"શાયદ હા.......ના...... ખબર નહીં....ત્યારની વાત ત્યારે વિચારશું અત્યારે તો તું ને હું સાથે છીએ ને... "
"હું તો હંમેશાં તારી સાથે જ છું. બસ તું ખાલી યાદ કરજે તારી સામે હું હાજર થ્ઈ જાય."
"કદાચ એવું બની શકે કે આપણે અલગ જ ના થવું પડે.....પણ, હવે વિચારવાથી શું ફાયદો......"
"ચલ, હવે સુઈ જા, રાત ના ત્રણ વાગી ગયાં છે."
"કેમ, નિદર આવે છે......?? "
"ના, તું સાથે હોય ને નિદર આવે...."
"તો, બેસ ને આજની રાત જ હું ખાલી અહીં છું."
"પછી....!! "
"ત્યાં. પપ્પા કહી ને ગયા છે."
"ના, જયાં સુધી તારુ કોમ્પિટિશન પુરુ ના થાય ત્યાં સુધી તું અહીં, અમારી સાથે જ રહીશ."
"જોવ છું......"
"જોવાનું નથી અહીં જ રહેવાનું છે. "
"ઓકે.....બાબા..... હવે તો થોડું સ્માઈલ કરી દો.... " આખી રાત બંનેની વાતોનો દોર ચાલ્યા કર્યા. સવારે ઉઠતા દસ વાગી ગયાં ને બંને સ્ટુડિયો પર ગયા.
આજનો ક્લાસ પુરો કરી, પરી તેની તૈયારીમાં લાગી ગઈ ને મહેર તેના કામમાં. આખો દિવસ કામમાં નિકળી ગયા પછી બંને ઘરે આવ્યાં. પરીએ અંકલ- આન્ટી સાથે કલાકો વાતો કરી પછી તેના રૂમમાં સુવા જતી રહી. મહેર પણ પરીને ગુડ નાઈટ વિશ કરી તેની રૂમમાં જતો રહ્યો. પણ, નિદર પ્રેમની લહેરો બની ગુજતી હતી. બંને બાલકનીમાં બેસી આ શિતળ ચાંદનીને જોય રહયા હતા ને એકબીજાની સાથે મનોમન વાતો કરી રહયા હતા. આજની રાત વિતી ને સવાર થયું. ફરી બંને રુટીન કાર્યોમાં જોડાઈ ગયા.
સાંજે ઓડિશનમાં પરી અને મહેર બંને હાજર હતા. હવે પરીને આ મંચ પર આવતા ડર નહોતો લાગતો ના તેને તેનું સપનું તુટવાનું ભય હતો. તે ખુલ્લા મનથી બધા સાથે મસ્તીમાં જુમી રહી હતી. કોમ્પિટિશન હવે પુરુ થવાના આરે જ હતું ને તે તેમાં આગળ વધતી જતી હતી. તેના સુરીલા અવાજથી તેને જજની સાથે તેમને ઓલ ઇન્ડિયાના મન જીતી લીધા હતા. પણ, હજું તેનાથી આગળ બે એવા વ્યક્તિ હતા જે તેનાથી પણ વધારે સારું ગાતા હતા.
આજનો રાઉન્ડમાં પણ પરીના સુદર અવાજની સાથે તેને આગળ વધવાનો એક મોકો મળ્યો હતો. હજું આના પછી એક રાઉન્ડ ને તેના પછી સેમી ફાઈનલ હતો ને ત્યાર પછી ફાઈનલ. જે સપનું લઇને તે મુંબઈ આવી હતી તે સપનું આટલું જલ્દી અને આટલી સરળ રીતે પુરુ થવાના સમય પર હતું તેને કયારે વિચાર્યુ પણ ના હતું.
જે સમય તેની પાસે હતો તે સમયમાં તેને ફરી તે જિદગીની હસીન પળો જીવવી હતી. જે બાળપણથી જીવતી આવી હતી. કાલની તેને ખબર ના હતી કે તેની જિદગીનો જે સાથી બનવાનો છે તે તેનો સાથ કેવી રીતે નિભાવી શકશે. પણ આજની જે પળો છે તેને તે યાદ બનાવી આખી જિંદગીની સફરમાં સાથે રાખવા માગતી હતી. તેના વિચારોની સાથે જ કોમ્પિટિશનનો રાઉન્ડ પણ પુરો થયો. દર વખતની જેમ આજે પણ મહેર તેને રસ્તામાં મળ્યો ને તે બંને ફરી મસ્તીના સાગરમાં ડુબી ગયા. રાત સુધી તે બંને લાબા રુટ ઉપર ફરતા રહ્યા ને મોડી રાત્રે ફરી ઘરે આવ્યા. આખા દિવસનો થાક બેડમાં સુતાની સાથે નિંદર.
સવારે સાત વાગ્યે,
"ગુડ મોર્નિંગ, પરી...ચલે.... "
"ક્યા.... અત્યારે...."
"લો ભૂલી પણ ગ્ઈ, યાદશક્તિ થોડી નબળી લાગે છે."
"ઓ....... સોરી......બસ પાંચ મિનિટ તું વેટ કર હું આવી."
"પાંચ જ મિનિટ હો પરી. ઓલરેડી સો લેટ"
"હા, તું નીચે જા હું આવી. " મહેર નીચે પહોચ્યો ત્યા જ પરી તૈયાર થઈ નીચે આવી ગઈ."ચલે.... "
"તમે બંને કહી જાવ છો......!!" નિતાબેને પરીને આવી રીતે આટલું જલ્દી તૈયાર થયેલ જોઈ તો તે પુછ્યા વગર ના રહી શક્યા."
"ના, મમ્મી આજે ઓવર ક્લાસ છે. સાંજે આવતા પણ થોડું લેટ થઈ જશે." પરી કંઈ બોલે તે પહેલાં જ મહેરે જવાબ આપી દીધો. બંને ઘરની બહાર નીકળ્યા. મહેરે ગાડી શરૂ કરી ને પરી તેની સાથે બેસી ગઈ.
"મહેર, તે આન્ટીને ખોટું કેમ કીધું....શું તું સાચું કહી દેત તો તે રોકવાના હતા. "
"ના, પણ...ક્યારેક આવું કરવું પડે મજા આવે."
"વોટ, પાગલ છે તું.......લોકોથી ખોટું બોલવાની તને મજા આવે."
"હા.....તો....તું પણ તારા ઘરેથી ખોટું બોલી મારી સાથે રહે છે......ને...."
"મારી વાત અલગ છે.....મારે તો મજબુરીના કારણે ખોટું બોલવું પડે પણ તારે કેવી મજબૂરી...!! "
"શું.....પરી....તું પણ સવાર સવારમાં આવી વાતો લઇ ને બેસી ગઈ. આપણે અહીં એનજોઈ કરવા આવ્યા છીએ."
"ઓકે.... છોડ.....ચલ....હવે નહી કરુ આવી વાતો." બંનેની વાતો આખો રસ્તો ચાલતી રહી. હાઈ સ્પીડ પર ચાલતી મહેરની ગાડી. મુંબઈના રસ્તાને ઓળગતી હતી. હાઈવે પરથી પસાર થતી તેજ ગાડીઓ વચ્ચે મહેરની ગાડી નિકળી જતી. ગાડીમાં મસ્ત રોમાંચક ગીત વાગી રહયું હતું ને બંને તેના શબ્દો ગુનગુનાતે જતા હતા. વગર કોઈ ડરે વગર કોઈને બતાવ્યા વગર જ મહેર અને પરી દમણના કિનારે એકલતામાં એકબીજા સાથે સમય વીતાવા આવી ગયા.
દમણ બ્રીજ પર બેસી બંને કેટલી વાતો કરી. અહેસાસ અને લાગણીના આ બંધન વચ્ચે બે હૈયા હાથમાં હાથ રાખી કલાકો સુધી એકબીજાની બાહોમાં દરિયાની લહેરોને માણતા રહ્યાં. ઉછળતો કુદતો ને મસ્તીમાં જુમતા દરીયાની લહેરો તેના ખીલેલા અહેસાસની વધારે ખીલવી રહ્યાં હતો. આજે પરીના મનમાં તે સમાજની કે પરિવારની ચિંતા ના હતી. કેમકે તેને તે પળોને જીવવી હતી જે જિંદગીની ખુબસુરત પળ હતી. ખરેખર જિંદગીની તે બધી જ પળોનો અનેરો આનંદ હોય છે. એ પરીને આજે સમજાતું હતું. લોકોથી ડરી આ અમૂલ્ય પળોને તે ખોવા નહોતી માગતીં આજ સુધી તો તેને એ વિચાર્યુ લોકો શું વિચારશે... તેના પરિવારનું શું થશે...તે કંઈ ખોટું થઈ જશે તો... પણ, હવે તે વિચારો ના હતા તેના મનમાં....કેમકે તેને હવે પ્રેમ થઈ ગયો હતો.
ખરેખર આ પ્રેમ લોકોને બદલે છે. વિચારોની સાથે મનનો વહેમ પણ બદલે છે. તે જાણે છે કે તેને કોઈ ખોટું કરવાનું જ નથી તો તે ડરે શું કામ. જરુરી થોડું છે કે જિસ્મ સાથે સંબધ બંધાઈ તો જ પ્રેમ થયો કહેવાય. કંઈક પામ્યા વગર દિલ ઘડકે તે સાચા દિલની લાગણી છે. પરી અને મહેર આજે વગર કોઈ સ્વાર્થ વગર કોઈ વાતે દિલની લાગણીને વિચારો મુક્ત બનાવી એકબીજા સાથે સમય વિતાવી રહ્યા હતા.
આખો દિવસ બંને આમ જ મોજ મસ્તી અને પ્રેમની તે પળો ને દિલના એક ખૂણામાં મુકી યાદગાર બનાવી રહ્યાં હતા. આ સંધરેલી યાદો એક સમયે જયારે ફરી બહાર આવશે ત્યારે તે થોડી તકલીફ તો આપશે પણ દિલને ફરી એકવાર તે અહેસાસ સાથે જોડી તો દેશે.
"મહેર, તારી સાથે વિતાવેલી તે બધી જ પળો મારી જિંદગીની ખુબસુરત પળો છે. જેને હું ક્યારેય પણ ભુલવા છતા પણ નહીં ભુલી શકું. એકસમયે જયારે આપણે બહું લાબા સમય પછી મળ્યે ને અચાનક જ આ દિવસની યાદ આવી જાય તો આપણને કેટલી ખુશી મળશે નહીં......!!"
"પરી, જરૂરી નથી કે આ પળો ખુશી જ આપે. બે વ્યક્તિનો સાથ તુટવાથી બધું કયારેક ખતમ પણ થઈ જાય છે."
"એ આપણા પર છે કે આપણે તે પળોને હંમેશા જીવિત રાખી ને જીવવી હોય તો તે જ પળોથી ખુશ રહેતા શીખવું પડે. મહેર આજે મારે તારી પાસે કંઈક માગવું છે તું આપી શકે......!!! " મહેર શું કહે છે તેની રાહ જોતી પરી તેની સામે જોતી રહી ને મહેર તેને.
♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
આ લાગણી નો અહેસાસ, આ પ્રેમનો અહેસાસ જયારે બંને અલગ થઈ જશે તો શું તે આમ જ હસ્તા રહશે કે તુટી ને વિખેરાઈ જશે..... ???શું તે બંને એક ના થઈ શકે.... ?? મહેર પાસે પરી શું માગવાની છે...?? શું મહેર તેને તે આપી શકશે..?? શું થશે તેના આ પ્રેમનું તે જાણવા વાંચતા રહો દિલ પ્રેમનો દરીયો છે.... (ક્રમશઃ)