નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે મોહિની અજય પાસે જાય છે અને ધરા રનજીતસિંગ ને ફોન કરી પુરાવા માટે ફેક્ટરી પર જવાનુ કહે છે હવે જોઈએ આગળ. . . . . .
રનજીતસિંગના કહેવાથી ધરા એમને એનુ સરનામુ મોકલે છે. ધરા રનજીતસિંગની રાહ જોઈ બેઠી હોય છે. આ બાજુ મોહિની અજય ના ઘરે પહોંચે છે, અજય હોલ મા બેઠો લેપટોપ મા એનુ કામ કરતો હોય છે. મોહિની અજય પાસે જાય છે. અચાનક હોલ મા ગરમી નુ પ્રમાણ વધી જાય છે. અજય એસી નુ ટેમ્પરેચર ડાઉન કરે છે. તો પણ ગરમી ઓછી નઈ થતી અજય નુ ગળુ સુકાય છે. એ પાણી પીવા રસોડા મા જાય છે. એ ફ્રિઝ ખોલે છે તો અંદર ભયાનક પડછાયો જોઈ ગભરાઈ ને નીચે પડી જાય છે. એ પડછાયો બહાર નીકળે છે અજય ના હાથ પગ ધ્રૂજવા લાગે છે. એ ત્યાથી ભાગી ને હોલ મા આવે છે, હોલ મા પણ એને એ પડછાયો સામે જ દેખાય છે. અજય ઉપર બેડરુમ મા જવા દોડે છે કે એ પડછાયો એકદમ અજય ની સામે આવી ને અજય ને નીચે ફેંકે છે. પછી અજય ને પકડી ને બહાર લઈ જાય છે. અજય બૂમો પાડ્યા કરે છે કે કોણ છે તુ કેમ મારી સાથે આમ કરે છે, મે શુ બગાડ્યુ છે તારુ પણ અજય ને કોઈ જવાબ મળતો નથી. એ અજય ને પકડી ને ફેક્લટરી એ લઈ જાય છે. ધરા અને રનજીતસિંગ ત્યા પહોચી ગયા હોય છે. અને સંતાઈ ને બેઠા હોય છે. એ પડછાયો અજય ને લઈ ને ફેક્ટરી પહોંચે છે. અજય ફરી એને પુછે ઼છે કે કોણ છે તુ ? એ પડછાયો જવાબ આપે છે કે હુ મોહિની છુ.
અજય : કોણ મોહિની
મોહિની : આટલુ જલ્દી ભૂલી ગયો તુ? આ જગ્યા પણ તને યાદ નથી ?
અજય : મને નય ખબર આ બધુ શુ થઈ રહ્યુ છે, તુ શા માટે આવુ કરે છે મે શુ બગાડ્યુ છે મોહિની તારુ. ( અચાનક અજય ને યાદ આવે છે. ) તુ મોહિત ની પત્નિ ! !
મોહિની : હા હુ એ જ છુ યાદ આવ્યુ ને તને, તે મારી સાથે શુ કર્યુ યાદ કર અજય નય તો હુ યાદ અપાવુ તને.
અજય : મોહિની મને કશુ નથી યાદ
મોહિની : નાલાયક ખોટુ બોલે છે, તે મારા મા બાપ ની હત્યા કરી મારી હત્યા કરી અને કહે છે કશુ યાદ નથી.
અજય : મોહિની હુ સાચુ કહુ છુ તારી, તારા મા બાપ ની હત્યા મે નથી કરી મારો વિશ્વાસ કર.
આ સાંભળતા જ મોહિની ગુસ્સે થઈ જાય છે અને અજય ને જોર થી ધક્કો મારે છે અજય હવા મા ઉછળી ને નીચે પડે છે, અજય ને ખૂબ વાગે છે. આ બાજુ રનજીતસિંગ ધરા ને કહે છે.
રનજીતસિંગ : ધરા મોહિની ને રોકો નય તો અજય ને કઈ થઈ જશે તો સાચી વાત સામે નય આવે.
ધરા : મોહિની એ બધી વાત કરી તો છે મને અને એ મે તમને કહ્યુ છે મારો ભાઈ ગુનેગાર છે તો એને સજા મળવી જોઈએ
રનજીતસિંગ : પણ મને લાગે છે કે અજય નિર્દોષ છે.
ધરા : એ તમે કેવી રીતે કહી શકો છો.
રનજીતસિંગ : હુ આટલા સમય થી પોલિસ મા ફરજ બજાવુ છુ હુ ગુનેગાર ની આંખો મા જોઈ ને ઓળખી જાઉ છુ કે એ ગુનેગાર છે કે નિર્દોષ મને અજય ની આંખો મા નિર્દોષતા દેખાય છે તમે મોહિની ને રોકો ક્યાંક એવુ ન થાય કે અજય માર્યો જાય ને પાછળ થી ખબર પડે કે અજય નિર્દોષ હતો.
ધરા : એવુ હોય તો હુ રોકુ છુ મોહિની ને.
ઘરા ત્યાથી ઊભી થઈ ને મોહિની ની સામે જાય છે.
ધરા : થોભી જા બહેન એને ના મારીશ.
અજય : ધરા સારુ થયુ તુ આવી ગઈ મને બચાવી લે મે કશુ નય કર્યુ આ મને મારી નાંખશે.
ધરા : હા ભાઈ હુ વાત કરુ છુ ને! !
મોહિની : ધરા તુ બધુ જાણવા છતા મને રોકે છે કેમ? અને અજય નો સાથ આપે છે.
ધરા : બહેન હુ જાણુ છુ પણ તારે આનો અસલી ચહેરો પણ બધા ની સામે લાવવાનો છે ને તો, તુ એને મારી નાખીશ તો એનો અસલી ચહેરો, લોકો ની સામે નય આવે. હુ વાત કરુ છુ એની સાથે .
મોહિની : ઠીક છે ધરા તુ વાત કર.
ધરા : ભાઈ તુ સાચુ બોલ તે મોહિની ની હત્યા કેમ કરી?
અજય : હુ સાચુ કહુ છુ બહેન મે એ બધા ની હત્યા નથી કરી
ધરા : ભાઈ ખોટુ ના બોલીશ નય તો હુ પણ તને નય બચાવી શકુ મોહિની તને મારી નાખશે. એ એના મા બાપ નો બદલો લેવા તડપી રહી છે.
અજય : હુ સાચુ કહુ છુ , તુ મોહિની ને પુછ કે એણે હત્યા કરતી વખતે ચહેરો જોયો હતો કે એ હુ જ હતો?
ધરા : મોહિની તે અજય નો ચહેરો જોયો હતો.
મોહિની : ચહેરા પર માસ્ક હતો એટલે ચહેરો તો નય જોયો પણ હતો અજય જ કેમ કે એણે જ મને મોહિત થી દૂર થઈ જવા કહ્યુ હતુ.
અજય : મે કહ્યુ હતુ મોહિત થી દૂર થવા પણ મે તમારા બધા ની હત્યા નય કરી.
એટલા મા રનજીતસિંગ બહાર આવે છે.
રનજીતસિંગ : જો તમે હત્યા નય કરી તો કોણે કરી? જે હોય એ સાચુ કહો બચવા માંગતા હોય તો.
અજય : હત્યા મે નય કરી એ સાચુ છે કેમ કે એ, હત્યા ના બે દિવસ પહેલા તો હુ મારા બોસ ના કહેવાથી વિદેશ ગયો હતો અને ત્યા થી અઠવાડિયા પછી આવ્યો.
રનજીતસિંગ : જો, તમે વિદેશ ગયા હતા તો હત્યા કોણે કરી અને તમારી પાસે કોઈ સાબિતી છે કે તમે વિદેશ ગયા હતા
અજય : હા છે મારા પાસપોર્ટ મા વિદેશ નો સિક્કો માર્યો છે એ જોઈ લો, ફ્લાઈટ ની ટિકિટ અને એ દિવસ ની એઈરપોર્ટ ના કેમેરા મા જોઈલો કે હુ ક્યા હતો.
રનજીતસિંગ : એ બધુ તો બનાવટી રીતે પણ થઈ શકે છે સાચુ કહો નય તો અમે તમારા અને મોહિની ની વચ્ચે થી હટી જવુ પડશે.
અજય : મારા દિકરા હેત મને માફ કરજે હુ તારા અપાયેલા સમ તોડુ છુ. મોહિની તમારા લોકો ની હત્યા મે નય કરી મારા બોસે કરી છે.
ધરા : ભાઈ તમારા બોસ ની મોહિની સાથે શુ દુશ્મની હતી તો હત્યા કરી નાંખી.
અજય : તુ મોહિત ને પસંદ કરતી હતી ને એની સાથે લગ્ન કરવા માંગતી હતી પણ મોહિની મોહિત ને છોડવા તૈયાર ન હતી એટલે બોસે હત્યા કરી નાંખી.
ધરા : પણ તમારા બોસ ને મારી સા઼થે શુ લેવા દેવા છે તો એમણે આવુ કર્યુ?
અજય : ધરા મને માફ કરજે પણ હુ મારા દિકરા ના લીધે મજબૂર હતો ને તારા થી એક વાત છુપાવી.
ધરા : કઈ વાત ભાઈ.
અજય : એ જ કે હુ તારો ભાઈ નથી ને તુ મારી બહેન નથી.
ધરા : ભાઈ આ શુ બોલો છો તમે ભાન મા તો છો.
અજય : આ સાચુ છે ધરા અને મારો બોસ બીજુ કોઈ નથી પણ તારા પિતા છે.
ધરા એ સાંભળી એકદમ ભાંગી પડી ને નીચે બેસી ગઈ થોડીવાર પછી ઊભી થઈ.
ધરા : તમે મારા ભાઈ નથી ને એ મારા પિતા છે તો અત્યાર સુધી મારા થી કેમ છુપાવી ને રાખ્યુ મને કેમ પિતા હોવા છતા અનાથ ની જેમ મોટી કરી શા માટે મને જવાબ જોઈએ ભાઈ બોલો કેમ આવુ બધુ ?
અજય : કેમ કે તારા પિતા એ મને મારા દિકરા ના સમ આપ્યા હતા અને મારા દિકરા ને જીવતો રાખવા માટે મારે આ બધી વાત છાની રાખવી પડી ને તને ખોટુ કહ્યુ કે આપણા મા બાપ અકસ્માત મા મૃત્યુ પામ્યા છે અને તારો ભાઈ બની ને તને મોટી કરી.
ધરા : હુ કંઈ સમજી નહી હેત ના લીધે તમે મારા થી બધી વાત છાની રાખી?
રનજીતસિંગ : અજય જે હોય એ ચોખ્ખુ કહો તો એનો કોઈ રસ્તો નીકળે આમ ગોળ ગોળ વાત ના ફેરવો.
ક્રમશ : . . . . . . . . . . . . . . . . . . . . . . . . .