"આ બધી વાત મનજીત વિજયને સંભળાવીને ટ્રેન ગાડી હંકારતો હતો પછી પાછો કેહતો જાય કે ભૂતબુત જેવું કશું હોતું નથી."
આતો મગજનો એક વેમ છે, એટલી વારમાં વિજય બોલ્યો તો ભાઈ મને રાત્રે જે દેખાયું તે શું દેખાયું.
કઈ નહિ ભાઈ.
તું ચિંતા ન કર કશું હતું નહીં એતો તારા મગજનો વહેમ છે.
શું યાર વારે ઘડીએ વેમ છે વેમ છે એમ કરે જાય છે, તો શું કહું ભૂત છે એમને ..........
મનજીત ગુસ્સે થઈને કહી દે છે કે જા તે ભૂત હતું અને રહેશે. હવે મારી વાત તો શાંતિથી સાંભળ તને મારે એક અગત્યની વાત કહેવાની છે, જો તારે સાંભળવી હોય તો બાકી મારી પાસે ટાઈમ નથી ઓકે.
બોલને મનજીત તારે વાત કહેવાની હોય અને હું ના સભાળું એવું કોઈ દી બન્યું છે.
"અલ્યા ના તો અમસ્તું જ તને પૂછી નાખ્યું."
તને વિસ્તારપૂર્વક કહું કે ટૂંકમાં કહું
જેમ કેહવી હોય એમ તું ફટાફટ કહેવા માડ.
એ ભાઈ તો સાંભળ પહેલા ટૂંકમાં સાંભળી લે પછી વિસ્તારપૂર્વક સાંભળવાની ઈચ્છા થાય તો હું તને કહીશ. સારુ બોલ ને.
"છાતી કાઠી રાખીને સાંભળી લે આપણી ટ્રેનમાં ભૂતોનું છે નહિ કે તેમાં માલસામાન"
આટલું સાંભળતા જ વિજય પાછો ગભરાઈ ગયો પણ તેનો ગભરાટ ઓછો હતો એના માટે મહત્વ ના બે કારણ જવાબદાર હતા. તેમાં મુખ્ય કારણ એ હતું કે તેની સાથે તેનો અડીખમ મિત્ર મનજીત હતો અને બીજું અગત્યનું કારણ એ હતું કે દિવસ હતો એટલે તેને બીક ઓછી લાગી. અને પાછો બોલ્યો મનજીત ચલ વિસ્તારપૂર્વક વાત ચાલુ કર મારે આજે સંપૂર્ણ વાત સાંભળવી જ છે.
આવો આગ્રહ વિજય કર્યો પણ મનજીત ના મનમાં એક સવાલ હતો જો આને આ વાત હું કહીશ તો તે પાછો બીમાર પડી જશે એટલે તેણે વાત ફેરવી નાખી અને કહ્યું કે કઈ વિસ્તારપૂર્વક વાત નથી.
" ફક્ત આપણી પ્રેમમાં ભૂત છે એટલી જ વાત સાચી છે "
પણ બીજી તો વાત કંઈ નથી એવું મનજીતે કહ્યું પણ વિજય તો વાત સાંભળવા માટે બાળક ની જેમ જીદ કરી અને બોલ્યો તારે ના કરવી હોય તો શું કામ મને ડફોળ બનાવે છે.
જો તારે વાત સાંભળવાની તીવ્ર ઈચ્છા હોય તો હું તને વાત કહીશ નહીં પણ આપણી મુસાફરી દરમિયાન તને વાત નું અદભુત અનુભવ થશે.
( આ વિજય અને મનજીત અંદરો અંદર સંવાદ કરી રહ્યા હતા એટલામાં તેના કેબીનને કોઈકે પાછળથી ધડાક...... ધડાક...... ખખડાવ્યું એટલે વિજય ગભરાઇ ગયો.
વિજય બોલ્યો કોણ .......કોણ .........છે તારી તાકાત હોય તો સામે આવીને બોલ શું અમને બીવડાવે છે.
આટલી બોલવા ની તાકાત તેના માં આવી ગઈ હતી પણ તેને પેલું ભયાનક દ્રશ્યો યાદ આવે છે અને ડરનો અહેસાસ થવા લાગે છે.
મનજીતને પૂછે છે કે તને કોઈ અવાજ સંભળાયો કે નહીં...
શેનો અવાજ....... આ ટ્રેન ચાલુ છે તેનો લ્યાં......
પાછળથી કોઈ બારણું ખખડાવ્યું હતું તેનો......
ના ભાઈ ના મને કશું સંભળાયું નથી.
પછી તો વિજયના મનમાં નક્કી થઇ ગયું કે સો ટકા ભૂત જ હશે.
આ વિચારીને વિજય ખૂબ જ ગભરાઈ ગયો પછી તેને મનોમન નક્કી કરી લીધું કે આપણે કંઈ પણ થાય પણ આ ભૂતાવળ નો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે.
એક બાજુ વિજય નું ગભરુ હૃદય અને બીજી બાજુ તેનું મજબુત મનોબળ હતું પણ પોઇચા પગનો આ માનવીનું શું કરે.
એટલી વારમાં મનજીત બોલ્યો ક્યાં ખોવાઈ ગયો છે વિજય.
ક્યોય નહિ બોલ ને ભાઈ શું કામ છે.
મનજીત એક વાત કહું.બોલ બોલ મેરે યાર.....
"મને બધું જુદું જુદું લાગે છે કઈ ખબર નથી પડત કે મારી સાથે આ શું થઇ રહ્યું છે."
વધુ આવતા અંકે.........