માતાની કોઈ વ્યાખ્યા ના હોય. અને આપી શકાય પણ નહીં. માં, એક અક્ષરમાં અનહદ પ્રેમ, લાગણી, બલિદાન નું સતત ઝરણું વહેતું છે . હમણાં લોકડાઉન નાં સમયમાં આખો દેશ આરામની પળો માણી રહ્યો છે ત્યારે ઘરની સ્ત્રી કે જે એક માં પણ છે એને કોઈ લોકડાઉન કે કોઈ હડતાળ નડતી નથી. આવાં કપરાં સમયમાં પણ પોતાના બાળક ની જીદો પુરી કરવી એમનો ખ્યાલ રાખવો એ કાંઈ નાની વાત નથી. માં એટલે સહનશક્તિ ની મૂર્તિ. બાળક નાં જન્મ સમયની અસહ્ય પીડા ફક્ત માં જ સહન કરી શકે આટલી પીડા વેઠીને પણ પોતાના બાળક ને જન્મ આપવાની ખુશી અને એ બાળક ને ઉછેરવાની શક્તિ એ માતૃત્વની એક ખૂબ જ મોટી કસોટી છે.
માં નું ઋણ ચુકવવામાં આ તો શું આવાં અનેક જન્મો લઈએ તો પણ ઓછાં પડે. આપણે કેટલાંય ઉદાહરણો જોયાં છે જેમાં માં પોતે ભુખી રહીને પોતાનાં બાળકો ને જમાડે છે. એક દીકરી કે દીકરા ની વેદના માં સમજી જાય અને પોતાનું સર્વસ્વ ગુમાવીને પણ પોતાનાં સંતાનો ને હંમેશા ખુશ રાખે પણ એ જ દીકરો કે દીકરી મોટાં થઈને એક માં ની વેદના સમજી શકતાં નથી. આપણને કોઈપણ પીડા થાય પહેલાં માં નું જ નામ નીકળી જાય મોઢે થી. કેમકે આપણને ખબર છે કે આપણાં તમામ દુ:ખો માં આપણી માં હંમેશા સાથે જ રહેશે.
જીવનમાં બધું જ પૈસાથી ખરીદી શકાય પરંતુ માં નો પ્રેમ તમે આખી દુનિયા ની દોલત આપશો તો પણ નહીં મળે. અને માં નાં પ્રેમને પૈસાથી તોલી શકાય જ નહીં. માં નો પ્રેમ કેવો હોય એ જે લોકો પાસે માં નથી એ લોકો ને પૂછજો. જીવતા જીવત માં પી સેવા નહિં કરનારા દિકરાઓ માં નાં મૃત્યુ પછી એકાદ જગ્યાએ દાન કરીને મોટા અક્ષરે પોતાનું નામ લખાવીને માં પ્રત્યે નું ‘ઋણ’ ઉદાહરણ કરે છે, કહેવાનું માં નાં નામે દાન પણ અક્ષરનો પોતાનાં મોટા ...શું આવાં બે ચાર લાખનાં દાનથી માં નું ઋણ ચુકવવા જાય?.નાનપણમાં આપણાં ગંદા કપડાં ધોવાથી લઈને મોટા થઈએ ત્યારે ભાવતાં ભોજન બનાવનારી માં ને થેન્ક યુ ના કહેશો તો ચાલશે પણ કટુ વચન નાં બોલવા. જો માં નહી હોત તો આપણું આ જગત માં કોઈ અસ્તિત્વ નહી હોત.
આજનાં છોકરાં કોલેજ માં એક છોકરી બોલપેન કે નોટબુક ઉપાડી આપે તો હજારો વાર થેન્ક યુ...થેન્ક યુ કહેશે. પણ જે માં એ નવ નવ મહિના તમારો ભાર ઉંચકયો અને પોતાની જીંદગી ખર્ચીને મોટાં કર્યાં એમને એક વાર થેન્ક યુ કહેવાની ફુરસદ નથી. વેલન્ટાઈન માં જે છોકરી ‘ઈગ્નોર’ કરે તેને મનાવવામાં ગુલાબની દુકાન ખરીદનારા છોકરાઓ માં ને એક ગુલાબ નથી આપી શકતાં...જે પત્નીને પતિની માં અળખામણી લાગે અને ઘરમાંથી બહાર મુકવા માટે પતિ સાથે કાવાદાવા કરે ત્યારે એ પત્ની ભુલી જાય છે કે એની પણ એક માં છે અને પોતે પણ એક માં બનવાની છે. એક સરસ વાક્ય મે કયાંક વાંચ્યું હતું કે એક ઘરડાં ઘરમાં બે વેવાણ ભેગી થઈ ગઈ...હવે આમાં વાંક કોનો કાઢવો?
ગુજરાતી માં એક કહેવત છે ગોળ વિનાં મોળો કંસાર અને માં વિનાં સુનો સંસાર..કંસારમા ગોળની ખોટ તો ખાંડ થી પુરી શકાય પણ સંસાર માંની ખોટ કોઈપણ રીતે પુરી શકાતી નથી.દુનિયા માં કોઈપણ મીઠાઈ માં નો મમતા કરતાં મીઠી નથી. તેથી કહેવામાં આવે છે કે મીઠા મધુ ને મીઠાં મેહુલા રે લોલ પણ એથી મીઠી તે મારી માત રે જનની ની જોડ સખી નહીં જડે રે લોલ...આવાં અનેક કાવ્યો, લેખો માં ની મમતા પર લખાયેલા છે પરંતુ અફસોસ એ છે કે આ બધું કાગળ પર જ રહી જાય છે. માં એક જ અક્ષરવાળા નો શબ્દ છે કેમકે આ દુનિયામાં માં જેવું બીજું કઈંપણ નથી. માં અજોડ છે. પિતાને રવિવારે રજા વેકેશન મળે પણ માં ને કોઈ દિવસ વેકેશન મળતું નથી. એમણે તો ટાઈમ ટુ ટાઈમ ફરજ પર હાજર રહેવાનું એટલે રહેવાનું જ.પિતાએ તો નોકરીમાં ફક્ત એક બોસને જ જવાબ આપવાનો હોય છે પરંતુ શાક માં એક દિવસ મીઠું ઓછું કે વધારે પડી ગયું હોય તો આખું ઘરને જવાબ આપતાં માં થાકતી નથી. માં પોતાનાં બાળક ને જે આંગળી પકડીને ચાલતાં શીખવે એ જ આંગળી પકડીને મોટો થઈને એ જ દીકરો માં ને ઘરની બહાર કાઢી મુકે ત્યાં વિચારો કે એ માંની શું હાલત થતી હશે. પણ જે માં એ આખી જીંદગી બધાની ખુશીઓ માટે પોતાની ખુશીની પરવા નથી કરી એ માં એ દિવસે પણ પોતાના દીકરા ની ખુશી માટે મુંગા મોઢે એ નીકળી જાય છે.
આવું પ્રેમ અને મમતાનું ઝરણું માટે આવાં એક બે દિવસો ઉજવવાથી અને એક દિવસ માં ની સાથે સેલ્ફી લેવાથી માતૃ દિવસ ઉજવાઈ જવાનો નથી. મોબાઇલ ની ગેલેરી માં જઈને માં નો ફોટો ‘શોધવો’ પડે છે આજકાલનાં દીકરા દીકરીઓ એ. અને એ જ દીકરા દીકરી ઓ ફ્રેન્ડશીપ ડે ચે વેલેન્ટાઇન ડે નાં દિવસે કયો ફોટો મુકું એની ‘મુંઝવણ’ માં હોય છે. જે સંતાનોની મોબાઇલ ની ગેલેરીમાં માં ને સ્થાન નથી એવાં સંતાનો પોતાનાં હ્રદય માં કેટલું સ્થાન આપી શકે એ વિચારવું રહ્યું...
આ સંસારમાં મને અને આપ સૌને લાવવા વાળી તમામ માં ઓ ને કોટિ કોટિ વંદન....