જીવનમાં શાળાનું અનેરું મહત્વ હોય છે જ્યાં કોઈ પ્રત્યે ઈર્ષા કે દ્વેષ નથી હોતો જ્યાં નિર્દોષ હાસ્ય અને સહજ જીવન હોય છે. સમય બધો જ આપણો હોય છે બધા જ આપણા હોય છે.જ્યાં સવારે જગડો થાય અને કલાક પછી તમને ખબર પણ ના પડે કે કોની સાથે શા માટે ઝઘડો થયો. શું એ દિવસો હતા રમતા રમતા ક્યારે સુઈ જઈએ તે પણ ના ખબર પડે. ભાઈબંધ ને સામેથી કેહવાનું ભાગી દે તા …
અને તે પોતાની પાસે પીપર હોય કે ચોકલેટ હોય તે પોતાના શર્ટમાં લઈને બે દાત વડે દબાવીને કહે આ લે એ સહજતા ક્યાંથી લાવશું .એ નિખાલસ મિત્ર ક્યાં મળશે આપણને ..‼ શરુ વર્ગખંડમાં એ લાકડાની નાની પટ્ટી પર લગાવેલી આમલી અત્યારે યાદ કરતા પણ મોઢામાં પાણી આવી જાય છે.તો બ્રેકમાં લીંબુ પર મીઠું મરચુ નાખી તેના પર રૂમાલ બાંધીને તે ચૂસવાની મજા હવે આજની સેન્ડવીસ માં ક્યાં આવે છે..રીશેષમાં પકડા પકડી રમવાનું ..કોઈ ભાઈબંધ રિસાય તો કે રડે તો તેને મનાવાનું કેવું સહજ હતું આપણી મૂઢી ખોલીનાખે એટલે આપણે નિર્દોષ જાહેર. અત્યારની જેમ ના હતું કે ગમે તેટલી વાર માફી માંગો તો પણ યાદ કાર્ય વગર તો રહે જ નહિ મેં પહેલા દિવસે તને જવા દીધો હતો યાદ છે ને તે ..? તે એક પણ વાર કેહવાનું ભૂલે નહિ.કોઈ શાળામાં ગુલી કેમ કોઈ નથી મારતું કારણ કે તેને ત્યાં મજા આવે છે., હંમેશા વહેલા પહોચવાની ઉતાવળ હોય છે .,એ શાળાના શિક્ષકનો પ્રેમ એ શાળાનું વાતાવરણ મને મહાશાળામાં તગડી ફી ભરતા પણ ક્યારેય ના મળ્યું. આજે પણ એ દિવસો યાદ આવતા હસતા હસતા રડી પડાય છે. એ નિર્દોષતા ફરી જીવનમાં ક્યારેય નહિ આવે. મોટા થયા પછી ખબર પડી કે જેમ સમજણ શક્તિ આવે છે તેમ આપણે વધારે દુઃખી થઈએ છીએ..‼ તેવી જ એક સત્ય ઘટના સાથે હું મારા શિક્ષક અને મારી મંદિર જેવી શાળા.
હું નાનપણથી જ ખુબ જ બધાની મસ્તી કરવા વાળો તોફાની છોકરો હતો. જો હું ઘરે કે શાળામાં શાંત બેઠો હોવ તો બધા એવું જ માને કે મને મજા નહિ હોય. બાકી બધાને ખબર કે હું તો બારે માસ વસંત ઋતુની જેમ ખીલેલો જ હોવ શાળાના પ્રટાંગણમાં પરાક્રમ હોય અને હું ના હોવ તેવું ક્યારેક જ બનતું ગમે તેમ મારો નાનો – મોટો રોલ તો હોય જ .અને કદાચ એટલે જ મને શાળાએ જવું વધારે ગમતું ..‼
એક દિવસ મારા મામાના દિકરાની યજ્ઞ પવિત્ર સંસ્કાર વિધિ (જનોઈ )હતી ઘરેથી બધા જતા હતા એટલે મારે પણ ઈચ્છા હોય કે ના હોય જવું જ પડે. હું શુક્રવારે મામાના ઘરે ગયો શનિવારે શાળાએ રજા પાડી અને રવિવારની તો રજા જ હોય. અને બે દિવસની મારી આતુરતા સાથે મે સોમવારે શિયાળાની સવારમાં શાળાએ ગયો. શાળાના પરિસરમાં પગ મુક્યો ત્યાં જ શિક્ષક મારી આવવાની મારી આવવાની રાહ જોતા હોય તેમ તેણે તેની પાસે બોલાવ્યો અને કઈ પણ કહ્યા વગર બધાની સામે જ લીમડાની સોટીથી સમ …સમ.. પાંચ – છ મારી દિધી. મારો શો વાંક સાહેબ કહું ત્યાં બીજી બે પડી એટલે પછી હું મૌન રહયો અને પછી વર્ગખંડ માં જવા માટે શિક્ષકે મને કહ્યું.
થોડી વાર પછી હું રૂમમાં પહોચ્યો અને બબધા મિત્રોને પૂછ્યું કે શનિવારે શું બન્યું હતું..? ત્યારે રાહુલે બ્લેકબોર્ડ તરફ આંગળી ચિંધતા કહ્યું કે અમે રમતા હતા ત્યારે અમારાથી તૂટી ગયું ત્યારે મેં કહ્યું તો બરોબર આપણ ને કોઈ એમનામ મારી ના જવું જોઈએ..ત્યાં જ બધામાં હાસ્યનું મોજું ફરી વળ્યું અને હું પણ હસી પડ્યો.
એટલામાં એ જ મારા વર્ગ શિક્ષક વર્ગખંડમાં આવ્યા એટલે અમે બધા વ્યવસ્તિત બેસી ગયા.ત્યાં જ શિક્ષક મારી પાસે આવ્યા મને અંદરથી ડર લાગ્યો કે મને ફરીવાર મારશે., પણ તેણે મારા માથા પર હાથ મુકીને કહયું કે બેટા આજે મારાથી ભૂલ થઈ ગઈ છે અને આટલું કહીને તે રડી પડ્યા અને કહ્યું કે મને ખબર ના હતી કે તુ પણ શનિવારે નહિ હોય.
ત્યારે મારાથી સહજતાથી કહેવાય ગયું કે સાહેબ આપને મારા પર વિશ્વાસ કેટલો છે..તે સાંભળીને સાહેબ પણ હસી પડ્યા ..
મિલન મહેતા – બુ ઢ ણા