પુસ્તક-પત્રની શરતો
ભાગ-4
બેસમેન્ટ વાળી ઘટના પછીની બીજી સવારે જોસેફ પથારીમાંથી ઊઠયો ત્યારે તેણે મનોમન નક્કી કર્યું કે અજાણ્યા પત્રની શરતો પાળી જોવી જોઈએ.જો તે શરતોનું બરોબર પાલન કરે તે પછી કોઇ વિચિત્ર ઘટના ન ઘટે તો-
"તો શું? શરતો પણ ક્યાં બહુ મોટી છે.એક વાર પાળી તો જોવું" જોસેફ તે દિવસથી પત્રમાની બધી શરતો પાળવા લાગ્યો. રાત્રે બહાર નીકળતો નહી.બેસમેન્ટની લાઈટ ચાલુ રાખતો, જમતી એક ડીશ વધારે રાખતો, કોઈ વસ્તુને શોધવાનો (નિરર્થક ) પ્રયત્ન પણ ન કરતો.શરતોના પાલન પછી ઘર સામાન્ય ઘર જેવું બની રહ્યું.
- કોઇ જ અણધારી ઘટનાં ન ઘટી.જોસેફને શરતોના પાલન કરતી સમયે થોડું અતડું તો લાગ્યું પણ છેલ્લે ઘટેલી ડરાવની ઘટનાનોને ભોગે તો નહીં કેમકે જો એ શરતોના પાલનની ઘર બરોબર ચાલી શકે એમ હોય તો જોસેફને શરતોના પાલન કરવામાં કંઈ જ વાંધો ન હતો. જોડા દિવસ પછી જ્યારે બધુ સામાન્ય-એકદમ સામાન્ય થવા મોડ્યું ત્યારે જોસેફ થોડા દિવસ અગાઉ ઘટેલી ભયાનક ઘટનાઓને ભૂલી ગયો, અને જોસેફ તે ઘટનાઓને મનનો વહેમ પણ માની બેસ્યો હતો.
બાર પર વ્યતિત થતું જોસેફનું જીવન ફરી પાછું રોજીદું બનતું ગયું અને કામમાં તે વ્યસ્ત થતો ગયો. ત્યાંતો એક દિવસ બાર પર બેસેલા જોસેફને હોસ્પીટલથી ફોન આવ્યો અને તરત જ હોસ્પિટલે પહોંચવા માટે ફરમાન કરવામાં આવ્યું. જોસેફને ખબર હતી કે હોસ્પીટલેથી ફોન એટલે જ આવ્યો હશે કે તેની પત્ની જીનીએ બાળકને જન્મ આપ્યો હશે.
છોકરો થશે કે છોકરી? તેમના નામ વિશેની અટકળો કરતો જોસેફ દવાખાને પહોંચ્યો.
-નર્સે સમાચાર આપ્યા કે છોકરાનો જન્મ થયો છે.
બે કલાક પછી જોસેફને તેની પત્નીને મળવા માટે અને છોકરાને દીઠવા કાજે રજા આપવામાં આવી.ભારે પિડાથી કણસણતી જીનીની અર્ધ ખુલ્લી આખો પ્રસ્નન વદને જોસેફને જોઈ રહી હતી.જોસેફે જીનીના માથે હેતથી ચુંબન કર્યું.નર્સે નવ જન્મેલ શીશુને જોસેફના હાથમાં આપ્યું .છોકરો તદ્દન જોસફને મળતો આવતો હતો. તેનો રૂપ-રંગ, વાળ સઘળું. અપવાદ માત્ર એટલો જ હતો કે છોકરાની આંખો જીની જેવી હતી- મોટી કાળી ભમ્મર અને લીસ્સી ચળકતી કિકિઓ વાળી.
પ્રસુતિના ચાર દિવસ પછી જ્યારે પત્નીને દવાખાનેથી રજા મળી ત્યારે જોસેફ, જીની અને નવ જન્મેલાં બાળકને જીનીના પિતાનાં ઘરે લઇ ગયો"
"તને અને આને(બાળકને) આરામની જરૂર છે માટે થોડા દીવસ અહીંજ રહો." એમ કહીને જોસેફ પત્ની અને બાળકને જીનીના પિતાનાં ઘરે આરામ કરવા માટે રહેવા દીધા.
- પોતે કામ પર લાગી ગયો અને બારની ગતિ વિધિમાં વ્યસ્ત થઈ ગયો.પિતાનાં ઘરે આરામ કરીને થાકેલી (!) જીનીનો જોસેફને ફોન આવ્યો.જીનીએ કહ્યું કે સાંજે બારથી આવીને મને અને 'બાબુને' લઈ જજો.
જીનીનાં મોંઢેથ તેમનાં સંતાનનું વ્હાલ ભર્યું 'બાબુ' નામ સાંભળીને જોસેફ સપનાની દુનિયામાં ખોવાઈ ગયો.સાંજે જોસેફ જીનીના પિતાને ધરે ગયો.જમવાનું પણ ત્યાં જ રાખ્યું અને રાત્રીના આઠ વાગ્યે તેઓ વિંગસ્ટન વિસ્તારમાં સ્થીત તેમનાં ઘર પર આવી પહોંચ્યા.
ઘરમાં દાખલ થતાં જોસેફને પત્રની વિસરેલી વાત યાદ આવી. જોસેફે સ્વગતની જેમ પોતાની જાતને કહ્યું, " પ્રથમ શરત ભંગ થાય છે."
પતિ કંઈક બોલ્યા જે પોતે બરોવર સોભળ્યું નહી માટે જીનીએ પૂછ્યું, "શું થયું?શાનાં ગુસ-પુસીયા કરો છો." જીનીનાં હાથમાં પકડેલા બાળકને જોસેફે પોતાના હાથમાં લીધું અને પોતે કઈ જ તો નથી કહ્યું એવા હાવ-ભાવ સાથે તેણે નકારમાં માથું ધુણાવ્યું.
-દરવાજો ખોલ્યો.અહીં પ્રથમ જે ખૂબ જ અગત્યની શરતી હતી તે ભંગ થઈ.
*****