madhkaka in Gujarati Biography by daya sakariya books and stories PDF | મધકાકા

Featured Books
Categories
Share

મધકાકા

આજે મારે વાત કરવી છે મારા મધકાકાની.મધકાકા એટલે પ્રશ્ન થઈ આવે. આવું નામ કેમ છે એમનું નામ ખબર નથી પરંતુ મારા માટે એ મારા મધકાકા છે.
વાત એવી છે કે મારો શાળાએ જવાનો સમય અને એમનો એક ખૂણા પર બેસવાનો દૈનિક કાર્યક્રમ છે અઠવાડિયામાં પાંચ દિવસ ત્યાંથી નીકળુ અને ત્યાં એ બેઠા હોય હું એમને જય શ્રી કૃષ્ણ કહું અને એ મને બદલામાં એક મધનો ગોલો આપે. જય શ્રી કૃષ્ણ ના બદલામાં એક મિઠુ હાસ્ય અને ગોલો આમ મારી સવાર એક સુંદર સવાર બને.
ખબર નહીં એ કોણ છે? શું કરતા હશે? શું એમની આપવીતી હશે? આજના સમયમાં એ ગોલા મને દુકાનમા પણ નથી મળતા તો મધકાકા ક્યાંથી લાવતા હશે? એની પાસે એ ગોલા એક થેલીમાં રાખેલાં હોય ખૂબ જ સામાન્ય દુબળો દેહ કપાળમાં કરચલીઓ અને લગભગ ૬૦ વર્ષ ઉપરનુ તેમનું આયુષ્ય હશે એવું જોઈને કહી શકાય માથાના વાળ તેલ ન નાખવાના કારણે વહેલા જ સફેદ થઈ ગયેલા લાગે.
એ તેના દેખાવથી જ ગરીબાઈની ચાડી ખાઇ એવા છે પરંતુ તેમના હાસ્ય અને મધના ગોલાની થેલીથી અમીર દેખાય. લગભગ ત્રણ વર્ષથી આ મારો નિત્યક્રમ છે કે હું એમને જયશ્રીકૃષ્ણ કરું અને મને ગોલો આપે. હુ એમને કંઈ બીજું પૂછું તો જવાબમાં એ ખાલી હાસ્ય બતાવે
એક દિવસ મારે રજા હોવાથી હું ત્યાં ગઈ જયશ્રીકૃષ્ણ કહ્યું અને ત્યાં બેસી ગઈ આજે મારે મધકાકાને ઘણા સવાલો કરવા હતા એટલે મેં શરૂઆત કરી કાકા રોજ સવારે તમે કેમ અહીં બેસો છો? મને જયશ્રીક્રુષ્ણ ના બદલામાં રોજ એક ગોલો..આ ગોલા ક્યાંથી લાવો છો?
તમારું નામ શું છે?
ઘણા સવાલો પછી પણ તે ચૂપ રહ્યા એટલે મને થયું કે કેમ કાંઈ બોલતા નથી ત્યારે મને ખબર પડી હે ભગવાન એ એમને શબ્દો ને વાણી થી દૂર જ રાખ્યા છે એમને વાચા જ નથી આપી. પ્રત્યુતરના બદલામાં આજે પણ મીઠું સ્મિત હતું જાણે એમને કોઈ ફરક નથી પડતો એ બોલી નથી શકતા એ વાત પર. એમણે મને ઈશારો કર્યો કે એમને લખતા આવડે છે મેં ઝડપથી એક બુક અને પેન એમને આપ્યાં.
માધા કાનજી...
તેમણે આજે એમનું નામ લખ્યું અને મને ખબર પડી કે મધકાકા નું નામ તો માધાભાઈ છે અને એટલે જ કદાચ મધકાકા કહું ત્યારે એ હસતા કે મને એમનું નામ ખબર હશે.
હું તો મધના ગોલા ના લીધે એમને મધકાકા કહેતી.
પછી લખ્યું તેઓ એકલા રહે છે જીવનમાં કોઈ તેમનું પોતાનું કહી શકાય તેવું નજીકનુ જીવતું નથી. ધરતીકંપ થયો ત્યારે એક હસતું રમતું ઘર દટાઇ ગયેલું કાટમાળમાં જેમાં મધકાકાના બે દીકરા પત્ની અને દીકરી હતી. જ્યારે એ મને જોતા ત્યારે એમને દીકરી સંગીતા દેખાતી એને મધના ગોલા બહુ જ ભાવતા હતા એ જય શ્રી કૃષ્ણ કહે જેના બદલામાં એને ગોલો મળે એમ એ બોલતા શીખેલી. જ્યારે હું એમને જય શ્રી કૃષ્ણ કહું ત્યારે એ બાપનો પ્રેમ છલકાવતું હાસ્ય રોજ ગોલા સાથે વહેલી સવારે મળતું.
એના માટે હું એમની સંગીતા હતી. એ વાતને આજે ૧૯ વર્ષ થયા કે સંગીતા એમની સાથે ન હતી.
એક વખત હું એક દુકાનમાં મધના ગોલા માંગતી હતી અને તે મને ન મળ્યા.એ કાકા એ જોયું ને ત્યારથી તે રોજ મારા માટે ગોલા લઈને બેસે.
બાપ અને દીકરી વચ્ચેનો પ્રેમ છે એ મરતો નથી એવી અનુભૂતિ કાયમ અમર થઈ.
એક દિવસ એ ત્યાં બેઠાં ન હતા એટલે જ્યારે શાળાએથી પાછી ફરી ત્યારે એમના ઘરે ગઈ મેં જોયું કે કાકા સુતા હતા તેમની તબિયત ખરાબ લાગી. મે એમને પાણી આપ્યું એ અડધાં ઉભા થયા પથારીમાં અને મને ઈશારો કર્યો એટલે મેં બુક અને પેન આપી. એમણે લખવાનું શરૂ કર્યું અને મધના ગોલા બનાવવાની રીત લખી આપી.ત્યારે મને ખબર પડી કે પોતે જાતે મધના ગોલા બનાવતા.
એના બીજા જ દિવસે આ દુનિયાને અલવિદા કરી કાયમ માટે પોતાના પરિવાર પાસે ચાલ્યા ગયા. મારા માટે એ મધના ગોલા મૂકતા ગયા.