શીર્ષક ~ "પ્રેમ નો કરૂણ અંજામ" -( પાર્ટ - 2)
( hello વાચકમિત્રો આગળ ના ભાગ માં આપણે જોયું કે આલોક અને નેહા ની મુલાકાત કોલેજ ની લાયબ્રેરીમાં થાય છે. બંનેના દિલ માં થોડા ભાવ જાગે છે.પણ, નેહા થોડી અપસેટ હોવાથી તે લાયબ્રેરી છોડીને ઘરે જવા નીકળી પડે છે. પણ તેણે કાન માં ઈયરફોન નાખેલા હોવાથી પાછળ કોઈ બોલાવી રહ્યું તેનો અવાજ નથી સંભળાતો. પણ સામે થી એક વ્યક્તિ તેને જણાવે છે કે તમને કોઈ પાછળ બોલાવી રહ્યું છે.પાછળ ફરીને જોવે છે તો આલોક હોય છે. હવે,આગળ )
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
આલોક નજીક આવ્યો અને કહ્યું " મેડમ તમે તમારી નોટબુક તો લાયબ્રેરીમાં જ ભૂલી ગયા હતા. હું તમને ક્યારનો અવાજ લગાવતો હતો પણ તમે શાયદ સાંભળ્યું નહીં તો પીછો કરતો કરતો અહીંયા સુધી આવી ગયો.
નેહા : " oh sorry પણ હું મ્યુઝિક સાંભળતી હતી so.... અવાજ નહિ સંભળાયો હોય . I am really sorry કે તમારે અહીંયા સુધી આવવું પડ્યું..."
આલોક :" it's ok .. પણ તમે આજે કેમ જલ્દી જતાં રહ્યા? રોજ તો મોડે સુધી રહો છો...!"
નેહા : ( મનમાં વિચાર કરવા લાગી કે શું તેઓ રોજ મને ફોલો કરતા હશે? જો હું એમ કહીશ કે તમારા જ વિચાર આવતા હતા તો વાંચવામાં ધ્યાન નહોતું લાગતું તો મજાક બની જઈશ.😜🤣 ) થોડીવાર વિચાર્યા પછી " અરે હા, આજે મારું મન લાગતું ન હતું વાંચવામાં so....." મને લાગ્યું કે ઘરે જઈને રીડિંગ કરું તો ઘરે જવા માટે નીકળી ગઈ અને આમ પણ મારે થોડું કામ હતું તો જલ્દી નીકળી ગઈ. તેથી ઉતાવળમાં બુક ત્યાં રહી ગઈ હશે.
આલોક : "ઓકે મેડમ .... એક વાત પૂછું તમને?
નેહા : " હા , કેમ નહિ પૂછો...😇
આલોક : " તમે તમારું નામ કહેશો plz... 😇
નેહા : મારું નામ છે " નેહા " મારું પૂરું નામ છે "નેહા ચૌહાણ.." અને તમારું ?
આલોક : " વાહ ખૂબ સુંદર નામ છે." મારું નામ આલોક છે. "આલોક વ્યાસ"
નેહા : "ohk", "good name
આલોક : thank you 😊
નેહા : most welcome . ઓકે , તો હું હવે નીકળું કેમ કે મારે થોડું મોડું થઈ રહ્યું છે. bye... and once again thank you so much કે તમે મારી બુક આપવા માટે અહિયાં સુધી આવ્યા.🤗
આલોક : અરે , તમે આભાર ના માનો please. એ તો મારી ફરજ હતી. કેમ કે તમારે તે કદાચ કામની બુક હોય ને તમારું કામ અટકી જાય .
નેહા : " હા , રાઇટ... ohk bye .
આલોક : bye ...
(અને બન્ને બાય કહીને ત્યાંથી છુટ્ટા પડે છે.)
બીજે દિવસે ફરી તેઓ લાઇબ્રેરીમાં મળે છે. બંને એકબીજાને સ્માઇલ આપે છે . અને hi, hello , good morning થી વાતની શરૂઆત થાય છે.પછી તો તેઓનો રોજ નો ક્રમ બની જાય છે . જાણે કે બન્ને ને એકબીજા ની આદત પડી ગઈ હોય. થોડી વાર પણ કોઈ ને મોડું થઈ જાય કે એક દિવસ ના આવે તો જાણે કે ચિંતા થવા લાગે . હવે તેઓ સારા દોસ્ત બની ગયા હતા. અને તેઓ લાઇબ્રેરી સિવાય પણ બહાર પણ એકબીજાને જાહેર મળવા લાગ્યા. આ દોસ્તી ધીરે ધીરે પ્રેમ માં ક્યારે ફરી વળી તેમને ખબર પણ ના રહી... પણ હજી સુધી તેઓ એકબીજા ને દોસ્ત જ માનતા હતા .આ વાત ને લગભગ આજે લગભગ 2 વર્ષ જેટલો સમય વીતી ગયો હતો . ત્યારથી તેઓ એકબીજાની સાથે હતા. પણ હવે આલોકે વિચાર્યું કે ક્યાં સુધી આવી રીતે દોસ્ત બનીને રહીશું મારે હવે તેને મારા દિલ ની વાત કરી દેવી જોઈએ. તેથી તેમણે એક પ્લાન બનાવ્યો. અને તેણે નેહાને ફોન કરીને જણાવ્યું કે.... રવિવાર ના દિવસે મે તારા માટે એક સ્પેશિયલ સરપ્રાઈઝ રાખી છે તો તું કોઈ પણ સવાલ કર્યા વિના મને મળવા આવી જજે. આપણે ત્યાં જ સાથે બેસીને લંચ કરી લઈશું.
નેહા : ઓહ , શું વાત છે પણ આજે શું ખાસ વાત છે ? કોઈ સ્પેશિયલ day છે?
આલોક : અરે , તું કોઈ સવાલ ના કર હું તને એડ્રેસ મોકલું તે હોટેલ પર આવી જજે ટાઈમ પર. Plz હું તારી રાહ જોઈશ.
નેહા : ઓકે , આવી જઈશ પાગલ બસ.
આલોક : thank you. ચાલ bye મળ્યા હોટેલ પર ....
નેહા : ઓકે , bye.
નેહા પણ ખૂબ ખુશ હતી કે આજે આલોક એ તેમના માટે સ્પેશિયલ સરપ્રાઈઝ રાખી હતી . પણ નેહાએ પણ નક્કી કર્યું કે કેમ હું પણ આ દિવસે આલોક ને એક સરપ્રાઈઝ ગિફ્ટ કરું જે મારા દિલ ની ખૂબ નજીક હશે .તેવી ગિફ્ટ જે જિંદગીભર માટે ના ભૂલે પણ અત્યારે હું તેને કંઇ નહિ જણાવું જ્યારે મળીશું ત્યારે જ કહીશ... તેમ વિચારીને તે ગિફ્ટ માટે શું લેવું તે વિચાર કરવા લાગે છે . તેને થયું કે હું રાહુલ ને જ પૂછી લઉં કેમ કે તે મને જરૂર સારો આઈડિયા આપશે. તેમણે રાહુલ ને કોલ કરવાનું નક્કી કર્યું અને કોલ કર્યો . તેણે રાહુલ ને બધી વાત કરી અને પૂછ્યું કે શું ગિફ્ટ લેવી તે જલ્દી જણાવજે મને....રાહુલ હા , કહીને , ફોન રાખ્યો.
(આખરે આજે તે દિવસ આવી ગયો.)
આજે તે આલોકને હોટેલમાં મળવા જવાની હતી. તે ખૂબ એક્સાઇટેડ હતી. તેથી તે જલ્દી તૈયાર થઈને હોટેલ પર જવા રવાના થઈ ગઈ. પણ ટ્રાફિક ના લીધે તે રસ્તામાં જ અટવાઈ ગઈ. અને તેના ફોનની બેટરી પણ લો હતી. આલોક પણ તેની રાહ જોઈને બેઠો હતો. કારણ કે,.... આજે તે વહેલા આવી ગયો હતો. આજે તેમની જિંદગીનો સ્પેશિયલ દિવસ હતો. આલોક થોડી - થોડી વારે પોતાની ઘડિયાળમાં જોઈ રહ્યો હતો ને તલપાપડ થઈ રહ્યો હતો કે બસ, હવે જલ્દીથી ઘડિયાળની સૂઈ આગળ વધે અને જલ્દીથી નેહા આવે. અને નેહા ને હું મારા દિલ ની વાત કરું....શું નેહા મારા પ્રપોઝલ નો સ્વીકાર કરશે ? જો તેની હા, હશે તો બસ મારે તેના ચહેરા ખુશી જોવા માટે હવે હું વધુ સમય તેની રાહ નહિ જોઈ શકું તેથી તેણે મોબાઇલ હાથમાં લીધો ને નેહાને ફોન લગાવ્યો. પણ નેહા નો ફોન તો બંધ આવતો હતો. તેથી તેને ચિંતા થવા લાગી કેમ બંધ આવે છે ફોન? મનમાં ઘણા સવાલો ઉઠી રહ્યા હતા પણ, તેની રાહ જોવા સિવાય તેની પાસે કોઈ રસ્તો ન હતો.
( શું આજે આલોક નેહા ને પોતાના દિલ ની વાત કરી દેશે ? નેહા નો ફોન પણ બંધ આવે છે તો શું નેહા આલોક ને મળવા નહિ આવે? આ રાહુલ કોણ છે જે નેહાની મદદ કરે છ? નેહા ની સરપ્રાઈઝ ગિફ્ટ શું હશે? બધા સવાલો નો જવાબ મળશે next part maa .....)
to be continued.....
- hardik Patel (" v.k. ")