vartan parivartan - 1 in Gujarati Motivational Stories by Hemant pandya books and stories PDF | વર્તન પરીવર્તન - 1

Featured Books
Categories
Share

વર્તન પરીવર્તન - 1

જુના જમાનાની આ વાત છે,
એ સમય જયાારે રજવાડા હતા, મુસાફરી માટે ગાડા અને ધોડા નો ઉપયોગ થતો ,
એક ગામમાં એક રામા નામે એક ભાઈ , ડાહ્યો હોશીયાર નીતીવાન પણ ગરીબ હતો રેવાને કાચુ પાકુ ખોરડું , બાપનો છાયો નહી, ધરડી માઁ સાથે રહે, જુવાન થયો માએ એને લાયક એક ગરીબ ધરની સુંદર શુશીલ કન્યા શોધી, લગ્ન કરવા પણ પૈસા નહી,
રામો ગામમા બધાને લાડકો ગરીબ છતા તેની પેઠ, લગ્ન માટે પૈસા ઉછીના લેવા એક શેઠ ની દુકાને ગયેલ , શેઠે કહ્યું રામા તારે શું જરુર પડી પૈસાની ઓચીતીં , રામે જવાબ આપ્યો મા એ છોકરી પસંદ કરી લગ્ન માટે, હવે મા ઉતાવળી થઈ લગ્ન માટે દબાણ કરે, માટે પૈસા ઉછીના લેવા આવ્યો, શેઠ કહે કંઈક ગીરવે મૂકે તો આપું, અને પાછા કયારે આપીશ?
રામે કહ્યું શેઠ ગીરવે મુકવા કાચા પાકા ખોરડા શીવાય કાઈ નથી, દાગીના વીગેરે તો માએ મારી પરવરીશ માટે કયારેય વેચી દીધા,
શેઠ કહે તારા ખોરડાનું હુ શુ કરુ એનું વેચતા પણ કાઈ ન આવે,
રામે કહ્યું શેઠ મારી જુબાન ગીરવે આપી , શેઠ હસ્યા અને બોલ્યા રામ તારી જુબાન ની કોણ મને કીંમત આપવાનું , પણ લે લઈ જા પૈસા, જેમ બને તેમ જલદી પાછા આપી જજે..
રામે લગ્ન કર્યા એક મહીના પછી તેની પત્નીને અને માને કહી , શેઠનું દેણું ઉતારવા કંઈક કમાણી કરવા બહારગામ નીકળી પડેલ..દીવસો વીતતા ગયા..રામો એક રાજાને ત્યા નોકરીએ લાગી ગયેલ...
અને ત્યા ધરે તેની મા બીમારીમા મુત્યું પામેલ અને પત્ની ગર્ભવતી રહેલ , પણ રામાને બચારાને આ બધી કાઈ ખબર નહી..
બાળક છ સાત મહીનાનું થઈ ગયેલ રામાની પતની દરીદ્રતા ના લીધે સાવ સુકાઈ ગયેલ, સાસું તો પરલોક શીધારેલ, પતી વીના બેચારી એકલી કોની પાસે રહે..રામો ધણો સમય થતા ન આવેલ તો ..રામાની પત્ની રામાને શોધવા નીકળી પડેલ..
બીજી બાજું રામાએ રાજાને ત્યા પેઠ જમાવેલ પૈસા પણ કમાયેલ , રાજા પાસે રજા માગી શેઠનું દેવું ઉતારી માઁ અને પત્નીને તેડી લાવવા તેના ગામ તરફ ધોડે સવારી કરી નીકળી પડેલ..
એક ગામ બીજે ગામ વીસામો ખાતા તે એક ગામમા રાત્રી રોકણ માટે ધર્મશાળાની શોધમાં હોય છે...
તો બીજી તરફ તેની પત્ની એક ગામ બીજે ગામ ભટકતી રામા ને શોધતી એજ ગામમા આવી ચડે છે જે ગામમા રામો પણ રાત્રી રોકાણ કરવાનો છે..
ભુખી તરસી રામાની પત્ની ફાટયા કપડે નાના ભુખ્યા બાળકને લઈ રાત્રે શીર ઠાકવા જગ્યા ગોતે છે.કોઈ આશરો આપતુ નથી મંદીર ધરોમા બધે ફરે છે..એક તરફ ભુખ બીજી તરફ જવાન પોતે અને ભુખ્યુ નાનુ બાળક જાય તો જાય કયા..ડર ની મારી આશરો શોધતા કોઈ દયાળું માણસે ધર્મ શાળાનું સરનામું બતાવી ત્યા જવા કહ્યું ..
આ બહેન ધર્મશાળા તરફ જાય છે જતા જતા અંધારુ થઈ જાય છે.. દરવાજા આગળ જાઈ ઉભી રહે છે તો મુનીમ આવી પુછેછે કોણ છે બેન અહીયા કેમ આવી છે..
ત્યારે તે પોતાની વ્યથા જણાવી આજીજી કરી રાત રોકાણ માટે વીનંતી કરે છે..
પણ મુનીમ તેને રહેવા જગ્યા આપવાની ના પાડે છે અને ધર્મશાળામા રહેવાના પૈસા તારી પાસે છે તેવો પ્રશ્ન કરે છે....કયાથી લાવે પૈસા, અને હવે બીજે જાય પણ કયા...ત્યાજ દરવાજે ઉભી રહી જાય છે..
મુનીમના રદયમાં દયા જાગતા તેને અંદર બોલાવે છે અને સમજાવે છે બેન એક રુમ આપું છું પણ સવાર પડે પહેલા પરોઢીએ તારે નીકળી જવુ પડશે..નહીતર ટ્રષ્ટી ને ખબર પડી તો મારા પર વહેમ કરશે અને રુમ ભાડું ખાઈ જવાનો ખોટો ઈલજામ આપી મને છુટો કરશે..
રામાની પતની ને તો જાણ ભગવાન મળ્યા આશીશ આપી તે બધી વાત નો હા પાડી એક રુમમાં આશરો લે છે...
થોડા સમય પછી તેને પતી પણ તેજ ધર્મશાળામાં આવે છે..રાજા ના સૈનીક બનેલ ધોડે સવાર ને જોઈ મુનીમ હરખાય છે..આવો આવો પધારો સરકાર કહી સવાગત કરે છે ખાવાપીવાની વ્યવ્સથા કરી આપે છે..અને રામાની પત્નીના રુમની બાજુનો રુમ રામાને ખોલી આપે છે...રામો આ વાતથી અજાણ તો રામાની પત્ની પણ રામાથી અજાણ...
રામો જમી કરી રુમમા ઉધવાનો પાયત્ન કરે છે નીદર આવતી નથી, માઁ અને પત્નીના વીચાર આવે છે..
એવામાં બાજુના રુમમાં તેની પત્ની ભુખ્યા બાળકને સુવાડવાનો પ્રયત્ન કરે છે પણ બાળક રડ્યા કરે છે..બાળકના રુદન અને માના અવાજ થી રામાની નીદર હરામ થાય છે.
રામો કંટાળી મુનીમને બોલાવે છે બાજુના રુમના બાળકના રુદનની ફરીયાદ કરતા તેને ચુપ કરાવવા કહે છે..પણ બાળક ભુખ્યું હોય છે છાનું રહે કયાથી...
મીનીમ ના લાખ કહેવા છતા સમજાવવા છતા માઁ તેના બાળકને છાનુ રાખી શક્તી નથી..જેથી મુનીમ કહે છે બેન તારુ બાળક છાનુ ના રહે તો તેને લઈ ને ચાલી જા ...લાચાર મા કયા જાય..તે રામાને કહેછે શેઠ દયા કરો મને આજનો દીવસ રહેવા દો એમ કહી રડવા લાગે છે...પણ રામો મુસાફરીથી થાકેલ હોય છે તેને નીદર લઈ સવારે તેના ગામ જવું હોય છે..એ કોઈ વાત સાભળવાના મુડમાં નથી હોતો..તેતો બાળકને ચુપ કરવાનીજ વાત કરે છે..આમ વાતકરતા પેલી લાચાર તેના બાળક ભુખ્યુ હોવાની વાત કરે છે..પણ રામો કાઈ વીચારવા તૈયાર નથી..બાળકનું રુદન તેને ખલેલ પાડે છે..
બાળક ની માતા વીનંતી કરે છે અને રામા ને પોતાની વીતી કહેતા બધી વાત કરે છે..
રામાને તેની કહાની તેની પોતાની ધરની કહાની જેવી લાગતા તે વધુ પુછતાછ કરે છે , અને તે બહેનને મો બતાવવા કહેછે , અને આમ રામો તેની પત્નીને અને તેની પ્તની તેના પતી ને ઓળખે છે..નીદર ઉડી જાય છે બન્ને એક બીજાને ભેટી પડે છે..બાળકને ખોળામા લઈ લાડ કરે છે..ભોજનની વ્યવસ્થા કરાવી મા દીકરાને જમાડે છે...
અને આમ આ ધર્મશાળામાં પોતાના પરીવારથી ભેગા થાય છે...
સાર- જયારે ખબર ના હતી કે રુદન કરનાર બાળક અને ગરીબ લાચાર સ્ત્રી કંટાળા જનક અને બાધા રુપલાગતા હતા, પણ જયારે ખબર પડી કે તે સ્ત્રી બીજી કોઇ નહી પણ તેની પત્ની છે અને બાળકનો પીતા તે પોતે છે..ત્યારે તેજ બાળક અને તેની મા પ્રત્યે તેની લાગણી અને ભાવ કેવા બદલાઈ ગયા??
આમ બધાને પોતાના ગણસો તો વ્હાલા અને શનેહી લાગશે....નહીતર બધા પરાયા ફક્ત નજરોનો ફરક છે..
નજર નજર મે ભેદ હે ..નજર ન જાણે કોઈ જો જાણે નજર તો ભેદ ના કાહી હોય.
Raajhemant