Lagni -5 in Gujarati Motivational Stories by raval Namrata books and stories PDF | લાગણી - 5

Featured Books
Categories
Share

લાગણી - 5

આજ ના ભાગ માં એ દિવસો ની સપના ની વાત જીગર ને જણાવતા ભા બોલ્યાં .... ,, તો જીગા સાંભળ આ સપના આપણા જેવા માણહ ને ક્યાં સુધી લઈ જાય ,, જ્યાં ઘર નુ ગુજરાન અને સપના ના આભ ની વચ્ચે કેવી ભીસ પડે છે , મન નો મેળાપ ને ધન નો ખાંચો ક્યાં સુધી પહોંચાડે છે ,, આ વાત મારા સપના ની છે ,, પણ હું એ પણ જાણુ છું કે પરિસ્થિતી બધા ની સરખી નથી હોતી , કદાચ તુ એમ પણ સમજતો હોય ,, પણ આખી વાત તને હકીકત સુધી લઈ જશે અને તને ઈ એ હમજાસે કે આ સપના ના દરીયા થી આઘુ જ રેવા નુ ,, નઈ તો ડુબી જવામાં વાર નઈ લાગે

હુ ઈ વખત નેનો એવો આઠ વરહ નો મારા બાપા ને મા બેઉ મને એકલો મુકી શેતરે જાય .... , ને મારી બા ખાવાનુ વેલ્લી પોરે બનાવી ને જાય ... અને કઈ ને જાય આખો દી ભઈબંધો ભેળુ ખરા તાપ માં રખડતો નઈ,,પણ મારો પગ કદીય ઘર મા ટકતો નઈ ને હું રખડવા જતો રવ ,,

મને ઈમ થાય આ મા બાપુ તો બોલ્યા કરે એ શેતરે જાય ને મુ ભાણુ કરી ને જતો રવ ,,બાર રખડવા .... ,, આમેય ઈ વખત તો ભણવા ય જવાનુ ને નય જવાનુ ને ઈ બધુ ,, સાહેબ લેવા આવે તો જઈએ નઈ તો ના જઈએ ,,
તને થાતુ હશે બાપા ખાલી બોલ્યા કરે ,, પણ ઈ વખત મુંં કોયનુ હોભળતો નઈ ,

એક દી આપડા ગામ મા નાટક વાળા આવેલા, ઈ વખત ટીવી જેવુ કઈ હતુ નઈ,, બાપા અમને નાટક જોવા લઈ ગયા , ગામના ઓટલે ચડી ઈ લોકો એ અલગ અલગ અદ્ભુત વેશ જોઈ મને ય એવા રંગીન અને ચમકદાર લુગડા પહેરવાનુ મન થયું ,, મને ખબર બાપુ ને કઈશ તો મેથીપાક સીવાય કઈ મલવાનુ નતુ,, તઈ મને ખબર પડી કે ઈ લોકો ને નાટક માં મારા જેવડા બાળક ની જરૂર છે,, હુ તો દોડ્યો ઈ નાટક વાળા ને તઈ,, મને ન તો અભિનય નો શોક ન કી પૈસા કમાવા નો પણ મને પેલા કપડા હાટુ દોડ લગાવી ,, ત્યાં જોયુ તો ઓ બાપા.... રે આટલી મોટી લાઈન ને ઈ લોકો એક ને જ લઈ જાશે ઈમની હારે ,,નાટક હાટુ એવુ કેતા બધા...,, પણ મુ ય વળી જીદ્દી બવુ.... ,,

લાઈન મા જઈ ઉભો રઈ ગ્યો ,, કલાક થ્યો ,, મા બાપુ ખેતર ટાણે થી પાછા વળશે ને મોડુ ઈ ટાણે થય ગ્યુ , જો તઈ મુ ઘર માં નઈ જોવે ને મારૂ આઈ બનશે, પણ મારા મન ઈ કપડા નો મોહ ના જાય , હુ તો બસ જંગ લડવાની તૈયારી મા હતો..., પણ આ બધુ જટ પતે તો હુ ઈ ટાણે ઘર જાવ એમ થાતુ ,, બહુ રાહ જોયા પછી મારો વારો આયો,,

પેલા રંગીન કપડા પહેરેલા સાહેબ આજે ટોપી પહેરી , અલગ જ કંઈક કપડા પહેરેલા અને ચશ્મા ચડાવેલા આંખ પર હુ જોય ને ડઘાઈ ગયો ,, ને મને કે આ લખેલુ વાંચી લે.... , તારે આ બોલવાનુ છે ... , પણ મને તો ઈ ટાણે વાંચતા ય આવડતુ નય , મે ઈ સાહેબ ને કહ્યું તઈ કેય અભણ પ્રજા ગામની ,, કંઈ ભણતર નઈ એકેય ને અહીંયા લખતા વાંચતા આવડતુ તો છે નઈ આયા મોટા કલાકાર થાવા,,


અને ત્યાં જ ગુસ્સા વાળી લાલ આંખ , સીધો હાથ ને ધારદાર અવાજ સાથે હું બોલ્યો ,, ઓ હહ સાહેબ આ અભણ અભણ શું કિયો છો .... ,, આ તમે ઈ જ અભણ પ્રજા ના ગામમાં ઉભા છો ઈ વિસરાય ગ્યું લાગે છે... , અમારી જમીન પર આઈ અમને જ દબડાવો છો... , ઓ સાહેબ ભણેલા નુ ભણતર પણ સમ્માન કરતા શીખવાડે ,, મારે નથી આવવુ જાવ તમારા રંગીન લુગડા પેરવા... , એ જ ટાણે ખબર નઈ શુ થાયુ ને હુ એ સાહેબ સામે બાજી પડ્યો.... ,,, અને એ મારી સામે અકળાયેલા મોઢુ કરી જોઈતો રહ્યો....

ક્રમશઃ