love triangle - 4 in Gujarati Fiction Stories by Kishan Bhatti books and stories PDF | પ્રેમનો પ્રયણ ત્રિકોણ - ભાગ 4

Featured Books
Categories
Share

પ્રેમનો પ્રયણ ત્રિકોણ - ભાગ 4

ભૂમિ અને પ્રતિક એકબીજાની સામે જોતા રહેતા હોય છે .જાણે સમય રોકાઈ ગયો હોય તેવું લાગે છે .ના ભૂમિ કાઈ બોલે છે ના તો પ્રતિક .બંને એકબીજામાં એટલા ખોવાયેલા હોય છે કે બાજુમાં આસિક ઉભો છે તેનું પણ તે લોકોને ભાન રહેતું નથી એક પણ આંખનું મટકું માર્યા વગર એકબીજાની આંખમાં જોયા જ કરે છે .આ બાજુ આસિક આ બનેની સૌ વારાફરતી જોવે છે તો પણ તેની નઝર એકબીજામાં લિન જ છે .

આસિક આ બંનેનું મિલાન જોઈને પાંચ મિનિટ જેટલો સમય વીતી જાય છે પણ કોઈ કાઈ બોલતું નતબી એકદમ નિરંતર શાંતિ પ્રસરી ગઈ છે હવે તેમાં આસિક ખલેલ પહોંચાડે છે અને બંને ને વર્તમાન માં લઇ આવે છે .આસિક હળવેથઈ ખોંખારો ખાઈને બંને ને કહે છે હું પણ અહીં છું એમ કહે છે અને તમે બંને આમ જ એકબીજાની આંખમાં જોયા જ કરશો કે કઈ બોલસો પણ ? ભૂમિ હવે આંખો નીચી કરી લે છે .તેને થોડી સરામ આવે છે અને તે વિચારે છે હું ક્યાં ખોવાઈ ગઇ હતી .


આસિક : ભૂમિ તું પ્રતિક પાસે બેસ અને વાત કર હું તમારા માટે પાણી લઈને આવું છું તેમ કહીને આસિક રૂમ ની બહાર નીકળી જાય છે


પ્રતીક: ભૂમિ તને મારા ઘરનું સરનામું કોણે આપ્યું?


ભૂમિ :વિહાન. બીજું મને કોણ આપે તારા ઘરનું સરનામું. હવે તું મને અહીં જ ઉભી રાખીશ કે બેસવાનું પણ કહીશ ?


પ્રતિક : soory ભૂમિ .હું તને અહીં જોઈ એકદમ ચોકી જ ગયો. ભૂમિને ત્યાં બાજુમાં ખુરશી છે ત્યાં બેસવાનું કહે છે .( પ્રતિક બેડ ઉપર સૂતો હોય છે હવે તે દીવાલને ટેકે બેસી પગ લાંબા કરીને બેસે છે )


ભૂમિ : thanks પ્રતિક . કહીને ભૂમિ ખુરશી પર બેસે છે .પ્રતિક હવે તને કેમ છે ?


પ્રતિક : સારું છે હવે .કૉલેજ કેવી ચાલે છે તારી ?


ભૂમિ : સારી ચાલે છે . તું મને પાંચ દિવસ સુધી જોવાના મળ્યો તને બધી જગ્યાએ ગોતી પણ લીધો તું ના મળ્યો .વિહાન મળ્યો તો તેને પૂછયું મેં તો તેણે કહ્યું મને .પ્રતિકની તબિયત સારી નથી એટલે મેં તેની પાસે તારા ઘરનું સરનામું માગ્યું અને તેણે મને આપ્યું એટલે અહીં તારી સામે હાજર છું .


પ્રતિક : ઓકે ભૂમિ


એટલી વારમાં આસિક પણ રૂમ ની અંદર આવે છે


આસિક : પ્રતિક અને ભૂમિને પાણી આપે છે અને તે પણ ત્યાં બેસે છે .


પ્રતિક : ઇશારામાં આસિકને કહે છે ઠંડુ કઈક લેતો આવ .


આસિક : ભૂમિ અને પ્રતિક ને કહે છે તમે વાતો કરો હું થોડીવાર માં આવું એમ કહીને તે રૂમની બહાર નીકળી જાય છે .


ભૂમિ : તારો રૂમ સરસ છે પ્રતિક !


પ્રતિક : thank u ભૂમિ .


ભૂમિ : તું કોલેજ ક્યારે આવીશ ?


પ્રતિક : ડૉક્ટરે કીધું છે તમે બે ત્રણ દિવસમાં કોલેજ જઈ શકશો . તેમને થોડું ઘ્યાન રાખવાનું કીધું છે .


ભૂમિ : ઓકે પ્રતિક ધ્યાન રાખજે તારું .


પ્રતિક : અહીં આવવા માટે કોઈ તકલીફ તો નથી પડીને ?


ભૂમિ : ના પ્રતિક . શેરીમા આવીને બહાર રમતા છોકરાઓને પૂછયું તો તારું ઘર બતાવી ગયા .


પ્રતિક : ઓકે . બોલ તું ભૂમિ .


ભૂમિ : કાઈ નહીં તું કૉલેજ આવવા લાગે પછી બધી વાત .


પ્રતિક : કેમ પછી ? અત્યારે કેમ તું મને ના કહી શકે ?


ભૂમિ : કહી શકું ને પણ અત્યારે તે સમય નથી તને કહેવાનો તું સારો થઈ જા ને કૉલેજ આવે તયારે આપણે કોલેજ મળીને બધી વાત કરીશું.


પ્રતિક : ઓકે ભૂમિ તારી જેવી મરજી .


ભૂમિ : તારો મોબાઈલ નંબર આપી શકે ? તને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ના હોય તો ?


પ્રતિક : હા મને શુ પ્રોબ્લેમ હોય તું નંબર લખી લે . પ્રતિક તેના મોબાઈલ નંબર બોલે છે xxxxxxxxxx.


ભૂમિ : xxxxxxxxxx નંબર લખી લે છે અને પ્રતિક ને તેના મોબાઇલમાં નંબર બતાવે છે .


પ્રતિક : હા


ભૂમિ : પ્રતિકના મોબાઈલ નંબર save કરે છે અને પ્રતિકને કોલ કરે છે અને કહે છે કે મારા નંબર પણ save કરી લે .


પ્રતિક : હા પ્રતિક ના ફોન માં રિંગ વાગે છે અને ભૂમિ ફોન કટ કરે છે અને ભૂમિના મોબાઈલ નંબર save કરી લે છે .

આ બને નંબર ની આપ લે કરી લે છે એટલીવારમાં આસિક પણ આઇસક્રીમ લઈને આવે છે .