Destiny - 3 in Gujarati Love Stories by Rayththa Viral books and stories PDF | Destiny Part: - 3 ( ‘અશક્ય’ શબ્દમાં જ ‘ શક્ય ’)

Featured Books
Categories
Share

Destiny Part: - 3 ( ‘અશક્ય’ શબ્દમાં જ ‘ શક્ય ’)

Destiny Part: - 3

( ‘અશક્ય’ શબ્દમાં જ ‘ શક્ય ’)

Destiny માં આપણે અત્યાર સુધી જોયું પાર્થ અને વૈભવ બંને જ્યાં દરરોજ ચા ની ટપરી પર બેસતા હોય છે.તેની સામે ઉભેલા એક પાણીપુરીવાળા ભાઈ પાસે એક છોકરી પાણીપુરી ખાવા માટે આવે છે.પાર્થ તેને જોવે છે અને તેને યાદ આવે છે કે આ એજ છોકરી છે જેને પાર્થએ રવિવારે ક્રિકેટના ગ્રાઉંડમાં જોઈ હતી,જે ત્યાં ચક્કર મારી રહી હતી.પાર્થ આ વાત તેના મિત્ર વૈભવને કહે છે.પાર્થ અને વૈભવ બંને ચર્ચા કરી રહ્યા હોય છે એટલામાં પેલી છોકરી પાણીપુરી ખાઇ અને જતી રહે છે.

બીજી બાજુ મલ્હાર આગળ વાર્તામાં જણાવે છે કે મૂળજી ઝવેરીની કંપની “કિંગ ઓફ ડાયમંડ” પાસે નોકરી મેળવી બહુ જ સરળ હતી.પરંતુ હીરાનું કામ શીખવું બહુ કઠિન.હીરાનું કામ શીખવાડવામાં મલ્હાર અને જનકની મદદ મલ્હારના બાપુજી એટલે કાનજીઝવેરી કરે છે.મલ્હારને હીરાનું કામ ફાવી જાય છે પરંતુ જનક આ કામ શીખવામાં અસફળ રહે છે.પાછળથી મૂળજી ઝવેરીનો મેનેજર જનકને નામુ લખવાનું અને હિશાબ કરવાનું કામ આપે છે.આ બધા વચ્ચે વિદેશની મોટી કંપની “રોયલ ગ્રુપ ઓફ ડાયમંડ” જેના એક માત્ર ઓર્ડર પર મૂળજી ઝવેરીની કંપની નું ભવિષ્ય નક્કી થવાનું હતું,તે ટૂંક સમયમાં ભારત આવે છે તે માહિતી મળે છે.જેથી મૂળજી ઝવેરી અમુક નિર્ણયો લઈ અને બધા કામદારો સાથે મિટિંગ કરે છે.મિટિંગમાં મૂળજી ઝવેરી આટલા મોટા અને જેના પર મૂળજી ઝવેરીની કંપની “કિંગ ઓફ ડાયમંડ” નું ભવિષ્ય ટકેલું હતું,તેની જવાબદારી મલ્હાર અને જનકને શોપે છે.આ નિર્ણય મુજબ આ ઓર્ડરને લેવાની જવાબદારી મલ્હાર અને જનક ને શોપવામાં આવે છે.આ વાત જાણ્યા પછી સૌથી મોટો ઝટકો જનકને લાગે છે,કારણકે આમ અચાનક મૂળજી ઝવેરી આટલા મોટા ઓર્ડરની જવાબદારી આપવા રાજી કઈ રીતે થયા.

મલ્હાર અને જનક રસ્તા પર ચાલીને જઈ રહ્યા હોય છે,ત્યારે તેમની આગળ એક આલીશાન ગાડી આવે છે.આ ગાડી બીજા કોઇની નહીં પરંતુ મેઘા ઝવેરી ની હોય છે.મેઘા ઝવેરી મલ્હાર અને જનકને ઓફર આપે છે કે તે બંને મૂળજીઝવેરી ના સમગ્ર ઓર્ડરની જાણકારી મેઘા ઝવેરીને આપે જેથી વિદેશની કંપની “રોયલ ગ્રુપ ઓફ ડાયમંડ” નો મોટો ઓર્ડર મેઘાની કંપની “માસ્ટર ઓફ ડાયમંડ” મળી જાય.આ જાણકારી આપવાના બદલામાં મેઘા ઝવેરી મલ્હાર અને જનકને તેની કંપની “માસ્ટર ઓફ ડાયમંડ” માં ૩૦%ની ભાગીદારી(Partnership) કરી આપશે.અને આ ભાગીદારીના કાગળ આજ સાંજ સુધીમાં તેમણે મળી પણ જશે.આ વાત સાંભળ્યા પછી જનક કોઈ પણ જાતના વિચાર કર્યા વગર તરત હાં પાડી દે છે.પરંતુ મલ્હાર કહે છે કે તેને આ ઓફર મંજૂર નથી.

હવે અહીથી આગળ....

“આજે કેમ એકલા છો.? તમારો ભાઈબંધ ક્યાં ગયો.?” ચા-વાળા ભાઈએ પાર્થને વૈભવ વિશે પૂછ્યું.

“આજે એના ઘરે મહેમાન આવ્યા હતા.હમણાં થોડીવાર પહેલા જ ફોન કર્યો,તો એને કહ્યું કે હમણાં જ મહેમાન ગયા,તો બસ આવું જ છું.”પાર્થએ કહ્યું.

“તો ચા આપું કે પછી.? ” ચા-વાળા ભાઈએ પૂછ્યું.

“ના રાહ જોઈએ હમણાં આવતો જ હશે.આમપણ ચા પીવાની મજા,તો ભાઈબંધ સાથે જ આવે.” પાર્થએ કહ્યું.

થોડીવાર થઈ પણ વૈભવ આવ્યો નહીં એટલે પાર્થએ ફરી ફોન કાઢ્યો અને આમતેમ જોતાં બોલ્યો..“આ લબાળ હજુ ના આવ્યો.ફરી ફોન કરવો પડશે.”

હજુ તો પાર્થ ફોન કરે તે પહેલા ચા-વાળા ભાઈ બોલ્યા..“ફોન કરવાની જરૂરત નથી જોવો ત્યાં સામે,પાણીપુરી વાળા સાથે વાતો કરે છે.તમારો ભાઈબંધ”

“તે ગાંડો,ત્યાં શું કરે છે” પાર્થએ કહ્યું.

થોડીવાર થઈ એટલે વૈભવ આવ્યો.વૈભવ રોજ કરતાં કઇંક વધુ જ રાજી દેખાય રહ્યો હતો.આવતાની સાથે જ તેને પાર્થને કહ્યું “આજે ચા અને નાસ્તાના પૈસા હું આપીશ.અને હાં આ રવિવારે રાત્રે તારું જમવાનું મારા ઘરે છે.”

“જમવાનું તો ઠીક છે.પહેલા મને એમકે,પેલા પાણીપુરી વાળા પાસે તું શું પૂછપરછ કરતો હતો.?ક્યાંક પેલી કુતરાવાળી છોકરીનું તો નહતો પૂછતોને..?” પાર્થએ ગંભીર સ્વરમાં પૂછ્યું.

“હાં,કુતરાવાળી છોકરીનું જ પૂછી રહ્યો હતો.બોલ,શું કરીશ તું..?” વૈભવએ હસતાં-હસતાં કહ્યું.

“વૈભવ મજાકના કરીશ.બોલ શું પૂછતો હતો તું એમને..?” પાર્થએ ગંભીરતા પૂર્વક પૂછ્યું.

“કઇ નહી ભાઈ.આ બધી વાતને બાજુ પર રાખ,તારા માટે જોરદાર ખુશખબર છે.” વૈભવએ કહ્યું.

“શું ખુશખબર.?” પાર્થએ પૂછ્યું.

“પેલી કુતરાવાળી છોકરી આજે અમારા ઘરે આવી હતી.” વૈભવએ કહ્યું.

“તે છોકરી તારા ઘરે.માનવમાં નથી આવી રહ્યું,તે તારા ઘરે શું કામ આવી હતી..?”પાર્થએ આશ્ચર્યની સાથે પૂછ્યું.

“એ જણાવું તને.એની પેલા ભાઈ તમે ૨ કટિંગ ચા આપો.” વૈભવએ ચાનો ઓર્ડર આપતા કહ્યું.

“ઑ,ચાના પૂજારી.તું પેલા બોલને એ તમારા ઘરે શા માટે આવી હતી..?” પાર્થએ ઉત્સુકતાની સાથે પૂછ્યું.

“એમાં થયું એવું કે મારા પપ્પા,મારા મોટાભાઈ માટે થઈને કોઈ છોકરી જોઈ આવ્યા હતા.મારા પપ્પાને તો છોકરી બહુ જ પસંદ હતી.ઉપરથી તે છોકરીના પપ્પા અને મારા પપ્પા સારા મિત્રો પણ હતા.બસ છોકરા અને છોકરીની મિટિંગ થવાની બાકી હતી.તો આજે છોકરા અને છોકરીનું મળવાનું અમારા ઘરે ગોઠવ્યું હતું.તેના ઘરના બધા સભ્યો અને અમારા ઘરના બધા સભ્યો પણ મળ્યા.છોકરો-છોકરી મળ્યા પછી એકબીજાને પસંદ કરે,તો વાત આગળ વધારવાની હતી.બંને મળ્યા અને એમને એકબીજાને પસંદ પણ કર્યા,તો આગળની બધી વાતો ચાલી રહી હતી.છેલ્લે વાતોનો અંત એ વાત પર થયો કે આ રવિવારે બંનેની સગાઈ કરી દઈએ.”વૈભવએ પાર્થને ચોકાવતાં કહ્યું.

“શું વાત કરે છે ભાઈ..? એટલે બંને જણાએ એકબીજાને પસંદ કરી લીધા,અને સગાઈ પણ નક્કી કરી નાખી.?” પાર્થએ ઉદાસ થતાં-થતાં કહ્યું.

“વાહ,આ તો બહુ જ સારા સમાચાર છે.આજ ખુશી પર બંને જણા લો ચા પીવો.”ચા-વાળા ભાઈએ કહ્યું

“અરે ભાઈ,૨ મિનિટ ઊભા રહો ચા પછી.વૈભવ તું બોલ આગળ શું થયું.?” પાર્થએ ચાને બાજુ પર મુક્તા કહ્યું.

“હાં ભાઈ.એમનો એવો આગ્રહ હતો કે સગાઈ આ રવિવારે જ રાખીએ.પહેલા પપ્પાએ કહ્યું આટલી બધી તૈયારી કઈ રીતે કરીશું.તો એમને કહ્યું આપણે નજીક-નજીકના જ સબંધીઑને આમંત્રણ આપીએ.રવિવાર સાંજે ૭ વાગ્યાનું મહુર્ત પણ સારું છે.મહામહેનત પછી પપ્પા પણ માની ગયા.પપ્પાએ કહ્યું સગાઈનો કાર્યક્રમ ઘરના ગાર્ડનમાં જ રાખીયે,આટલી જલ્દી કોઈ હૉલ પણ નહીં મળે.પેલા પાણીપુરી વાળાને પણ હું એજ પૂછવા ગયો હતો,તે આ રવિવારે આવી શકશે.કારણકે લગભગ દરેક લોકો આની પાણીપુરીના વખાણ કરે છે.તો મને થયું સગાઈમાં પણ આજ પાણીપુરી વાળો રાખીએ.પણ ભાઈતો પહેલાથી જ બુક છે.” વૈભવએ કહ્યું.

પાર્થ મનમાં અને મનમાં વિચારી રહ્યો હતો.જે છોકરીને આટલી પસંદ કરી રહ્યો હતો,તેની પણ સગાઈ તેના જ જીગરજાન ભાઈબંધના મોટાભાઈ સાથે થઈ.આમતો લગભગ બધી છોકરીને જોયા પછી પાર્થને પહેલી નજરનો પ્રેમ થઈ જતો.પરંતુ આ કુતરાવાળી છોકરીની વાત જ કઇંક અલગ હતી.કોઈપણ વ્યક્તી એક વાર ખાલી એને જોવે એટલે બસ એને જ જોયા કરે.એના ગાલ,એની ચાલ,ખાસ તો એની આંખો.આંખો તો એવી જોરદાર કે આપણને એમ થાય બસ આજ આંખો માં ખોવાય જઈએ.આ બધુ પાર્થ વિચારી રહ્યો હતો,એટલામાં વૈભવ બોલ્યો..

“ઑ હીરો,ક્યાં ગુમ થઈ જાય છે.તે સાંભળી લીધુંને આ રવિવારે તારી હાજરી બપોરથી અમારા ઘરે જોઈશે.” વૈભવએ ફરી કહ્યું.

“ભાઈ,મારે તો રવિવારે બહુ બધુ કામ છે.સાથે-સાથે દાદાને દવાખાને પણ લઈ જવાનું છે.હું નહીં આવી શકું.” પાર્થએ કહ્યું.

“કેમ ભાઈ,આવું થોડી ચાલે.મારો જીગરજાન ભાઈબંધ મારા ભાઈની સગાઈમાં ના આવે એવું થોડી ચાલે.તારે તો કોઈ પણ ભોગે આવું જ પડશે.” વૈભવએ કહ્યું.

“હાં,જોઈએ.હું પ્રયત્ન કરીશ.તું આ બધુ બાજુ પર મૂક,નામ શું છે પેલી કુતરાવાળી છોકરીનું..?” પાર્થએ પૂછ્યું.

“કુતરાવાળી છોકરીનું નામ તો નથી ખબર ભાઈ.” વૈભવએ કહ્યું.

“નથી ખબર..?તારા ભાઈની સગાઈ નક્કી કરી નાખી અને તને તારી ભાભીનું નામ પણ નથી ખબર.શું કઈપણ બોલે છે.” પાર્થ કહ્યું.

“હું નહીં ગાંડા,તું કઈપણ બોલે છે..? તને કોને કહ્યું કે પેલી કુતરાવાળી છોકરી સાથે મારા ભાઈની સગાઈ નક્કી થઈ છે.?” વૈભવએ કહ્યું.

“હમણાં જ તો બોલ્યો તું,તારા પપ્પા તારા ભાઈ માટે છોકરી પસંદ કરી આવ્યા અને પેલી કુતરાવાળી છોકરી તારા ઘરે આવી હતી.” પાર્થએ કહ્યું.

“હાં,કુતરાવાળી છોકરી મારા ઘરે આવી હતી અને મારા પપ્પા પણ મારા ભાઈ માટે છોકરી સોથી લાવ્યા હતા.પણ અકલના દુશ્મન,આ કુતરાવાળી છોકરી અને મારા પપ્પાને ગમી હતી તે છોકરી,બંને અલગ-અલગ છે.” વૈભવએ કહ્યું.

“શું,વાત કરે છે.તો પછી આ કુતરાવાળી છોકરી તમારા ઘરે શા માટે આવી હતી.?”પાર્થના જાણે જીવમાં જીવ આવ્યો.

“તે કુતરાવાળી છોકરી,મારા ભાભીની નાની બહેન છે.આજે એમનો આખો પરિવાર અમારા ઘરે આવ્યો હતો,એટલે પેલી કુતરાવાળી છોકરી પણ એમની સાથે આવી હતી.”વૈભવએ કહ્યું.

“અચ્છા એવું છે.હાશ,ભાઈ મને તો એમ તારા ભાઈ અને આ કુતરાવાળી છોકરીની સગાઈ થવાની છે.” પાર્થએ ચોખ પાડતા કહ્યું.

“ઓહ,હવે મને સમજાય છે.તારે રવિવારના ઘણા કામ કેમ આવી પડ્યા હતા.”વૈભવએ કહ્યું.

“ના ભાઈ,એવું નહતું.”પાર્થએ હસતાં-હસતાં કહ્યું.

“હવે બધુ પૂરું થયું હોય તો,ચા પીલો ભાઈઓ.”પેલા ચા-વાળા ભાઈએ કહ્યું.

“સારું લાવો.પાર્થ હવે રવિવારે આવીશ ને..?” વૈભવએ પૂછ્યું.

“હાં,હાં ભાઈ.તારા ભાઈની સગાઈ હોય અને હું ના આવું,એવું બને ખરી.પણ ભાઈ પહેલા એમકે પેલી કુતરાવાળી છોકરીનું નામ શું છે.?” પાર્થએ પૂછ્યું.

“એનું સાચું નામ તો મને નથી ખબર.પણ તેના ઘરના લોકો તેને વારેઘડીએ ‘મીની’ કહીને બોલાવતા હતા.” વૈભવએ કહ્યું.

“વાહ, ‘મીની’.કેટલું કોમળ નામ છે નહીં.”પાર્થએ કહ્યું.

“હાહો,મારા કોમળ કુમાર.હવે રવિવારે તૈયાર થઈ જજો.”વૈભવએ કહ્યું.

“રવિવારે તૈયાર તો થઈ જઈશ.પણ ભાઈ.. ” પાર્થ બોલતા-બોલતા અટક્યો.

“વળી શું થયું..? કેમ બોલતા-બોલતા અટક્યો.? ” વૈભવએ પૂછ્યું.

“પણ ભાઈ તને લાગે છે,આ વખતે મારો મેળ પડશે.તને તો ખબર જ છે,આપણે તો સિંગલ રાજા છીએ.”પાર્થએ ઉદાસ થતાં-થતાં કહ્યું.

“બધુ સેટ થઈ જશે.ભગવાન પર ભરોસો રાખ,અને હાં કુતરા રમાડવાનું શીખી લેજે.” વૈભવએ પાર્થની મજાક કરતાં કહ્યું.

“ભાઈ તને મસ્તી સુજે છે.મને અહીયાં ટેન્શન થાય છે.ઉપરથી દાદાએ એમના સૌથી મોટા સપનાને એમના પાસે આવી ગયા પછી પણ ના પાડી દીધી છે.”પાર્થએ કહ્યું.

“તારા દાદાનું વળી કયું સપનું..? અને એ પણ પાછું આ ઉમરમાં.?” વૈભવએ આશ્ચર્યની સાથે પૂછ્યું.

“કઈ નહીં ભાઈ.એમની વાર્તામાં છે એ બધુ તું નહીં સમજે.” પાર્થએ કહ્યું.

“ઓકે,સારું ચલ તો હવે સીધા રવિવારે મારા ઘરે મળીએ.તારી કુતરાવાળી પણ આવાની છે,તો તૈયાર થઈને જ આવજે.”વૈભવએ ફરી પાર્થની મસ્તી કરતાં-કરતાં કહ્યું.

“ભાઈ,કુતરાવાળી નહીં એનું નામ મીની છે.” પાર્થએ કહ્યું.

“હાં,હવે એજ.કેવું નહીં ભાઈ,કુતરાવાળીનું નામ ‘મીની’.” વૈભવએ હસતાં-હસતાં કહ્યું.

“હાં,સારું ચલ મળીએ.” પાર્થએ પણ હસતાં-હસતાં વૈભવને આવજો કહ્યું.

-----------------------------------------------------------------------------------------------------------

પાર્થ વાર્તા સાંભળવા માટે દરરોજ કરતાં આજે કઇંક વધુ જ ઉતવાળો થઈ રહ્યો હતો.તેને જાણવાની ઉત્સુકતા હતી,આખરે શા માટે મૂળજીઝવેરી એ આટલા મોટા ઓર્ડરની જવાબદારી મલ્હાર અને જનકને શોપી. શા માટે મલ્હારએ મેઘા ઝવેરીની ઓફરને ઠુકરાવી.અને સૌથી અગત્યનું પેલો વિદેશી ઓર્ડર આખરે મળ્યો કોને.

“દાદા,કોઈ પણ જાતની પૂર્વ-ભૂમિકા વગર વાર્તાની શરૂવાત કરો.આજે મને આગળનો ભાગ સાંભળવાની બહુ જ ઉત્સુકતા છે.” પાર્થએ મલ્હાર પાસે જતાની સાથે જ પોતાનો ઓર્ડર સંભળાવી દીધો.

“વાહ,સિંગલ રાજા આજે કઇંક અલગ જ મૂડમાં છે.શું થયું કોઈ છોકરી મળી છે શું..?” મલ્હારએ વાત ફેરવતા કહ્યું.

“દાદા કોઈ છોકરી નથી મળી.તમે આગળ વાર્તા ચાલુ કરોને.”પાર્થએ ફરી વાર્તાની વાત કહી.

“સારું,સાંભળ.”મલ્હારએ આટલું બોલી અને વાર્તા કહેવાની શરૂવાત કરી.

ધંધામાં ૩૦%ની ભાગીદારી વાળી મેઘાએ આપેલી ઓફર સાંભળી અને જનકો એક જાટકે ઓફર સ્વીકારવા તૈયાર થઈ ગયો.પણ હું આ ઓફરનો વિરોધ કરી રહ્યો હતો.મેઘાની સામે જ એને મને પૂછવાનું શરૂ કરી દીધું.શા માટે મને આ ઓફર મંજૂર નથી.? સાથે-સાથે એને પૂછ્યું“મલ્હાર આપણે આ દિવસની વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા.જ્યારે આપણું શેઠ બનવાનું સપનું હકીકત બની રહ્યું છે,ત્યારે છેલ્લી ઘડીએ આમ ના પાડવાનું કારણ શું છે.?”

“૨ મિનિટ ગાડી ઊભી રાખોને.અમારે બારે જઈને થોડી ચર્ચા કરવી છે.” મલ્હારએ મેઘાની સામે જોઈને કહ્યું.

“ગાડી બાજુ પર રાખો.”મેઘાએ ડ્રાઇવરને કહ્યું.

જેવી ગાડી ઊભી રહી એટલે હું અને જનકો બારે નીકળ્યા અને જનકો મારા પર જોરજોરથી બોલવા લાગ્યો “મલ્હાર તારામાં અકલ છે.તને ખબર છે આ મોહનઝવેરી અને મેઘાઝવેરી શું વસ્તુ છે.જો મોહનઝવેરીને ખબર પડી કે તેના ધંધામાં ભાગીદારીની ઓફર આપવા છતાં,આપણે તેની સામે જ આ ઓર્ડરમાં ઉતરી રહ્યા છીએ.તો મોહનઝવેરી આપણી એવી હાલત કરશે,જેની તો કલ્પના કરવી પણ શકય નથી.”

“જનકા,તું કેમ આટલો ડરે છે.મોહનઝવેરી આપણું કહી નહીં બગાડી શકે.”મલ્હારએ જનકને હીમત આપતાં કહ્યું.

“એવું તને લાગે છે.શરૂવાતથી તું તારા મનનું કરતો આવ્યો છો.એક પણ વાર તે મારી વાત માની નથી.આ વખતે મારા પર મહેરબાની કર અને માનીજા મારી વાત.મલ્હાર મેઘાઝવેરીની ઓફર સ્વીકારવામાં જ આપણાં બંનેની ભલાઇ છે.આ ઓફરમાં સૌથી વધુ નફામાં તું જ છો.શેઠ બનવાની સાથે-સાથે તને મેઘા પણ મળી જશે.”જનકએ ફરી મલ્હારને સમજાવતા કહ્યું.

“જનકા,તું સમજી નથી રહ્યો.હું માનું છું આપણે મૂળજીઝવેરી પાસે એટલે જ ગયા હતા કે સમય જતાં પક્ષ પલટો કરી અને મોહન ઝવેરી પાસે જતાં રહ્યે.જેથી શેઠનું સપનું અને મેઘા બંને મળી જાય.પણ હવે હું મોહન ઝવેરી સાથે દગો નહીં કરી શકું.”મલ્હારએ કહ્યું.

“પણ કેમ ભાઈ..?” જનકએ કહ્યું.

“તને ખબર છે મૂળજીઝવેરીએ આપણને આ ઓર્ડરની જવાબદારી શા માટે શોપી છે..?” મલ્હારએ કહ્યું.

“ના.પરંતુ આમ અચાનક આટલા મોટા ઓર્ડરની જવાબદારી આપણને મળી.હું ત્યારથી વિચારી રહ્યો છું કે નક્કી દાળમાં કઇંક કાળું છું.” જનકએ કહ્યું.

“હાં,ભાઈ.થયું એવું ૩ દિવસ પહેલા હું કારીગરો સાથે કારખાનામાં કામ કરી રહ્યો હતો.અચાનક મને મૂળજીભાઈની ઓફિસ માથી જોરદાર અવાજ સંભળાયો.એટલે હું ભાગીને ત્યાં ગયો,ત્યાં જતાની સાથે જ મારી આંખો ફાટી ગઈ.મૂળજીઝવેરી પંખા પર લટકી અને આત્મહત્યા કરવાનો પર્યાસ કરી રહ્યા હતા,અને ટેબલ ખસી ગયું અને તેવો નીચે પડ્યા.”મલ્હારએ કહ્યું.

“શું..? મૂળજીઝવેરી આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો.? પણ શું કામ..?”જનકએ આશ્ચર્યની સાથે પૂછ્યું.

“મને પણ તારી જેમજ નવાઈ લાગી.મારો પણ પહેલો પ્રશ્ન મૂળજીભાઈને આજ હતો.તેમણે જણાવ્યુ કે“મોહનઝવેરીએ મુંબઈમાં આવી અને હીરાના વ્યાપારમાં જે રીતે આગળ વધી રહ્યો છે અને તેનું એક જ લક્ષ્ય છે,મૂળજી ઝવેરીને આ ધંધા માથી કાઢી અને નામો-નિશાન મટાવી દેવું.તેને લગભગ આપણાં બધા સારા-સારા કર્મચારી અને વ્યાપારીઑને કોઈને કોઈ રીતે પોતાની પાસે લઈ લીધા છે.હવે આપણી એવી હાલત થઈ ગઈ છે કે આપણું માર્કેટમાં રહેવું અશકય બની ગયું છે.હાલ આપણાં પર એટલો કર્જ છે કે કંપની,ઘર,ઘરેણાં,ગાડી આ બધુ વહેચવા નીકળે તો પણ ઉધારી ચૂકતે થઈ શકે તેમ નથી.હું માત્ર અને માત્ર રોયલ ગ્રુપ ઓફ ડાયમંડના સૌથી મોટા ઓર્ડર પર આશા રાખી અને બેઠો હતો.પરંતુ મળતી માહિતી મુજબ મોહન આ ઓર્ડરને પણ લઈને માનશે.મારી પાસે નહતો કર્મચારી છે અને નહતો પૈસા છે,હું કોઈ પણ રીતે આ ઓર્ડર લઈ શકું તેમ નથી.મૂળજીઝવેરી હીરાના વ્યાપારનું મોટું નામ હતું નહતું થઈ જશે,માર્કેટમાં લોકો મારી મશ્કરી કરશે,મારા પર થૂથૂ કરશે,મારા પરિવારને સમાજમાં રહેવું ભારે થઈ પડશે.આનથી સારું છું,હું આત્મહત્યા કરી લઉં.”” મલ્હારએ આખી વાત જનકને કહી સંભળાવી.

“અચ્છા,પણ ભાઈ મૂળજીભાઈના આત્મહત્યા કરવાના પ્રયત્ન અને આપણે આ ઓર્ડરની જવાબદારી આપવા વચ્ચે શું સંબંધ.?” જનકએ પૂછ્યું.

“જનકા,મૂળજીભાઈની આવી પરિસ્થિતી જોઈ મારાથી રહેવાયું નહીં.ખબર નહીં કેમ પણ મારાથી બોલાય ગયું “મૂળજીભાઈ કેમ આટલી નબળી વાતો કરો છો.હીરાના વ્યાપારમાં હજુ પણ તમારી ગણતરી રાજા તરીકે થાય છે.આત્મહત્યા જેવા નબળા અને પરિસ્થિતીથી ભાગી જવાવાળા નિર્ણયો તો માયકાંગલા કરે.તમે તો રાજા છો,અને રાજા છેલ્લા શ્વાસ સુધી રણમેદાનમાં લડે.માન્યું અત્યારે સમય મોહનઝવેરી નો ચાલે છે.પણ કપટ અને અદેખાયથી કરેલું કામ હમેશા અસફળ નીવડે છે.મોહનઝવેરી પૈસા અને તાકાતનો ઉપયોગ કરી અને તમારું નામ હીરાના વ્યાપાર માથી ફૂસવા નીકળ્યો છે.મોહનઝવેરીને પૈસા નો જે અહંકાર છે,તે અહંકાર તોડશે મલ્હારઝવેરી.હું મલ્હારઝવેરી તમને વચન આપું છું,આ “રોયલ ગ્રુપ ઓફ ડાયમંડ” નો સૌથી મોટો ઓર્ડર આપણી કંપની કિંગ ઓફ ડાયમંડ કોઈપણ ભોગે મેળવીને જ રહેશે.”આટલું કહી અને આ ઓર્ડરને મેળવાની મારી આખી યોજના મૂળજીઝવેરીને કહી સંભળાવી.મારી યોજના સાંભળ્યા બાદ મૂળજીઝવેરીને લાગ્યું,ભગવાનને જ મને મૂળજીઝવેરીની મદદ કરવા મૂક્યો છે.” મલ્હાર આખી વાત જનકને કહી રહ્યો હતો,પરંતુ જનકને જાણે આ વાતમાં કોઈ રસ જ નહતો.

“મલ્હાર,તું હવે ભાવુક થઈને વિચારી રહ્યો છે.યાદ કર તું જ પહેલા બોલ્યો હતો“સમય જતાં મૂળજીના મૂળા વેચી અને મોહનની વાસણી વગાડવા લાગીશું.” તો હવે સમય આવી ગયો છે,મોહનની વાસણી વગાડવાનો.આ ઓફરને સ્વીકારી મેઘાઝવેરીને મદદ કરી આ ઓર્ડર મોહન ઝવેરીને અપાવી દઈએ.જેથી આપણું વર્ષો જૂનું શેઠ બનવાનું સપનું હકીકત બને.” જનકએ કહ્યું.

“જનક,મૂળજીઝવેરીની આવી હાલત જ્યારે એમની પાસેથી બધુ છૂટી રહ્યું છે.ત્યારે આપણે પણ એમને દગો આપી,એમનો ભરોસો તોડી અને એમની પીઠમાં ખંજર ભોકવાનું કામ કરીશું.તો કદાચ ભગવાન આપણને ક્યારે માફ નહીં કરે.જ્યારે હું મારા બાપા કાનજી ઝવેરી પાસે હીરાનું કામ શીખી રહ્યો હતો,ત્યારે તેમણે મને એક જ વાત વારેઘડીએ કહી હતી.. “બેટા,આ હીરાનો ધંધો વિશ્વાસનો ધંધો છે.હીરાના વ્યાપારમાં શેઠને જેટલો તેની પત્ની પર ભરોસો ના હોય,તેનાથી વધુ ભરોસો તેને તેના કામદારો પર હોય છે.કારણકે આટલા મોંઘા-મોંઘા હીરાનું કામ ચાલતું હોય,આમાં કોઈ તમારી ચોકીદારી નથી કરી રહ્યું.છતાં બધા પોતાની જાતને પોતાનો ચોકીદાર માની અને આ કામ કરી રહ્યા હોય છે.માટે યાદ રાખજે જીવનમાં ક્યારે પણ તારે આ હીરાના વ્યાપારમાં આગળ વધવું હોય તો કોઈનો પણ ભરોસો ના તોડજે.સાથે-સાથે તારી સાથે અથવા તો તારી નીચે કામ કરી રહેલા તારા કામદારો પર સૌથી વધુ ભરોસો રાખજે.” મારા બાપાની આ વાત મારા હ્રદયમાં ઘર કરી ગઈ.ઉપરથી મૂળજીઝવેરીનું આત્મહત્યા કરવાનો પ્રયત્ન જોઈને,મને થયું જો આ સમયે સાચા કામદાર તરીકે હું મૂળજીભાઈને કામ ના આવ્યો,તો કદાચ હું જીવનમાં શેઠતો બનીશ,પરંતુ ક્યારે મારા કર્મચારી પર ભરોસો રાખતા નહીં શીખી શકું.આપણે લોકોનો ભરોસો તોડી અને અનીતિથી સફળ બનીશું.પણ મળેલી આ સફળતા ક્યારે આપણાં હાથમાથી જતી તો નહીં રહેને.આ વાતનો ભય આપણને હમેશા સતાવતો રહેશે.જેથી આપણે સફળ તો હશું,પણ કદાચ સુખી ક્યારે નહીં હોઈએ.માટે જનકા ભલે શેઠ બનવામાં આપણને પાંચના બદલે દસ વર્ષ લાગે,પણ હવે આપણે શેઠતો મહેનત અને નીતિથી જ બનવું છે.અને તું મારી આ વાતને લખી રાખ આજે નહીં તો કાલે આ મલ્હાર ઝવેરી શેઠ બનીને રહેશે.” મલ્હાર કઇંક અલગ જ તેજ અને આત્મવિશ્વાસથી બોલી રહ્યો હતો.

“મલ્હાર,આ બધુ કહેવામા સારું લાગે.બાકી નીતિથી આગળ વધવામાં કઈ મળવાનું નથી.તારા બાપા અને મારા બાપા હમેશા નીતિથી જ જીવ્યા.એમને શું મેળવી લીધું..? એમના છોકરા આજે પણ રાત્રે ખાવાનું કેવી રીતે મેળવવું તેની તલાશમાં દિવસ-રાત મજૂરી કરે છે.આપણી માં એ નવી સાડી ક્યારે લીધી હતી,એ પણ ખબર છે તને.મારી બહેનના લગ્ન કરવા માટે મારા બાપા વ્યાજે રૂપિયા લાવ્યા હતા.એક દિવસ પણ વ્યાજ આપવામાં મોળું થાય તો પેલો વ્યાજદાર ઘરે આવી અને ગાળોની રમજાટ બોલાવે છે.ચલ માન્યું કે આપણે મૂળજીઝવેરીની સાથે રહ્યા અને તેને ઓર્ડર અપવામાં લાગી પડ્યા.પણ તને લાગે છે આપણે આ ઓર્ડર મેળવી શકીશું..?? ભાઈ તું મોહનઝવેરીને જાણતો નથી,એ બહુ જ ખતરનાખ વ્યક્તી છે.તે ધારે એ કરી શકે છે.અને જો તેને ધાર્યું છે કે આ રોયલ ગ્રુપ ઓફ ડાયમંડનો ઓર્ડર તેને જોઈએ છે.તો હવે મોહનઝવેરી આ ઓર્ડર મેળવીને જ માનશે.માટે આપણી ભલાઈ એમાં જ છે કે આપણે આપણું વિચારીએ અને મેઘાની ઓફરનો સ્વીકાર કરીએ.મૂળજીઝવેરી આમપણ ઘણું જીવી ચૂક્યા છે.એમને એમના જીવનના બધા મોજશોખ કરી લીધા છે,આપણે હજુ જવાન છીએ.અને આપણું જીવન હજુ શરૂ જ થયું છે.હું નથી ઈચ્છતો કે મારા છોકરા પણ મને એજ મેણું મારે જે હું મારા બાપાને મારતો આવ્યો છું કે “તમે જિંદગી આખી બસ નીતિના રસ્તે ચાલ્યા અને મજૂરી કરી,અમારા માટે કઈ કર્યું જ નહીં.” જનકએ પોતાની વ્યથા મલ્હારને કહી સંભળાવી.

“જનકા,હું તારી વ્યથા સમજુ છું.પરંતુ હું મૂળજીઝવેરીને વચન આપી ચૂક્યો છું કે આ રોયલ ગ્રુપ ઓફ ડાયમંડનો સૌથી મોટો ઓર્ડર આપણી કંપની કિંગ ઓફ ડાયમંડને જ મળશે.ભાઈ તું વિચાર આપણી ૫૦% જીતતો થઈ ચૂકી છે.આટલા મોટા મોહનઝવેરી અને મેઘાઝવેરી મુંબઈની હીરા બજારમાં જેમનો સિક્કો ચાલે છે.તેમણે પણ ભય છે કે આ નવા નિશાળયા એમને ક્યાંક ઓર્ડર મેળવામાં માત ના આપીદે.માટેજ મોહનઝવેરીએ મેઘા દ્વારા આટલી મોટી ઓફર મોકલાવી.જનકા તું મારી પર ભરોસો રાખ આ ઓર્ડર આપણે બંને સાથે મળી અને મૂળજીઝવેરીને અપાવી દઇશું.” મલ્હારએ ભરપૂર આત્મવિશ્વાસની સાથે જનકને કહ્યું.

“મલ્હાર,તારું આ દરવખતનું છે આવી આત્મવિશ્વાસ વાળી વાતો કહી અને મને ફસાવી દે છે.તને પણ ખબર છે તારા વગર હું કોઈ પણ પગલું ભરવાનો નથી.પણ હજુ કહું છું વિચારી લે આટલી સારી તક આપણને નહીં મળે.આ ઓફરમાં દમ છે.” જનકએ છેલ્લો પ્રયત્ન કરતાં કહ્યું.

“હાં,દમ વાળી.મારી મેઘા ગાડીમાં રાહ જુવે છે.ચલ છેલ્લી વાર એને જોઈ લઉં,પછી તો સીધી ઓર્ડર વખતે જોવા મળશે.” મલ્હારએ મજાક કરતાં કહ્યું.હજુ તો મલ્હાર અને જનક મેઘાની ગાડી તરફ ફરી અને કહી કહેવા જાય એટલામાં ગાડી ચાલુ થઈ અને જતી રહી.

-----------------------------------------------------------------------------------------------------------

“દાદા,મારા હિશાબે તમે બંને વસ્તુને ખોઈ.મેઘા ઝવેરી પણ જતી રહી અને સાથે એ તમારું શેઠ બનવાનું સપનું પણ લેતી ગઈ.” પાર્થથી રહેવાયું નહીં એટલે બોલ્યો.

“એવું છે એમ.વાહ તું તો જ્યોતિષ બની ગયો.આગળની વાર્તા જાણી ગયો તો હવે મારે વાર્તા કહેવાની જરૂરત નથીને.” મલ્હારએ હસતાં-હસતાં કહ્યું.

“ના ના એવું નહીં. હું તો મજાક કરી રહ્યો હતો.પણ દાદા ખરેખર તમે જે રીતે જનક કાકાને સમજાવ્યા છે.કેવું પડે હો,બાકી જોરદાર તમે એમની વિચારશ્રેણી જ બદલી નાખી.બોસ,માની ગયા તમને.” પાર્થએ કહ્યું.

“બેટા,મને પણ પેલા એવું જ લાગી રહ્યું હતું કે જનકો માની ગયો છે.પરંતુ એને જેવો દાવ રમ્યો એવું તો મારી સાથે આખી જિંદગીમાં કોઈ નહીં રમ્યું.” મલ્હારએ કહ્યું.

“દાવ,એટલે સમજ્યો નહીં.જનકકાકા એ તમને દગો આપ્યો એવું..?” પાર્થએ આશ્ચર્યની સાથે પૂછ્યું.

“જનકાએ જોરદાર રમત રમી મારી સાથે.પણ મારા સિંગલ રાજા હવે જનકાએ શું રમત રમી,એ તને કાલે જાણવા મળશે.કારણકે આજની કથા અહીયાં પૂરી થાય છે.” મલ્હારે હસતાં-હસતાં કહ્યું.

“મને હતું જ કે તમે આવી જ કોઈક રમત મારી સાથે પણ રમશો.” પાર્થએ પણ હસતાં-હસતાં કહ્યું.

( ક્રમશ...)

To Be Continued…