Bhvya Milap (part 1) in Gujarati Fiction Stories by Bhavna Jadav books and stories PDF | ભવ્યા મિલાપ (ભાગ 1)

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ભવ્યા મિલાપ (ભાગ 1)

ભવ્યા મિલાપ (ભાગ 1)
(પ્રેમ નો પ્રસ્તાવ)

પાત્રો - ભવ્યા મિલાપ , યુવરાજ

અગાઉ તમે મારી " સોહામણી સાંજ " જોઈ જ હશે એમાં 5 વર્ષ નું એક ટૂંકાણમાં દર્શાવ્યું છે જ્યારે આ એની જ 5 વર્ષની પ્રેમની વિસ્તૃત સ્ટોરી છે આમાં એટલે આ વાંચતા પહેલા મારા પ્રોફાઈલ માં જઈને એ જરૂર વાંચજો

તો આગળ હવે ...

મિલાપ અને ભવ્યા ને કાસ્ટ નો પ્રોબ્લેમ હોવાથી બન્ને વચ્ચે લગ્ન શક્ય નથી પણ છતાં મિલાપ ના આગ્રહ થી બન્ને ફ્રેન્ડ બને છે અને પછી સર્જાય છે ભવ્યા ના જીવન માં તોફાન જે હવે જોઈસુ

મિલાપ હસમુખો મળતાવડો મહેનતુ છોકરો એક પ્રાઈવેટ બેન્ક માં બ્રાન્ચ મેનેજર

ભવ્યા હોશિયાર સત્યપ્રિય ને ખોટું સહન ન કરનારી થોડી ગુસ્સા વાળી પણ સમજદાર ને બોલ્ડ છોકરી
એક સ્કૂલ માં પ્રોજેકટ -કો -ઓર્ડીનેટર ની પોસ્ટ પર ૨૦૧૫ થી લાગેલી ..

બન્ને નો સ્વભાવ મેચ થાય કે ના થાય પણ બન્નેને એકબીજાની કંપની ખૂબ ગમતી એટલે જ તો એક મેટ્રોમોનીયલ સાઇટ થ્રુ મળેલા હોય અને પછી ફ્રેન્ડ બની ને મોબાઈલ નંબર ની આપલે પછી ચેટિંગ ને કોલ નો સિલસિલો શરૂ થઈ જાય છે.

આગળ જતા ભવ્યા ને મિલાપ સારા દોસ્ત બની જાય છે
બન્ને ના બીઝી વર્ક શિડયુલ ને લીધે રોજ રાત્રે જ વાત થતી પણ એમને માટે એ કાફી હતી આખા દિવસનો થાક ઉતરી જતો એમને એમ રોજ રાત્રે ચેટિંગ કરતા કરતા બન્ને ક્યારે કલોઝ ફ્રેન્ડ બની ગયા બંને ને ખબર જ ન રહી.

એક દિવસ તકનો લાભ લઈને મિલાપે પ્રપોઝ મારી દીધું ને ભવ્યા પણ જાણે એજ રાહ જોતી હોય એમ બન્ને એકરાર કરીને પ્રેમ ગ્રંથી એ બંધાય છે ને શરૂ થાય છે

બન્ને ની બિનશરતી લવસ્ટોરી😊

બિન શરતી એટલા માટે કે બીજા દિવસે બન્ને વચ્ચે કાસ્ટ ને લીધે લગ્ન શક્ય ન હતા એ ડીલ થાય છે પણ બન્ને નું
" દિલ હે કઈ માનતા નહિ " ફીલિંગ ને રોકી નથી શકતા એટલે વાતચીત નો દોર ચાલુ જ રાખે છે...

હા આ લગ્ન ન કરવાનો નિર્ણય મિલાપ નો હતો એને ભૂતકાળ માં થયેલ કડવા અનુભવ ને લીધે કદાચ મિલાપ ડિવોર્સ લીધેલા .. પણ એ કારણ એણે ભવ્યા સાથે ડિસ્કસ નહોતું કરેલુ કદાચ ભવ્યા કુંવારી હતી ને અલગ કાસ્ટની એટલે એની લાઈફ માં સારો છોકરો મળે એમ એ ઇચ્છતો હોય એટલે નહીં કહ્યું હોય.

અને ભવ્યાને પણ એ જાણવામાં રસ નહોતો એને બસ મિલાપ સાથે લગાવ હતો એટલે એને એ જરૂરી ન લાગ્યું ભવ્યા અતિ લાગણીશીલ પણ હતી એટલે કદાચ એ વાતથી મિલાપ દુઃખી થાય એમ ન ઇચ્છતી હોય .

વેલેન્ટાઈન ના દિવસે બોવ ફિલ્મી અંદાજ માં મિલાપે અર્ધીરાતે વ્હોટ્સપ મેસેજ માં કરીના કપૂર નું સોન્ગ મોકલેલું

" સાંજના આઈ લવ યુ ..."

ને ભવ્યા એ જોઈ વિચારમાં પડી ગયી કે એણે અત્યારે કેમ આ ગીત મૉકલ્યું ને અત્યાર સુધી બન્ને ફ્રેડ જ હતા ને પછી આમ સોન્ગ એ પણ આવું રોમેન્ટિક એટલે એ વિચારમાં પડી ગયી.. ને પછી સીધુ જ મિલાપ ને પૂછી લીધું..

" આ સોન્ગ જ છે ને મિલાપ?? કે પછી પ્રપોઝલ..."
એમ કહીને એ હસે છે...

મિલાપ પણ .." હા, તું તારે એમજ સમજ " એમ કહે છે ને જવાબ માંગે છે.

શુ હશે ભવ્યા ની.પ્રતિક્રિયા..??

શુ તે હા પાડશે..? કે ના?

શુ આવશે આગળની સ્ટોરીમાં....?

વાંચો આવતા અંક માં...👍