horror express - 4 in Gujarati Horror Stories by Anand Patel books and stories PDF | હોરર એક્સપ્રેસ - 4

Featured Books
Categories
Share

હોરર એક્સપ્રેસ - 4

"બપોરનો સમય હતો."
ટ્રેન ચાલી રહી હતી એટલી જ વારમાં વિજય બોલ્યો આ બધી માયાજાળથી ક્યારેય છૂટકારો મળશે પછી તે બંને પોતપોતાની વાતો મજબુર હતા એટલા મોજ જોરથી એક ચીસ સંભળાઈ.
"તેનો અવાજ એટલો જ હતો કે કાનના પડદા પણ ફૂટી જાય."
"વિજય જોરથી બોલ્યો"
જે હોય તે મારી સામે આવે.
"મને હવે બીક લાગતી નથી હું કોઈનાથી બીતો નથી જેને જે કરવું હોય તે કરે."
વિજયને ગાંધીજીનું એક વાક્ય યાદ આવી ગયું.
જ્યારે આપણે ડર ઉપર વિજય મેળવીએ છીએ ત્યારે આખા વિશ્વ પર વિજય મેળવી દઈશું મૃત્યુનો ડર પેહલા દૂર થાય છે જ્યારે જીવવાનું ડર રહેતો નથી.
વિજય તો બહુ ગુસ્સામાં હતો તેની આંખો પીળા ચટ્ટક વાઘ જેવી દેખાતી હતી એ એટલો બધો ઘાતકી થઈ ગયો હતો કે કોઈ પણ સામે આવે તો તેને ત્યાંને ત્યાં ખતમ કરી દે.
"આ બીજું કંઈ નહીં પણ ભૂતનો ગુસ્સો હતો"
એટલી વારમાં મનજીત બોલ્યો શું એકલો એકલો બક.....બક..... કરે છે.
"તારું જીવ ઠેકાણે છે કે નહીં,"
તારા પર આ ભૂતાવળ નો ડર હાવી થઈ ગયો છે.
મારી વાત સાંભળ તુ જે ભૂતોથી જેટલો ડરીશ એટલો તને આ રાક્ષસ ડરાવવાનો પ્રયત્ન વધુ કરશે એટલે મારી વાત સાંભળ ડરવાનું એકદમ છોડી દે અને બિન્દાસ મારી જેમ આનંદથી નોકરી કરી ખા.

કેમ કરીને હું નોકરી કરું મારું મનડું નથી લાગતું.
આ એક બાજુ ડર અને બીજી બાજુ નોકરી તો કરું તો કરું છું.નોકરી ખતમ કરું અથવા ડર ખતમ કરું પણ હું મનોમન નક્કી જ કરી લીધું છે કે ડર ખતમ કરી નાખીશ.

"ભયલુ આ કોઇ ડર નથી એક સત્ય હકીકત છે તારી ટ્રેનમાં ભૂતાવળોનું ટોળું ભરેલું છે.ભલે તું માને કે ન માને પણ આ સત્ય સ્વીકારવું રહ્યું."
હું તને બીવડાવી નથી રહ્યો પણ આ એક સત્ય હકીકત છે જે તારે આજે નહીં તો કાલે પણ સ્વીકારવું જ પડશે.
આવો મારા જેવું સાચું કહેવા વાળા તને કોઈ નહિ મળે.
"વિજય બોલ્યો મને બીક નથી લાગતી પણ આ પરિસ્થિતિમાં હું રહી શકું તેમ નથી તુજ મને ગમેતે એક અસરકારક એક ઉપાય બતાવવા મનજીત તને વિનંતી કરું છું"

ચિંતા ના કર તારો મિત્ર હંમેશા સુખ દુઃખમાં સાથે જ રહેશે. જો મારી વાત સાંભળ નોકરી પણ નથી છોડવાની અને ડરવાનું પણ નથી.
"ચાલ થઈ જા રેડી" મનજીત બોલ્યા
એટલી વાર માં વિજય પ્રફુલ્લિત મને જોરથી બૂમ પાડે છે પછી તો ના થયાનું થાય છે.
મનજીત શું યાર મારું મગજ ફેરવી નાખ્યું તારે જે કેવું હોય સ્પષ્ટ વાત કર
થોડીવારમાં કેસરપુરા રેલ્વે સ્ટેશન આવે છે અને બંને બપોરનું જમવાનું જમવા કેન્ટીનમાં જાય છે કેન્ટીન એકદમ સૂમસામ હોય છે ફક્ત એક વેઇટર અને શેઠ હોય છે

"વેઇટરની આખું જાણે બહાર નીકળી ગઈ હોય અને તેના વાળ તેલ નાખ્યા વગરના આફ્રિકન માણસ જેવા મોઢે ખુબ કરચલીઓ હતી"
અંદાજિત ઉંમર ૭૦ વર્ષની આસપાસ લાગતી હતી જ્યારે મનજીત અને વિજય કેન્ટીનના ટેબલ ઉપર બેસે છે ત્યારે ૭૦ વર્ષના દાદા એ પૂછ્યું શું જોઈએ છે ભાઈ.
"વિજય જોરથી બોલાઈ ગયું કાંઇ નહી શાંતિ જોઈએ છે."
"સામેથી વેઇટર દાદા બોલે છે કે ભાઈ આટલી તો શાંતિ છે તારે કેટલી શાંતિ જોઈએ"
આટલું સાંભળીને વિજય નિશબ્દ બની ગયો .
કોણ જાણે વિજય કયુ પાપ કર્યું હશે તો તેને આવો સમય જોવો પડે છે.
આ સમયમાં છૂટવા માટે કોઈ ઉપાય હતો નહીં, પણ કરે તો કરે શું.

"બીજું બધું પછી વિચારશું પહેલા ખાવાનું કરીએ આમ બોલીને મનજીતે ગુજરાતી થાળી નો ઓર્ડર આપે છે."
વધુ આવતા અંકે........