dhabakti manavta in Gujarati Short Stories by રાકેશ પટેલ books and stories PDF | ધબકતી માનવતા

Featured Books
Categories
Share

ધબકતી માનવતા

કોરોના ના આ કપરા સમયે જ્યારે વ્યક્તિ વ્યક્તિ માટે અજાણ્યો બની ગયો છે. કોરોના ના સંકટ ને લીધે ઘર થી બહાર નીકળતા પણ હવે ડર લાગે છે. ત્યારે સુરત માં નોકરી દરમિયાન આવા સમયે એક એવી વ્યક્તિ નો પરિચય થયો જેને જોઈ લાગ્યું કે હજી કદાચ કળિયુગ ને આવતા આવી વ્યક્તિઓ એજ રોકી રાખ્યો હશે કે આવા વ્યક્તિઓ ના લીધેજ માનવતા હજી પણ ધબકતી રહી છે.
સુરત ચોક ચાર રસ્તા પર 19 એપ્રિલે કરફ્યુ ચાલુ હતું એવા સમય માં 4 વાગ્યા છતાં બપોર ની ગરમી યથાવત હતી , ત્યાં એક બેન નજરે પડ્યા .પહેરવેશ એક દમ સાદો ખભા પર એક થેલો માત્ર , ક્યાંક જવામાં મોડું થયું એમ અકળામણ અનુભવતા ઉભા હતા. કોઈ સાધન ની રાહ જોઈ રહ્યા હોય મને એવું લાગ્યું. હું નજીક ગયો અને પૂછ્યું આ કરફ્યુ માં ક્યાં જાઓ છો અને અત્યારે માણસ મળતા નથી સાધન ક્યાં મળશે.એક દમ સાદા પહેરવેશ જ્યારે એમને વાત કરવાની શરૂવાત કરી તો મને પણ નવાઈ લાગી એક દમ મીઠી બોલી એ દાદા કરી ને વાત એમને શરૂ કરી અને થોડી વાત કરી તો મને પણ નવાઈ લાગી એમનું અંગ્રેજી એટલું જ પાવરફુલ ઉંમર 35 આસ પાસ હશે .એમનો પહેરવેશ એને સાદગી સામે એમનું નોલેજ કઈ અચરજ પમાડે એવું હતું.
મેં વાત કરી તો એમને એમનું નામ કૃતિકા વૈદ્ય કીધું.અને કામ રોજ સાંજે અડધા સુરત માં ફરી ફરી ને કૂતરાઓને ખવડાવાનું એમને સાચવવા નું એમનું સેવા કાર્ય હતું. અને એ કાર્ય એ લગભગ 10 વર્ષ થી વધુ સમય થી કરી રહ્યા હતા .પોતાની જાત મેહનત થી . હા મને પણ બહુ નવાઈ લાગી કે આ ઉંમર માં તો લોકો પૈસા કમાવા કે કઈ ગોલ મેળવવા કે પરિવાર સાથે ઈન્જોય કરતા હોય છે તો આટલા એજ્યુકેટેડ વ્યક્તિ આ શું કરી રહ્યા છે. આમ તો એ રોજ બસ કે રીક્ષા મારફતે સેવા કાર્ય કરતા હતા પણ કરફ્યુ હોવાથી એ હાલ પોલીસ મિત્રો ની મદદ થી આ સેવા કાર્ય કરી રહ્યા હતા બહુજ લાંબા સમય થી આ કાર્ય કરતા હોવાથી પોલીસ મિત્રો ને એમનો પરિચય હતો એટલે એમને ફરફ્યુ માં સેવા માટે પાસ પણ બનાવી આપ્યો હતો. એમની સાથે વાતચીત દરમિયાન એમને કીધું કે આજે મોડું થઈ ગયું છે કૂતરા એના ગલુડિયા મારી વાટ જોતા હશે બિચારા હું જાઉં તો એ બધા મારી ફરતે આવી જાય હું થોડી મોડી પડું તો નાના ગ્લુડીયા ને જોઈ એમની દશા ને જોઈ મને પણ રોવું આવી જાય. એક દમ નિખાલસ અને જીવ માત્ર માટે એમનો પ્રેમ છલકતો હતો. થોડી વાર માટે મને પણ નવાઈ લાગી કે જેમ મા પોતાના છોકરા ને સાચવતા હોય એટલી હદ સુધી એમને આ કૂતરાઓ પત્યે જીવ પ્રત્યે પ્રેમ હતો.
મેં બીજા પણ પોલીસ મિત્રો પાસે થી એમની જાણકારી લીધી તો મેં કૃતિકા વૈદ્ય ને કીધું કે તમારો લેખ તો પેપર માં આપવો પડે એમને હસી ને જવાબ આપ્યો કે હું પ્રસિદ્ધિ માટે કામ કરતી નથી.. એક બે પત્રકારો આવ્યા તા મારી પાસે જેમને પણ મેં એમને મારો કોઈ પણ પ્રકાર ના ઇન્ટરવ્યૂ આપવા ની ના પાડી દીધી. મને એમની વાતો માં એમના વ્યક્તિત્વ માં રસ પડતો હતો એટલે મેં વધુ વાત કરી તો જાણવા મળ્યું કે એમના આ સેવાકાર્ય અને જીવદયા ને લીધે પુરસ્કાર રૂપ આ સમાજે એમના પર 1કે 2 કેસ પણ કર્યા હતા . એ જ્યાં કૂતરા ને ખવડાવે એ જગ્યા ની આસ પાસ કૂતરા રહેતા હોવાથી કોઈ ને કરડ્યા પણ હશે તો કોઈ એ કેસ પણ કરેલા. પણ એ એજ ગતિ અને નિયમ સાથે કાર્ય કરી રહ્યા હતા. એમને હવે મોડું થતું હોવાથી મેં એક બાઇક ઉભી રખાવી અને એમને બેસાડ્યા .
એ ક્યાં ના હતા શુ એમનો વધુ પરિચય વધુ ના થઇ શક્યો બસ એટલી એ દિવસે ખબર પડી કે જીવ માત્ર ને ભગવાન ભૂખ્યા જગાડે તો છે પણ ભૂખ્યા સુવાડતા નથી કોઈ ના કોઈ સ્વરૂપે દૂત બની એ આ કાર્ય કરે જ છે.