Radha ghelo kaan - 7 in Gujarati Love Stories by spshayar books and stories PDF | રાધા ઘેલો કાન - 7

Featured Books
  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

  • ભિષ્મ પિતામહ

    पितामह भीष्म अने मकरसंक्राती   રાત્રી નો બીજો પહોર છે... આરત...

Categories
Share

રાધા ઘેલો કાન - 7

રાધા ઘેલો કાન :- 7

ગયા ભાગમાં જોયું તે પ્રમાણે રાધિકા કિશન વિશે વિચારતા વિચારતા બારીની બહાર જોઈ રહી હોય છે..

અને અહીંયા કિશન પોતાની examની તૈયારી કરતા કરતા તેની ટેક્સ્ટ બુક વાંચી રહ્યો છે..

કેમ? કિશન? પહેલા તો તુ બવ હોશિયાર હતો.. હવે કેમ કોલેજમાં આટલી બધી કેટી આવે છે? કિશનનાં કાકીએ શાક સમારતાં સમારતાં મજાકમાં કિશનને સવાલ કર્યો..

કઈ નઈ કાકી એમ જ.. કિશને ઉતર વાળ્યો..
શુ એમ જ.. !!?

અમને ખબર નથી એવુ લાગે..
બીજી બધી વાતોમાં હવે ઓછું ધ્યાન આપ અને ભણવામાં વધારે, તારા પપ્પાનો ફોન આવ્યો હતો ગઈકાલે..
ખબર છે આજ સુધી એટલા ટેન્સનમાં એમને કોઇ દિવસ નથી જોયા..
એતો એમ પણ નાની નાની વાતમાં ટેન્સન લઇ લે.. કિશને વળતો જવાબ આપ્યો..
એવુ નથી બેટા.. જો આપડે એક મિડલ ક્લાસ ફેમિલી છીએ.. અને આપણને આવું બધું શોભતું નથી બેટા..

કાકી તમે પણ, તમને તો ખબર હતી ને કે એમાં મારી કોઇ ભૂલ નહોતી.. કિશન કોઇ વાતથી કઁટાળી ગયો હોય એવી રીતે જવાબ આપે છે..

હા બેટા, મને બધી ખબર છે પરંતુ એ મોટા ઘરની છોકરી છે..
તો શું થઇ ગયું?
એ મન ફાવે એ કરે? મારી એકલી ભૂલ નહોતી એ તમને બધાને ખબર જ છે..
કિશને ચેહરા પર એક અલગ જ ખુમારી સાથે જવાબ આપ્યો..

એ ગમે તે હોય પણ એનાં લીધે..
આપણા ઘરના આજ સુધી પોલીસ સ્ટેશનનું પગથિયું ચડ્યા નથી અને એના કારણે આપણે પોલીસ સ્ટેશનમાં પણ જવુ પડ્યું..
કાકી એ પણ કિશનને સમજાવતા હોય એ રીતે ઉતર વાળ્યો..

પરંતુ,કાકી દર વખતે તમે મને વઢો છો..
તમને ખબર છે સાચી વાત શુ હતી?
અને કોણ સાચું ને કોણ ખોટું?
બધું જાણતા હોવા છતાં..

ઓકે, ચાલ હવે બધું પતી ગયું ને હવે તુ તારા ભણવામાં ધ્યાન આપ. આ વખતે તારું છેલ્લું વર્ષ છે.. આ વખતે પણ જો તુ કોલેજ નહીં પુરી કરે તો તારા પપ્પા બહુ ઉદાસ થશે .. કાકી એ વચ્ચેથી એની વાત રોકતા જવાબ આપ્યો..

એ વાતને ખત્મ થયા એક મહિના ઉપર થઈ ગયું તે છતાં તમે બધા મને વારંવાર સંભળાવ્યા કરો છો..
સવારે કાકા પણ જોયું હતું ને પ્રશ્નો પર પ્રશ્નો કરતા હતા.. જાણે કે હું બીજે કઈ રખડવા જતો રહેવાનો હોય એમ..
આટલુ બોલતા કિશન તેની ટેક્સટબૂક મૂકીને ગુસ્સામાં ઘરની બહાર નીકળી જાય છે..
અને બહાર નીકળતા જ ફરી તેની નજર એજ સ્વર્ગકેરી બારી પર અટકે છે.. અને એજ સવારની અપ્સરા રાધે નજરે ચડે છે..

પણ હાલ કિશન ત્યાંથી નજર ફેરવીને ઉંધી દિશામાં ઊભો રહી જાય છે..
અને વિચારે છે.. 'બધી છોકરીઓ સરખી જ હોય છે.. જયારે પ્રેમ કરવાની વાત આવે ત્યારે સાથ આપે છે પણ જયારે ખરેખર સાથ આપવાનો આવે ત્યારે છોડી જાય છે.. '

આવી જ રીતે બે મિનિટ માટે છોકરીઓ પ્રત્યેની નફરત એને રોજ અડધો કલાક માટે છેલ્લા બે મહિનાથી થતી હોય છે.. અને વારંવાર એજ વિચારતો હોય છે..

કાશ, " હું એને મળ્યો જ ના હોત.. એની સાથે એક વર્ષ તો હું સરખું નથી જ જીવ્યો પરંતુ શુ આખી ઝીંદગી નડ્યા કરશે કે શુ મને?

આટલુ વિચારતા વિચારતા ફરીથી એનું ધ્યાન સવારની એ પરી પર જાય છે પણ અહીંયા...

રાધિકાને એવુ લાગે છે કે મને જોઈને એ ઊંધો ફરી ગયો??
આટલો બધો ઈગો એને??
અને રાધિકા પણ attitude બતાવતા એ બારી બંધ કરીને ત્યાંથી ઉભી થઈ જાય છે અને બીજી રૂમમાં ચાલી જાય છે..

અને અહીંયા કિશન વિચારે છે કે સવારે ગરજ હતી એટલે વાતો કરતી હતી અને ફ્રેન્ડસ-ફ્રેન્ડ્સ કરતી હતી.. અને હમણાં બારી બઁધ કરીને જતી રહી..
સાચી વાત છે, છોકરીઓ મતલબી જ હોય..

એના એ ભૂતકાળનાં વિચારોને જાણે નિસરણી મળી હોય એમ એ એ વિચારોને જ પ્રોત્સાહન આપતાં એ ત્યાં જ બારીમાં ઊભો રહે છે..

શું કિશનનાં વિચારો છોકરીઓ પ્રત્યે સાચા છે કે ખોટા?
બન્નેની આ પળભરની ગલતફેમી કાલે દૂર થશે??
જોઈએ હવે કાલે.. મળીયે..

આપનાં પ્રતિભાવની રાહ જોવાશે..
જય હિન્દ - જય ગુજરાત.. 🙏😊