taras premni - 18 in Gujarati Love Stories by Chaudhari sandhya books and stories PDF | તરસ પ્રેમની - ૧૮

Featured Books
Categories
Share

તરસ પ્રેમની - ૧૮



રોહીત:- "મેહા હું તને ઘરે મૂકવા આવું છું."

મેહા:- "હું જતી રહીશ."

રોહીત:- "ના હું મૂકવા આવીશ."

Oh God આ રોહીત તો મારી પાછળ જ પડી ગયો છે.

મેહા ફરી ચાલવા લાગી. ત્યાં જ મેહાની સામે RR આવતો દેખાય છે. મેહાને હાશ થાય છે.

RR:- "Hi મેહા."

RRને જોતાં જ મેહા RRને ગળે વળગી પડવાની હોય છે. પણ પોતાની જાત પર કંટ્રોલ રાખે છે.

મેહા:- "Hi RR."

મેહા મનોમન કહે છે "RR તને ખબર નથી તને જોતાં જ હું કેટલી ખુશ થઈ છું તે."

RR:- "Hi રોહીત. ડીનર ડેટ પર આવ્યાં હતા?"

રોહીત:- "હા."

RR:- "તો મેહાને મૂકવા જાય છે. ઑકે મૂકી આવ."

મેહા મનોમન કહે છે "RR શું કરે છે. મને રોકી લે."

RR:- "Wait મેહા."

મેહા ઉભી રહી. મનોમન બોલી "Thank God કે મને રોકી."

RR:- "હું બીલ ચૂકવી દઉં. પછી હું તને ઘરે મૂકવા આવું છું."

રોહીત:- "અરે ના ના. હું મેહાને ડીનર પર લાવ્યો હતો તો મારી જવાબદારી છે કે હું ઘરે સુધી મૂકી આવું."

RR:- "મેહા નું ઘર મારા ઘરની નજીક જ છે. હું મૂકી આવીશ. તું ચિંતા ન કર."

મેહા:- "હા રોહીત હું RR સાથે જતી રહીશ."

મેહા અને RR નીકળી જાય છે.

RR મેહા ઉભી હતી ત્યાં બાઈક લઈ આવ્યો.

RR:- "મેં ના પાડી હતી ને એ છોકરા સાથે જવા. એ તો સારું થયું કે હું હતો."

મેહા:- "સારું હવે જે સંભળાવવુ હોય તે બાઈક ચલાવતા ચલાવતા સંભળાવજે."

મેહા બાઈક પર બેસી જાય છે. આખા રસ્તે મેહા ચૂપચાપ રહે છે.

RR:- "આમ તો બહું ચપળ ચપળ કરે છે અને આજે કેમ બોલતી નથી?"

મેહા:- "Thank God કે તું ત્યાં આવી ગયો. નહીં તો ખબર નહીં મારું શું થાત?"

RR:- "હવે કોઈ છોકરા સાથે ડેટ પર ન આવતી સમજી?"

મેહા કંઈ બોલતી નથી.

મેહા નું ઘર આવી જતા મેહાએ RRને bye કહ્યું.

RR:- "Bye."

બીજા દિવસે બધા કેન્ટીનમા બેઠા હતા.
RR સિવાય બધા કેન્ટીનમા હતા.

મિષા:- "આ RR આટલી ઝડપથી નાસ્તો કરી ક્યાં જતો રહ્યો?"

રૉકી:- "ગયો હશે કોઈ બ્યુટીફુલ છોકરી સાથે."

પ્રિતેશ:- "Thank God કે એ છોકરી સાથે તો ગયો."

મેહા:- "કેમ એ તો દરરોજ કોઈ ને કોઈ છોકરી સાથે હોય જ છે ને?"

રૉકી:- "નહીં RR તો અત્યારે અત્યારે છોકરીઓ સાથે ફ્લર્ટ કરે છે. હા પહેલાં પણ કરતો હતો. પણ વચ્ચે એ છોકરીઓથી દૂર રહેવા લાગ્યો હતો."

મેહા:- "RR અને છોકરીઓથી દૂર રહે. Impossible! આ વાત કદાચ ભગવાન પણ અહીં આવી મને કહે ને તો પણ હું ન માનું."

રૉકી:- "મેહા તારી ઈચ્છા તારે માનવું હોય તો માન ન માનવું હોય તો ન માન. હું તો બસ જે છે તે જ કહું છું."

મિષા:- "હા પણ RR કેમ અચાનક છોકરીઓથી દૂર થઈ ગયો હતો. એનું કંઈ તો કારણ હશે."

રૉકી:- "હા છે ને. RR એક છોકરીના પ્રેમમાં પડી ગયો હતો."

નેહા:- "કોણ છે એ છોકરી?"

મેહા:- "તારી વાત મને સમજમાં ન આવી.
જો RR એ છોકરીના પ્રેમમાં પડી ગયો હતો તો RR અત્યારે છોકરી સાથે ફ્લર્ટ ન કરતો હોત."

રૉકી:- "પૂરી વાત તો સાંભળો યાર. RR એ છોકરીને ચાહે છે અને એ છોકરી બીજા કોઈને. એ છોકરી એના પ્રેમી સાથે ખુશ હતી. એટલે RR એને ખુશ જોવા માંગતો હતો."

નેહા:- "હા પણ એ છોકરી કોણ છે?"

રૉકી:- "મને એ છોકરી વિશે ખ્યાલ નથી. રજતે મને એ છોકરી વિશે કંઈ કહ્યું નથી. બસ પોતાની કહાની મારી સાથે શેર કરી. એણે એ છોકરીનું નામ પણ નથી જણાવ્યું."

મેહા ઘરે જઈ રજત વિશે વિચારવા લાગી. કોણ હશે એ છોકરી જેને RR એટલું ચાહે છે. શું એ છોકરીને ખબર હશે કે રજત એને ચાહે છે. રૉકીને તો મેં પૂછ્યું જ નહીં કે એ છોકરીને ખબર છે કે રજત એને ચાહે છે કે નહીં. કદાચ ખબર જ નહીં હશે. નહીં તો જે છોકરી માટે રજત ફર્લ્ટ કરવાનું છોડી દે તો એ છોકરી રજત પાસે દોડીને જ આવી જાય. લકી છે કે રજત એને ચાહે છે અને અનલકી એટલા માટે છે કે રજત એને સાચા દિલથી ચાહે છે તે એને ખબર જ નથી.

બીજા દિવસે મેહા સ્કૂલે ગઈ. ક્લાસમાં RR અને મેહાની નજર મળે છે.

RRને કદાચ પહેલી જ વાર મેહાએ ધ્યાનથી જોયો હશે. એમ તો RR મેહાને સ્માર્ટ અને હેન્ડસમ તો લાગેલો. પણ આજે ધ્યાનથી મેહાએ RR નું નિરીક્ષણ કર્યું. RR એમ તો બધાને હસાવતો પણ ભીતરથી ઉદાસ લાગ્યો. કદાચ એ છોકરી નહીં મળી હોય એટલે.

મેહાને રજત વિશે જાણવાની ઈચ્છા થઈ.

મેહા:- "Hi રૉકી."

રૉકી:- "Hi મેહા."

મેહા:- "રૉકી મારે તારી સાથે વાત કરવી છે."

રૉકી:- "શું વાત કરવી છે?"

મેહા:- "અહીં નહીં. એકલામાં."

રૉકી:- "કેમ એકલામાં?"

મેહા:- "તારે આવવું છે કે નહીં?"

રૉકી:- "હે ભગવાન. એક છોકરી એક છોકરાંને એકલામાં મળવા બોલાવે તો મારે શું સમજવું."

મેહા:- "રૉકી નૌટંકી બંધ કર અને ચાલ મારી સાથે."

RR અને મિષાનુ ધ્યાન ગયું કે રૉકી અને મેહા ક્લાસની બહાર જાય છે.

રૉકી અને મેહા એક ક્લાસમાં બેઠા.

રૉકી:- "હા શું વાત કરવી હતી?"

મેહા:- "રજત અને પેલી છોકરી વિશે વાત કરવી છે."

રૉકી:- "કંઈ છોકરી વિશે વાત કરવી હતી?"

મેહા:- "અરે રજતની પેલી ડ્રીમ ગર્લ છે ને. જેને રજત ચાહે છે."

રૉકી:- "હા પણ તારે શું વાત કરવી છે?"

મેહા:- "મારે એ જાણવું છે કે શું એ છોકરીને ખબર છે કે રજત એ છોકરીને ચાહે છે."

રૉકી:- "ના એ છોકરીને થોડો પણ અણસાર નથી આવવા દીધો."

મેહા:- "Wow! કોઈ એ છોકરીને દિલોજાનથી ચાહે છે અને એ છોકરીને ખબર સુદ્ધાં નથી. Amazing."

રૉકી:- "બીજું કંઈ પૂછવું છે?"

મેહા:- "ના ચાલ જઈએ. બધા રાહ જોતા હશે."

રૉકી અને મેહા ક્લાસમાં જાય છે. મેહા રૉકીને રોકતા કહે છે "રૉકી મિષા તરફ જો ને. આપણી તરફ કેવી રીતના જોઈ રહી છે. જાણે કે મેં તને એકલામાં બોલાવીને કંઈ ગુનો કર્યો હોય."

રૉકી:- "એ આપણને એટલા માટે જોઈ રહી છે કે એને જેલીસી થાય છે."

મેહા:- "જેલીસી...પણ કેમ?"

રૉકી:- "કારણ કે તે મને એકલામાં બોલાવ્યો એટલે. I am sure કે તારાથી એને જલન થાય છે."

મેહા:- "ના મિષા એવું નહીં વિચારે. એ મારી બેસ્ટ ફ્રેન્ડ છે."

રૉકી:- "મિષાને તારા કરતા વધારે જાણું છું."

મેહા:- "એમ વાત છે. તો તો મને મેહાને ચીડવવાની મજા આવશે."

મિષા:- "ક્યાં ગયા હતા તમે બંન્ને? એવી તો શું વાત કરવી હતી કે અહીં અમારી સામે ન થાય. મને તો બોલાવી જવી હતી."

મેહા:- "અમારી પર્સનલ વાત હતી. તને શું કામ કહું?"

મિષા:- "એવી તો શું પર્સનલ વાત હતી કે તું મને ન કહી શકે."

મેહા:- "એકચ્યુલી રૉકીએ મને ડીનર પર ઈન્વાઈટ કરી છે."

મિષાનો ચહેરો ઉદાસ થઈ ગયો.

થોડી મીનીટો પછી રૉકી અને મેહા હસી પડ્યા.

મેહા:- "Relax મિષ અમે તો તને ચીડવતા હતા."

ત્યારે મિષાના ચહેરા પર ખુશી આવી.

રૉકી:- "પણ મિષનો ચહેરો જોવા જેવો હતો. મેહા શું કરવા કહી દીધું? મિષને ચીડવવાની મજા આવતે ને?"

રૉકીએ મિષાના કાનમાં કહ્યું "મિષ મેહાએ કહ્યું કે અમે ડીનર માટે જઈએ છે તો કેમ ઉદાસ થઈ ગઈ હતી?"

મિષા:- "હું ક્યાં ઉદાસ થઈ ગઈ હતી? એ તો તને એવું લાગ્યું."

રૉકી:- "અચ્છા તું ઉદાસ નહોતી થઈ તો હું મેહા સાથે ડીનર પર જાઉં ને?"

મિષા:- "ના કોઈ જરૂર નથી જવાની."

રૉકી:- "તો સ્વાતી સાથે જાઉં?"

મિષા:- "ના તને દૂર દૂર બેઠેલી છોકરી દેખાય છે તેને લઈ જવું છે. તારી આસપાસની છોકરીઓને પણ જો. શું ખબર એ છોકરી તારી સાથે ડેટ પર આવવા તૈયાર થઈ જાય."

રૉકી:- "મારી આજુબાજુ તો નેહા અને પ્રિયંકા છે. હા નેહા અને પ્રિયંકા પણ સુંદર છે હો. એ લોકોને ડેટ માટે પૂછી લઉં."

મિષા:- "રૉકી તું સમજી નથી રહ્યો. બીજી છોકરીઓ પણ તો છે ને તારી આસપાસ. જેમ કે..."

રૉકી:- "કંઈ છોકરીઓની વાત કરે છે?"

મિષા:- "સારું જેની સાથે જવું હોય તેની સાથે જા. મારે છે ને તારી સાથે વાત જ નથી કરવી."

રૉકી:- "મિષ હું તો બસ મજાક કરી રહ્યો હતો."

મેહા ક્લાસમાં પણ રજત વિશે વિચારવા લાગી.
આમ જોવા જઈએ તો આખી સ્કૂલમાં રજત જેવો છોકરો કોઈ નથી. રફ એન્ડ ટફ. સ્માર્ટ એન્ડ હેન્ડસમ. નટખટ અને હસમુખો. સેન્સ ઓફ હ્યુમર પણ સારું છે. બધા સાથે ભળી જાય એવો. અને એના વાળની તો વાત જ ન પૂછો. કેટલા સિલ્કી અને કાળા વાળ. એના અવાજમાં પણ શું જાદું છે યાર. એ પહેલાં કે કોઈ બીજી છોકરી એની લાઈફમાં આવે એ પહેલાં મારે રજત પર ટ્રાય કરવી જોઈએ. I wish કે એ મારો બોયફ્રેન્ડ બને.

રજતને તો મારી લાઈફમાં લાવવો પડશે. પણ કેવી રીતે? રજત અને મારી વચ્ચે તો સરખી રીતના વાત પણ નથી થઈ. પહેલાં તો RR કે કોઈ છોકરા સાથે બોલતી પણ નહીં અને હવે RR સાથે બોલતી થઈ તો વાત તો થઈ જ નહીં. હંમેશા ઝઘડો જ થયો છે અમારા બે વચ્ચે. હવે હું રજત સાથે કેવી રીતે વાત કરું? સરખી રીતના વાત કરીશ તો મને તો અજીબ લાગશે પણ અને RRને પણ. અજીબ લાગે તો અજીબ પણ RR સાથે મારે ફ્રેન્ડશીપ તો કરવી પડશે. પણ ક્યાં બહાને RR સાથે વાત કરું.

બપોરે કેન્ટીનમા બધા જતા હતા.

મેહા પણ ઉભી થઈ. બધા એક પછી એક જવા લાગ્યા. RR અને મેહા બે જ ક્લાસમાં હતા.

મેહા મનોમન કહે છે "મેહા કંઈક વિચાર. આ જ સારો મોકો છે RR સાથે વાત કરવાનો.
મેહાને એક વિચાર આવે છે. મેહા પોતાનો મોબાઈલ સંતાડી દે છે.

મેહા:- "Oh no મારો મોબાઈલ ક્યાં જતો રહ્યો?
RR લાગે છે કે મારો મોબાઈલ ખોવાઈ ગયો. જરા તારા મોબાઈલ પરથી કૉલ કર તો?"

RR મેહા પાસે આવે છે. મેહાને શોધવામાં મદદ કરે છે.

મેહા મનોમન કહે છે "RR શું કામ શોધે છે? કૉલ જ કરી લેત. RR સમજતો કેમ નથી? ઈડિયટ તારો નંબર જોઈએ છે મને."

RR મનોમન સ્માઈલ કરે છે. મનમાં જ કહે છે.
"મેહા સીધેસીધું કહે ને કે તને મારો નંબર જોઈએ છે."

RR:- "અરે મેહા આ રહ્યો તારો મોબાઈલ."

મેહા ખુશ થતા બોલી "Thank God...કે મારો મોબાઈલ મળી ગયો. thank you RR."

RR:- "રિયલી? હવે પછી મોબાઈલ સંતાડે ને તો કોઈ સારી જગ્યાએ સંતાડજે સમજી?"

RR સમજી ગયો હતો મેહાનો ઈરાદો શું છે તે.

RRએ સાંજે મેહાને ફોન કર્યો.
મેહાના મોબાઈલ પર કોઈ અજાણ્યો નંબર રણકી ઉઠ્યો.

મેહા સ્વગત જ બોલી "આ ન્યુ નંબર કોનો છે?"

મેહાએ રિસીવ કર્યો.

મેહા:- "હેલો."

સામેથી અવાજ આવ્યો "hi મેહા What's up?"

મેહા:- "RR તું છે."

RR:- "શું કરે છે?"

મેહા:- "કંઈ નહીં અને તું?"

RR:- "કંઈ નહીં ફ્રેન્ડસ સાથે બહાર આવ્યા છે."

મેહા:- "ઑકે."

RR:- "Ok તને પછી ફોન કરું."

મેહા:- "સારું પણ મારો નંબર તને કોણે આપ્યો?"

RR:- "કેમ મારી સાથે વાત કરવામાં કંઈ વાંધો છે?"

મેહા:- "કંઈ વાંધો નથી. પણ આપણી વચ્ચે આવી રીતના કોઈ દિવસ નોર્મલી વાતચીત થઈ નથી ને એટલે થોડું અજીબ લાગે છે."

RR:- "અજીબ તો લાગવાનું જ. હંમેશા ઝઘડો કરે છે."

મેહા:- "ઑ હેલો તાળી એક હાથે નથી પડતી. તું નથી ઝઘડો કરતો?"

RR:- "ઝઘડો તું સ્ટાર્ટ કરે તો પછી મારે તો બોલવું જ પડે ને!"

મેહા:- "તારા કહેવાનો મતલબ શું છે? હું ઝઘડો કરું છું."

RR:- "વાહ મેહા તું તો સમજદાર વાળી વાત કરવા લાગી."

મેહા:- "ઑકે સારું મારે વાત જ નથી કરવી."

મેહાએ ફોન મૂકી દીધો. RRએ પણ હસતા હસતા ફોન મૂકી દીધો.

મેહા RR વિશે વિચારવા લાગી. રજતે શું કરવા ફોન કર્યો હશે? મારો નંબર ક્યાંથી મેળવ્યો હશે? અરે યાર કોઈ ફ્રેન્ડસ પાસેથી નંબર મેળવી લીધો હશે. પણ મારો નંબર મેળવવાનું શું કારણ હશે? કંઈક તો છે રજતના મનમાં. પણ શું? આવું બધું વિચારતા વિચારતા મેહાના ચહેરા પર સ્માઈલ આવી જાય છે.

મેહા જમીને સૂઈ જાય છે.
સવારે મેહાની આંખ ઉઘડે છે જોયું તો સામે રજત હતો. મેહા વિચારે છે કે આટલી સવારની પહોરમાં રજત મારા ઘરે શું કરે છે? RR મેહાની એકદમ નજીક આવ્યો. મેહાની આંખો મિચાઈ ગઈ. RR બસ મેહાને કિસ કરતો રહ્યો.

અચાનક મેહાની આંખો ઊઘડી ગઈ. મેહા મનોમન જ વિચારે છે "Oh God આ તો સપનું હતું. I wish કે આ સપનું જલ્દી પૂરું થાય. RR મને ક્યારે કિસ કરીશ તું. મેહા તૈયાર થઈ સ્કૂલે ગઈ. અને એના ફ્રેન્ડસ સાથે ડાન્સ કરવા લાગી. મેહાને આજનું સપનું યાદ આવ્યું. મેહાએ Song બદલ્યું.

हाय रामा रामा हो हाय मोरे रामा
दिल में मचा हैं क्यूं कोई हंगामा
आयेगा कोई बाहों में लेके
चूमेगा मेरे ये लकी लिप्स

गुदगुदीसी होने लगी
इस जहाँ में खोने लगी
क्यों जागी जागी सोने लगी
क्यों जागी जागी सोने लगी
कुछ नया सा एहसास है
इन लबों पे एक प्यास है
यह दर्द तो ज़रा ख़ास है
यह दर्द तो ज़रा ख़ास है
जायेगा कोई बेताबी लेके
देखेगा मेरे
यह लकी लिप्स
आई है हा हहह हह..

નેહા:- "શું વાત છે મેહા. આજે તો બહું ખુશ છે ને?"

મેહા:- "કોઈ વર્ષો પહેલાં જોયેલું સપનું સાચું થવાનું હોય ને ત્યારે ખુશી તો થવાની જ ને."

મેહા એના ફ્રેન્ડસ સાથે ક્લાસમાં જાય છે.

મેહા અને RR ની નજર મળે છે. બંન્ને એકબીજાને સ્માઈલ આપે છે.

મેહા RR ને મેસેજ કરીને રિહર્સલ રૂમમાં મળવા બોલાવે છે.

RR રિહર્સલ રૂમમાં આવે છે.

RR:- "કેમ મળવા બોલાવ્યો મને?"

મેહા:- "એમજ બસ મારે તારી સાથે વાત કરવી છે."

RR:- "બોલ શું વાત કરવી છે?"

મેહા:- "રૉકીએ મને કહ્યું કે તારી લાઈફમાં એક છોકરી છે જેને તું બહું ચાહે છે."

RR:- "હા એક છોકરી છે મારી લાઈફમાં. પણ તારે જાણીને શું કરવું છે?"

મેહા:- "બસ મારે એમજ જાણવું છે."

RR:- "મારી લાઈફમાં શું ચાલે છે તે જાણવાની બહું ઈંતજારી છે ને!"

મેહા:- "હા ઈંતજારી છે પણ પહેલાં મને કહે કે શું એ છોકરીને ખબર છે કે તું એને ચાહે છે."

RR:- "ના એને જરા પણ ખ્યાલ નથી."

મેહા:- "તો એ છોકરીને કહી દે ને?"

RR:- "શું કહું એ છોકરીને? હવે એ બહું બદલાઈ ગઈ છે. પહેલાં જેવી નથી રહી."

મેહા:- "એ છોકરી બદલાઈ ગઈ તો શું તારો પ્રેમ પણ બદલાઈ ગયો?"

RR:- "ના મારો પ્રેમ નથી બદલાયો. હું એને કહીશ પણ એ પહેલાં જેવી બનશે ત્યારે જ મારા મનની વાત જણાવીશ."

મેહા:- "કોણ છે એ છોકરી?"

RR:- "Sorry હું તને જણાવી નહીં શકું."

મેહા:- "પણ કેમ? મને જણાવવામાં શું વાંધો છે?"

RR:- "જો તને કહી દઈશ તો એ છોકરી તરત જ ખબર પડી જશે."

મેહા:- "ઑહ તો એ છોકરી આ સ્કૂલની છે. તરત ખબર પડી જશે મતલબ કે મારા જ ક્લાસની છે. કદાચ મારી બેસ્ટ ફ્રેન્ડ હશે."

RR ફક્ત હસતો રહ્યો.

મેહા:- "મિષ તો Tom boy છે એટલે એ છોકરી તારા ટાઈપની નથી. તો મિષ તો નથી જ. તો નેહા અને પ્રિયંકા આ બેમાંથી કોઈ એક છોકરી હશે.રાઈટ?"

RR:- "ના તો મિષ ના તો નેહા ના અને ના તો પ્રિયંકા."

મેહા:- "ઑકે ઑકે એટલો તો ખ્યાલ આવી ગયો કે અમારા ગ્રુપની કોઈ છોકરી નથી. તો કોણ હશે એ છોકરી?"

RR:- "એ છોકરી કોણ છે તે ક્લાસમાં જઈને વિચારજે. ચાલ હવે."

બંન્ને ક્લાસમાં પહોચે છે.

ટીચર ભણાવતાં હતા પણ મેહા નું મન ભણવામાં નહોતું. મેહા રજત અને પેલી છોકરી વિશે જ વિચારી રહી હતી. મેહા એક પછી એક છોકરીને જોવા લાગી. એ છોકરી તો આ જ ક્લાસમાં હશે.
રજત મેહાના વર્તનને જોઈ રહ્યો.

રજત મનોમન કહે છે "મેહા જ્યાં સુધી હું નહીં કહું ત્યાં સુધી તું એ છોકરીને નહીં જાણી શકે."

સાંજે મેહા રજતને ફોન કરે છે.

મેહા:- "Hi RR."

RR:- "Hey. શું કરે છે?"

મેહા:- "કંઈ નહીં તારા વિશે વિચારતી હતી."

RR:- "ઑહ રિયલી? તો બોલ શું વિચારતી હતી મારા વિશે."

મેહા:- "ઑ હેલો કંઈક ઊંધું ન વિચાર. તારા વિશે વિચારી રહી હતી મતલબ કે તારા વિશે અને તારી ડ્રીમગર્લ વિશે વિચારી રહી હતી."

RR:- "Ok પણ તને મારામાં અને મારી ડ્રીમ ગર્લ માં કેમ આટલો ઈન્ટરેસ્ટ પડે છે?"

મેહા:- "જો તારે સવાલો જ પૂછવા હોય તો હું ફોન મૂકું છું."

RR:- "ઑકે ઑકે નહીં પૂછું. સારું હવે બોલ શું જાણવું છે."

મેહા:- "RR એ છોકરી કોણ છે તે તો તું કહેવાનો નથી પણ કંઈક ઈશારો તો કર."

RR:- "ના તો મને હીરોઈનની ચાહત છે, ના તો હું પરીઓ પર મરું છું... હું તો એક પ્યારી અને માસૂમ છોકરીને પ્રેમ કરું છું."

મેહા:- "Wow! મિસ્ટર શાયર. શું શાયરી છે..!"

RR:- "Oh thank you પણ મને છે ને આ શાયરીનો બિલકુલ શોખ નથી. આ તો ક્યાંક વાંચેલી એટલે તને કહી દીધી."

મેહા:- "પણ શાયરી સરસ છે. હવે તે મને ઈશારો આપી દીધો છે તો bye and good night."

મેહાએ ફોન ડિસકનેક્ટ કર્યો.

RR:- "એક મિનીટ યાર. હેલો મેહા."

RR સ્વગત જ બોલ્યો "લાગે છે કે ફોન મૂકી દીધો."

RR મેહા વિશે વિચારતા વિચારતા ઊંઘી ગયો.

આ તરફ મેહા પણ RR વિશે જ વિચારી રહી હતી. મેહાને ખબર નહીં કેમ પણ RR અને RR ની ડ્રીમગર્લને મળાવવાનુ મન થયુ. જેવી રીતના મારું સપનું છે કે મને મારો ડ્રીમબોય મળી જાય તેવી રીતના RR નું પણ સપનું હશે ને કે એને એની ડ્રીમગર્લ મળી જાય. એ પોતાની ડ્રીમગર્લને ખુશ જોવા માંગતો હોય તો હું પણ મારા ડ્રીમબોય RR માટે એનું સપનું સાચું થાય એની કોશિશ તો કરી જ શકું.

મેહા એકાદ મેગેઝીન લઈને વાંચવા બેઠી. એમાંની અમુક પંક્તિઓ પર મેહાની નજર ગઈ.

ઉતાવળી છું બહું પણ તારી રાહ જોવાની ગમશે.
જિદ્દી છું બહું પણ તારી વાત માનવાની ગમશે.
બેદરકાર છું બહુ પણ તારી સંભાળ રાખવાનું ગમશે.
ટેવાયેલી છું એકાંતમાં રહેવાને પણ તારો સાથ હશે તો ગમશે.
દૂર છું બહુ મારા સપનાઓથી પણ તારા સપના પૂરાં કરવાનું ગમશે.
ખુદના અસ્તિત્વ ને ભૂલીને તારામાં સમાઈ જવાનું ગમશે.

ક્રમશઃ