The story of five Magician chapter-3 in Gujarati Fiction Stories by Milan books and stories PDF | પાંચ જાદુગરોની કહાની - ભાગ-૩

The Author
Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

પાંચ જાદુગરોની કહાની - ભાગ-૩

પાંચ જાદુગરોની કહાની

આગળના ભાગમાં આપડે જોયું કે કોઈક અઘોરી એ ઈશ્વરના શબ્દો લઇને આવે છે. અને આ શબ્દો એ મગનભાઈને કહે છે. પછી બાબા જતા રહે છે. છ મહિના પછી પણ મગનભાઈને પેલી બાબાએ કહેલી વાત વારંવાર યાદ આવે છે. હવે પાર્વતીબેન એમના દીકરામાટે લગ્નની તારીખ લેવા પંડિત બોલાવે છે. અને તે ૨૧-૦૫ તારીખ આપે છે. આ વાત લઇ તે લોકો ગાભુંગામ આવે છે. અને એ દિવસ ની રાત્રે જ્યોત્સના રાજુને પોતાનું ગામ બતાવવા બહાર લઇ જાય છે. ત્યાં રાજુને સાપ કરડે છે. અને ત્યાં તૂફાન, વરસાદ અને વીજળી કડકે છે. અને તે બંને ના શરીર પર પડે છે. ત્યાં જ્યોત્સના સાપને કંઈક કહે છે. અને સાપ પોતાનું ઝેર પાછું ખેંચી લે છે. રાજુ સરખો થઇ જાય છે. ત્યાં એમને રસ્તામાં અઘોરી મળે છે. અને એમના વચ્ચે વાર્તાલાપ થાય છે. અને એ બાબા પેલા બન્નેને જાદુગરોના નિશાન વિશે કહે છે. હવે આગળ...

પાંચ જાદુગરોની કહાની ભાગ -3

જાદુગરોના નિશાન

બાબા જ્યોત્સના અને રાજુના નિશાન જોવે છે, અને કહે છે.

"જ્યોત્સના બેટા તારા હાથ પર આંખનું નિશાન છે. મતલબ તારી જોડે તારી આંખોની શક્તિ છે.

રાજુ બેટા તારા હાથ પર ત્રાજવાનું નિશાન છે. મતલબ તારી જોડે તારી સત્યની શક્તિ છે."

રાજુ અને જ્યોત્સનાને કઈ ખબર ના પડી તો એમને પૂછ્યું કે અમને કઈ પણ સમજાતું નથી બાબા એમાં તો એવી કઈ મહાન શક્તિ છે. એ ખાલી અમે જ વાપરી શકીએ.

બાબા હસ્યાં અને બોલ્યા; હું સમજાવું છું, " જ્યોત્સના બેટા તારી જોડે તારી આંખોની શક્તિ છે, એ કોઈ મામૂલી શક્તિ નથી, તું તારી આંખોથી કોઈને પણ સંમોહિત કરી શકે છે, કોઈ પણ વ્યક્તિથી કઈ પણ કરાવી શકે છે. એટલું જ નહિ તારી આંખો કોઈ સામાન્ય નથી એ 'દિવ્ય દ્રિષ્ટિ' પણ જોઈ શકે છે. "

અને "બેટા રાજુ તારી જોડે તારા શબ્દોની શક્તિ છે. મતલબ તું કોઈ પણ વ્યક્તિ જોડે સાચું બોલાવડાવી શકે છે. અને હા તું કેટલો પણ દૂર કેમ ના બેઠો હોય તું કોણ શું ખરાબ કરી રહ્યું છે, કે કોણ શું બોલી રહ્યો છે એ તને ખબર પડી જશે. અને તું આ દુનિયાને ન્યાય આપીશ. અને તું તારી આ શક્તિ થી લોકોને મદદ કરીશ."

બન્ને જણા સમજી ગયા હોય એમ માથું હલાવ્યું.

પણ બાબા અમારે કરવાનું શું છે? બન્ને જણા બોલ્યા.

બેટા તમને આ દુનિયાને આઝાદી આપવાની છે. બાબા બોલ્યા.

આઝાદી? કોનાથી બાબા.

હા બેટા, આ દુનિયા બહુ જ મોટી બુરાઈ ઉપર ઉભી છે. બાબા બોલ્યા.

કોણ કરે છે. બુરાઈ?

બેટા અમે એનું નામ નથી લઇ શકતા. બાબા એ કહ્યું.

કેમ? બાબા. બંને જણાએ આશ્ચર્યથી પૂછ્યું.

હા બેટા એનું નામ ના લઇ શકાય, જો મેં એનું નામ કહ્યું તો કાલે સવારનો સૂરજ હું જોઈ નહિ શકું. અને હું નઈ આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ એનું નામ ના લઇ શકે.

એવું તે કેમ, બાબા રાજુ બોલ્યો.

બેટા એનું નામ સ્વયં બુરાઈ પણ ના લઇ શકે. એ એટલો ક્રૂર છે કે એનાથી બુરાઈ પણ ૧૦ ફૂટ દૂર રહે છે. બાબા બોલ્યા.

પણ બાબા કોઈ વ્યક્તિ કે વસ્તુ નું નામ ના લેવાથી એ આપડને વધારે ડરાવે છે, અને ડરપોક પણ બનાવે છે. જ્યોત્સના બોલી.

પછી બાબા જેમ વાત ફેરવતા હોય એમ બોલ્યા છોડો એની વાતો, હું તમને જે કહેવા આવ્યો છું એતો રહી ગયું.

શું? આશ્ચર્યથી પૂછ્યું બન્ને એ.

તમને જે શક્તિ મળી છે. એની તો તમને ખબર પડી ગઈ પણ તમને એક બીજી શક્તિ પણ આપી છે.

કઈ બીજી શક્તિ બાબા

મહાદેવને ખબર હતી કે ભવિષ્યમાં તમને એક બીજી શક્તિની જરૂર પડશે એટલે એમને તમે બન્ને અને બીજા ત્રણ જાદુગરો સહીત પાંચ જાદુગરોને પાંચ તત્વો ની શક્તિ આપી છે.

મતલબ બાબા. રાજુ બોલ્યો

હા બેટા, રાજુ બેટા તું સૌથી મોટો છે એટલે તને આસમાન મતલબ ગગનની શક્તિ મળે છે. અને જ્યોત્સના બેટા તને મળે છે આ ધરતી માતાની શક્તિ.

પણ બાબા આ શક્તિ કઈ રીતે વાપરવી એતો અમને ખબર જ નથી.

"રાજુ બેટા તને આસમાનની શક્તિ મળી છે. મતલબ તું દિવસને રાત્રીમાં અને રાત્રીને દિવસમાં બદલી શકે છે, પછી વરસાદ લાવી શકે છે. વીજળી ચમકાવી શકે છે અને એ વીજળી તારું સૌથી મોટું હથિયાર છે. તું એનાથી કોઈ વ્યક્તિ પર આઘાત પણ કરી શકે છે. "

" જ્યોત્સના બેટા તને ધરતીમાતાની શક્તિ મળી છે. તો તું ભૂકંપ લાવી શકે છે, કોઈ વસ્તુ કે વ્યક્તિને પાતાળ સુધી ખેંચી લઇ જય શકે છે. મોટામાં મોટો મહેલ કેમના હોય એને તું ધરાશાયી કરી શકે છે. અને બીજું પણ બઉ બધી વસ્તુ તું કરી શકે છે. અને બેટા આમાં તારું હથિયાર છે જ્વાળામુખી તું ધરતીના ગર્ભમાં રહેલી જ્વાળાને બહાર લાવી શકે છે. "

પણ બેટા મને એ નથી ખબર પડતી ક્યાં મૂર્ખ પંડિતો એ તમારી કુંડળી કાઢી, તમારું નામ ખોટું છે.

બન્ને જણા ચોકી ગયા ' શું વાત કરો છો બાબા'

હા બેટા રાજુ તારું નામ 'અ' શબ્દ પરથી અને પુત્રી તારું નામ 'પ' શબ્દ પરથી હોવું જોઈએ,

રાજુ બોલ્યો એટલે પેલો પંડિત જેને અમારી લગ્નની તારીખ લીધી એ મને વારંવાર આશ્ચર્ય થી જોતો હતો.

બાબા હસવા લાગ્યા ચલો કોઈ વાંધો નઈ, હું તમારુ નામ રાખી દઉં છું. રાજુ તને આસમાનની શક્તિ મળી છે, તો તારું નામ આકાશ રાખું છું, અને પુત્રી તને ધરતીમાતાની શક્તિ મળી છે તો તારું નામ હું પૃથ્વી રાખું છું.

પણ બાબા અમને બધા અમારા જુના નામથી જ જાણે છે. બંને બોલ્યા.

બેટા તમે ચિંતાના કરો, મારી જોડે થોડીક શક્તિ છે. એનાથી તમે અને બીજા જેટલા પણ તમને જાણે છે એ બધાને તમારું નવું નામ જ યાદ રહેશે.

એટલું જ બોલતા બાબા એ એમના કળશમાંથી પાણી લઇ કંઈક મનમાં બોલ્યા અને "ૐ " બોલતા જ એ પાણી બન્ને જણા પર છાંટ્યું.

નવાઈની વાત તો એ હતી કે પાણી પડતા બન્ને જણા પોતાનું જૂનું નામ ભૂલી ગયા અને પેલા બાબા પણ ત્યાંથી ગાયબ થઇ ગયા.

બન્ને જણા આમ તેમ જોવા લાગ્યા, પણ બાબા ક્યાંય ન દેખાયા.

આકાશ બોલી આપડે હવે ઘરે જવું જોઈએ બધા આપડી રાહ જોતા હશે.

પૃથ્વી બોલી હા ચાલો પણ ચાલતા નથી જવું.

તો , આકાશ બોલ્યો

હું તમને મારી શક્તિથી લઇ જવું. એટલું જ બોલતા પૃથ્વી એ હાથ ઊંચો કર્યો અને બન્ને જણાનું શરીર માટી બનીને નીચે પડેલી માટીમાં મળી ગયું. અને તે પૃથ્વીના ઘરની થોડીક નજીક પોચી ગયા.

પછી બન્ને જણાએ પગ ઉપાડતા જ આકાશવાણી થઇ...

" હે પાંચ શક્તિને ધારણ કરવાવાળા જાદુગરો, આ શક્તિ તમને બુરાઈ સામે લડવા માટે આપી છે, અત્યારે તમે બુરાઈ સામે લડવા માટે સક્ષમ નથી, તો તમે આ અનમોલ શક્તિને પોતાના ફાયદા માટે કે પોતાના મનોરંજન માટે વાપરી નહિ"

એટલામાં પૃથ્વી બોલી તો અમારે શક્તિને કઈ રીતે વાપરવી અને એનો કઈ રીતે ઉપયોગ કરવાનો એ અમને કઈ રીતે ખબર પડે. અમે અત્યારથી જ એનો અભ્યાસ શરુ કરીશું.

ત્યાં આકાશવાણી ફરીથી બોલી...

" તમને એને વાપરીને શીખવાની જરૂર નથી એ તમને આવડી જશે સમય જતા જતા, તો પણ આવી શક્તિ વાપરતા તમને કોઈ જોઈ ના જાય એનું ધ્યાન રાખજો, નઈ તો એ વ્યક્તિને મરવું પડશે,નઈ તો એને પાગલ બનાવો પડશે, આશા રાખું છું કે તમે બન્ને આ શક્તિનો સારો ઉપયોગ કરો "

પછી બન્ને જણા એ પ્રણામ કર્યું આસમાનમાં જોઈ ને.

હવે બન્ને જણા ઘરે ગયા અને કોઈ જોડે કઈ પણ વાત કર્યા વગર સુઈ ગયા.

સવાર પડી ગઈ હતી, મહેમાન હવે ઘરે જવા રવાના થવાના હતા, તે લોકો નીકળતા હતા ત્યાં પાર્વતીબેન બોલ્યા હવે આપડે લગ્નમાં જ મળીશું. વેવાઈજી ચાલો હવે અમે જઈએ. અને જતા જતા પાર્વતિબેને પૃથ્વીને શગુન આપ્યું.

તે લોકો હવે નીકળી ગયા હતા. પણ પૃથ્વી હવે એ તૈયાર હતી શક્તિનો અભ્યાસ કરવા માટે.

પૃથ્વી એ હાથ ઊંચો કર્યો એના હાથમાંથી તીવ્ર રોશની નીકળી અને એટલામાં ત્યાં કોઈક બા આવી જાય છે. અને એ બોલ્યા પૃથ્વી આ શું આ તું શું કરે છે. અને આટલો બધો પ્રકાશ કઈ રીતે થયો...

પૃથ્વી ડરી જાય છે, કારણ કે પેલા આકાશવાણીના શબ્દો યાદ આવ્યા કે જે વ્યક્તિ મને શક્તિ વાપરતા જોઈ જશે એને મારવું પડશે...

પૃથ્વીને થયું આ બા ને મારે મારવા પડશે, અને એ પોતાનો હાથ ધરતી પર રાખીને કંઈક બોલે છે. એવું લાગતું હતું કે પૃથ્વી ધરતી ને કહી રહી હોય કે આ બા ને ધરતી માં સમાવી લો...

(ક્રમશ)

( જો તમારે ગમે " game of thrones " ની કહાની વિશે જાણવું હોય તો મારી યોઉટુંબે ની લિંક પર ક્લિક કરો. આ લિંક ઉપર જાઓ અને મારી ચેનલ ને subscribe કરો.

લિંક: https://youtu.be/cMN6vgovvCU )