પ્યારે પંડિત
પ્રકરણ-2
આજે તો લોટરી લાગી ગઈ... બંન્ને સટ્ટાઓ જીતી ગયો હતો...ઘરે જતાં રસ્તામાં એ મળી ગઈ. બસ, ટકરાતા રહી ગયો. આજે એ પીળા કલરનો સલવાર કુર્તો પહેર્યો હતો. બીલકુલ અલગ લાગતી હતી. હુ એને જોતો જ રહી ગયો. થોડે આગળ જઈ ઊભી રહી અને પાછળ ફરીને જોયુ. એવી રીતે જોયુ કે બીજી વખત મળીશ તો જાન લઈ લેશે મારી. બસ, એની ચાર ગલી પછી હું રહેતો હતો. એના વિચારમા ઘર ક્યારે આવી ગયુ ખબર પણ ના પડી.
અરે નહીં નહી...મૃણાલ એ આવારા નથી.. એ તો બી.એ. પછી નોકરી નથી મળી એટલે મહોલ્લાના છોકરાઓ સાથે ઊઠ-બેઠ વઘી ગઈ છે. એમાથી જ હશે કોઈ લોફર, એટલે માટે રેપ્યુટેશન ખરાબ થઈ છે. અને પંડિત સાહેબને તો તુ ઓળખે જ સાંજ પહેલા ઘરે ના આવે તો કાફીર કહી દે છે. ઘરમાં આવતા જ ખબર પડી કે માં કોલમા બીઝી છે.. ખબર ના પડે એમ રુમમાં જતો નહી તો આજે ખેર નથી. અવનિશ તો રૂમમાં જ બેઠી હતી.
આઈએ જનાબ.. કોનાથી છુપાઈ ને આવી રહ્યો છે?
જણે કે ચોરી પકડાઈ ગઈ હોય એવુ લાગ્યુ. ઓહ તો તું અહીં મારા રૂમમાં.....
હા.. કેમ ના હોવુ જોઈએ મારે અહીં..અવનિશે સવાલ કર્યો.
અરે! હુ તને જ શોઘતો હતો.. ઘરમાં ન દેખાઈ એટલે મને એમ કે બહાર ગઈ હોઈશ... માંડ જવાબ આપી શક્યો.
કેમ શોઘતો હતો?
આલે આ ૨૮-૨૯ અને આ ૩૦ હજાર.. અને કુલ મળીને ૯૮ હજાર થઈ ગયા.. મે પૈસા અવનિશના હાથમાં મુકતા કહ્યું.
ક્યાથી લઈને આવે છે, આ પૈસા? આશ્ચર્ય સાથે સવાલ કર્યો.
મતલબ શું છે? તારો મહેનત કરીને કમાઊ છુ. મે ગુસ્સે થતા કહ્યું
જૂઠ.
અરે! તુ પણ જૂઠ સમજીશને તો પપ્પા પંડિતની બોલબાલા કરતા પોલીસ સ્ટેશને પહોચી જશે. અને એફ.આઈ.આર લખાવશે મારા પર. દલીલ કરતા મેં કહ્યું.
સટ્ટો રમે છે ને તુ? એણે સીઘુ જ પુછ્યું.
શું? ક્યારેય એવું થઈ શકે કે પંડિત શુભઆશિષનો છોકરો સટ્ટો રમે. બહેન નથી તું મારી. પાક્કી દુશ્મન છે, મેં થોડુ નારાજ થઈને કહ્યુ.
ઠીક છે, પણ પપ્પાને ખબર પડી ગઈ તો?
બસ, થોડા દિવસ માટે સાચવી લે.. પછી બેન્કમાં અકાઊન્ટ ખોલીને મુકી દઈશ.
ઠીક છે, અત્યારે તો સાચવી લઊ છુ. પણ, હા એક દિવસ તારા કારોબાર વિશે કહેવું પડશે.
શક કરે છે ને મારા પર? મેં ગુસ્સાથી પુછ્યુ.
શક નથી કરતી. પપ્પા પુછશે તો કહીશ આ મારા ભાઈની બે નંબરની કમાઈ છે. એ ગુસ્સાથી બોલી.
પપ્પની વાત ના કરે તો જ સારું, એ તો બેંન્કમાં પૈસા મુકવાને પણ હરામ સમજે છે.
અરે જલ્દીથી સાચવીને મુકી દે. માં ને ખબર પડીને તો સવાલોનો મારો કરી દેશે. અને હા કોઈ પુછે તો કહેજે હું સાંજ પહેલા ઘરે આવી જઈશ. એમ કહીને નિકળી ગયો.
********************************************************************************************************
આ રહ્યો તમારો રુમ. જોઈને કહેજો કોઈ વસ્તુઓની જરુર તો નથી ને.. અમીતના રૂમનો દરવાજો ખોલતા જ કુંદન બોલી ઊઠી.
અઅઅ ના, પણ લાસ્ટ ટાઈમ આવ્યા ત્યારે તો ઊપરનો રૂમ આપ્યો હતો.
આ, આ ઘરનો સૌથી સારો રૂમ છે. હવે તારીખ નક્કિ કરવાની છે, એટલે માન વઘી ગયુ છે તમારું. કુદન હસીને બોલી
અમીત પણ હસ્યો, પણણ.. અઅ..
પણ શું રુમમાં નજર ફેરવતા કુંદન બોલી, પસંદ ના આવ્યો રુમ તમને.
ના, પસંદ તો આવ્યો.. પણ ઊપરના રૂમમાંથી ક્યારેક એ નજરે આવતી હતી. શરમાઈને અમીત બોલ્યો.
શરારત કરતા કુંદન હસતા બોલી, મુલાકાત કરવા દુ.
શક્ય છે મળવાનું અમીતે પુછ્યું
હા, આ વખતે તો એણે સામેથી કહ્યું છે કે પપ્પા આવે એ પહેલા ટેરેશ પર મળી લેજો.
ક્યારે આવશે તમારા પપ્પા..બેચેનીથી પુછ્યું
અરે એમ પુછો કે ટેરેશ પર કેટલા વાગ્યે બોલાવ્યા છે તમને. શરારત કરતા કુંદન બોલી,
એક્સાઈટમેન્ટ સાથે હસતા અમીત બોલી ઊઠ્યો, કેટલા વાગ્યે બોલાવ્યો છે મળવા માટે.
એક્જેટ 9 વાગ્યે.. પપ્પા 10 વાગ્યે આવશે.
અમીતને ટાઈમ જોતા કુંદન બોલી... હજુ ચાલીસ મિનીટ બાકી છે.
મળવા માટેની જરુરી વાતો જણાવી દઊ..
હા કેમ નહીં, અમીત શરમાઈને બોલ્યો.
થોડા દૂર રહીને વાત કરજો, અને હા એ ના કહતા કે ગાડીઓ કેટલી છે અને બંગલાઓ કેટલા છે, બસ એટલુ કહેજો કે પ્રેમ કેટલો છે.
હા, એ તો હું કહી દઈશ. અમીત શરમાઈને બોલ્યો.
જો કોઈ સવાલ પુછે તો, દલીલથી જવાબ આપજો. અને જો તમારી નજક પણ આવી જાય તો હાથ પર યા ખભા હાથ ના મુકી દેતા.
નહીં રાખુ હાથ પણ એક વાત તો કહો કે એ આ રીશ્તાથી ખુશ તો છે ને. અમીતે નારાજ થતા પુછ્યું.
તમને જોઈને એના મોં પર હસી જોઈ હતી. કુંદન બોલી
હસી..... વિચારતો હોય એમ અમીત બોલ્યો.
અરે મેં જોઈ હતી.. તમને જોતા જ શરમાઈ ગઈ હતી એનો મતલબ એમ કે ખુશ છે બહુ જ. કુંદન હસતા બોલી
પણ લાસ્ટ ટાઈમ જ્યારે વાત કરવાની ટ્રાઈ કરી હતી તો... ઠપકો આપ્યો હતો મને. નિરાશ થતા અમીત બોલ્યો.
અરે એ વખતે અજાણ્યા હતા તમે બસ, એટલી ખબર હતી કે પપ્પાના ફ્રેન્ડનો છોકરો છે. આમ પણ પપ્પાના બહુ બઘા ફ્રેન્ડ છે.અને બહુ બઘા છોકરાઓ પણ છે. પણ એ બઘા સાથે વાત નથી કરતી.
હાહા..હસતા અમીત બોલ્યો. હવે સમજ્યો હું.
બસ, તારીખ નક્કિ થઈ જાય પછી હાથ પર હાથ મુકી દેજો.. પછી નહીં છોડે હાથ તમારો. હસતા હસતા કહીને જતી રહી.
અમીત પણ હાથને જોઈ હસીને શરમાઈ ગયો.
કુંદન ક્યારાના રુમમાં આવી. ક્યારા પોતાના રુમના અરીસામાં જોઈ લાઈટ ગુલાબી કલરની લિપસ્ટીક કરી રહી હતી..કુંદનના આવતા જ પુછ્યું,
કહી દીધું.
હા કહી દીધું. કુંદન અરીસામાં ક્યારા સામે જોઈ બોલી.
શું કહ્યું એમને...
કહ્યું કે હાથ પર હાથ રાખીશ ના ખભા પર.
શું કહ્યું એમનો એવો કોઈ ઈરાદો હતો. અરીસાથી નજર હટાવી કુંદન સામે જોઈ બોલી.
અરે નહીં એ તો મે જાણીજોઈને ના પાડી દીઘી. મમ્મી કહેતી હતી કે માણસોના ઈરાદાઓ પુસ્તકોમા થોડી લખેલા હોય છે. શું ખબર વાત શરુ કરતા જ હાથ પકડી લે તો. એટલે પહેલા જ ના પાડી દીઘી કે આવી કોઈ પણ ગલતી ના કરતા.
તો ઠીક છે. વાળ પર હાથ સવારતા અરીસામાં જોઈ ક્યારા બોલી.
અઅઅ... 9 વાગ્યાનો ટાઈમ આપ્યો છે મેં...કુંદન બોલી
પણ.. મેં તો 9:30 નો ટાઈમ કહ્યું હતું. ક્યારા દલીલ કરતા બોલી.
પપ્પા 10 વાગ્યાનું કહીને ગયા છે..9:30 ના જ આવી ગયા તો...કુંદન બોલી
હમમમ આ ઠીક છે..ક્યારા બેડ પર બેસતા બોલી.
પણ તું એમને મળવા કેમ માંગે છે? ઈઝ ઈટ એની ગુડ રીઝન? ભવિષ્યમાં મને પણ આવી વાતો કામમાં લાગશે. ક્યારાની નજીક બેસતા બોલી.
ટેરેસ પરથી ઊતરી ગણી ને બઘી વાતો કરીશ... અને ભગવાન કરે તને બઘી જ વાતો કામમાં આવશે.. વ્યંગ કરતા ક્યારા બોલી.
ઠીક છે.. હું મમ્મી અને આન્ટી સાથે નીચે બેઠી છું.. તું 9 વાગતા જ નિકળી જજે. કહીને નિકળી જાજે. એમ કહી કુંદન જતી રહી....અને ક્યારા ઘડીયાલ સામે જોઈ ટેરેસ પર જવાની તૈયારી કરવા લાગી.
(ક્રમશઃ)
આપને આ કહાની કેવી લાગે છે? પ્લિઝ કોમેન્ટ કરજો.
***