Jivan no sangath prem - 13 in Gujarati Love Stories by Surbhi Anand Gajjar books and stories PDF | જીવન નો સંગાથ પ્રેમ - 13

Featured Books
Categories
Share

જીવન નો સંગાથ પ્રેમ - 13

જીવન નો સંગાથ પ્રેમ ભાગ-13
જય શ્રી કૃષ્ણ મિત્રો,
આગળ નાં ભાગ માં આપણે જોયું કે સંજના નું sim card લોક થઈ જાય છે.. એ ચિંતા માં આવી જાય છે.. ને એના સાથે કામ કરતાં ભાઈ ની પાસે મદદ માગે છે…ને રાહુલ સાથે એની ફોન પર વાત થાય છે.. સંજના સાથે કામ કરતાં મેડમ નાં ફોન પરથી અને રાહુલ સંજના ને I love you કહેવા કહે છે.. ને સંજના શરમાઈ જાય છે.. હવે આગળ…

સંજના રાહુલ ને કહે છે કે ના હું પેહલા નહીં કહું પેહલા તું કહે..રાહુલ કહે છે કે ઠીક છે હું કહું છું તને…અને પછી શ્વાસ ઉંડો લઈને રાહુલ સંજના ને કહે છે કે I love you♥️..અને સંજના પોતાનો એક ધબકારો ચૂકી જાય છે…પછી રાહુલ કહે છે કે હવે મારે સાંભળવું છે…તું બોલ ..સંજના પણ શરમાઈને રાહુલ ને કહે છે.. I love you…આ સાંભળીને રાહુલ તો એટલો ખુશ થઈ ગયો કે એને એમ લાગવા લાગ્યું કે એ સંજના ની પાસે જ છે..અને પછી એ સંજના ને thank you કહે છે.. સંજના પૂછે છે.. કેમ?મને thank you…તો રાહુલ કહે છે કે આ જે તે મને કહ્યું ને એના લીધે તો મને એમ લાગ્યું કે આટલા સુંદર શબ્દ મને આજ સુધી કોઈએ નથી કહ્યાં…

સંજના ફરીથી શરમાઈ જાય છે..અને કહે છે બસ હવે મારી પ્રશંસા જ કર્યા કરવી છે કે કઇ કામ પણ કરવું છે બસ એ જ કર્યા કરશો તો કામ કોણ કરશે?રાહુલ કહે છે કે હવે તું મારા સાથે વાત કેવી રીતે કરીશ?તારા ફોન નું શું કરીશ?સંજના કહે છે.. કે તું ચિંતા નઈ કર .મારા સાથે કામ કરતાં ભાઈ ને મેં વાત કરી છે.. એ મને બધું સરખું કરી આપશે..ok એટલે તું ચિંતા ના કર જેવું ફોન માં પ્રોબ્લેમ સરખી થઈ જશે..હું તને વાત કરી દઈશ.. રાહુલ કહે છે..કે સારું કાંઈ નઇ પણ જલ્દી કરજે..સંજના કહે છે કે હા..પછી બંને ફોન મૂકી દે છે.. ને પોત પોતાના કામ એ વળગી જાય છે..

પછી રવિ ભાઈ એને ફોન નું સિમ કાર્ડ જે લોક થયું હોય છે…એના માટે એ કંપની માં ફોન કરે છે.. અને એની બધી માહિતી લઈને ફોન નું સીમકાર્ડ લોક હોય છે એ સરખું કરી દે છે.. આ જોઈને સંજના ખૂબ ખુશ થઈ જાય છે અને રવિભાઈ ને thank you કહે છે.. ને રવિભાઈ એને કટાક્ષ માં કહે છે કે હા હવે તમે તમારા ભાઈબંધ સાથે શાંતિ થી વાત કરી લેજો હો….સંજના કહે છે કે તમને કઈ રીતે ખબર ? રવિભાઈ કહે છે કે જે રીતે તમે આટલી ઉતાવળ કરતાં હતાં ને ફોન ઠીક કરવાં માટે એવાં મેં તમને પેહલી વાર જોયાં તો કંઈક તો અલગ હોય ને…તમને શું લાગે છે કે મને કંઈ ખબર નથી પડતી? મને બધી ખબર પડે છે.. હું પણ તો તમારી જ generation નો જ છું ને…પછી સંજના રાહુલ ને ફટાફટ sms કરે છે..

સંજના:hi, શું કરે છે..
રાહુલ મનમાં વિચારે છે કે શું વાત છે? આટલું જલ્દી એને કામ પતાવી દીધું?
રાહુલ:હા બોલ તારો ફોન ઠીક થઈ ગયો?
સંજના:હા એટલે જ તો હું વાત કરું છું..
રાહુલ:ઠીક છે…કાંઈ નઈ સારું થયું ચલ તારો ફોન ઠીક થઈ ગયો નઈ તો મને તો એમ જ હતું કે હવે ખબર નઈ ક્યારે તારા સાથે વાત થશે?
સંજના:અરે હું છું પછી તારે એટલી ચિંતા કરવાની જરૂર જ નથી.. હું એતો કાંઈ પણ કરીને તારા સાથે વાત કરવાની કોશિશ કરી જ લેત.. ગમે ત્યાંથી.. તારાથી વાત કર્યા વગર નાં રહેવાય તો શું મારા વગર કેવી રહેવાતું?
રાહુલ:હા એ વાત તો છે..કેમ નાં રહેવાતું એમ મારી વગર મારા સાથે વાત કર્યાં વગર?
સંજના:ના થોડું પણ ના રહેવાય મારાથી તો..એક સમય પર તું રહી લે..પણ મારાથી તો ના જ રહેવાય…
રાહુલ:કેમ?
સંજના:એમાં શું કેમ ? તને પ્રેમ કરું છું તો તારી આદત પડી ગઈ છે.. ક્યાંથી રહી શકું તારા વિના?
રાહુલ કે છે કે તું સાચું કહે છે? ના રહેવાય એમ
હા,ના જ રહેવાય સંજના એ કીધું…
રાહુલ: તો પછી હું ક્યાંથી રહી શકું. મારી જાન..

સંજના ને આજ સુધી કોઈએ આવા શબ્દ કીધાં નહોતાં જાન ને એવું સાંભળીને થોડું અલગ લાગ્યું પણ સારું લાગ્યું…શું કરતી પ્રેમ જો કરતી હતી એને…

પછી પૂરો ઓફીસ નો દિવસ પૂરો કરીને બંને પોતાના ઘરે જવા નીકળે છે.. ઘરે જઈને પણ બંને એક બીજા સાથે જમીને વાત કરતાં હોય છે.. સંજના TV માં સીરીયલ જોતી હોય છે.. ને સાથે સાથે રાહુલ સાથે વાત કરતી હોય છે…રાહુલ જમીને બહાર નીકળ્યો હોય છે.. હજી સુધી એના મિત્રો ને આ વાત ની જાણ નથી હોતી કે રાહુલ અને સંજના એક બીજા ને પ્રેમ કરવાં લાગ્યાં હોય છે.. પણ એનાં મિત્રો ને થોડું થોડું તો લાગવા જ લાગ્યું હોય છે કે કંઈક તો છે જે રાહુલ છુપાઈ રહ્યો છે.. પણ શું એ જ કોઈને ખબર નથી પડતી…પણ રાહુલ નો એક ખાસ મિત્ર હોય છે અજય નામ નો..એને ખબર પડી જાય છે.. રાહુલ જ્યારે સંજના સાથે વાત કરવા માં busy હોય છે ત્યારે એ એનાં બીજા મિત્રો ને દૂર લઈ જઈને કહે છે કે દોસ્તો,કાંઈ નોટિસ કર્યું તમે,,બધાં પૂછવા લાગે છે કે શું?અજય કહે છે કે ભાઈ નક્કી કોઈની સાથે પ્રેમ માં પડ્યો છે.. પણ કોઈને કાંઈ કેહવા નથી માંગતો ચાલ આપણે કાંઈક કરીએ કે એ સામેથી જ કહી દે કે એને કોઈની સાથે પ્રેમ છે..બધાં ને ભેગા કરીને એ plan બનાવે છે.. ને બધાં એને follow કરે છે.. રાહુલ જ્યારે ફોન માં બહુ જ busy હોય છે ને ત્યારે અજય એનો ફોન એકદમ ખેંચી લે છે.. પછી રાહુલ ચોંકી જાય છે કે આ શું થયું અચાનક ફોન ક્યાં ગયો તો જોવે છે…કે ફોન અજય પાસે હોય છે…

અજય ભાગતો હોય છે ને રાહુલ એની પાછળ.. રાહુલ કહે છે કે અજય શું કરે છે ફોન આપી દે ને..પણ અજય કહે છે કે પહેલા અમને એ કહે કે તને શું થયું છે?કેમ આટલો બદલાઈ ગયો છે?સરખું અમારા સાથે વાત નથી કરતો ,અમારા સાથે રહીને પણ અમારા સાથે ના રહેતો હોય એવું લાગે છે?સાચું કહે કે શું થયું છે તો અમે તને ફોન આપી દઈશું..સાચું બોલ શું થયું છે…રાહુલ કહે છે ભાઈ કાંઈ નથી થયું શું થવાનું મને હું તો એવો જ છું જેવો તમારી સાથે હતો….અજય ને બીજા મિત્રો કહે છે કે ના તું એ છે જ નથી જે અમારી સાથે રહે છે.. સાચું બોલ કે શું થયું છે.. કોના ચક્કર માં પડ્યો છે ભાઈ તું હે…રાહુલ કહે છે.. ભાઈ એવું કાઈ નથી પણ કોઈ માનવા તૈયાર નથી થતું…પછી છેવટે રાહુલ વિચારે છે કે..નઈ કહું તો આ લોકો ફોન આપે નહીં ને ફોન આપે નહીં તો હું સંજના સાથે વાત કેવી રીતે કરીશ ? પછી રાહુલ કહે છે કે સારું હું તમને કેહવા તૈયાર છું..પણ મને મારો ફોન જોઈએ અત્યારે જ..એમ કહીને અજય એનો ફોન આપી દે છે અને એની અને સંજના ની બધી વાતો કરે છે…બધાં મિત્રો કેહવા લાગે છે કે..વાહ ભાઈ આટલું બધું થઈ ગયું ને તે અમને કશું કહ્યું કેમ નહીં એતો સારું થયું કે અજય ને કઈ લાગ્યું ને એને અમને કીધું નહીં તો અમને ખબર જ ના પડત…રાહુલ કહે છે પણ હવે તો પડી ગઈ ને ખબર હવે ખુશ?બધાં મિત્રો કહેવા લાગે છે હા પણ અમને પાર્ટી જોઈએ,બૉલ ક્યારે આપે છે?રાહુલ કહે છે કે ભાઈ હજી 1 જ દિવસ થયો છે મને થોડો સમય તો આપો..બધાં કહે છે કે સારું સારું…કાંઈ નહીં એમ કહીને બધાં મિત્રો એનાથી દૂર જઈને કહે છે કે ભાઈ તું વાત કરીલે ખોટી તારી ગર્લફ્રેન્ડ ગુસ્સો કરશે.. એમ કહીને હસતાં હસતાં જતાં રહે છે.. અને એટલાં માં જ સંજના નો ફોન આવે છે.. અને રાહુલ ને પૂછે છે કે શું થયું કેમ ફોન પર વાત નથી કરતો?રાહુલ બધી વાત કરે છે.. ને સંજના હસવા લાગે છે…

ક્રમશઃ
તો મિત્રો,શું લાગે છે તમને કે સંજના ને રાહુલ ની વાત આગળ વધશે?બંને નો પ્રેમ વધશે?કે અહીંયા જ અટકી જશે?જાણવાં માટે વાંચતા રહો જીવન નો સંગાથ પ્રેમ…તમારે કાંઈ પણ કેહવું હોય તો મને માતૃ ભરતી પર inbox માં કહી શકો છો…ને પ્રતિભાવ આપજો…
તમે મને instragram પર પણ follow કરી શકો છો.. surbhi. Parmar.581 પર ધન્યવાદ મિત્રો…
જય શ્રી કૃષ્ણ🙏