rasta sarikha sambandho in Gujarati Short Stories by Kavitaba Dod books and stories PDF | રસ્તા સરીખા સંબંધો

Featured Books
  • ડિજિટલ અરેસ્ટ

    સાયબર માફિયાઓનો નવો કિમીયો : ડિજિટલ અરેસ્ટડિજિટલ અરેસ્ટ : ઓન...

  • કભી ખુશી કભી ગમ - ભાગ ૪

    SCENE 4  [ સ્ટેજ ઉપર લાઈટ આવે કપિલા અને નીલમ ચિંતામાં બેઠા છ...

  • નિતુ - પ્રકરણ 33

    નિતુ : ૩૩ (લગ્ન) નિતુ રાત્રે ઘરે પહોંચી તો ઘરમાં શારદા સિવાય...

  • ભીતરમન - 39

    મારી વિચારધારા સવિતાબેન ના પ્રશ્નથી તૂટી હતી તેઓ બોલ્યા, "મા...

  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

Categories
Share

રસ્તા સરીખા સંબંધો

સાહિત્યમાં હંમેશાં થી આપણી આજુબાજુની વસ્તુઓ ને જીવન સાથે સાંકળવામાં આવી છે. જેનાથી ડગલે પગલે આપણને મદદ મળતી રહે છે અને આપણું જીવન સરળ બને છે. આપણી આંખો સામે રહેલી દરેક વસ્તુ કાંઈક ને કાંઈક શીખવતી હોય છે બસ તેને જોવાની અને જાણવાની જરૂર છે. આ વાર્તામાં મે મારો એવો એક વિચાર રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ પ્રયત્ન પર વાચકો ના સુચનો આવકાર્ય છે.
- કવિતાબા ડોડ

રસ્તા સરીખા સંબંધો

મમ્મી કેટલી વાર કહું આ ફેમિલી ગૅધરીંગ માં મને ના લઈ જા. તને ખબર તો છે કે મને આમ બધાને મળવાનું,પરાણે હસવાનું,વાતો કરવાનું નથી ફાવતું. આમાં આટલો ગુસ્સો કેમ કરે છે તું? વાહ મમ્મી મતલબ તને કાઈ દેખાયું જ નહીં એમ ને, શોર્યતા ડ્રાઇવિંગ સીટ પર બેઠી બેઠી પોતાનો ગુસ્સો ઠાલવી રહી હતી. માનુશ્રીબેન બાજુમાં એની વાત શાંતિ થી સાંભળી રહ્યા હતા.
મોટી મમ્મી ને એક જ વાત ઘરનું કામ શીખી કે નહીં અને જાગુફિયા તો મારા ભણવા પાછળ જ પડી જાય. એમને શુંં વાંધો પડે મારે ભણવું હોય એ ભણુું નેે જ્યાં ભણવું હોય ત્યાં ભણું.શોર્યતા હવેે વધારે અકળાઈ રહી હતી. આમ માં દિકરી વચ્ચે સંબંધો ની ડિબેટ ચાલી રહી હતી. એટલા માં એક યુવાન એક્ટિવા લઈને અચાનક આડો આવી ગયો, શોર્યતા એ સમય જાળવી ને બ્રેક લગાવી દીધી. એટલામાં તો પેલો ચાલક ક્યાય આગળ નીકળી ગયો હતો. શોર્યતા નું ડ્રાઈવિંગ ખૂબ સારું હતું અને ખબર પણ હતી કે મોટા ભાગનાં લોકો ડ્રાઈવિંગ લાઈસન્સ ધરાવતા હોય છે પરંતુ ડ્રાઇવિંગ સ્કિલ્સ નહીં. તેની કાર આગળ વધતી જતી હતી સાથે સાથે મમ્મી અને તેની ડિબેટ પણ.
શોર્યતાને સંબંધો અને સંબંધીઓ ખાસ ગમતા નહીં. આજકાલ ની યંગ જનરેશન ને આ બધું બોજ સમાન લાગતું હોય છે જોકે એમાં ફક્ત એમનો વાંક નથી હોતો. અને ઘણાંં સંબંધીઓ હોય છે પણ એવા જે નાકમાં દમ લાવી દે. અને માનુશ્રીબેન પણ બાકી ના મમ્મીઓ જેવા જ હતા તેઓ દિકરીને બધાં જોડે ભેળવવા નો પુરતો પ્રયત્ન કરતાં રહેતા.
સાંજ નો સમય હોવાથી ટ્રાફીક ખુબ હતુ. પેલા યુવાન જેવા કેટલાય લોકો વચ્ચે આવતા રહેતા, અમુક લોકો સિગ્નલ આપ્યા વગર ર્ટન લઈ લેતા. શોર્યતા આ બધી વસ્તુઓથી પરિચિત હતી તે શાંતિ થી ડ્રાઈવ કરી રહી હતી. આ જોઈ માનુશ્રીબેને કહ્યું, કેવા ગાંડા જેવા લોકો છે આવા લોકોને રોડ પર જ ના આવવા દેવાય. આ સાંભળી શોર્યતા બોલી, હવે આવા કેટલા લોકોને રોકવા મમ્મી. આપણે જ સાચવીને ચાલવું, પડે બધા આપણું વિચારીને ના ચાલે.
માનુશ્રીબેને હવે મૂળ વાત પકડી. બેટા જીવનમાં પણ આ જ વાત લાગું પડે છે. એટલે?? શોર્યતા એ થોડા આશ્ચર્ય સાથે પુછ્યું. લાઈફ ઈઝ લાઈક અ રોડ, માનુશ્રીબેને કહ્યું. શોર્યતા એ ફરી સવાલ કર્યો તું કહેવા શું માંગે છે મમ્મી? જો, લાઈફ એક રોડ છે અને આપણે બધાં એ રોડ પર ચાલતાં વાહનો. દરેક સંબંધ ને એક વાહન તરીકે લે. જો રોડ સાવ ખાલી હોય તો થોડી વાર મજા આવે આપણને મન ફાવે તેમ દોડી શકીએ, જ્યાં ફાવે ત્યાં રોકાઈ જવાય. પણ વિચાર કર કેટલો ટાઈમ ગમશે?, ક્યાં સુધી એકલા અટૂલા જીવાશે? બધાં હોય તો જ મજા આવે. અને તેજ કહ્યુંને કે કોઈ આપણી મરજી પ્રમાણે ના ચાલે, તો જીવનમાં પણ એવું જ છે. બધાં વચ્ચે પણ આવશે અને આપણને ગમતી ના ગમતી વાતો પણ કરશે. હવે એ આપણા હાથમાં છે કે આપણે એ લોકોથી ડિસ્ટર્બ થઈને રોડ પરથી ઉતરી જવું કે પછી શાંતિ થી અવગણી ને આગળ વધવું. અને સાચું તો એ પણ છે ને કે એ લોકો છે તો મજા છે નહીં તો એકલા જીવવું કેટલું અઘરું થઈ પડે. શોર્યતા હવે શાંતિ થી મમ્મીની વાત સાંભળી રહી હતી. જે નાની નાની સમસ્યાઓ આવે છે તે સ્પીડ બ્રેકર જેવી છે. આપણને વચ્ચે વચ્ચે ધીમા પાડે છે જેથી આપણે ક્યાય અથડાઈ ના જઈએ, રસ્તો ના ભટકી જવાય. પરિવાર એ સર્કલ પરના સિગ્નલ જેવો છે જે ક્યારે આગળ જવું ને ક્યારે રોકાઈ જવું તે જણાવે છે. સફળતા નિષ્ફળતા વિવિધ સ્ટેશન જેવી છે એક પછી એક આવતી રહેશે અને જતી રહેશે. મિત્રો એવા વૃક્ષો છે જેની છાયમાં બેસીને થાક ઓછો કરી શકાય અને રસ્તો(જીવન) આરામ થી પુરો થઈ જાય. લાગણીઓ,યાદો ફ્યુઅલ જેવું કામ કરે છે જે વાહનને ચલાવ્યે રાખે. શોર્યતા ને મમ્મીની વાત સમજાઈ રહી હતી. થોડી વાર ચૂપ રહ્યા પછી શોર્યતા એ પૂછ્યું, તો પછી આ રસ્તા પર ચાલવા માટે લાઈસન્સ ક્યાથી લેવાનું? બસ, આ જ સગા સંબંધીઓ પાસેથી. લોકોનો પ્રેમ, વિશ્વાસ એ જ આપણા માટે લાઈસન્સ. માનુશ્રીબેન એ જવાબ આપ્યો.
એક દિવસે શોર્યતા એ આવીને કહ્યું, ચલ મમ્મી મોટા મમ્મીને ત્યાં જઈએ. માનુશ્રીબેન એ આશ્ચર્ય થી પૂછ્યું શું કહ્યું તે?!! કેમ, લાઈસન્સ મેળવવા માટે શીખવું તો પડશે જ ને? અહીં થોડું સ્કીલ વગરનાં ને પણ મળી જાય, શોર્યતા એ હસીને જવાબ આપ્યો.