A Journey - Businessman to Nurse via Actor in Gujarati Short Stories by Salill Upadhyay books and stories PDF | એક યાત્રા - બીઝમેન થી મેલ નર્સ સુધીની વાયા એકટર

Featured Books
Categories
Share

એક યાત્રા - બીઝમેન થી મેલ નર્સ સુધીની વાયા એકટર

અમુલભાઇ દેસાઇ નવસારીમાં પ્રોવિઝન સ્ટોર ચલાવે છે. સ્વભાવે ખૂબ જ સરળ અને ઇમાનદાર અમુલભાઇ કુટુંબમાં પત્નિ અલ્પાબેન અને બે દીકરા અમિત અને સુમિત. મોટો ભાઇ અમિત ભણવામાં એવરેજ અને નાનો ભાઇ સુમિત ભણવામાં ખૂબ જ હોંશિયાર. બંનેના સ્વભાવમાં પણ આસમાન જમીનનો ફરક. અમિતને સ્પોર્ટસ તરફ વધારે રુચિ જયારે સુમિતને પુસ્તકો વાંચવા બહુ જ ગમતા. અમુલભાઇ વાર્તાની ચોપડીઓ લાવતા એટલે સુમિત બધી જ ચોપડીઓ તરત જ વાંચવા બેસી જતો. જયાં સુધી પુરી નહીં થાય ત્યાં સુધી ઊઠતો નહીં. સ્કુલમાં અમિત દરેક ખેલકુદમાં ભાગ લેતો જયારે સુમિત નાટકો, વકતૃત્વ હરિફાઇ, વાર્તા હરિફાઇ વગેરે સ્પર્ધામાં ભાગ લેતો. બંને ભાઇઓ પોતપોતાની રુચિના વિષયમાં કરીઅર બનાવાનું કહેતાં.

સમય જતાં અમિતને માંડ માંડ એક કોલેજમાં ડોનેશનથી એડમિશન મળી ગયું.એને જે લાઇનમાં જવાની ઇચ્છા હતી એ લાઇનમાં એડમીશન મળતાં એણે ભણવામાં ધ્યાન કેન્દ્રિત કર્યુ.અને અમિતની ગાડી પૂરપાટ દોડવા લાગી. સુમિત ભણવામાં હોંશિયાર હોવા છતાં બારમું ધોરણ બે ટ્રાયલે માંડ પાસ કર્યુ.એને એકટર બનવું હતું પણ ઘરેથી પરમિશન નહીં મળી.એણે અમદાવાદ હોસ્ટેલમાં રહીને ભણવાનું નક્કી કર્યુ. અમિત પાસ થઇને અમુલભાઇ સાથે દુકાનમાં જોડાઇ ગયો. બંને બાપ દિકરાએ મહેનત કરીને બીજી દુકાન ચાલુ કરી. સુરતમાં રહેતા ઓળખીતાની છોકરી મનસ્વી સાથે અમિતના લગ્ન નક્કી કર્યા. છોકરી કોલેજના છેલ્લા વરસ માં હતી એટલે એક વર્ષ પછી લગ્ન કરવા એવું નક્કી થયું. સુમિત પણ કોલજ પૂરી કરીને ઘરે આવ્યો.

અમુલભાઇ એ કહ્યું કે “ચલો સુમિત, કાલથી દુકાને આવવાનું ચાલુ કર. આપણી નવી દુકાન તારે સંભાળવાની છે. તમે બંને ભાઇઓ દુકાન સંભાળો એટલે હું અને તારી મમ્મી થોડો સમય સાથે વીતાવીએ.”

“નહીં પપ્પા હું દુકાને બેસવા નથી માંગતો. મારે બીઝનેસ કરવો છે.”

“શેનો બીઝનેસ કરવો છે.?”

“ હું કોઇ અજન્સી કે ડીસ્ટ્રીબ્યુસરશિપ લેવા માંગુ છું.”

“પણ દિકરા એમાં તો બહુ રૂપિયા જોઇએ અને માથાકુટ પણ બહુ છે. કંપની પણ પોતાનો સામાન વેંચવા માટે બહુ પ્રેશર કરે”

“ પપ્પા હું આ બીઝનેસ પાર્ટનરશીપમાં કરવા માંગુ છું.એટલે આપણું ઇન્વેસ્ટમેન્ટ પણ અડધું થઇ જશે.”

અમુલભાઇ અને અલ્પાબેને એને બીઝનેસ શરૂ કરવા મદદ કરી.જોતજોતામાં સુમિતનો બીઝનેસ ધમધોકાર ચાલવા લાગ્યો.અને સુમિત માટે બીલીમોરામાં જ રહેતી એક સંબંધીની છોકરી નીકી સાથે લગ્ન નક્કી થયા અને બંને ભાઇઓના લગ્ન ધામધૂમથી થયા.

ત્રણ વરસ પછી સુમિતને એના ભાગીદાર સાથે હિસાબની બાબતે પ્રોબ્લેમ થયો અને બીઝનેસ બંધ કર્યો. સુમિતે પોતાના નામે નવો બીઝનેસ શરૂ કર્યો. પણ એમાં પણ અને નુકશાન થયું. અલ્પાબેને કહ્યું કે "આપણી દુકાન છે એ તુ સંભાળ." પણ સુમિતના સપના જ એટલા મોટા હતા કે એને નાની વસ્તુ પરવડે એમ ન્હોતી. ફરીથી મા બાપે દીકરાને થાળે પાડવા આર્થિક મદદ કરી. હવે એ સામાન મુંબઇથી લાવીને નવસારી અને આજુબાજુમાં હોલસેલમાં વેંચતો હતો. કામઅર્થે મુંબઇ જતો ત્યાં એને એના કોલેજના મિત્રોને મળતો. બે ત્રણમિત્રો નાટકો, ટીવી સિરિયલ અને ફિલ્મોમાં કામ કરતા. એની વાતો સાંભળીને સુમિતમાં રહેલો કલાકાર જાગૃત થયો. ધંધામાં બરાબર ધ્યાન નહીં આપવાથી એને ફરીથી ખોટ ગઇ અને એણે નકકી કર્યુ કે હવે હું નાટકો અને સિરિયલમાં કામ કરીશ.

અમુલભાઇ અને અલ્પાબેને બહુ સમજાવ્યો. નીકીએ પણ એને સમજાવ્યો કે કોઇ નોકરી કરી લો. પણ સુમિત નહીં માન્યો અને નાટકોમાં કામ કરવા લાગ્યો. ધીરેધીરે એનું નામ થવા લાગ્યું. લોકો એને ઓળખવા લાગ્યા. ટીવી સિરિયલોમાં કામ કરવા લાગ્યો.અને સુમિત પોપ્યુલર થતો ગયો. અમિત એનો બીઝનેસ વધારવા લાગ્યો. નવી દુકાન વેંચીને જૂની દુકાન હતી ત્યાં જ બીજી બે દુકાન લઇને એક મોટો સ્ટોર કર્યો.બંને ભાઇઓ મહેનત કરીને રૂપિયા કમાવા લાગ્યા. સુમિત એનું બધુંજ જૂનું દેવું પણ પુરું કરવા લાગ્યો.

પણ કુદરતને બીજું જ મંજૂર હતું. સુમિતની જે સિરિયલ ચાલુ હતી એ બંધ થઇ.એના નાટકોના શો દેશ વિદેશમાં થતા હતા એ પણ ઓછા થતા ગયા. અને કામ મળતું આોછું થયું અને એની આવક પણ ઓછી થવા લાગી. લોકોનો સુમિત તરફ જોવાનો દ્રષ્ઠિકોણ બદલાવા લાગ્યો.સમાજમાં એને કોઇ પુછતું નહીં. એને જે માન સન્માન મળતું હતું એ પણ ઓછું થવા લાગ્યું. જયારે અમિત ને બધુંજ મળતું. સમાજમાં લોકો એની ઇજજત કરવા લાગ્યા. લોકો એને પૂછવા આવતા. એની વાહ વાહ કરવા લાગ્યા. ઘરમા પણ સુમિતની એ જ હાલત. અલ્પાબેન પણ કાયમ અમિતની જ વાત કરતા. "મારો અમિત તો બહુ જ સારો, બહુ જ મહેનતુ અમિત એટલે અમિત. અમિત છે અટેલે બાકી સુમિતની તો ખીચડી ખાવાની પણ હેસિયત નથી." આ સાંભળીને સુમિત અલ્પાબેન સાથે ઝગડો પણ કરતો.એમણે તો કહી દીધું હતું કે "હું મરી જાઉં તો મને અગ્નિદાહ અમિત જ આપશે." સુમિતને બહુ જ ખરાબ લાગ્યું.

અમિતે મા બાપ પ્રત્યે ધ્યાન આપવાનું ઓછું કર્યું અને એની પત્નિ અને બે બાળકો જ દેખાતા. અમિતે એના દિકરા અને દીકરીના લગ્ન ધામધૂમથી કર્યા. સમાજમાં વાહ વાહ થઇ. અલ્પાબેન અને અમુલભાઇ પણ ખૂબ જ ખુશ થયા.એમણે બોલાવેલા બધાં જ સગાં સંબંધીઓ આવ્યા હતા. સુમિતના દીકરાના લગ્ન સાત મહિના પછી હતા. સુમિત અને નિકી ધીરે ધીરે બધી તૈયારી કરતા. કોઇ એમને મદદ કરતું નહીં.

અલ્પાબેન કે અમુલભાઇને કોઇપણ તકલીફ થતી તો એ લોકો સુમિત અને નિકીને જ કહેતા અને બંને પોતાની ફરજ સુપેરે બજાવતા. સુમિત કોઇવાર ગુસ્સે થઇ જતો ત્યારે નિકી એને કહેતી કે "આપણા માબાપ છે જેમણે આપણા ખરાબ સમયમાં આપણી મદદ કરી છે." અને બધું જ હસતે મોંઢે સહન કરી લેતી. ઘર ચલાવવા માટે નિકી એક કંપનીમાં રિસેપ્શનિસ્ટની નોકરી કરવા લાગી હતી.અચાનક એકદિવસ અલ્પાબેન માંદા પડ્યા અને હોસ્પિટલમાં દાખલ કર્યા. રાત્રે સુમિત હોસ્પિટલમાં રહેતો.અલ્પાબેને કહ્યું

" સુમિત તારા મોટાભાઇને અને એના કુટુંબને સાચવજે."

"અરે. મમ્મી મારી તો આવક જ બંધ જેવી છે. દેવાના ડુંગર નીચે જીવી રહ્યો છું. અમિત કરોડોમાં કમાઇ છે."

"ભગવાન તારું પણ સારું કરશે. મને વચન આપ કે પપ્પાની અને ભાઇ સાથે રહેજે અને બંનેનું ધ્યાન રાખજે અને મારા પછી તારા પપ્પાની સેવા કરજે"

અને અલ્પાબેન હોસ્પિટલથી ક્યારેય પાછા ઘરે આવ્યા જ નહીં. એ દિવસે સુમિત બહુ જ રડ્યો. અને અલ્પાબેનની ઇચ્છા પ્રમાણે અમિતે અગ્નિદાહ આપ્યા.

બરાબર પાંચ મહિના પછી અમુલભાઇ માંદા પડ્યા. પોતાની ફરજ પૂરી કરી જતાં જતાં "અડધો ખર્ચો તમારે આપવાનો" અમિત અને મનસ્વીના આ શબ્દો સાંભળીને નિકીએ સુમિત તરફ જોયું. સુમિતે તરત જ ફોન કરીને રૂપિયાની વ્યવસ્થા કરી દીધી.નિકીને કહ્યું કે કોઇને કહેવાનું નથી આ વ્યવસ્થા ક્યાંથી થઇ.. સમય આવ્યે બધું જ ઠીક થઇ જશે. અમુલભાઇ ઘરે તો આવી ગયા પણ પથારીવશ હાલતમાં. સુમિત અને નિકીએ નક્કી કર્યું કે અમુલભાઇની દવાનો ખર્ચો આપણે કરીશું. ભાઇ ભાભી પાસેથી એકપણ રૂપિયો નથી માંગવા.

સુમિતના દિકરાના લગ્ન આવ્યા. જે સગાસંબંધીઓ અમિતને ત્યાં આવ્યા હતા એ કોઇ સગા સબંધી સુમિતને ત્યાં નહીં આવ્યા. નિકી ખૂબ જ રડી. સુમિતે એને શાંત કરતા કહ્યું

"આજ સમય છે કોણ આપણા છે અને પરાયા છે તે ઓળખવાનો. બધાં રૂપિયાના ભગત છે. જ્યારે તારી પાસે આવશે એટલે આ બધાં તારી તરફ દોડી આવશે.એટલે દુ:ખી થવાની જરૂર નથી. આપણા દિકરા અને વહુ તરફ ધ્યાન આપ અને પપ્પા તરફની આપણી ફરજ નિભાવીએ."

સુમિત એની મરતી મા ને આપેલું વચન નિભાવવા લાગ્યો. આમ સુમિત બની ગયો એક નર્સ.

સુમિતની બિઝનેસમેનથી શરૂ થયેલી સફર વાયા એકટર થઇને એક મેલ નર્સ તરીકે આજસુધી અવિરતપણે ચાલુ જ છે.