પિહુનો ભાઈ મંતવ્ય હોય છે એનો ખુલાસો થય જાય છે. મિશા કોણ હોય છે એ પણ ખબર પડે છે સાથે મંતવ્યનો પાસ્ટ ખબર પડે છે. સમ્રાટના પિહુના ફોનમા ફ્લર્ટ કરતા મેસેજો આવ્યા હોય છે પણ પિહુ રિપ્લાય આપતી નથી અને ઇગ્નોર કરે છે. હવે આગળ....
સવારનો સમય હતો. સુરજની આછી લાલી અને પ્રકાશના કિરણો પિહુના રૂમની ગેલેરી માથી અંદર આવીને સીધા જ નાહીને નિકળેલી પિહુની ઝીરો ફિગર જે અત્યારે ટોવેલમા વિંટળાયેલી હ્તી તેના પર પડતા હતા. ભીના લાંબા વાળ, સ્વચ્છ બ્રાઉન આંખો, એ ખુબ સુંદર લાગી રહી હતી. એના લીસા પગ પર ક્રીમ લગાવતી હ્તી ત્યારેજ કોઇ અવાજ સંભળાયો એને. પાછળ ફરી જોયું તો એની ગેલેરીમાં સમ્રાટ ઉભો હતો. એ ઘભરાય ગઈ. એના હાથ માંથી ક્રીમની બોટલ પડી જાય છે અને ક્રીમ રૂૂમમાં ફેલાય જાય છે. એ તરત ફોન તરફ ભાગી. સમ્રાટ સ્ફુર્તિથી દોડયો અને પિહુના હાથમાનો ફોન એણે છિનવી લીધો. બે હાથથી એણે પિહુને પકડવાની કોશિશ કરી, પણ પિહુ એને હળવો ધક્કો મારીને ભાગવા લાગી પણ આતો સમ્રાટ હતો થોડા મર્દના લક્ષણો બતાવ પડેને.એણે પિહુ દિવાલ સાથે જકડી દીધી. પિહુ એ ગુસ્સાથી પુછ્યું, તુ મારા રૂમમાં કેવી રીતે આવ્યો?!"
" આશિક ને ગમેં ત્યા જતા કોઇ રોકીના શકે . અમને તો દિવાલની આરપાર જતા પણ આવડે હોકે. અને આ નવું થોડીને છે પિહુજી. આતો મારે રોજનુ કહેવાય. તારા ઘરના પાછળના ગેટ પર ઉભેલો વોચમેન સિગરેટ પીતો હતો લાઈટર માંગવાના બહાને નજીક જઈને શીશી સુંઘાડી દિધી. પાઇપ ચડીને ઉપર આવતા વધારે વાર તો લાગે નહી. " સમ્રાટ ખંધુ હસતા બોલ્યો.
" શીશી !! ગમાર જેવી ભાષા શુ કામ બોલે છે?? છોડ મને. બહુ ભારે પડશે. લીવ મી.... સમજાતુ નથી દિવાની તારી દોસ્ત કેમની બની???!" પોતના હાથથી સમ્રાટના હાથનો સામનો કરતા એનાથી બોલાઈ ગયું.
" અત્યારે હુ KBC નથી રમતો . કે તારા દરેક સવાલોના જવાબો આપતો જવ અને તુ સંભળાતી જાય. મૂડ તો.... બીજો કોઇ જ છે મારો..... તું...... યારર..." સમ્રાટ પિહુ પર નજર ફેંકે છે . પિહુના ટોવેલને અડકવા જાય છે ત્યારે પિહુ ખુબ જ ડરી જાય છે...
" નો... પ્લીઝ..... મને જવા દે..... મેં તારુ શું બગાડ્યુ છે. તારી તો હુ.... કોઇ કાળે નહિ થઉ. આદિત્યની છું હુ...
સમ્રાટએ પિહુનો હાથ મરડીને પાછળ તરફ વાળ્યો, બવ ચરબી ચડી છે ને તને તો.....
"આઅહ ....આ...." પિહુએ દર્દનાક ચીસ પાડી .એની આંખોમા પાણી ભરાય આવ્યું. એની હિંમત તુટવા લાગી હ્તી. એનાથી રડી પડાયુ.
સમ્રાટ પિહુને ઉંચકે છે પિહુ પોતાના હાથ અને પગ હલાવી ને છુટવા માટે ધમપછાડા કરવા લાગે છે. જેવો સમ્રાટ પિહુને બેડ મા ફેંકે છે કે ગેલેરીમાંથી કોઇનો અવાજ આવે છે.
સમ્રાટ હજી કશું સમજે એ પહેલા તો મનુષ્કા એના ફાટેલાં પેન્ટ પરની ધુળ ખંખેરતી અંદર આવે છે. એના એક હાથમા ગન હોય છે.
" અબે ઓય..... મધર ફ@#$% .... ચલ નિકળ ઘરની બહાર... સાલા રેપ કરીશ?!. એ પણ મારી પિહુ પર .... કમીના ....." 1 વાક્યમા તો લગભગ એને બધી જ ગાળોને ન્યાય આપી દિધો હતો.
સમ્રાટ એકદમ જ હેબતાઈ ગયો. કે આ મુસીબત અહિયા કેવી રીતે આવી....
" તું.... તુ... અહિયા કેમ ની.... હે ..... અને ....અને આ ....આ ગન કોને બતાવે છે હે!! ... હું...હુ કઈ ડરતો નથી. ...." બોલી તો ગયો પણ હકિકતમાં એની ફાટી પડી હતી.
" વધારે નાટક નહી. " મનુષ્કા પિહુને એના તરફ ખેંચી લે છે. ગન પોઇન્ટ સમ્રાટ સામે રાખી ને એને ત્યાંથી નિકળવા કહે છે. અચાનક મનુષ્કાને કંઈક યાદ આવતા એ સમ્રાટ પાસે જઈને એનો ફોન લઈ લે છે અને એને નીચે તરફ ધક્કો મારી દે છે. " હું તને જોઇ લઈશ મનુષ્કા..." સમ્રાટ જાન બચાવીને ભાગે છે.
" તો દેખાતી નથી હું અત્યારે તને....જોઇ લેને ચહેરો. યાદ રાખજે.... હો.. ચલ રસ્તે પડ....@$$%" ફરી એક જોરદાર ગાળ નિકળી ગઈ મનુષ્કાના મોં માંથી.
પિહુ રૂમમાં રડતી હોય છે. મનુષ્કા આવીને એને હગ કરે છે. " બસ મારી મિકી માઉસ..... હવે ના રડ નય તો હુય રડી પડીશ. " કહેતા જ મનુષ્કા પણ રડી પડી.
બેવ એકબીજાને વળગીને બવ રડયાં. પિહુ આખીય ધ્રુજી રહી હતી. " પિહુ , ચાલ તું કપડા પહેરી દે. " પિહુના કબાટ માંથી ગ્રે પેન્ટ અને ક્રીમ કલરની ફૂલ સ્લીવ ટોપ આપતા મનુષ્કાએ કીધું.
પિહુ હજીય આઘાતમા હતી. એણે ચુપચાપ કપડાં પહેરી, ફરીથી મનુષ્કાને વળગી પડી.
" મનુ , હુ વિચાર કરતા પણ ડરુ છું કે તું ના .....આવી હોત મારુ શું થાત. સમ્રાટ રૂમમા આવે એ...એ...... પહેલા જ મે ફોનમા વચ્ચેનું ગૂગલનું ઇમરજન્સી માટેનું ફંક્શન યુઝ કરી દિધું.જો સહેજ પણ મોડી પડત તો તારામા અને આદિ મા... ફોન .... ફોન જ ના જાત..." અને પિહુ ડૂસકાં ભરીને રડી પડી.
મનુષ્કા પિહુની પીઠ પર હાથ ફેરવી સાંત્વના આપતી રહી. " અરે મારી મિકી માઉસ તને તારી તુફાન કંઈ જ નહિ થવા દે. હું છું ને.....ચાલ છાની રે હવે. એટલે કિધુતું સ્કૂલમા કરાટે ક્લાસ જોઇન કરી લે. " પિહુને ઠપકો આપ્યો.
પિહુ ધીમુ હસી ," મારી પાસે તું, આદિ , અને મંતવ્ય ... અને જિગર જાન દોસ્તો છે ....ને એટલે મને કંઈ જ નહિ થાય....."
" આદિ આવતો જ હસે .... એ આવે પછી હું જઈશ. પપ્પાએ થોડુ કામ સોપ્યું છે. નથી કરવુ તોય કરવુ પડે એમ છે. તું જરાય ટેન્શન ના લે...."
" પણ તે એને આમ જ કેમ જવા દીધો મનુ.... એને તો .... એને તો બરાબર નો ટિપવા જેવો હતો..."
" એટલે જ જવા દીધો. મારો માર એને ઓછો પડત. આદિત્ય, મંતવ્ય , રીશી , યશ , સનમ , વિરાટ ભૈયા ભેગા થઈને મારે તો વધારે મઝા આવે અને પછી રામ ભૈયા એને લોકઅપ મા નાખી દેશે...."
" તું તો બોસ અઘરી ...પ્લાનિંગ કરે હોકે..." એમ કહી બે હાથે મનુષ્કાના ટચાકા ફોડી નઝર ઉતારી લિધી..
" સાંભળ , તારા હોટ પોટેટો ને મે એમ કીધું છે કે આ જ્સ્ટ અમારી બેવની મજાક હ્તી. મેસેજ એનો સીન પણ થઈ ગયો છે. એટલે હવે એ તને રુહાની અને સુહાની ના ઘરે મુકી જશે... પછી શુ કરવાનું ખબર છે ને !!"
" હા.... હુ ધ્યાન રાખીશ...." એના હીબકાં હજીય વાતોમા ખલેલ કરતા હતા...
" ચલ તો ત્યાં સુધી નીચે અંકલ આન્ટી પાસે બેસ. અને હમણા કોઇને કંઈ જ ના કહીશ , સાંજે કહીશુું. "
" મારી લાડલી તુફાન,.... આ ફટીચર જેવું જ પેન્ટ પહેરીને જવુ છે ?? અને તું પણ ....પાઇપ ચડીને કેમ આવી? બીજી ચાવી હતી મા પાસે... મારા રૂમની ખોલીને.... ના અવાય !" હિબકાં ભરતા બોલી.
મનુષ્કાનું ધ્યાન પાઇપ ચડતાં ફાટી ગયેલા પેન્ટ પર પડી.
" અરે હુ ખોલીને આવું , એ પહેલા તારી આન્ટીને આખી કથા સંભળાવુ, એ ચાવી શોધે, આપે પછી ખોલી ને અંદર આવું ત્યાં સુધી તો સમ્રાટને ખબર પણ પડી જાત એટલે એ તને ગલેરીમાથી લઈને ભાગી જાત તો..."
પિહુ બસ એના દિમાગ પર જોર આપતી રહી ...
" મિકી , તારુ દિમાગ તું ભણવામા જ વાપરજે હો... અત્યારે ચલ પેન્ટ આપ તારુ... બાકીનું મારા પર છોડ..."
પિહુ નીચે ગઈ અને મનુષ્કા એના પપ્પાનું કામ પતાવવા....
મનુષ્કા પર મંતવ્યનો ફોન આવ્યો..
" હાય મેરી જાન... શું કરે છે...??"
" મન... તારી ઝાંસીની રાણી અડધી જંગ જીતીને આવી છે અને અડધી તારે જીતવાની છે.... જીતીશને મારા માટે.."
" ચોક્કસ ડાર્લિંગ , તારા માટે બધું કરીશું. તમે કો એ... બોલો જરા વિસ્તારથી વાત કરો તો ખબર પડે."
" અત્યારે તો થાય એમ નથી. રાતે મળીને કવ..."
" સારું તો... સાંજે મળવાં આવે એટલે વન પીસ પહેરજે હોકે..."
" હમ્મ ..મ્મ... વિચારું ચાલને "
" ઓ વિચારુ વાડી, ના પહેરવા નો અંજામ ભોગવજે પછી તું હો...."
" અરે તારા એ અંજામ વધારે મઝા આવશે. કેમ કે તારા શબ્દો કરતા તારા હોઠની વાત વધારે સારી હોય છે...."
મંતવ્યને મનુષ્કા હસી હોય એવું લાગ્યું. " ચાલો તો એમ રાખજો. શાંતિથી ચલાવજે. બાય..."
" હા... બાય..સી યુ સૂન..."
" સી યુ સો સૂન બેબી...." મંતવ્યએ હસીને ફોન કાપ્યો.
આદિત્ય પિહુને લેવા આવ્યોતો. એ પિહુને રૂહી-સુહિના ઘરે મુકવા નિકળ્યો.
આદિત્યને આખીય દાળ કાળી છે એમ જરૂર લાગ્યું. કેમ કે પિહુની ચટર- પટર વાતો કયારેય ખૂટતી જ નહી . અને આજે એ એકદમ શાંત હ્તી.
પણ એણે કંઈ પુછ્યું નહી . એમ વિચારીને કે મનુષ્કાને પુછી લઈશ સાંજે...
(( બસ આજ શહેર ની એક સાંજ હતી, આસમાન પણ લાલ લાલી ને વાદળી છાંટ થી ભરાય ગયેલુ , આતરે આતરે આવતો પવન ને, વાહનોના અવાજ.... બધુંજ રમણીય હતુ પણ cafe' coffee day (CCD) ના ગ્લાસ ડોર ની અંદર બધા પોતપોતાની લાઈફ મા બિઝી હતા. ના તો કુદરત નુ ભાન હતુ,ના બહાર ની દુનિયાનુ... મોબાઇલ આવ્યા પછી એ જ તો દુનિયામાં બની ગયો હતો સૌની...
કરિશ્મા માનવ મગજ નો ગણું ,
કે કાળ કુદરત નો ગણું...
મોબાઇલ થી એક જાન બચે તો,
એક ચલી જાય છે...
ઉપરવાળાએ બનાવી અજીબ દુનિયા
કોઇ દુખિયા ને કોઇ સુખિયા...
બસ કંઈક એવુ બનવા જઈ રહ્યુ હતુ કેટલાક ની જિંદગીમાં....
CCD ના એક કોર્નરમાં બેઠી હતી મનુષ્કા . માપ ના વાંકડિયા વાળ ખભા સુધી ના, કથ્થાઇ રંગ ની સહેજ મોટી આંખો, ઘાટીલુ શરીર. લાઈટ પર્પલ રંગ ની સ્પગેટિ ટોપ ને તેની ઊપર બ્લ્યુ ડેનિમ જેકેટ, ને ડાર્ક ગ્રે કલર નુ ડેનિમ નુ પેન્ટ ડિઝલના બેલ્ટ સાથે
પેહરેલુ. જ્યાં બેઠી તી ત્યાં ટેબલ પર એના બ્લેક સ્પારકલ ઓક્લિ ના ગોગલ્સ પડ્યા હતા. પણ એની બ્રાન્ડેડ પર્સનાલીટી
ની નોંધ લેનાર કોઇ નોહ્તુ. CCD મા આવનાર ની પર્સનાલીટી લગભગ આવી હોય છે.
.....એની આખો મા ખારા આસું એ ડેરો જમાવેલો. મોબાઇલ જોતી જાય ને રડતી જાય. ત્યાની એક લેડિઝ વેઈટર અનેરી એને ઓળખતી હતી. કેમ કે મનુષ્કા અહિયા બહું વખત આવતી. અનેરી એની ફૅવરિટ કોલ્ડ ટી બનાવવા એના વીસે વિચારતા વિચારતા ગઈ.
એટલા મા મનુષ્કા .. ના ફોન પર મેંસેજ પડયો. snapchat પર મેસેજ જોયો. સ્ટોરી મા પિહુ અને આદિત્ય નો એક સાથે ફોટો હતો. )) ભાગ -1 મા લખેલ પહેલી છોકરી...
મનુષ્કા ખુબ દુખી થઈ ગઈ. કે આજે એ ટાઈમએ ના પહોચત તો એની પિહુનું શું થાત....
કોલ્ડ ટી પી એ સાંજે બધા મળવાના હતા ત્યાં જવા નિકળી.... પિહુને કોલ કર્યો અને કહી દિધું કે થોડીવારમા આવી જશે.....
બધાય મોમ્સ કાફેમા આવી ગયા હતા. બસ મનુષ્કાની રાહ જોવાય રહી હતી. મંતવ્ય અને પિહુ સૌથી વધુ બેચેન હતા.... રાહ જોતા જોતા 8:00 વાગી ગયા!!!
" રીશી , મને કંઈ સરુ ફીલ નથી થતું.... બવ ઘભરામણ થાય છે. પાણી.... પાણી લાવતો...." મંતવ્ય બોલ્યો.
પિહુ તો રડવા જ લાગી.... એણે રૂહી-સુહિ અને દિવાની ને ઇશારાથી સવારની વાત કહેવાની ના પાડી અને ખાલી મનુષ્કાને શોધો એમ કહ્યુ. દિવાની ખુબ દુખી થય ગયેલી સમ્રાટની અસલિયત જાણીને... રુહાની પિહુ પાસે બેસીને એને દિલાસો આપવા લાગી કે મનુષ્કા મળી જશે...
મનુષ્કા કંઈ ગતી રહી???
શું આ સમ્રાટનું કામ હશે???
વાંચતા રહો....
Next part coming soon