(આપણે જોયું કે પ્રિયા ને કંપની તરફ થી ગાડી તેડવા આવે છે ને તે જાય છે ત્યાં જ તે ગાડીમાં જ સપના ઓ માં ખોવાય જાય છે ને કમ્પની આવતા તેમનો ડ્રાઈવર તેમને કહે છે કે મેડમ કંપની આવી ગઈ.) હવે આગળ,
પ્રિયા ગાડી માંથી ઉતરે છે ત્યાં તે જોવે છે કે ઓફીસ નો બધો સ્ટાફ ત્યાં પહેલે થી જ હાજર હોય છે અને તેમના સર પણ, તે જોતા પ્રિયા ગભરાઈ જાય છે અને તેમને એમ થાય છે કે આજે તે લેટ પહોંચી, પણ સર અને તેમનો બધો સ્ટાફ તેમને આવકારી લેતા તે હાશકારો અનુભવે છે, પછી તે (પ્રિયા) પણ સર પાસે જતા હાથ માં બાંધેલી ઘડીયા- ળ જોતા કહે છે કે 'સોરી સર, હું લેટ નથી થઈ ને '?એવો ખોટો સર પાસે દેખાળો કરે છે કારણ કે તે ગભરાયેલી હોય છે, ત્યાં તેમના સર કહે છે કે 'ના, ના, કઈ નહીં ચાલો જલ્દી ફટાફટ ', મહેમાનો નો સમય થઈ ગયો છે આવવાનો આપણે પહેલા આપણે મિટિંગ રૂમ માં આપણા આ નવી કંપની નો પ્લાન વિશે પહેલા ટૂંક માં જાણી લઈએ, પછી પ્રિયા પાસે જાણી લઈએ કે તેમનો આ કંપની વિશે શું પ્લાન છે.
પછી બધો સ્ટાફ, સર ને પ્રિયા બધા મિટિંગ રૂમ માં ગોઠવાઈ ગયા હોય છે, ત્યારે જ સર પ્રિયા ને તેમને સોંપેલી નવી કંપની વિશે પ્લાન ની માહિતી આપવા સૌપ્રથમ તેમને સ્પીચ આપવાનું કહે છે, પ્રિયા પછી જલ્દીથી કંપની વિશે ની માહિતી, તેના નિયમ અને તેને કેમ ઉપર લઈ જવાની છે તેના વિશે બઘી માહિતી તે આપે છે તે સાંભળતા જ પ્રિયા ને બધા તાળીઓ ના સ્વરે વધાવી લે છે, પછી તેમના સર એક નાનકડી જાહેરાત કરવા ઉભા થાય છે તે કહે છે ' દોસ્તો, આ કંપની મારા જીવનની અમૂલ્ય ભેટ સ્વરૂપ છે આપણે કંપની ને ઉંચી લઈ જવા સખત મહેનત કરવી પડશે, અને હા કંપની ના ઉદ્ઘાટન માં આજે અમેરિકા થી મી. સેમ સિબાસ્ટિયન અને તેમનો પરિવાર, લંડન થી મી. રોબર્ટ અને તેમનો પરિવાર અને આફ્રિકા થી મી. બાવડન અને તેમનો પરિવાર અહીંયા પધારશે. અને હા તે આપણા કંપની ના પહેલા શેર હોલ્ડરો છે તો તેમની મહેમાનગતિ માં કઈ કચાશ રહેવી જોઈએ નહીં, મને આશા છે તમે બધા કંપની ને ટોપ પર લઈ જવા પુરેપુરી મહેનત કરશો અને મારો સન જે હાલ ઓસ્ટ્રેલિયા છે કામ માટે તે સાંજે અહીં આવશે એટલે મારે આજે ડબલ ખુશી છે, તેટલું કહેતા તે સ્પીચ પુરી કરે છે, ત્યાં તો રૂમ માં બધે તાળીઓ નો જ સ્વર સાંભળવા મળે છે, સરે જયારે કહ્યું કે મારો સન ઓસ્ટ્રેલિયા થી આવવાનો છે ત્યાં તો તે સાંભળતા જ પ્રિયા ધીમું હાસ્ય કર્યું અને થોડી ખારી પણ થઈ તે ધીમું બોલી કે 'આવવા દે એને મને ખોટું કહ્યું ને આજે તારો વારો છે.
મિટિંગ પુરી થતા સર બધા ને થોડો સમય બ્રેક આપે છે, પ્રિયા તેમના ગ્રુપ સાથે થોડી ગપસપ કરવા જાય છે તેના ગ્રુપ માં 7 જણા હોય છે 4 છોકરી ને 3 છોકરાઓ, તે જયારે જૂની કંપની માં સાથે હતા ત્યારે સમય મળે ત્યારે વાતો, હસી - મજાક કરવા ઓફીસ ની કેન્ટીન માં બેસી જતા તે ફ્રી સમય માં નાની પીકનીક કરી આવતા તેમના ગ્રુપ કોઈ દીવસ નાના મોટા ઝઘડા થતા પણ તે કોઈ દિવસ તેમના ગ્રુપ વચ્ચે નો પ્રેમ ઓછો થતો નહીં તેનું ગ્રુપ લાંબા સમય થી એટલે કે કોલેજ ના સમય નું આ ગ્રુપ હતું તે બધા ના નામ મીનાક્ષી, મીરલ, સોનમ, વિજય, અમર, વિક્રમ અને આ પ્રિયા હતી.
વધુ આવતા અંકે........