AFFECTION - 32 in Gujarati Love Stories by Kartik Chavda books and stories PDF | AFFECTION - 32

Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

Categories
Share

AFFECTION - 32
















સનમ : ફેમિલી માં કહી દઈએ...કે તું જીવે છે...ચલ..ઘરે લઈ લે કાર ને..

me : કહેવું તો મારે પણ છે...પણ હજુ મને ઠીક નથી લાગતું...

સનમ : મમ્મી શોક માં જતા રહ્યા છે...

તરત જ કારને મેં...થિયેટર ની જગ્યા એ ઘર તરફ વાળી લીધી...દાઢી વધેલી અને શરીરમાં બદલાવ હતા..એટલે કોઈ તરત તો ના જ ઓળખી શકત..

અંદર ગયો તો અમુક મહેમાન લાગ્યા બેઠેલા...ખરખરો કરવા આવેલા હશે...સનમ ને નવા વેસ્ટર્ન કપડામાં જોઈને દાદી ભડકયા...એ બધા વચ્ચે જ બોલવા લાગ્યા..

દાદી : મારો છોકરો મરી ગયો એને બે દિવસ માંડ થયા હશે...આ તો જો...શરમ વગરની..

પછી એમનું ધ્યાન મારા પર ગયું..
દાદી : આ ક્યાં છોકરા સાથે રખડશ...

જરાક હસ્યો એમના સામે જોઇને...મમ્મી બહાર આવી ગયા...એમનું ધ્યાન મારા પર જ ગયું...એમને મહેમાનો ને વિદાય આપી દિધી તરત જ...તે લોકો પણ મારા અને સનમ સામે જોતા જોતા ગયા...ધીમે ધીમે બોલતા હતા...કે કેવા બેશરમ લોકો છે..ધણી મરી ગયો અને બીજા જ દિવસે બીજા છોકરા જોડે રખડે છે...સનમ ને જાણે કાઈ ફરક જ ના પડતો હોય...

અંદર ગયા...મમ્મીને ખબર પડી ગઈ હતી કે આ હું જ હતો...પપ્પા પણ ઓળખી ગયા હતા....દાદીને તરત ખબર ના પડી...બધાની આંખમાંથી ખુશીના આંસુ નીકળતા હતા...બધા ખુશ થઈ ગયા હતા...એમને બધું સાચું કહી દીધું...જેથી એ લોકો કોઈને મારા વિશે જણાવે નહિ...મારો વિરોધ કર્યો..પણ પછી માંડ શાંત પડ્યા..ખબર નહિ...પણ એ લોકોના મોઢા ચડી ગયેલા લાગતા હતા હવે મને જોઈને...એક ખૂનીની નજરે જોઈ રહ્યા હશે..લગભગ...પણ મને ફરક નથી પડતો...

me : ચલો હવે હું જાવ છુ...સનમ તું અહીંયા જ રહે હવે...

પપ્પા : કેમ...તું પણ રોકાઈ જા...અમે કહી દેશું કે...તું કાર્તિકનો દોસ્ત છો...કોઈને ખબર નહિ પડે...

me : બધા તમારી જેમ ભોળા નથી હોતા ને પપ્પા...જવું જ પડશે...

સનમ : હું તારા સાથે જ રહીશ...

મમ્મી : અમને લોકોને ભલે એકલા મૂકી દે...પણ સનમને હવે એકલો ના મુકતો...માથું ખાલી કરી નાખે છે...તારા વિશે બોલી બોલીને...

બધા હસવા લાગ્યા...

પપ્પા : સારું લાગ્યું...તને જોઈને...તું ગમે એ કરીશ...પણ કોઈનું ખરાબ નહીં કરે...મને વિશ્વાસ છે...અમે દુનિયાની સામે દેખાડો કરી લઈશું કે તું નથી આ દુનિયામાં...પણ એવા કામ ના કરતો કે એ વાત સાચી ઠરે....

હવે એમને કોણ સમજાવે કે મરવા માટે નહીં...આ કામમાં જીવવા માટે જ આવ્યો છુ...કે કોઈ બીજો અમને મારી ના શકે...
*

હું અને સનમ કેફે માં બેઠા જ હતા ત્યાં જ...ફોન રણક્યો...વાત ચાલુ કરી...

હર્ષ : કાર્તિક...યાર પ્રોબ્લેમ થઈ ગઈ...પેલા વર્માના ડ્રાઈવરને આ ધ્રુવે બહાર બોલાવેલો...વાત કરવા..તો પેલાએ બધી વાત કરી દીધી...તો પેલા એ અંદર જઈને વર્મા ને બધું કહી દીધુ...હવે એના ગુંડાઓ પાછળ પડ્યા છે અમારી...અમે કાર ભગાવીએ છીએ...

ત્યાં જ નૈતિક નો પણ અવાજ આવ્યો...

નૈતિક : ભાઈ....જલ્દી આવી જા...આ લોકો તો યાર સાવ પાછળ જ પડી ગયા...

me : તમે લોકો પણ સી.આઇ.ડી. વાળા નથી કે સીધી રીતે વાત કરશો તો પેલો જવાબ આપે કે ના આપે ફરક નહિ પડે ...પાર્ટી અધ્યક્ષ છે...કાઈ પટ્ટાવાળો નથી..એના ડ્રાઈવર ને કહી દીધું બધું....તો હવે તો એ મારવા જ આવશે ને...હવે જ્યાં સુધી તે મરતો નથી...ભાગીને..એક કામ કરો...આપણી કારને નજીકના કોઈ મોટા મોલમાં લઈ જાવ...પાર્કિંગમાં પાર્ક કરીને ભાગો અંદર થિયેટરમાં...પછી અંદર ને અંદર જ રહેજો...જ્યાં સુધી હું નથી કહેતો...

બોલીને ફોન જ કાપી નાખ્યો...

સનમ : શુ થયું કાર્તિક??

me : ખરેખર આ લોકો સાવ નમૂના જ છે...પેલા વર્માના ડ્રાઇવર ને બોલે છે કે અમારે તમારા સાહેબ વિશે..કંઈક માહિતી આપો...પેલા એ પૂછ્યું તો બોલ્યો કે અમને એમનો કોન્ટ્રાક્ટ મળ્યો છે..

પેલી ખડખડાટ હસવા લાગી...

સનમ : પ્લાન નક્કી ધ્રુવનો હશે..તો જા મદદ તો કર એની...આપણે તો પછી આવશું...

me : શાંતિ રાખ...માંડ આટલા મહિને ફરવા આવ્યો છું...તારા જોડે...એ લોકો તો મેનેજ કરી લેશે...સાવ મૂર્ખ પણ નથી...એટલા ચાલાક તો છે જ ...

સનમ : પણ કંઈક થશે જો તે લોકો હેન્ડલ નહિ કરી શકે તો...પોલિટિશિયન્સ તો કોક નો જીવ લેતા પણ ના અચકાય....મારી વાત માન લઈ આવ...તું એ લોકોને..તું ફસાતો નહિ...ભરોસો તો પેલા

me : રાતે આ વર્મા ની ગેમ ઓવર કરી નાખું...પછી જોઈએ...

સનમ : આટલો બધો વિશ્વાસ કેમ છે તને કે તું એને મારી જ શકીશ....

જવાબ માં ફક્ત નાની સ્માઈલ આપી...અને કહ્યું કે...હવે તને હોટેલમાં ડ્રોપ કરીને પેલા લોકોને લઇ આવું..ફક્ત તું બોલે છે એટલે..

*

હર્ષ અને નૈતિક ધ્રુવ સાથે મોલ માં સંતાઈ ગયા હતા...ભીડ હોવાને લીધે...બચી ગયા હતા....તે લોકો મોલ ના થિયેટરમાં ઘુસી ગયા હતા...

ધ્રુવ : મને તો હવે ધક ધક થવા લાગ્યું છે...

હર્ષ : કાઈ નહિ થાય....કાર્તિકનો પ્લાન છે...આપણે એ પ્રમાણે અંદર આવી ગયા છીએ...હાલ પૂરતા સેફ છીએ...

નૈતિક : મુવી પતે પછી શું કરીએ ...

હર્ષ : પ્રાર્થના કરીએ કે પેલો આવી જાય જલ્દી થી...લોકેશન તો સેન્ડ કરી દીધી છે મેં...ખબર નહિ શુ કરે છે હજુ...

ધ્રુવ : હીરો હિરોઈન બોવ દિવસે ભેગા થયા છે...રોમાન્સ જ કરતા હોયને યાર..

હર્ષ : તે બે ના રોમાન્સમાં વિલન આપણી ગેમ પતાવી નાખે તો શું કરવાનું..

નૈતિક : કાર્તિક ને મેસેજ નાખ્યો છે કે દોઢ કલાકમાં મુવી પતવાનું છે...જલ્દી થી આવી જાય...

ધ્રુવ : હા..અને એ આવી જ જશે .

*

હજુ મુવી પતવાને...અડધો કલાક બાકી હતો..ત્યાં જ હું ધ્રુવની બાજુ વાળી ખાલી સીટમાં જઈને બેસી ગયો...

me : જનતા...આ કામ કરવા માટે હિંમત અને બુદ્ધિ બંને જોઈએ...આમ ના ચાલે...ચલો થિયેટરની બહાર...

હર્ષ : તું અહીંયા ક્યારે આવી ગયો...

me : શીખી લો....ભવિષ્યમાં બહુ કામ આવશે...

એમ બોલીને મે ઉભા થવાનો ઈશારો કર્યો...

ધ્રુવ : પણ પેલા લોકો બહાર ઉભા હશે એનું શું??

me : એ લોકો તો ક્યારના મરી ગયા...

બધા મારી સામે આંખો પહોળી કરીને જોવા લાગ્યા...

ત્યાં જ પાછળથી એક બેન બોલ્યા..."અરે ભાઈ...એકતો વરસમાં એક વાર મુવી જોવા આવી છુ...અને એમાં તમે લોકો ક્યારના જમ્યા છો...શાંતિ રાખોને...નહિતર ઝઘડો થઈ જશે..."

અમે ચાર એકબીજા સામે જોઇને હસતા હસતા બહાર ચાલ્યા ગયા...
.
.
.
me : તમે લોકોને એકલા મોકલવામાં તકલીફ જ થવાની...ખબર જ હતી...એટલે જ મેં તમારી પાછળ..બીજા લોકોને મોકલેલા..તમારી સેફટી માટે...તમારા લોકોનો પીછો પહેલા કરતા હતા..તેને રોડ પર જ ....સાઈડમાં લઈને પતાવી નાખ્યા..અને તમારી પાછળ ફરતી ગાડી તમારા માટે જ હતી...કે તમને કઈ ના થાય...

પેલા લોકો તો હરખમાં આવી ગયા...

ધ્રુવ : તો શું કામ ભાઈ...ટેંશન આપતો હતો..પહેલા કીધું હોત તો આ મુવી હું આરામ થી જોત...

હર્ષ : તું તો યાર...ખિલાડી નીકળ્યો...જગન્નાથ સારો માણસ કહેવાય..કે આટલી સેફટી પ્રોવાઇડ કરે છે...

me : સારો તો હું જ છુ..નહિતર તમારી તો ગેમ ઓવર થઈ ગઈ હોત..

નૈતિક : તો હવે ચાલો પાર્ટી કરીએ ...

me : આજે વર્મા ને પાર્ટી દેવાની છે મારા તરફથી..

*

સાંજના સાત વાગ્યા હશે...હું અને બીજા બધા હોટેલમાં બેઠા હતા...સનમ મને સમજાવી રહી હતી...કે આવા ગુંડાઓને કેવી રીતે લાલચ આપી શકાય...કારણ કે એના બાપે આખી જિંદગી આવી રીતે જ કર્યું હતું...

હું ખાલી ખાલી હા માં હા પાડી રહ્યો હતો...વાતો ચાલતી હતી...પછી થોડા કલાક પછી...સનમને આરામ કરવાનું કહીને અમે ત્રણ બહાર નીકળી ગયા...કેશવ વર્માના ઘર તરફ...

મેડિકલ સ્ટોરે ઉભી રાખીને...મેં એક ઈન્જેકશન લીધું...તે પ્રિસ્ક્રિપ્શન વગર આપતો પણ નહોતો...એને પણ પૈસા માર્યા મોઢા પર તો આપી દીધી જે વસ્તુ મારે જોઈતી હતી...

*

એના ઘરથી દૂર ઉભો હતો કાર લઈને....સુત્રોનીજાણકારી મુજબ...હમણે તે પોતાના ડ્રાઇવર સાથે પોતાના ઘર તરફ જવાનો હતો..એ આવે એટલે મને જાણ થાય એટલે હર્ષ અને નૈતિક ધ્રુવ સાથે બધા બીજી કાર લઈને આગળની તરફના રોડ માં ઉભા હતા.થોડીક રાહ જોયા પછી...એની કાર નીકળી..તો મેં તરત જ એની કાર ને એક તરફ થી એવી રીતે ઠોકી દીધી કે એમાં વાંક એનો જ દેખાય...એટલે તે ડ્રાઇવરે સાઈડમાં ઉભી રાખી...મેં એક્ટિંગ કરતા કરતા મારી કારમાંથી બહાર નીકળી ને તે ડ્રાઈવરને કારમાંથી પકડ્યો અને બે ચાર ઝાપટ મારી દીધી...

me : મારી કારની કિંમત પણ તને ખબર છે...કેટલું નુકશાન કર્યું તે મારુ...

ડ્રાઈવરને મારીશ એટલે એનો માલિક બહાર આવશે જ...અને એ જ થયું...એક પચાસ વટાવી ગયેલો માણસ બહાર આવ્યો...સાથે બે બંદૂકધારી માણસ પણ હતા...એ પણ બહાર આવી ગયા...વર્મા એ બન્નેને ના પાડીને કીધું કે વાંક આપણો છે...

વર્મા : રકમ બોલી દો....તમે...તમને ચેક મળી જશે...

me : વાત પૈસાની નથી...વાત મારે અહીંયાંથી આગળના ઘરે જવાનું છે...મારા દૂરના જમીલા માસી રહે છે...તેમના ઘરે જવાનું છે...હવે મારી કાર તો બેકાર થઈ ગઇ..હવે કેવી રીતે જવ...

વર્મા : કઇ તરફ??

me : બસ આગળથી ડાબે બાજુ જતા જ એમનો બંગલો આવે છે...એમના હસબન્ડ બહુ મોટી હસ્તી છે...

વર્મા : બેટા...જમીલા વર્મા??

me : અરે...તમને કેમ ખબર...એ જ નામ છે એમનુ..

વર્મા : એ મારી જ ધર્મપત્ની છે...ચલ ચલ...હું તને લઈ જાવ...નામ શું છે તારું દીકરા??

me : રામ...

*

હર્ષ અને બીજા લોકો બધું લાઈવ સાંભળતા હતા..

સનમ અને એ લોકો કોંફરન્સમાં વાત ચાલુ હતી...

સનમ : અરે વાહ મારા શેર....તે તો પણ વર્મા ને જબરો મામૂ બનાવ્યો...

હર્ષ : આ જમીલાને કેવી રીતે ઓળખે છે...એ કોણ છે??મારો તો દિમાગ જ કામ નથી કરતો...હવે તો...

ધ્રુવ : પ્લાન તો આને મારી નાખવાનો હતો...આ શું કરે છે..

નૈતિક :...હવે આપણે તો જઈએ...હોટેલ...આ તો હવે કેશવ વર્માનો જમાઈ પણ બની જાય જો એને દીકરી હોત તો...પણ એ તો એના જમીલા માસી જ્યારે ઘરે મળશે ત્યારે શું જવાબ દેશે??

ધ્રુવ : તું પણ સાંભળે છે અને અમે બધા પણ હમણે ખબર પડશે...

*

કાર ને રિપેરમાં મોકલાવી દીધી વર્માએ એની રીતે...અને હું એની સિક્યુરિટી વચ્ચે એની સાથે જ એના ઘરે ગયો..
ઘરે ચારેબાજુ કેમેરા...કડક સિક્યુરિટી...નાના કિલ્લા જેવું તો ઘર હતું...

ઘરમાં સિક્યુરિટી કે કેમેરા કશું જ નહોતું...એ સારી વાત હતી...ઘરમાં પ્રવેશતા જ તે જમીલા માસીને બોલાવવા લાગ્યા...

એક નોકરે કીધું કે તે એમના પિયર ગયા છે...કંઈક કામ હતું એટલે એકાદ બે દિવસ પછી આવશે...ત્યાં કોઈ બીમાર છે...

વર્મા : બેટા...હવે તું શું કરીશ...એક કામ કર કોલ કરું છુ...એને વાત કરી લે..

me : ના...આટલા વર્ષો પછી એમને મળવા આવ્યો છુ..હું ફોન માં તો નહીં જ વાત કરું...

વર્મા : ખરેખર હવે લાગ્યું કે તું એનો જ સગા વ્હાલો છે...એ લોકો જ આવા કારણ વગરના જિદ્દી છે...કઈ વાંધો નહિ...બેટા...ફ્રેશ થઈ જા...પછી જમવા આવી જા...અમે રાહ જોઈશું...તારો સમાન તારા રૂમમાં મુકવી દવ છુ...

હું પછી ફ્રેશ થવા જતો રહ્યો...

*

પેલા લોકો ને સેકન્ડે સેકન્ડે નવા આંચકા મળતા હતા..

સનમ : હવે બોલ નૈતિક....તું કહેતો હતો ને...કે જમીલા માસીને શુ જવાબ દેશે...જમીલા માસી જ ગાયબ છે...

નૈતિક : અને એ બધામાં આનો જ હાથ હશે...કારણ કે બધું એમજ ના હોય..

ધ્રુવ : આવું બધું પ્લાન કાર્તિકે ક્યારે કરી લીધું...ખરેખર શીખવું પડશે..કાર્તિક ફ્રેશ થવા જાય છે...તો આપણા માઇક્રોફોન તો બંધ નહિ થઈ જાય ને??

હર્ષ : એ તો હવે કાર્તિક પર આધાર રાખે છે. ..

*

ફ્રેશ થઈને માઇક્રોફોન પાછા ચાલુ કરી દીધા...અને જમવા બહારના રૂમમાં ગયો...

જમવામાં ફક્ત હું અને વર્મા બેઠા...

વર્મા : આમ તો ફેમિલીમાં...એક દીકરી અને દીકરો પણ છે...પણ દીકરો વિદેશમાં ભણવા ગયો છે...અને દીકરી એના સમયે આવશે ઘરે...હાથમાં જ નથી મારા..બેટા તારી ફેમિલીમાં કોણ કોણ??આ તો શું કોઈ દિવસ મારા પિયરવાળાઓને સરખી રીતે જાણવાનો સમય નથી મળ્યો..અને તું તો માણસ પણ રસપ્રદ જણાય છે...

me : એ તો છે જ...રસપ્રદ તો છુ...એ તો ધીમે ધીમે બધું ખુલતું જશે....જમી લો..નહિતર ઠંડુ થઈ જશે...

પછી અમે બંને હસ્યાં...બંનેના હસવાના કારણ જુદા હતા.
*

હર્ષ : કેશવ વર્મા તો યાર બોવ સહેલાઈથી મરી જવાનો...તકલીફ જ નથી થવાની કોઈ...

ધ્રુવ : પ્લાન પણ ટકાઉ બનાવ્યો છે....બસ રાતોરાત એને મારી નાખે...ઈન્જેકશન દઈને...સવારે કાઈ થયું જ ના હોય એમ બહાર નીકળી જાય...

સનમ : એકદમ ઝેરી મધ જેવો છે....પેલા વર્માને ખબર જ નથી કે એના જોડે શુ થઈ રહ્યું છે...પણ યાર આને મારી નાખીને...એના ફેમિલી પર શુ વીતશે...કાર્તિકે આવું ના કરવું જોઈએ...

નૈતિક : એ કઈ પણ કરી શકે છે હવે....મને તો ખાતરી થઈ ગઈ છે....હું તો આજે આખી રાત જાગવાનો છુ...
*
પછી સુવા ગયો...મારા બેગ માં જોઈને...વિસ્ફોટક પર ધ્યાન દોર્યું....અને પછી પેલા ઈન્જેકશન તરફ જોયું...શુ કરવું...એ ખબર નહોતી પડતી...મેં માઇક્રોફોન બંધ કર્યા...અને વિસ્ફોટક બૉમ્બ કાઢ્યા...અને આગળ ચાલ્યો...

મનમાં એક સનમ અને બીજી મારી માંનો અવાજ ગુંજતો હતો...કે કોઈનું ખૂન કરીને કોઈ દિવસ સુખ નથી મળતું....કારણ કે તમે કોઈની ખુશી છીનવીને એને લેવા જાવ છો...જે તમારી ક્યારેય નહોતી...

*

અજબ મૂંઝવણ છે...ખબર નથી પડતી કે ખૂન થશે કે નહીં...કાર્તિક ખરેખર એવું કરી શકશે...અને એને માઈક્રોફોન કેમ બંધ કર્યા...એનું શુ કારણ....જોઈએ..

💜💜JUST KEEP CALM ND SAY RAM💜💜

On insta : @cauz.iamkartik