Chalo, vruksho vishe jaaniae ? in Gujarati Human Science by NituNita નિતા પટેલ books and stories PDF | ચાલો, વૃક્ષો વિશે જાણીએ??

Featured Books
Categories
Share

ચાલો, વૃક્ષો વિશે જાણીએ??

ચાલો, વૃક્ષો વિશે જાણીએ🌲🌳🌴🌵🌾🌿
પ્રકૃતિ જ જીવન છે. વૃક્ષો, વનસ્પતિ અને જંગલોનું આપણાં જીવનમાં ખૂબ જ મહત્વ છે. આપણા જીવન અને રોજ બ રોજના આહારનો મોટો ભાગ વનસ્પતિજન્ય હોય છે. શાકભાજી, ફળો અને અનાજ વિના પૃથ્વી ઉપર મનુષ્યની આટલા મોટા પ્રમાણમાં વસ્તી કદાચ શકય બની ન હોત. વૃક્ષો વિજ્ઞાન અને કળાના ચમત્કારો છે.
વૃક્ષો આપણને અનેક રીતે ફાયદાકારક છે. કેટલાક વૃક્ષો રાત-દિવસ ઓક્સીજન આપે છે. વૃક્ષો ખૂબ જ ઉંચે સુધી વિસ્તરેલા હોય છે, તેથી વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે અને મનુષ્યના જીવન ટકાવી રાખવા માટે જરુરી ઓક્સિજન પુરું પાડે છે. તેના મૂળિયા ખૂબ જ ઉંડે સુધી ફેલાયેલા હોય છે અને તેં પોશાકતત્વનું રીસાયકલ કરે છે. વૃક્ષો ત્રીજાભાગની પૃથ્વીની સપાટી(જમીન) ઉપર ફેલાયેલા છે. તે ફોટોસીન્થેસિસની ક્રિયા દ્રારા ૨/૩ ભાગનો પૃથ્વીનો કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે! આ કાર્ય વૃક્ષો તેના પાદડા દ્રારા કરે છે. વૃક્ષોનું જીવન ખૂબ લાંબુ હોય છે જેથી ખૂબ લાંબા સમય સુધી કાર્બનને પોતાનામાં સમાવી રાખે છે. ટુંકમાં, જીવે ત્યાં સુધી! જ્યારે વૃક્ષો કાપવામાં આવે છે ત્યારે તે સ્થાન પુરતો કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં જમા પડી રહે છે. જેથી નવા વૃક્ષો ઉછેરવા જરુરી છે. જંગલોમાં દરેક ઉંચાઇના સ્તરે જમીનથી લઇને વૃક્ષોની ટોચ સુધી વિવિધ જાતિના અનેક જીવો નભતા હોય છે. જંતુઓ, પક્ષીઓ મેમલ્સ(સસ્તન પ્રાણીઓ) અને બીજા જીવો વૃક્ષો અને જંગલોની બાયોડાયોસિટીમાં વધારો કરે છે. જંગલો (emeliorate) climate સુધારે છે. શિયાળામાં તમે જંગલમાં પ્રવેશ કરશો તો થોડો ગરમાવો અહેસાસ કરશો કારણ કે, ત્યાં ઠડો પવન રોકાય જાય છે અને ઉનાળામાં ઠંડકનો અહેસાસ થશે કારણ કે, વૃક્ષોની ઘટાઓ, પાદડાઓ, ડાળીઓની ગીચતા સૂર્યના કિરણો જમીન સુધી આવતાં રોકી લે છે. વૃક્ષો, જંગલો પૃથ્વી ઉપર ચાલીસ કરોડ વર્ષથી અસ્તિત્વ ધરાવે છે! જ્યારે માનવોના પૂર્વજને દશ લાખ વર્ષ થયા અને આજના મોર્ડન માનવીના પૂર્વજ બે લાખ વર્ષથી અસ્તિત્વ ધરાવે છે.
બેથ મુન નામની જગવિખ્યાત ફોટોગ્રાફરે દેશ-વિદેશમાં ફરીને દુનિયાના ખૂબ જ પ્રાચીન વૃક્ષોની તસ્વીરો ખેંચી તેના ઉપર સંશોધન કર્યું છે અને તે અંગેની બુક પણ પ્રસિદ્ધ કરી છે જે જગવિખ્યાત બની છે. તેમના કહેવા મુજબ તેને કુદરતી સુંદરતામાં દિવ્ય શાન્તિ અને આત્મિક સુખ મળે છે. તેમના અનુભવોમાં બ્રીસકોઈન પાઇન વૃક્ષો ખૂબજ મજબૂત હોય છે અને તેઓ ચાર હજાર વર્ષ જુના પણ અસ્તિત્વ ધરાવે છે! ગમે તેવી કપરી પરિસ્થિતિમાં આ વૃક્ષો અડગ ઉભા રહે છે, ટકી રહે છે. જોકે દુનિયાભરમાં આવા પ્રાચીન વૃક્ષો મરી પણ રહ્યાં છે. આજે પણ ગામડામાં ચોકમાં એક વિશાળ વડલો, પીપળો કે લીમડો સભાખંડની ગરજ સારે છે. ગ્રામજનો એકઠાં થઈ વાતો શેર કરે, એકબીજા સાથે સત્સંગ કરતા હોય છે. આ એ જમાનાનું સોસિયલ મીડિયાનું લાઈવ પ્લેટફોર્મ હતું. અત્યારે શહેરના લોકો રાત્રે બારમાં, હોટલ કે કલબમાં જાય છે. એ જમાનામાં ગામનો ચોરો(પાદર) એકબીજાને મળવાનું માધ્યમ હતુ.
યુનોના ચીફ સાયન્ટિફિક એડવાઇઝર અને પ્રખ્યાત ઇકોલોજીસ્ટ ટોમ ક્રોથર વૃક્ષોના ફાયદા જણાવતા કહે છે કે, "તેં પૃથ્વી ઉપર જીવનને સપોર્ટ કરે છે, ચોખ્ખી હવા આપે છે, ખોરાક આપે છે, પાણી તેમજ ઔષધિ આપે છે, તેમજ જમીનનું ધોવાણ અટકાવે છે અને હજારો જીવોને જીવવા માટે સપોર્ટ કરે છે. આપણને ઓક્સીજન આપે છે અને કાર્બન શોષીને કલાઈમેટ ચેંજ અટકાવવામાં મદદરૂપ થાય છે." પૃથ્વી ઉપર અંદાજે ત્રણ ટ્રીલિયન વૃક્ષો છે! મનુષ્યના ઉદ્દભવ પહેલાં આ સંખ્યા ડબલ હતી! ટોમ ક્રોથરના રિસર્ચ અનુસાર દર વર્ષે આપણે દશ અબજ વૃક્ષો ગુમાવી રહ્યાં છીએ! જેનાં કારણે અત્યંત ઝડપથી કલાઇમેટ બદલાય રહ્યું છે અને બાયોડાયવરસીટીનો નાશ થઈ રહ્યો છે. વૈજ્ઞાનિક અભ્યાસના તારણ મુજબ અત્યાર સુધીમાં મનુષ્યોએ ઓછામાં ઓછાં ૪૬% વૃક્ષોનું પૃથ્વી પરથી નિકંદન કાઢી નાંખ્યું છે! ૧૯૯૦ થી ૨૦૧૬ દરમિયાન જ ૧૩ લાખ ચોરસ કિમી જંગલોનું નિકંદન કાઢી નાંખ્યું છે! તો પછી "કોરોના" ભરખી જ જાય ને!
★વૃક્ષોનું આંકડામાં યોગદાન ★
◆ એક વૃક્ષ દરવર્ષે ૨૫૦ પાઉન્ડ ઓક્સીજન આપે છે. ૧૯૯૦ થી ૨૦૦૭ દરમિયાન જંગલો દ્રારા દુનિયાભરના ત્રીજા ભાગનું પેટ્રોલ ડીઝલનું કેમિકલ પ્રદુષણ શોષી લીધું હતું!
◆ વૃક્ષો ૨℃ થી ૮℃ તાપમાન ઘટાડે છે.
◆ વૃક્ષો દરવર્ષે ૮૦૦ પાઉન્ડ જેટલો કાર્બન ડાયોક્સાઇડ(Co2) સંગ્રહ કરી શકે છે.
◆ વૃક્ષો પાદડાઓ દ્રારા વાતાવરણમાં રહેલ ઝેરી ગેસ, ધુમાડો, ધૂળ વગેરેનું ફિલ્ટરનું કામ કરે છે.
◆ વાતાવરણ ને ઠંડુ પાડે છે. ઈવાટ્રાનસ્પિરેશનની ક્રિયા દ્રારા તેં હવામાં ભેજ છોડે છે. એક વિશાળ ઓક(oak) વૃક્ષ ૪૦૦૦ ગેલન પાણી દરવર્ષે વાતાવરણમાં મુકત કરે છે!
◆ સ્ટેનફોર્ડ યુનિવર્સીટીના અભ્યાસમાં જાણવા મળ્યું કે સાગમટે એ વિસ્તારમાં ૮૦ જેટલી પક્ષીઓની જાતને વધારી દીધી હતી!
ફુગ અને વૃક્ષો વચ્ચે "સીજબાયોટીક રિલેશનશીપ" હોય છે. આવા સંબંધોમાં બે અલગ અલગ જાતના જીવો મોટાભાગે એકબીજાને લાભ કરતા હોય છે. એક પક્ષીની જાત રીંછને મધપૂડો ક્યાં છે તેં સ્થાન બતાવે છે, જેમાં એનો પણ સ્વાર્થ છે. રીંછ મધપૂડો તોડે તો એને પણ મધ ખાવા મળે! અમુક પ્રકારના નાના પંખીઓ હંમેશા હીપોપોટેમસની પીઠ ઉપર જ બેઠા હોય અને તેની ચામડી પરની જીવાત સાફ કરતા રહેતાં હોય છે, જે એમના માટે ખોરાકની ગરજ સારે છે! "ઇન્ટર ડિપેન્ડેન્ટ"
તમને જાણીને નવાઈ લાગશે વૃક્ષો વચ્ચે માહીતી અને અન્ય સંદેશાની આપ-લે થાય છે! તેમનું પણ વિશાળ નેટવર્ક હોય છે! તેને "મીકોરહીઝ" (mycorrhiza) કહેવાય છે. જે વૃક્ષો અને ફંગસ વચ્ચેનો વ્યવહાર છે. તેંઓ એકબીજા ઉપર નિર્ભર હોય છે. અમુક પ્રાણીઓ વચ્ચે પણ એવા સંબંધ હોય છે. વનસ્પતિ ઓર્ગેનિક મોનેકયૂલસ બનાવે છે. જેમ કે તે ફંગસને સુગર આપે છે તેના બદલામાં પાણી અને પોષકતત્વો જમીનમાંથી મેળવી વનસ્પતિને આપે છે. ૯૦% જમીની વનસ્પતિ આવી ફૂગથી એકબીજા સાથે જોડાયેલ હોય છે! એવી ડઝન એક ફંગીની જાતો હોય છે, જે બીજા ઝાડની ફંગી સાથે કોમ્યુનિકેશન કરે છે. વૃક્ષોના ફંગી અરસપરસ વરસાદ, દુકાળ, કોઈ જંતુના એટેક વિગેરે જેવા સિગ્નલની એકબીજાને જાણ કરે છે. જેથી તેં અગમચેતી રૂપે સુરક્ષાચક્ર મજબૂત કરવા એન્જાઇમનું પ્રોડક્શન વધારી દે છે! આ પ્રકારનું "ભૂગર્ભ ઈન્ટરનેટ" વૃક્ષોની ઇમ્યુનીટી વધારે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર ઝખ્મી વૃક્ષો પોતાનામાં રહેલ ડીપોઝીટ કાર્બનને યુવાન વૃક્ષોમાં ટ્રાન્સફર કરે છે! આ માહીતી કલાઈમેટ ચેંજ વિશે જાણકારી માટે ઉપયોગી છે.
આજના યુગની મોટામાં મોટી અને ઘણી તકલીફો આપણાં વૃક્ષો, કુદરતી તત્વોની ઉપેક્ષા અને તેમના માટે આપણું નેગેટિવીટીના કારણે છે. આપણી સ્વાર્થી નીતિનું મૂલ્ય હવે આપણે ચૂકવી રહ્યાં છીએ. કુદરતી શક્તિઓને કાબૂમાં લેવાના અભિમાનમાં આપણે એવું ભૂલી ગયા છીએ કે આપણે પણ ખુદ આજ કુદરતના ભાગ છીએ અને એના ઉપર જ આપણું જીવન ટકેલું છે. એક ઝાડ મનુષ્યને ઓક્સીજન પુરુ પાડવાની સાથે અનેક જંતુ, નાના જીવો અને પંખીઓનો આશરો બને છે. વૃક્ષો હવાને ઠંડી કરે છે. એક અભ્યાસ પ્રમાણે એક વૃક્ષ દશ એસી જેટલી કૂલિન્ગ ઇફેક્ટ આપે છે! વાતાવરણમાંથી હાનિકારક તત્વો દુર કરે છે. પૂર વાવાઝોડામાં જમીનનું ધોવાણ થતું અટકાવે છે. મનને શાન્તિ અને તનને ઠંડક આપનાર પૃથ્વીનું સંગીત છે વૃક્ષ પંખીઓનું ઘર, વિશ્રામ સ્થળ અને મા-બાપ છે. આ જંગલો અને વૃક્ષો પશુઓ જેવા કે ઘેટાં, બકરાં,ગાય, ભેંસો જે આપણાં ગ્રામ્ય જીવનના મહત્વના પાર્ટનર છે, તેઓ જ્યારે બળબળતી અસહ્ય ગરમીમાં એક વિશાળ વડ નીચે વિશ્રામ કરતા હોય ત્યારે એ દૃશ્ય ખૂબ જ નયનરમ્ય લાગે છે. આકાશના આભૂષણોમાં જેમ વાદળો, તારાઓ, સૂર્ય, ચંદ્ર છે. તેમ ધરતીના આભૂષણો વૃક્ષો, હરીયાળી, નદી, તળાવ અને પહાડો છે. તે માનવજીવનના અભિન્ન અંગો છે. વૃક્ષો પૃથ્વીને તરોતાજા રાખે છે. જેથી આપણી ભવિષ્યની પેઢીને પણ ભરણપોષણ અને સુરક્ષા મળી રહે. જ્યારે એક વૃક્ષ કાપવામાં આવે છે ત્યારે હજારો નાના મોટા જીવોનું આશ્રયસ્થાન છીનવાય જાય છે! પણ આપણને એનો લેશમાત્ર અફસોસ કે એ માટેની સભાનતા જ નથી હોતી.
આપણે કુદરતથી અને કુદરતી જીવનથી જેટલું દૂર જઈ રહ્યાં છે એટલું આપણાં જીવન ઉપર જોખમ વધારી રહ્યાં છીએ. સ્વાર્થ અને ભૌતિકતાની દોડમાં આપણે જીવભક્ષી રાક્ષસ બની ગયા છીએ. મનુષ્ય કેટલો વિચિત્ર છે પ્રકૃતિનું જતન કરવું નથી પરન્તુ એજ પ્રકૃતિની સુંદરતા અને નયનરમ્ય દ્રશ્યો જોવા અને માણવા માટે લાખો રૂપિયા ખર્ચીને ટુર ઉપર જાય છે! હજારો વર્ષ જૂની ઐતિહાસિક ઇમારતોને નુકશાન પહોંચાડીને વિદેશની જર્જરિત ઇમારતો જોવા જાય છે! માનવજાતને બુદ્ધિશાળી માનવી કે મૂરખ એતો જ્યારે વિલુપ્ત જાતિ તરીકે માનવોનો ઇતિહાસ લખાશે ત્યારે ખબર પડશે!!
શબ્દ અને વિચાર...
© નીતુનીતા(નિતા પટેલ)