નમસ્કાર મિત્રો,
મ્હારી કવિતાના પુસ્તકોને આપ વાચકમિત્રો દ્વારા ખૂબ સારો પ્રતિભાવ મળ્યો છે.જેના આધારે વિવિધ કવિતાઓને હું પુસ્તક રૂપે આપના સમક્ષ રજૂ કરું છું.મારા અત્યાર સુધીના પુસ્તકો આ મુજબ છે:-
"દિગ્વિજયી કવિતાઓ"
"કાશ..."
"ભવ્ય ગઝલ"
આ ત્રણેય પુસ્તકોના આપના સારા પ્રતિભાવોમાં કારણે હું ચોથું પુસ્તક "તું હિંમત તો કર" લઈને આપની સમક્ષ ઉપસ્થિત થયો છું...
મે મારી કવિતાઓની રચનામાં ત્રુટીઓ ના સર્જાય એનો મારા તરફથી પૂરેપૂરો પ્રયત્ન કરેલ છે, છતાં જો ક્ષતીઓ રહી ગઈ હોય તો ધ્યાને દોરવા વિનંતી છે.આવી ભૂલોમાં સુધારો કરી આપને ઉત્કૃષ્ઠ રચનાઓ આપવા હું પ્રયત્ન કરીશ.
નવી રચના માટે આપના દ્વારા આપવામાં આવેલા તમામ પ્રતિભાવો અને સૂચનો મને આગળની રચના માટે ઘણા મદદરૂપ નીવડશે.
આભાર.........
✍️ રુદ્ર રાજ સિંહ
:::::::::::::::::::::::: હિંમત તો તું કર આજે :::::::::::::::::::::::
મારી નીગાહોના સમુદ્રમાં ડુબી જવાની,
હિંમત તો તું કર આજે.
મારી આંખોથી નશો લઈ લે તું એક વાર,
હિંમત તો તું કર આજે.
મારી આંખોને તમારી જ રાહ છે,
હિંમત તો તું કર આજે.
ચહેરાને આંખમાં નહિ,દિલમાં રાખી,
હિંમત તો તું કર આજે.
તારા હોઠને જૂની વાતોથી ભરી દે,
હિંમત તો તું કર આજે.
મારા વાળમાં પ્રેમ ભર્યો હાથ ફેરવીને,
હિંમત તો તું કર આજે.
મુસ્કાન આવે છે મને તારાજ કારણે,
હિંમત તો તું કર આજે.
જીવન પૂરું થયા પહેલા આવવાની,
હિંમત તો તું કર આજે.
લી. રુદ્ર રાજ સિંહ
:::::::::::::::::::::::::::: તું પ્રશ્ન ના કર :::::::::::::::::::::::::::::
તું મારી છે કોણ?
તું પ્રશ્ન ના કર.
મારા સપનામાં કોણ?
તું પ્રશ્ન ના કર.
મને ગમે છે કોણ?
તું પ્રશ્ન ના કર.
હું કરું છું શું?
તું પ્રશ્ન ના કર.
મારા સુખની અનુભૂતિમાં કોણ?
તું પ્રશ્ન ના કર.
મારા દુઃખનું કારણ કોણ?
તું પ્રશ્ન ના કર.
હવે મળશું ક્યારે આપણે?
તું પ્રશ્ન ના કર.
લી. રુદ્ર રાજ સિંહ
::::::::::::::::::::::::::::::::::: પ્રતીક્ષા :::::::::::::::::::::::::::::::
પ્રતીક્ષા....
દિલને થોભવાનું કારણ છે.
પ્રતીક્ષા....
યાદોની મહેફિલની સજામણી છે.
પ્રતીક્ષા....
બે દિલોને મળવાની ઉત્સુકતા છે.
પ્રતીક્ષા....
ઓછો સમય હોય તો નશો લાગે છે
પ્રતીક્ષા....
વધુ સમય હોય તો સજા લાગે છે
પ્રતીક્ષા....
માપની હોય ત્યારે પ્રણય લાગે છે.
લી. રુદ્ર રાજ સિંહ
::::::::::::::::::::::::::::::: ભવ્ય તું નથી ::::::::::::::::::::::::::::
ભવ્ય તું નથી
ભવ્ય છે તારી યાદો.
ભવ્ય તું નથી,
ભવ્ય છે તારી વાતો.
ભવ્ય તું નથી,
ભવ્ય છે તારી અદા.
ભવ્ય તું નથી,
ભવ્ય છે તારા છટા.
ભવ્ય તું નથી,
ભવ્ય છે તારા નેણ.
ભવ્ય તું નથી,
ભવ્ય છે તારા વેણ.
ભવ્ય તું નથી,
ભવ્ય છે તારા ગાલ.
ભવ્ય તું નથી,
ભવ્ય છે તારા વાળ.
ભવ્ય તું નથી,
ભવ્ય છે તારી ચાલ.
ભવ્ય તું નથી,
ભવ્ય છે તારી ઢાલ.
ભવ્ય તું નથી,
ભવ્ય છે તારો દેહ.
ભવ્ય તું નથી,
ભવ્ય છે તારી વેહ.
લી. રુદ્ર રાજ સિંહ
::::::::::::::::::::::: બહુ વિનોદી ના થા ::::::::::::::::::::::::::::
બહુ વિનોદી ના થા મારા દોસ્ત
મંજીલ હજી લાંબી છે બાકી.
ખુદ કઈ નથી હું આજે દોસ્ત,
કાલે તુજ સંગ શ્વાસ ભરીશ.
તુજને મુજમાં વિશ્વાસ દોસ્ત,
ખુદા કરે તો એ સાબિત કરીશ.
બન્યો હું કદી સફળ ઓ દોસ્ત,
તુજ સંગ હું સદા માટે રહીશ.
મુજ વીતી તુજ નહિ વિતે દોસ્ત,
વાયદો આજે તુજ સંગ કરીશ.
બહુ વિનોદી ના થા મારા દોસ્ત,
મંજીલ હજી લાંબી છે બાકી.
લી. રુદ્ર રાજ સિંહ
::::::::::::::::::::::::::::::::::: આનંદ :::::::::::::::::::::::::::::::::
સમય મળ્યો છે કરવા આનંદ દુનિયામાં,
લોકો વ્યસ્ત આજે onlineની દુનિયામાં.
સૂર્ય ઉદય થાય છે ક્યારે એ કોને ખબર!
સૂર્ય આથમી જાય ક્યારે એ કોને ખબર!
લોકો વ્યસ્ત છે એકબીજાને છેતરવામાં,
ખોટા વખાણ અને લાઈકોને મેળવવામાં.
ફેસબુક,ઇન્સ્ટા,સ્નેપ,વોટ્સઅપ આજે,
બન્યા છે કૃત્રિમ આનંદના સાધન આજે.
online દોસ્ત,પ્રેમ,વાતો ને દુશ્મની પણ,
online આચાર,વિચારને ધર્માચાર પણ.
સઘળી વાત સમજાશે મનેખ આ ક્યારે?
સમય પણ નીકળી ગયો હસે આ ત્યારે.
લી. રુદ્ર રાજ સિંહ
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
આપનો મૂલ્યવાન સમય આપવા માટે અને મારી આ કવિતાનું વાંચન કરવા માટે આપનો દિલથી આભાર વ્યક્ત કરું છું.
આપના દ્વારા સલાહ-સૂચન, માર્ગદર્શન કે પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ એવા સહકાર ની અપેક્ષા સહ.....
THANK U SO MUCH......
...... RUDRARAJSINH
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::