Aakarshan - 3 in Gujarati Fiction Stories by KALPESH RAJODIYA books and stories PDF | આકર્ષણ (પ્રેમ કે કામ નું) - 3

Featured Books
Categories
Share

આકર્ષણ (પ્રેમ કે કામ નું) - 3

Chapter 3. (લગ્ન નિ બીજી તૈયારી)

.. આગળ નું,
સવાર માં જ્યારે રવિના ઉઠી ત્યારે અનુષ્કા એની સામે બેઠી હતી. અને અનુષ્કા ને જોતા જ રવિના એ પેહલા સવાલ કર્યો કે શું થયું તું કાલે સાંજે. અનુષ્કએ જવાબ આપતા કહ્યું કે એ બધું પછી તું પેહલા કોફી પી લે. પછી તું તને શાંતિ થી વાત કરું. અને આજે આપણે લગ્ન નિ બીજી તૈયારી માટે બહાર જવાનું છે તૈયાર થઈ જા .આવિ ને બધું તને કહીશ.

....Continue

બસ... અનુષ્કા હવે તો કે શું થયું છે તને અને તે આ લગ્ન માટે નાં ડ્રેસ અને પટોળું કેમ લીધું છે તારી પાસે પેહલા થી લીધેલા છે તો પણ કેમ .. રવિના એ થોડું ચિડાઈ ને કહ્યું.

અનુષ્કાએ મૌન તોડતા બોલી કે આ ડ્રેસ અને પટોળું ઈશિતા માટે છે.

રવિના આ સાંભળી ને બોલી , ઈશિતા મતલબ કે અનિકેત નિ એક્સ.ગર્લફ્રેન્ડ બરાબર ને .

અનુષ્કા એ હકાર મા માથું હલાવ્યું.અને એકદમ રડવા લાગી .અને કહેવા લાગી કે ગઈ કાલે સાંજે જ્યારે હું ચાવી લેવા માટે બંગલા પર પોહચી તી ત્યારે અનિકેત અને ઈશિતા
ને મે કિસ કરતાં જોયા હતા.

રવિના તો સાંભળી ને ગુસ્સે થઈ ને બોલી કે તે જોયું હતું તો એ વખતે જ અનિકેત ને કેમ કઈ નાં કહ્યું ,એને નાં કીધું તો કઈ નઈ મને તો કેહવુ હતું ને હું એની હાલત ખરાબ કરી નાખત એ કોણ છે વળી જે મારી ફ્રેન્ડ ને ઠેસ પહોંચાડી શકે.

અનુષ્કા થોડી સ્વસ્થ થઈ ને મક્કમ અવાજે બોલી કે એને મારી સાથે બેઈમાની કરી છે હવે જો હું શું કરું છું . એ મારા રૂપ નાં આકર્ષણ મા આકર્ષાઈ ગયો હતો અને એને કામ નો ચુનાવ કર્યો છે. અને હવે હું જે કરવા જઈ રહી છું એમાં તારે મને સાથ આપવા નો છે.હું અનિકેત ને સમજ શીખવા માગુ છું બસ તું મને સાથ આપે એટલે હું તને કવ એટલું કરી આપવા નું છે. બોલ સાથ આપીશ મને.

રવિના એ થોડું વિચારતા કહ્યું કે ,સારું હું તને સાથ આપીશ બોલ મારે શું કરવા નું છે.

જો કાલે એક દિવસ છે આપની પાસે પરમદિવસે લગ્ન નો દિવસ છે એટલે જે કરવા નું છે એ આપણે કાલ સાંજ સુધી મા બધી ત્યારે કરી રાખવી પડશે . તું અત્યારે ઘરે જા થોડો આરામ કર હું તને થોડી માહિતી મેળવી ને ક્યારે શું કરવું એ તને મેસજ કરી આપીશ.અનુષ્કાએ કહ્યું.

રવિના એ કહ્યું કે સારું ચલ હું જાવ છું મેસેજ કરી દેજે હું મારું જે કામ હસે એ કરી આપીશ. અને ત્યાં સુધી મા થોડો આરામ કરી લવ હું. ચાલ બાય.

અનુષ્કાએ ઉપરા ઉપરી કોલ કરી ને બધી માહિતી મેળવી ને એ મુજબ એને પ્લાન બનાવ્યો અને રવિના મને મેસેજ કરી દીધો અને કહ્યું કે હવે તું સીધી કાલે સાંજે મળજે મને પ્લાન મુજબ કામ પતાવી ને.

રવિના ને મેસેજ મળતાજ એ પ્લાન મુજબ સૌથી પેહલા એની ફ્રેન્ડ સાક્ષી મેહતા પાસે ગઈ જે મેરેજ રજીસ્ટાર હતી. એની પાસે ગઈ અને મેરેજ સરટીફીકેટ લીધું અને એને સાથે લઈ ને અનિકેત પાસે ગઈ અને ખોટું બહાનું બનાવી ને મેરેજ સરટીફીકેટ અને રજીસ્ટર પર સાઈન કરાવી અને સાથે એક બીજા કોરા કાગળમાં સાઈન કરાવી લીધી. અને ત્યાંથી સીધા ઈશિતા ને ઘરે જઈ ને એને બ્લેમેઇલ કરી ને એની પણ સાઈન કરવી લીધી અને અમારી સાથે આવવા મજબુર કરી.પ્લાન મુજબ એક કામ તો પૂરું થયું .હવે ઈશિતા માટે જ્વેલરી અને બીજા જરૂરી વસ્તુ લેતા લેતા સાંજ પાડી ગઈ એટલે સાક્ષી એ કહ્યું કે હવે બધા કામ પૂરા થયા છે તો હું જાવ છું અને કાલે ટાઈમ પર લગ્ન મા હું પોહચી જઈશ. રવિના એ સાક્ષી ને રાજા આપી અને ઈશિતા ને લઈ ને એ સીધી અનુષ્કા નાં ઘરે પોહચી ગઈ.

********
અનુષ્કા નાં ઘરે પોહચી ને રવિ નાં એ પ્લાન મુજબ જે કામ પતાવ્યું એની વિગત આપી. અનુષ્કા એ બધું સાંભળી ને શાંતિ થી શ્વાસ લીધો અને કહ્યું કે બસ કાલે બધું બરાબર થઈ જાય જેવું વિચાર્યું છે એવું.

અરે બધું બરાબર થઈ જશે.રવિના એ કહ્યું .અને હા બાકી પ્લાન મસ્ત બનાવ્યો છે બદલો લેવા માટે. કઈ નઈ બસ અત્યારે હવે આરામ કરી લઈએ .અને ઈશિતા ને જમવા નું આપજે એને નાસ્તો નઈ કર્યો .અને હું ઘરે જવા છું કાલે સવારે મળીશ.

અનુષ્કાએ સારું કહી ને જવા કહ્યું અને કીધું કે હા કાલે સાક્ષી ને પણ લઈ આવજે કઈ થાય તો એ હેન્ડલ કરી શકે એટલે.

સારું કહી ને રવિના જવા લાગી.


(લગ્ન નો દિવસ..... Continue next part)