્ટ્રોંગ બીયર નું ટીન કાઢ્યું અને એણે સીલ તોડીને એક સાથે ગટગટાઇ ગઇ એને થયું ખૂબ ઠંડી છે મારાંથી સેહવાતી નથી બીયર પી લઊં પણ એની ઠંડી ઓછી જ નહોતી થતી.. એણે પાછું ફીઝ ખોલ્યું એમાં મોહીતે અધૂરી પીધેલી પહેલાંની બ્લેકલેબલ પડી હતી એને વિચાર આવ્યો બીયર ઠીક છે પણ મોહીત વ્હીસ્કી શા માટે ફીઝમાં રાખતો હશે ? ઠીક છે એણે બ્લેકલેબલ સીધીજ મોઢે માંડી અને થોડાં નીટ ધૂટ પીને એણે બોટલ ત્યાં જ પાછી હતી એમ મૂકી દીધી અને સોફા પરથી ફોન લઇને એ એનાં બેડરૂમમાં આવી અને દરવાજો બેડરૂમમાં અંદરથી લોક કરી દીધો.
મલ્લિકાએ બીયર એનાં ઉપર નીટ વ્હીસ્કી પીધી હતી એને ધીમે ધીમે નશો ચઢી રહેલો એ બેડ પર સૂતી સૂતી એનો મોબાઇલ મચડવા માંડી. અને ત્યાં એણે મીસ એક્ષનો મેસેજ જોયો એનાં હોઠ હસી ઉઠ્યાં એણે એમાંથી વીડીયો કોલ. જોડ્યો એને ખબર નહોતી રાતનો છેલ્લો પ્રહર જઇ રહ્યો છે અને એ વીડીયો કોલ કરી રહી છે.. થોડીવાર ટયુન ટયુન થયાં કહ્યું પછી સ્ક્રીન પર આકૃતિ આવી ગઇ.. હાય મલ્લો. હાઉ આર યુ ? અત્યારે આ સમયે ? મોહીત શું કરે છે ?
મલ્લિકાનાં મગજ પર દારૂનો નશો હતો એવો કહ્યું "એ દારૂ પીને ઘસોટી ગયો છે. મેં પણ બે ઘૂંટ માર્યા છે.. ફોન હાથમાં લીધો તારો મેસેજ જોયો.. યાર પછી બાકી રહે ચાન્સ હતો.. ચાન્સ માર્યો વીડીયો કોલનો તે ઉપાડ્યો.. આ દારૂ પણ ખરો છે... તમે તમે કરતાં ક્યારે તું તાં પર આવી ગઇ ખબર જ ના પડી..
અરે કંઇ નહીં તુંકારામાં નીકટતા છે. ડોન્ટ વરી બાય ધ વે કેવું છે ન્યૂયોર્ક ? મારે નેક્સટ વીકમાં ત્યાં આવવાનું છે આપણે મળીશુંજ મારાં મેસેજ અને કોલથી મોહીતનાં શું રીએક્શન છે ? તેં શું કીધું છે ? મલ્લિકાએ નશીલી આંખે ઉલાળો લેતાં કહ્યું "બસ રમાડું છું મારી કલીગ છે મને ખૂબ મીસ કરે છે એવું કીધું છે પણ તારા મેસેજ અને કોલ આવે એને ગમતુ નથી એ અંદરને અંદર ખબર નહીં કેમ અકળાય છે.. એણે પૂછ્યું છે મીસીસ એક્ષ છે કોણ ? એનું નામતો હશે ને મેં કીધું અમે ઓફીસમાં એ રીતેજ બોલાવીએ છીએ.. એમ કહીને એ ખડખડાટ હસી પડી સામે સ્ક્રીનમાં પણ ખૂબ હસા હસી થઇ ગઇ વાહ મલ્લિકા યુ આર વેરી સ્માર્ટ.. યુ આર વેરી બ્યુટીફુલ એન્ડ સ્માર્ટ પર્સન.
મલ્લિકાએ કહ્યું "ઓહ થેકસ એ લોટ બાય ધ વે હું પછી વાત કરું મને સખત ઊંઘ આવી રહી છે ડીયર આઇ વોન્ટ યુ સ્લીપ બાય એમ કહીને એણે ફોન ડીસ્કનેક્ટ કર્યો અને એ એમજ બેડ પર સૂઇ ગઇ.
**************************
"હેલ્લો મોનીકાબેન કેમ છો ? મજામાં ને મને થયું લાવ વાત કરી લઉ. બે દિવસ પહેલાં વાત થઇ હતી તો તમારે યુ.એસ. વાત થઇ ગઇ હશે. આપણેય શું આપણાં છોકરાઓનું સુખ અને એમને જીવનમાં મજા આવે એવુંજ વિચારતાં હોઇએ ને બળ્યુ આપણું તો જીવન ગયુ જેવું ગયું એવું પણ છોકરાઓએ આટલી મહેનત કરી છે તો એ લોકો પણ મોજ મજા કરીને આપણને સમજાય એવું એમનાં સારાં માટે સમજાવીએ પછી તો એ લોકોએ નક્કી કરવાનું છે બધું અને તમારો મોહીત તો કેટલો બધો પ્રેમાળ અને લાગણીશીલ છે છોકરાએ કેટલી મહેનત કરી છે ત્યારે આવી સક્સેસ મળી છે ભલે ને. ઉજવતાં મજા કરતાં હેં ને શું કહેવું છે તમારું.. આતો હું જ બોલ્યાં કરું છું મોનીકાબેન શું કહો છો તમે ?
મોહીતની મંમીએ કહ્યું "હાં મારો મોહીતનો ખૂબ સમજુ અને પ્રેમાળ છે ખૂબ લાગણીવાળો છે સામે વાળી વ્યક્તિને એનાંથી કોઇ રીતે દુઃખનાં પહોચે એની એ ખૂબ કાળજી રાખે છે. અને કાલીબેન મેં મોહીત સાથે વાત કરી છે બધી હવે એલોકો ભેગા મળીને વિચારશે એમને જે નિર્ણય કરવો હશે એ કરશે.
કાલીન્દીબહેનને લાગ્યું કે મોનીકાબહેન વાત ટૂંકી કરી પતાવવાનાં મૂડમાં છે એટલે પાછી ચાલ બદલી એમણે કહ્યું "મૂઇ હું પણ ક્યા મૂહૂર્તમાં તમને વાત કરી કે મોહીતને સમજાવજો પણ ત્યાં તો બધુ આડુ વેતરાયું છે. દીકરા મોહીતને તો એવું લાગ્યું છે કે મેં જ તમને ચઢાવ્યા છે મોહીતને સમજાવવા કે પિતા બનવાની હમણાં ઉતાવળ ના કરે એને ખૂબ માઠું લાગ્યું છે અને મલ્લિકાને એણે જેમ ફાવે તેમ બોલીને ખૂબ હડદૂત કરી છે. બળ્યું મને શું ખબર તો હું મારી જીભ તમારી પાસે ખોલત જ નહીં આતો છોકરાઓ નાનાં છે હજી હરેફરે મજા કરે એવો આશય જ હતો બાકી મૂડીનું વ્યાજ કોને ના ગમે ? કંઇ નહીં આતો બે જણાં વચ્ચે ખટરાગ થયો એટલે મને ખૂબ દુઃખ પહોચ્યું છે.. તમારું માં નું હૃદય છે એટલે થયું લાવ તમને વાતની જાણ કહ્યુ બાકી આમાં તો એમણે જ નક્કી કરવાનું છે આપણે કોણ કહેનારા ?
અને મોનીકાબહેન ગમે તેમ તોય અમે તો છોકરીવાળા અમારો હાથ તો કાયમ નીચો જ રહેવાનો અમારાથી કંઇ વધારે બોલાય કહેવાય નહીં કંઇ જો જમાઇને ખરાબ લાગી જાયતો છોકરીનું જીવન બગાડી બેસીએ.. એમ કહીને ખોટાં ખોટાં ધુસ્કા ખાઇને રોવાની એક્ટીંગ કરી.. અને એની ધારી અસર થઇ...
મોનીકાબ્હેને કહ્યું "અરે વેવણ એમાં આટલું ઓછું કેમ લાવો છો ? તમે શું ખોટું કીધું છે ? છોકરાઓને સુખનો જ વિચાર કર્યો છે ને... આમ રડો નહીં આતો મને એવું લાગે મારાથી કોઇ ગુનો થઇ ગયો છે તમે ચિંતા ના કરશો હું મોહીત સાથે વાત કરી લઇશ.
કાલીન્દીબહેનનું મેલું મન ખુશીથી નાચી ઉઠ્યું પણ નાટક ચાલુ રાખીને બોલ્યાં "મોનીકાબેન બોલ્ટ ચાલ્યું માફ કરજો પણ આતો.. કંઇ નહીં હું ફોન મૂકુ એમ કહીને તરત જ ફોન કાપી નાંખ્યો..
મોનીકા બ્હેનનાં હાથમાં ફોન રહી ગયો એ ઊંડા વિચારોમાં પડી ગયાં શોકમગ્ન થઇ ગયાં અરે ત્યાં મોહીત મલ્લિકા વચ્ચે શું થયું હશે ?...
વધુ આવતા અંકે -- પ્રકરણ-20