Shant Neer 5 in Gujarati Biography by Nirav Chauhan books and stories PDF | શાંત નીર - 5

Featured Books
Categories
Share

શાંત નીર - 5

“સારિકા ના પપ્પા ને કઈ થઇ નઈ ગયું હોય ને...?” “અહી આવી અને મને કીધું પણ નઈ...???? કે પછી....કઈ બીજી જ ઘટના થઇ હશે...????”

પણ એટલી વાર માં તો.... “ચાલો નિરવ સર કંપની આવી ગઈ છે અને ડી.કે. સર નો ફોન આવ્યો છે તમારા મોબાઈલ પર... જલ્દી ઉઠાડો નઈ તો ગુસ્સે થઇ જશે ” હેમંત ભાઈ બોલ્યા. “અરેરે..... હા આવું ...!! ” અચાનક મારા ઊંઘ માંથી ઉઠી ને બોલ્યો.

આખો દિવસ કંપનીમાં હું બસ મારા જુના દિવસો ને યાદ કરતો કરતો હતો અને સારિકા ની બસ બોલેલી વાતો યાદ આવતી રહી.હજી પણ એક એક વાતો યાદ છે જે મને મારા સ્કુલ ના પ્રોગ્રામ માં દિવસે બોલ્યા હતા. હું એ ગમે તેમ કરી ને આખો દિવસ કંપની માં કાઢ્યો. સાંજ ના ૭:૩૦ નો સમય થયો હતો. અને ઘરે જવાનો સમય થઇ ગયો હતો. હું અને હેમંત ભાઈ પોતાનું કોમ્પુટર ના ટેબલ પરથી જરૂરી સમાન અને મારું ટીફીન લઇ ને બાથરૂમ તરફ ચાલવા લાગ્યા.

“શું નીરવભાઈ આજે કામ કરવા ની ઈચ્છા ન હતી...?? એક દમ સુનમુન હતા ??? જમવા નું પણ બરાબર નઈ કર્યું ?? ” હેમંત ભાઈ પોતાનો પાણી થી ચહેરો લુછતા બોલ્યા. “ના હેમંતભાઈ એવું કઈ નથી બસ આજે તબીયત સારી નથી એટલે કામ બરાબર થયું નઈ... બાકી તમને મારું કામ તો ખબર જ છે ને...!!!!” હું મોઠા પર ફેસવોશ લગાવતા બોલ્યો. “અરે.... એમાં કોઈ શક ની વાત જ નથી... ” હેમંત ભાઈ પોતાનું બેગ ખભા પર રાખી ને બોલ્યા.

ત્યાર બાદ હું અને હેમંત ભાઈ બંને કંપની ના બહાર જવા વાળા ઓફીસ પાસે ગયા અને પોતાના આઈ-ડી કાર્ડ ને પાછુ સ્કેન કરી ને બહાર બસ તરફ ચાલવા લાગ્યા. હું મારી દરરોજ ની જગ્યા એ બેસી ને મોબાઈલ માં ઈન્ટરનેટ ચાલુ કર્યું .

“કેમ છે બાલાજી(મસ્તીમાં મને બાલાજી બોલાવતી હતી) .... કામ કંપની થી છૂટી ગયો..??? ઠંડી છે ત્યાં...??? બરાબર જમવા નું કર્યું તુ ને???” મીર નો મેસેજ આયો. “હા... મારી માતા શાંત તો થા..!!! મને બોલવા તો દે... ” હું એ વોટસપ ખોલી ને પાછો જવાબ આપ્યો. “હા બોલ હવે હું કઈ નઈ બોલું બસ...” મીરા થોડા ગુસ્સા નાટક વાળા વાળા શબ્દો થી બોલી.

“અરે આવું કઈ નઈ યાર... હમણાં જ કંપની થી છૂટ્યો છુ અને એમાં તારો મેસેજ આયો... અને તુ સતત બોલવા નું ચાલુ કરી દીધું. બીજું કઈ નઈ. ” શાંતિ થી સમજાવતા મેસેજ નો જવાબ આપ્યો.

“હા ઠીક છે બોલ ...” મીરનો મેસેજ આયો.

“ફસ્ર્ટ તો ગુડ ઇવનીંગ.. અને અહી ઠંડી થોડી વધારે છે એટલે સ્વેટર પણ પહેરી લીધું છે.અને બીજી વાત આજે મારી તબિયત સારી નહતી એટલે બરાબર જામ્યો નઈ પણ દવા લઇ લીધી છે એટલે બુમો પાડવાની જરૂર નથી કે ધ્યાન રાખતો નથી એન્ડ ઓલ. સાથે મને હમણાં થોડી વાર ભરૂચ નું સ્ટેશન આવે એની પેહલ બસ માં સુઈ જવું છે એટલે સ્ટેશન જઈને તને પાછો મેસેજ કરું.” હું એ પાછો મેસેજ કર્યો. “હા ઠીક છે લુચ્ચા.... જા સુઈ જા અને સ્ટેશન પહોચી ને મને મેસેજ નઈ કર્યો ને તો કોલેજ માં તુ ગયો..” મસ્તી માં મીર એ મેસેજ કર્યો. “હા ઠીક છે... મારી માં... જે શ્રી કૃષ્ણ..”

મારું ઈંટરનેટ બંધ કર્યું અને આંખો બંધ કરી ને સારિકાની હૃદયના કોઈ ખૂણા માં દબાયેલી બધી વાતો ને યાદ કરવા નો પ્રયત્ન કર્યો.

------------------------------------------------------------------------------------------------------------------

સ્કુલના પ્રોગ્રામ માં અમારો ડાન્સ છેલ્લો હતો એટલે હું એ પાક્કું સારિકા છે કે નઈ એનું જાણ્યા વગર ડાન્સ ચાલુ કર્યો. લગભગ ૧૦ મિનીટ પછી મારા ગ્રુપ નો ડાન્સ પત્યો. અને તરત હું કપડા બદલી ને બધા પ્રેક્ષકો બેધા હતા ત્યાં ચાલી ગયો અને સર્રિકા ને શોધવા લાગ્યો. પણ સારિકા કોઈ જગ્યા દેખાઈ નઈ. મને લાગ્યું કે એ કોઈ મન નો વહેમ હશે એટલે સારિકા દેખાઈ હતી. જેવું હું સ્ટેજ ની તરફ ચહેરો કર્યો કે સારિકા સ્ટેજ પર દાદરા ચડતી હતી અને ત્યારે મને વિશ્વાસ થઇ ગયો કે સાચે જ માં સારિકા અહી આવી હતી. મારે અને કઈ પણ કરી ને મળવું હતી અને ઘણી બધી વાત કરવી હતી.

“ચાલ નિરવ મેડમ તને રૂમ માં બોલાવે છે...” જાનકી મને બુમ પડી ને બોલાવી. “હા આવું ૨ મિનીટ...” હું બુમ પાડી ને જવાબ આપ્યો. અમે બધા રૂમ માં બેસી ને વાતો કરી રહ્યા હતા એટલી વાર માં મને ઝીણો અને સુંદર અવાજ આયો. “હું અહી મારા પિતા ની વર્ષગાંઠ ના નિમિતે થોડા ૨ શબ્દો બોલીશ. મારા પિતાનું અવસાન થયા ને બે વર્ષ થઇ ગયા છે અને એટલે જ હું આ સ્કુલને મારા પિતાની વર્ષ ગાંઠ પર તેમના તરફ થી ત્રીશ હાજર અનુદાન આપવા માંગું છુ. સાથે ....” આવો અવાજ સ્ટેજ થી આવી રહ્યો હતો.

“આ કોનો અવાજ છે મેડમ...????” હુ એ આતુરતા થી મેડમ ને પૂછ્યું. “અપની જ સ્કુલ ની એક છોકરી હતી પરંતુ એના પિતા ની બીમારી ના ઈલાજ ના લીધે ઘરના બધા ને યુ.એસ.એ જવું પડ્યું અને થોડા મહિનાઓ બાદ તેના પિતાનું અવસાન થયું. એ છોકરી ત્યાં જ ભણી અને અહી અપના સ્કુલ ના પ્રોગ્રામ માટે તેમને અપની સ્કુલે ખાસ નિમંત્રણ આપ્યું છે. ” ટીચર બોલ્યા. “તે છોકરી નું નામ શું છે ????” હવે મારા ર્હદય ના ધબકારા વધી ગયા અને તેનું નામ જાણવા ની ઉત્સુકતા વધી ગઈ હતી. “એનું નામ ત્રિશા છે. અને હાલ તે યુ.એસ એ પોતાનું ભણવાનું પૂરું કરી રહી છે.” મેડમ બોલ્યા.

હું તો થોડી વાર સ્તબ્ધ થઇ ગયો અને વિચારવા લાગ્યો કે સારિકા તો પોતે યુ.એસ.એ ભણી રહી છે તો અહી કોણ હશે?? પછી મને યાદ આયુ કે મારી ઉપરના ધોરણ માં એક ત્રિશા કરી ને છોકરી હતી જેની સમસ્યા તદન સારિકા ના પિતા જેવી હતી.. કદાચ એજ હશે.. હું મન માં પોતાને બોલી ને દિલાસો આપી રહ્યો હતો. થોડી વાર પછી એ ડાન્સ ના પ્રોગ્રામ માં કોણ જીતવા નું છે એનું અનાઉસમેન્ટ થયું. પેહલું ઇનામ મારા ગ્રુપ ને મળશે એવી ઘોષણા થઇ અને અમે બધા રાજી થઇ ને સ્ટેજ તરફ જવા લાગ્યા. પરંતુ મને પેહલા જેટલો ઉત્સાહ નહતો જેટલો બધા ને હતો.છતાં પણ બધા ની રાજી-ખુશી માટે ઇનામ લેવા જવું પડ્યું. અમને બધા ગ્રુપ વાળા સ્ટેજ ની વચ્ચે ઉભા હતા. ત્યાં એક સુંદર છોકરી ના હાથમાં મોટું ઇનામ નું બોકસ જોયું. તેની આંખો માં અનોખું તેજ હતું અને તેના લીધે તેનું મોંહ અત્યંત સુંદર અને કોઈને પણ મોહિત કરીદે એવુ લાગતું હતું. પરંતુ મોટા બોક્સ ને લીધે તેનો ચહેરો બરાબર દેખાઈ રહ્યું ન હતું.

એકદમથી ટીચરે મને ઇનામ ને સ્વીકારવા આગળ કર્યો. અમને ઇનામ આપવા માટે તેજ ત્રિશા નામની છોકરી ને આપવા કહ્યું હતું. તેથી હું તેનો ચેહરો દેખવા માટે આતુર હતો. જેવું ઇનામ મારી તરફ આગળ આવ્યું કે તેનો ચહેરો બરાબર દેખાવા લાગ્યો. એનો ચહેરો જોઈ ને તો હું ચકિત થઇ ગયો અને થોડી વાર સુધી તો ઇનામ ને પોતાના હાથ માં એમ જ પુતળા ની જેમ પકડી રાખ્યું. એનું કારણ એજ હતું કે તેનો ચહેરો એકદમ સારિકા જેવો લાગતો હતો.

“નિરવ ચાલ જલ્દી ઇનામ લઈને પોતાના ગ્રુપ તરફ જા.....!!!!” ટીચર મારી સામે જોઈ ને બોલ્યા. મારું ધ્યાન તરત જ ટીચર તરફ ગયું અને ગ્રુપ તરફ ચાલવા લાગ્યો. “અરે વાહ કેટલું મોટું ઇનામ છે અને તે પણ પેહલું ઇનામ... કેટલું સરસ ડાન્સ કર્યો હશે તો અપને પેહલું ઇનામ મળી રહ્યું છે...” જાનકી બોલી.

હું જે જાનકી ને જરાક ઈશારો કરીને બાજુ ના ખૂણા માં બોલાવી. “જાનકી તને આ ત્રિશા આપની સારિકા જેવી નથી લાગી...???? ” હું ધીમા સ્વર થી બોલ્યો. “હા નિરવ મને પણ પેહલા અપની સારિકા જેવી લાગી રહી હતી પરંતુ એ અપની સારિકા નથી જેને તુ પ્રેમ કરી રહ્યો હતો.” જાનકી ધીમા અને મને નિસાસો આપતા બોલી. પણ મને હજુ પણ થોડી શંકા હતી કે નક્કી તે સારિકા હોઈ શકે છે. હું એ તે ત્રિશા સાથે કઈ પણ રીતે વાત કરવા નું બહાનું કાઢ્યું. અમે બધા ડાન્સનું ઇનામ લઇને હોલમાં પાછળ ખાલી સીટો માં બેસવા ગયા. પણ હજુ હું આગળની હરોળમાં બેસેલી ત્રિશા સાથે કેવી રીતે વાત કરવા જાઉં તેમાં હતું.

“હેલ્લો ત્રિશાજી.... મારે તમારી સાથે બે મિનીટ વાત કરવી છે.. શું તમારી પાસે ટાઇમ હશે.” ૨ મિનીટ પછી કઈ પણ વિચાર્યા વગર વાત કરવા ગયો અને થોડું ખચકાઈ ને બોલ્યો. “હા કેમ નઈ, બોલો.” ત્રિશા બોલી. “મારું નામ નિરવ છે અને તમરો ચેહરો તદન મારી સ્કુલ ની એક મિત્ર સારિકા સાથે મળતો આવે છે એટલે હું તમને જોઈ ને જરાક ચકિત થઇ ગયો. સાચી વાત તો એમ હતી કે હું સારિકા ને પ્રેમ કરી રહ્યો હતો અને અચાનક તેનું તમારા જેમ યુ.એસ.એ જવા નું થઇ ગયું.” હું એકી શ્વાસે બોલી ગયો.

“હા તમારી વાત એકદમ સાચી છે કે સારિકા ને તેના પિતા ને લીધે યુ.એસ.એ જવું પડ્યું.સાચી વાત એમ છે કે હું સારિક ની મોટી બહેન છુ અને મારું ભણવા નું લગભગ પૂરું થઇ ગયું છે. મારો અને સારિક નો ચેહારો એક જ જેવો હોવા થી તને ભ્રમ થયો હશે કે હું કદાચ સારિકા જ છુ... પરંતુ એવું કઈ નથી. સારિકાએ મને તમારા અને તેના સંબધ વિષે બધું જણવ્યું.” ત્રિશા બોલી. હું એ પણ વિચાર્યુ કે હારું એની બહેન ની સામે ક્યાં મારા અને સારિકાના પ્રેમ ની વાત કરી દીધી.

“તો સારિકા તમારી સાથે કેમ ના આવી...????” ચિંતાતુર અવાજે પ્રશ્ન કર્યો. “વાત એમ છે નિરવ કે મારા પપ્પાના અવસાન બાદ સારિકા એકદમ નિરાશ થઇ ગઈ કારણ કે એનું અમારા પિતા પ્રત્યે ઘણો પુત્રી-પ્રેમ હતો. એટલે ઈ આખો દિવસ ધ્યાન પોતાનું ભણવામાં આપે છે કે જેથી તેને પિતા ની યાદ ઓછી આવે. અમને સ્કુલ તરફથી નિમંત્રણ મળ્યુંતુ પરંતુ સારિકા ની એક્ઝામ નજીક આવી રહી હતી એટલે તે અહી આવી શકી નહિ.” ત્રિશા બોલી.

“અરે સારિકા.... વાંધો નઈ તમને મળી લીધું એટલે સારિકા ને પણ મળી લીધું એમ સમજી લઈશ....અને ” હું બોલ્યો અને તરત જ ત્રિશા વચ્ચે બોલી “ચલો હવે મારો જવાનો સમય થઇ ગયો છે આજે મારે બીજા ઘણા સંબંધીઓ ને ત્યાં મળવા જવાનું છે...” “હા ઠીક છે.. વાંધો નઈ... સારિકા ને મારી યાદ આપજો.” એટલું બોલવા ગયો કે ત્રિશા ત્યાં થી રવાના થઇ ગઈ.

હું પણ થોડી વારમાં ત્યાં થી રૂમ તરફ જતો રહ્યો જ્યાં મારા ગ્રુપ વાળા બધા મારી રાહ જોઈ રહ્યા હતા.

એમ કરતા કરતા મારું ભણવાનું એ સ્કુલ શ્રી આર.સી.પટેલ નવયુગ વિદ્યાલયમાં પતી ગયું. હું એ મારી સ્કુલ માં દસ ધોરણ સુધી અભ્યાસ કર્યો. મારા દસમાં ધોરણ માં ૭૦ ટકા આવ્યા હતા. એટલે ત્યાર બાદ મારા ઘરવાળા અને મારી પોતાની મંજુરી થી હું એ ડીપ્લોમામાં કમ્પુટર ઇજનેરીમાં એડમીશન લેવા નું નક્કી કર્યું. અને મને વડોદરાની સારી એવી પ્રખ્યાત ઇન્સ્ટીટયુટ માં એડમીશન મળી ગયું. સમય જતા મારા પરિવાર ની જીમ્મેદારી સમજણ આવવા લાગી અને તેથી જ જૂની વાતો તથા સારિકાને ભૂલવા લાગ્યો. તેના લીધે મારું ભણવા તરફ ધ્યાન વધારે જવા લાગ્યું. કોલેજ માં પણ હું વધારે કોઈ ની સાથે વાત-ચીત કરતો નહિ અને લાઈબ્રેરી માં બેસી ને ભણતો હતો.

“હેલ્લો નિરવ... હેપ્પી બર્થડે.. કેમ છે...??? ” મારો નાનો ભાઈ પ્રિયાંકે ફોન કરી ને બોલ્યો. “હા ભાઈ.. બધું બરાબર છે અને થેંક્યું ફોર વીશ મી... ” થોડી વાર હું એ મારી કોલેજ આજે શું કર્યું અને પપ્પા અને મમ્મી સાથે બહાર ક્યાં જમવા જવાનું છે તેની વાતો કરી.

“ઓય... એ... રેડ ટી-શર્ટ સંભાળ ને જરા.... ” પાછળથી મારા કાન માં એક મીઠો એક અવાજ આવ્યો. મને લાગ્યું કે એ છોકરી કદાચ આ ભીડ માં બીજા કોઈ છોકરા ને બોલાવતી હશે.. પણ એકદમથી મારી બાજુમાં આવીને મારા ખભા પર હાથ મૂકી ને મને રોક્યો. અચાનક મારી નજર એ જ છોકરી પર પડી જે મને બોલાવી રહી હતી. એને જોઈ ને થોડી વાર તો સ્તબ્ધ થઇ ગયો.

આંખો આછાં ભૂરા રંગની અને આઈબ્રો બહુ ધ્યાન રાખી ને સેટ કારવ્યું હોય એવું લાગી રહ્યું હતું ,કપાળની વચોવચ એક મસ્ત નાનો સરસ નામ માત્રનો કાળા રંગનો ચાંદલો જે એના રૂપાળા ચેહરાની શોભામાં વધારો કરતો હોય. રંગે ખૂબજ રૂપાળી હોવાથી તેનું મેકઅપ વગરનો ચેહરો અતિ સુંદર લાગતો હતો જાણે આકાશ માંથી કોઈ સુંદર પરી આવી હોય. એણે સરસ મજાનો કેસરી કલર નો કુર્તો અને કથ્થઈ કલર નો પાયજામો પહેરયો હતો અને તેના કપડા માંથી સરસ મજા ની કોઈ બ્રાન્ડેડ પરફ્યુમની સુગંધ આવી રહી હતી. એના સુંદર ચેહરા પર ફ્રેમ વગર ના ચશ્માં એની સુંદરતામાં અંશે અંશે વધરો કરી રહ્યો હતો.

“ હું તને ક્યારની પાછળ બુમો પાડુ છુ .. તું સંભાળતો જ નથી....” એ છોકરી બોલી. “સોરી.. સોરી પણ તમે મને બોલાવી રહ્યા હતા ???? મને લાગ્યું કે બીજા કોઈ ને બોલાવો છો એટલે પાછળ ફરી ને જોયું નઈ..” મન માં જ એની સુંદરતા નું વર્ણન કર્યા પછી બોલ્યો. “ તારું જ નામ નિરવ છે ને? ” નામ કન્ફર્મ કરવા પૂછ્યું. “ હા હું જ નિરવ છું પણ સોરી હુ તમને નથી જાણતો... ” મન માં ખાલી નામ જાણવા ની ઉત્સુકતા થી આવું બોલ્યો. “બાય ધ વે મારું નામ અનુ છે.. અપના ડીપાર્ટમેન્ટના એચ.ઓ.ડી. જે કમ્પુટર નેટવર્ક ભણાવે છે એમને મને આજ સુધી ની બધી નોટ્સ તારી પાસે લખેલી હશે તેમ કીધું.. અને એ બુક જોઈ છે... ”

“હા મારી પાસે એ સબ્જેક્ટનું બધું લખેલું છે.” હું એની સામે નાનું સ્મિત આપીને બેગ માંથી બુક નીકળવા જતો હતો. “ના મને હમણાં નઈ જોઈ તું...”એકદમ થી એને મારો હાથ બેગ માં નાખતા રોક્યો. “વાત એમ છે કે હું આ કોલેજ માં નવી આવી છું અને મારી પાસે ઓલરેડી કપડા ભરેલી મોટી બેગ છે સાથે એક કોલેજ બેગ છે જેમાં નાસ્તાના ડબ્બા છે તો જગ્યા નથી બુક રાખવા ની. ” અનુ એ પોતાના હાથ થી પેલી મોટી બેગ સાચવતા બોલી. “હા સારું એવું હોય તો હું સોમવારે અપી દઈશ બુક... તારા બેગ માં જગ્યા નથી તો...”

“ના મારે આજે જ જોઈ એ છે... કાલે સન્ડે છે તો બધું લખી નાખીસ અને પાછું મન્ડે ના એ સર નો લેકચર છે ને...” ચિંતાતુર થઇ ને કીધું. અને પાછુ બોલી. “આ મારો નંબર છે મોબાઈલ માં સેવ કરી લે અને સાંજે હું તને કોલ કરીશ ત્યારે મારા ઘરે આવી જજે અને બુક આપી દેજે.” હું જરાક સ્તબ્ધ થઇ ગયો કે પેહલી વાર એક જ મિટિંગમાં કોઈ છોકરી મને સામે થી પોતાનો નંબર આપે છે અને સાથે ઘરે પણ બોલાવે છે. ફટાફટ થી મોબાઈલ કાઢ્યો અને લોક ખોલી નંબર લખવા લાગ્યો.

“હા વાંધો નઈ.. હું એ મારા મોબાઈલ માંથી તને મિસ કોલ કર્યો છે.. કોલ કરજે ત્યારે આવી જઈશ.” ફોન માં નંબર સેવ કરતા બોલ્યો. “થેન્ક્સ .. નિરવ.. ” અનુ સ્માઈલ આપી ને બોલી. “અરે એમાં શું થેન્ક્સ... એની ટાઇમ..”

“ચલ હવે હું જાઉં છું બ્રેક પાડવા નો સમય થઇ ગયો. બાય... બાય...” મોબાઈલ ખિસ્સામાં નાખી ચાલતા બોલ્યો. પાછળ પાછો મને અનુ નો અવાજ આયો.. “નિરવ.... સંભાળ ને હજુ એક હેલ્પ જોઈ એ છે.... એક્ચુઅલી એક નઈ ઘણી બધી હેલ્પ જોઈ છે... કરીશ..??” પોતાના ખભા પર કોલેજ બેગ લેતા મને પૂછ્યું. “હા વાંધો નઈ બોલ કેવી હેલ્પ જોઈ એ છે...” પછી જેમ જેમ કીધું એ રીતે એની હેલ્પ કરતો ગયો.

પેહલા તો એની મોટી બેગ લઇ ને કોલેજ ની બહાર એક મોટા વડ ના ઝાડ નીચે અનુ ની કારનો ડ્રાઈવર હતો ત્યાં ગયા અને તેની બેગ રાખી. ત્યાં થી કોલેજ ના અડ્મીન ડીપાર્ટમેન્ટ માં અનુ નું કોલેજનું આઈ-કાર્ડ બનવાનું હતું તો ત્યાં ગયા. છેવટે બધું પતાવીને કોલેજ ની કેન્ટીન માં નાસ્તો કરવા ગયા. ત્યાં પણ હું ચુપ-ચાપ પોતાનો નાસ્તો કરી રહ્યો હતો અને કઈ જ નઈ બોલ્યો. વિચાર કરતો હતો કે બીજી શું વાત કરું એટલી વારમાં તો સામે થી હિતુને આવતા જોયો.

“ઓ સ્વામી... ક્યાં હતો લ્યા... કેટલો હોધ્યો .... ક્લાસ માં ગ્યા,પહી લાઈબ્રેરી માં ગ્યા...કહે ના મળ્યો.. અને હારો તું અહી એકલો બેઠો બેઠો સમોસા ખાય .... લાવ મને ડીસ આપ તું પૂછ્યા વગર જતો રયો ને એટલે તારે નઈ ખાવા ના.... ” હિતુ તેની ગામડા ની ભાષા માં બોલ્યો અને મારી સામેની સીટ પર જઈ ને બેઠો. એટલું એ બોલ્યો એટલે હું એ એને બોલતા રોક્યો કારણ કે એ આજુબાજુ જોયા વગર કઈ પણ બોલીદે છે. “હા લા... શાંતિ રાખ અને અનુ નામ અનુ છે અને ઈનો ફર્સ્ટ ડે છે કોલેજમાં અને એની હેલ્પ કરતો હતો એટલે લેટ થઇ ગયું. ” “અચ્છા.. હાય.. હાઉ આર યુ.. માઈ નેઈમ ઇસ હિતેશ..” અનુની સામે તાકી તાકી જોઈને બોલ્યો. “ફાઈન..” સાદું સ્મીત આપી ને કીધું. “અને હા નિરવ હું જાઉં છુ મારે બીજા થોડા કામ છે એન્ડ અગેઇન થેન્ક્સ ફોર એવરીથિંગ...” એમ કહી ને ઉભી થઇ ગઈ.”અરે એમાં શું થેંક્યું કઈ નઈ પછી મળીશું. બાય.” મોટું સ્મિત આપી ને કીધું. અને ઈ ત્યાં થી જતી રહી.

“સાલા એમ તો ક્લાસ માં કોઈ દી મેડમનો જવાબ ઈંગ્લીશઆપ્યો નહિ અને અહી... ” થોડા ગુસ્સા માં બોલ્યો. “હા. હા.. તો એમાં શું ગુનો ક્યરો.. અને તારી વાત કરું તો તુ કોઈને એક બુક આપવા જતો નથી અને અહી... હું ચાલે હે આ બધું.. બોલ.” એ પણ મારી જેમ થોડા ગુસ્સામાં બોલ્યો. “કઈ નઈ કોલેજ માં ન્યુ એડમીશન લીધું છે તો થોડી હેલ્પ કરી અને હું લાઈબ્રેરીમાં જાઉં છુ કામ છે. અને આ સમોસું તુએ કાધુંને તો હવે મારો ખવડાવાનો વારો ગયો..હો ” એમ કહી ને ઉભો થઇ ને નીકળ્યો. “અલ્યા..ઉભો રેહ હું પણ હાથે આવું હું ” જોર થી બુમ પડી ને મારી પાછળ દોડ્યો.

“અલ્યા એમ બોલને એ છોકરીએ કયા ડીરપાટમેન્ટમાં(ડીપાર્ટમેન્ટમાં) એડમીશન લીધું અને કયા ગરુપમાં(ગ્રુપ) છે..???” મેથ્સની બુક લઇ ને મારી બાજુ માં બેઠો. “આવી ગ્યો પાછો તારી ગોમડ ભાષામાં.. ડીરપાટમેન્ટ વાળો.. અને શાંતિ થી વાંચવા દેને મને.. અરે.. જીગા આને બોલવી દેને તારી પાસે હેરાન કરે છે.” થોડા ગુસ્સા માં બોલ્યો. “એ ગોમડયા ચાલ અહી આવ મને મેથ્સમાં આ થોડું નઈ આવડતું.. ચાલ શીખવાડ..” જીગ્નેશ દુર હિતુને બોલાયો.

હિતુ તો જતો રહ્યો તો પણ મારા મગજમાં પાછી અનુની વાતો ચાલુ થઇ ગઈ કે મારી જ કેમ હેલ્પ લીધી અને એકદમ થી મને પોતાનો નંબર આપ્યો. અને ઉપરથી એને મને પોતાના ઘરે બુક આપવા બોલાવ્યો. એટલી વારમાં મારા મોબાઈલમાં મેસેજ આયો “ હાઈ નિરવ.. સાંજે ૬ વાગે બુક આપવા ઘરે આવીશ?” હવે મારી પરિસ્થિતિ એવી હતી કે મારા મેસેજની લીમીટ પતવા આવી હતી અને ખાલી લાસ્ટ એક જ વાર મોકલી શકું અને બીજી વાર પાંચસો મેસેજ ફ્રી કરવા માટે પૈસા નહતા. એટલે બહુ વિચાર ના કરતા “હા વાંધો નઈ આવી જઈશ..” અને મોકલી દીધો. પછી જાતે જ માથે માર્યું કેમ કે હું એ અડ્રેસ તો પૂછ્યું જ નઈ. અને બીજો મેસેજ કરવા માટે લીમીટ પૂરી થઇ ગઈ હતી, હિતુ ને કેહવાય નઈ કે એનો મોબાઈલ આપે. “ઓકે અને મારું અડ્રેસ : “....” ”. એકદમ થી બીજો મેસેજ આયો અને જીવ ને શાંતિ થઇ કે સારું થયું અડ્રેસ મોકલી દીધું.

પાછો બુક માં ધ્યાન આપી ને વાંચવા લાગ્યો. પણ મગજમાં વિચારો તો ચાલતા હતા કે ઘરે શું કહીશ કે ક્યાં જાય છે? , એના ઘરે કેવી રીતે જઈશ?, એના ઘરે જઈને બધા ને કેમ નું બોલાવીશ?.